________________
:
--
---
—- ૪ -
દેશના-૧૫.
[૧] જેએ આ દુન્યવી સત્તામાંથી છટકી ગયા છે, તેઓને માટે એવું સ્થાન માનવું જ પડશે, કે જ્યાં તે પાપીઓ ભોગવવા પડતા દુઃખમાંથી નાસી પણ ન શકે અને છટકી પણ ન શકે. “નારકી” શબ્દની સાથે સંબંધ નથી. નામ ગમે તે કહો પણ એવી એક સૃષ્ટિ છે, કે જ્યાં આવા જ જાય છે અને વારંવાર કપાય, બળે, છેદાય, ભેદાય. ક્ષેત્રકૃતવેદના અન્ય કૃતવેદના, પરમાધામીકૃતવેદના વગેરે વેદનાએ બૂમાબૂમ કરીને ભગવે. છે. નારકીમાં મરણનું દુઃખ છતાં મરી શકાય નહિ. અસંખ્યાતી વખત કપાય, છેદાય, ભેદાય પણ મરે નહિ. સખ્ત ગરમી, ઠંડી સહન કરવી પડે, મરવા ઈછે પણ મરણ ન થાય. નામ ગમે તે આપો, પણ આવું એક સ્થાન છે જેને નારકી કહેવામાં આવે છે.
બીજો મુદ્દો સમજી ! સમજણમાં થયેલા ગુનાની સજા સમજણમાં ભોગવવી પડે. ખૂનના ગુનેગારને ફાંસીની સજા થાય છે. તેને ફાંસી દેતી વખતે જે ચકરી આવે, તે ફાંસી અટકે, ડૉકટરને બોલાવાય, દવા થાય, પાછે તેને શુદ્ધિમાં લાવીને પછી સજા કરાય, તાત્પર્યા કે ગુને સમજણમાં થયેલ હોય તે સજા પણ સમજણમાં જ કરાય. સમજણમાં કરેલા ગુનાની સજાને ભેગવટે અણસમજણમાં કરાય નહિ. આથી તે નારકીને અવધિજ્ઞાન માનવામાં આવ્યું છે નારકી જીવો ત્રણ જ્ઞાનવાળા જ હોય. મન:પર્યવજ્ઞાન અપ્રમત્ત લબ્ધિધારી સાધુને હેય. કેવલજ્ઞાનવાળાને તે પાપને બંધ જ નથી. પાંચ જ્ઞાન (મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ, કેવલ)માં બે જ્ઞાન પાપથી પર છે. પાપીને, જેને ભવની રખડપટ્ટી કરવાની હોય તેને મન:પર્યવજ્ઞાન તથા કેવલજ્ઞાન ઉન્ન થાય જ નહિ. હવે બાકી રહ્યાં ત્રણ જ્ઞાન. આ ત્રણ જ્ઞાન હોય તો જ તે પાપ કરી શકે. મુદ્દો એ છે કે સમજણમાં કરેલા ગુનાની સજા સમજણમાં જ થાય, માટે નારકીને અવધિજ્ઞાન છે. નારકીનું શરીર જ એવું કે અનેક વખત છેદાય ભેદાય કપાય તળાય બધુંયે થાય, અરે ! કરવતથી વહેરાય, કઈ કઈ કદર્થનાઓ થાય, છતાંય જીવ જઈ શકે નહિ, અર્થાત્ મરે નડિ.
કુદરતને માનનારે નારકી માનવી જ પડે. નારકીમાં અહીં કરતાં અસંખ્યાત ગુણી ભૂખ, તૃષા, ટાઢ, ગરમી, તાપ છે. આ તમામ સહન કર્યોજ છૂટકે, છૂટકારાને દમ પણ ખચાય નહિ એવી દશા! નારકીનું આયુષ્ય પણ લાંબુ, અને તે જ વર્ણવી ગયા તે મુજબ કરાયેલાં પાપનું ફલ ભગવાયને! કુદરતને માનતા હે તે નારકી ગતિને માન્યા વિના છૂટકે નથી. સત્તાના સાણસામાંથી છૂટી શકાય, પરન્તુ કુદરતના કોપમાંથી છુટી શકાય તેમ નથી. સત્તાના તાબામાં રહેલાઓને તે માને કે ગુનાની સજા થાય, પરંતુ સજા દેનારા અમલદારો લાંચ રૂશ્વતથી અન્યાય કરે, કેઈને ગુને જતે કરે, અને કેઈકને ફસાવીને મારે. આની સજા કયાં? સત્તાધીશોએ કરેલી ઘાતકી સજાનું ફલ મળવાનું થલ માન્યા વિના ચાલશે? પાપનું ફલ ઓછામાં ઓછું દશ ગણું તો ભેગવવું પડવાનું જ. કોડાક્રોડ ગુણું ફલ સમજીશું ત્યારે બંધક મુનિની ખાલ ઉતાર્યાની પરિસ્થિતિ બરાબર સમજાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com