________________
•
--
- - - -
-
- -
-
• -.
.
દેશના-૧૬,
૧૩]
દ્વાદશાંગીમાંના પંચમાંગમાં શ્રી ભગવતીજી સૂત્રના અષ્ટમ શતકના પ્રથમ ઉદ્દેશીને અધિકાર ચાલુ છે, આપણે પ્રથમ જ એ વિચારી ગયા કે પુદ્ગલ વિચાર એ જૈન શાસનની જડ છે. પુદ્ગલે મુખ્ય ત્રણ પ્રકારે છે, જેમાં જગતને વ્યવહાર પ્રગપરિણત પુલને આભારી છે. મૂળથી તેનું ઉત્થાન જીવે કરેલું નથી. પૃથ્વીકાયના જીવે ઔદારિક શરીર બનાવ્યું. વિકલેન્દ્રિયે પણ યુગલે ગ્રહણ કરી શરીર બનાવ્યું. પુદ્ગલેની ઉત્પત્તિ જીવને ઉદ્દેશીને નથી. જીવની ક્રિયા એ પરમાણુમાં ચાલતી નથી, બે ત્રણ ચાર પાંચ થાવત્ અનંત પરમાણુ સૂક્ષ્મ પરિણામે પરિણમ્યા હોય, તેમાં પણ જીવની ક્રિયા ચાલતી નથી. ઓછામાં ઓછા અસંખ્યાત આકાશ પ્રદેશે જીવે રોકેલાજ હોય છે. એકેન્દ્રિયથી સિદ્ધ સુધીના જી લઈએ તે પણ, અસંખ્યાત આકાશ પ્રદેશથી ઓછી એક જીવની અવગાહના હેતી નથી. ચૌદ રાજલના પ્રદેશ તે પણ અસંખ્યાત, અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહનામાં પણ અસંખ્યાતા જ પ્રદેશે. આ વાત બાલાજીને-સ્થૂલ બુદ્ધિધારીઓને સમજાવવા લાખ ઔષધિવાળા કાઢાના ચૂર્ણને દાખલ આપે છે. લાખ ઔષધિ ભેગી કરી તેને ઉકાળો કરીએ, પછી જમાવીએ, તેમાંથી રતિભાર આપીએ. હવે વિચારો! એ ચૌદ મણના કાઢામાં જેમ લાખે ય ઔષધિ છે, તેમ રતિભારકાઠામાં યે છે. તે જ રીતિએ પ્રદેશનું પણ સમજી લેવું. કાચ કરતાં અજવાળાનાં પુદ્ગલે બારીક છે. અજવાળાનાં પગલે કાચમાંથી અવર નવર જાય છે. કાચ તેને રોકી શકે નહિ. અસંખ્યાત પ્રદેશઅવગાહનાવાળા શરીરમાં ઔદારિક પુગલે જ ગ્રહણ થયેલાં હેય. શરીર ઔદારિક પુત્રલેનું જ બનેલું હોય. સૂક્ષ્મ પુદ્ગલે જીવ ગ્રહણ નજ કરે. સૂમ પરિણામે પુદ્ગલ આરપાર ભલે જાય, પણ જેમ અજવાળાનાં પુદ્ગલેને કાચ રેકી શકતા નથી, તેમ છવ સૂક્ષ્મ પુદગલેને ગ્રહણ કરી શકતો નથી. ઔદારિક વર્ગણનું સ્વરૂપ પામેલા પુલને જ જીવ ગ્રહણ કરી શકે. સ્વભાવે પરિણમ્યા પછી જીવને પ્રયોગ તે મિશ્ર પરિણામ. પુદ્ગલેનું પરિણમન માનીએ છીએ. લૂગડું જર્જરતિ થાય છે તેમાં ઉદ્યમની જરૂર નથી. એ જર્જરિતપણું કરવા કોઈ બેસતું નથી.
પલટે એ પુલને સ્વભાવ. પુદગલેને સ્વભાવ છે કે અમુક વખત પછી પુદગલેનું પરિણામ પલટાવું જોઈએ નળિયાંભતિ વગેરે આપોઆપ જૂનાં થાય છે. પદાર્થો રસકસ વગરના તથા સડવા પડવા જેવા થાય છે. આ બધું કઈ કરતું નથી. આપ આપ થાય છે. સ્વાભાવિક ફેરફારોને વિસસા પરિણામ કહેવાય છે. જેમાં જીવને પ્રયત્ન જ નથી, તેથી ત્યાં નથી તે પ્રોગ પ્રરિણામ, નથી તે મિશ્ર પરિણામ, પણ વિસસા પરિણામ છે. અપકાયના છ વાદળોમાં ઉત્પન્ન થાય, વાદળાં એટલે જેમાંથી જળ વરસે. પહેલ વહેલાં એ પુદ્ગલે જીવના પ્રયોગથી નથી થયા. ઇંદ્રધનુષ્ય તે પણ સ્વાભાવિક પરિણામથી થવાવાળું સમજવું.
એકેન્દ્રિયથી પચેન્દ્રિયપણને ક્રમ પુણ્યાને અંગે છે પ્રાગ પરિણામને અંગે જીવ જે પુદ્ગલે પરિણાવે છે, તેના પાંચ પ્રકાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com