________________
-
-
-
-
દેશના-૧૬.
શ્રાવકની દયા શકય કેટલી? સવા વસો ! શ્રાવક છએ કાયમાં જીવ માને છે, દરેકની હિંસામાં પાપ માને છે, પાપને વિપાક કટુ ભયંકર માને છે, પણ પ્રતિજ્ઞામાં પોતાની શારીરિક વ્યાવહારિક કૌટુંબિક સ્થિતિ આડે આવે છે. વાડે બંધાયેલી ગાય વાડો સળગે ત્યારે છૂટવા માટે દેડવા તે ઘણું એ કરે છે, પણ દેરડીએ બાંધેલી છે, બિચારી શું કરે? દેરડી છોડવા-તેડવાની તાકાત નથી, એટલે એ પછાડા મારે પણ પાછી પડે, તેમ તમારામાં મોટી વયનાને કર્મની પરિણતિ જોઈને વૈરાગ્ય થાય, ત્યાગના પરિણામ થાય પણ કુટુંબના સનેહના બંધને નડે. બાયડી છોકરાં દુકાન આ બધાં આડાં આવે. વાડામાં ગાય બંધાયેલી હોય છે, વાછરડાં છુટાં હોય છે. તેઓ કૂદીને નીકળી જઈ શકે છે, અને સળગેલા વાડામાંથી બચી શકે છે. તેમ અહીં પણ સ્ત્રી આદિના બંધન વગરનાં છોકરાઓ, નાની ઉંમરવાળા, બંધન વિનાના હોય તેઓ વૈરાગ્ય થતાં સંસારમાંથી છૂટી શકે છે.
હવે મૂળ વાત પર આવીએ. શ્રાવકની દયા સવા વસાની શી રીતે ? શ્રાવકના પરિણામ તે “કઈ પણ જીવની વિરાધના કરનાર હું ન થાઉં એ જ હેય, પણ પરિસ્થિતિના કારણે પ્રતિજ્ઞા કયા પ્રમાણમાં કરી શકે ? પૃથ્વીકાય અપૂકાય તેઉકાય વાયુકાય વનસ્પતિકાય આ પાંચે ય સ્થાવરની હિંસા વર્જવા યોગ્ય ગણે છે, છતાં તે વઈ શકતો નથી. તે માત્ર ત્રસકાયની હિંસાને ત્યાગ કરી શકે છે. ત્રસ અને સ્થાવર એ બેની દયા વીશ વસાની ગણું છે, તેમાંથી સ્થાવરની દયા જતાં દશ વસો બાકી રહ્યા. હવે ત્રસ જીવની હિંસા પણ સર્વથા વઈ શકતું નથી તે વિચારે. ખેતીમાં હિંસા ત્રસની થાય છે, ઘર ચણાવવામાં હિંસા થાય છે, પણ એ હિંસામય પ્રવૃત્તિ બંધ કરવાની તૈયારી નથી. અલબત્ત ત્યાં મરાતા જીવોને મારવાની બુદ્ધિ નથી, પણ તે તે ક્રિયામાં જીવ મરી જાય ત્યાં એને ઉપાય નથી. વળી પિતાને કેઈ અપરાધ કરે એ અપરાધ અર્થ સંબંધી, શરીર સંબંધી ગમે તે હોય તે તેની શિક્ષા કર્યા વિના રહી શકે તેમ નથી, એટલે ત્યાં ય પ્રતિજ્ઞા ઢીલી થઇ. નિરપરાધીને નહિ મારૂં એવી પ્રતિજ્ઞા કરી શકે.
અપરાધી છે કે નહિ તે નકકી કરવું જોઈએ. નાગનતુ નામને એક શ્રાવક હતે. વ્રતધારી હતે છતાં યુદ્ધમાં જવાને રાજ્યને હુકમ થયે. ધનુષ્ય બાણ, તરવાર આદિ લઈને યુદ્ધમાં ગયે. સામે શત્રુ પક્ષને સૈનિક આવીને ઉભે રહ્યો. પરંતુ નાગનતુ બાણ છોડતે નથી, તરવાર ઉગામતે નથી, ઘા કરતું નથી. કેમ? પેલે શત્રુ સેનિક પણ સ્તબ્ધ થાય છે. તે કહે છે તારી તરવાર છે કે ખીલે નાગનતુ કહે છે - હે સિનિક ! હું નિરપરાધીને મારતું નથી. તું અપરાધી થાય નહિ ત્યાં સુધી હું કેમ ઘા કરૂં? તું પ્રથમ ઘા કરે તે તે પછી ઘા કર્યા વિના મારો છૂટકો નથી. સમરાંગણમાં આ સ્થિતિ ટકવી કેટલી મુશ્કેલ? નાગનતુ જેવા ઘણા વિરલા! ત્યારે હવે પ્રતિજ્ઞા કેવી થઈ? હાલતા ચાલતા જીવને તેમાં ય નિરપરાધીને, નિરપેક્ષપણે, જાણી જોઈને મારૂં નહિ. શ્રાવક આવી પ્રતિજ્ઞા કરી શકે. આ રીતે શ્રાવકની દયા માત્ર સવા વસાની છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com