________________
દેશના-૧૫.
卐
[૫૯]
આકાર રૂપે એકેન્દ્રિયના પાંચ, વિકલેન્દ્રિયના અનેક, પંચેન્દ્રિયના ચાર ભેદ.
ભગવાન શ્રી તીર્થંકર દેવે સ્થાપેલ શાસનના વ્યવહાર માટે, ભવ્યાત્માએના કલ્યાણાર્થે શ્રી ગણધર મહારાજાએ રચેલી દ્વાદશાંગીમાંના પંચમાંગ શ્રીભગવતીજી સૂત્રના અષ્ટમ શતકનાં પ્રથમ ઉદ્દેશો, તેમાં પુદ્ગલ પરિણામને અધિકાર ચાલુ છે. જગતનુ વિચિત્ર દૃશ્ય કડા કે જગતના દૃશ્યની જે જે વિચિત્રતા છે, તે ત્રણ પ્રકારના પુદ્ગલેને આભારી છે. ઔદારિક વૈક્રિય તેજ ની યાવત્ પ્રત્યેક વણા શૂન્ય વણા બધી વણુએમાં ચક્ષુવિષય પદાર્થોના વ્યવહાર કરનારાને ઔદારિકની પહેલાંનાં પુદ્ગલે તેમજ તેજસ્ વર્ગણાની આગળના પુદ્દગલા દેખી શકાય તેવા નથી. વ્યવહારે દેખી શકાય તે પ્રયાગ-પરિણત પુદ્ગલના કારણે છે. પ્રયાગ પરિણામે પરિણમેલા પુદ્ગલાના પાંચ ભેદે છે. એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચોરન્દ્રિય, પંચેન્દ્રિય જાતિનામકર્મના ઉદયાનુસાર તે તે પ્રકારે તે તે જીવા પુદ્ગલા પરિણમાવે છે.
હવે વિષય આગળ વધે છે. જેમ એકેન્દ્રિયમાં પાંચ ભેદે જણાવ્યા, પૃથ્વીકાય અકાય તેઉકાય વાઉકાય ને વનસ્પતિકાય. તેમાં પણ દરેકના ખબ્બે પ્રકાર, સૂક્ષ્મ તથા બાદર. તેમ એઇન્દ્રિય તેઇન્દ્રિય ચૌરિન્દ્રિયના ભેદો છે કે નહિ? એકેન્દ્રિયના અંગે આટલું વિવેચન ચાલ્યા બાદ આ નવે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. શાસ્ત્રકાર મહારાજા જણાવે છે કે મહાનુભાવ ! પૃથ્વીકાયાદિના દશ જ આકાર નિયમિત છે. એઇન્દ્રિયાદિ માટે અનેવિદ્દા પન્નત્તા કહ્યું, બેઇન્દ્રિયના ઘણા આકારો છે, તેથી ત્યાં એકેન્દ્રિયની જેમ કહી શકાય તેમ નથી. એઇન્દ્રિયથી ચૌરિન્દ્રિય સુધી વિકલેન્દ્રિય કહેવાય તેના ઘણા પ્રકાર છે.
पंचिदियप ओग परिणयाणं पुच्छा ।
શ્રીગૌતમસ્વામીજી મહારાજને પ્રશ્ન છે કે ભગવાન! પંચેન્દ્રિય જીવ જે પુદ્ગલ પરિણમાવે છે, તેના કેટલા ભેદ છે ? ગોયમા, સવિા પન્નત્તા, તં ના—છ્યું નેચત્તિવિયવોનરિળયા રિલ વું મનુક્સ ટેવવવિવિ૰ હે ગૌતમ! તેના ચાર ભેદ છે. દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી, એકેન્દ્રિયમાં દશ ભેદ, વિકલેન્દ્રિયમાં મેઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરન્દ્રિય, પચેન્દ્રિયમાં ચાર ભેદ.
પ્રત્યક્ષમાં શંકાને સ્થાન નથી. શંકા પરાક્ષની જ હોય.
એકેન્દ્રિય વમાં પૃથ્વીકાયનું સામાન્ય શરીર અંશુલના અસ ંખ્યાતમા ભાગનું છે. અપ્કાયનુ શરીર તેટલુ ખરૂં, પણ પૃથ્વીકાયથી ચડિયાતુ, તેઉકાયતું તેથી ચડિયાતુ, વાઉકાયનું તેથી ચડિયાતું, વનસ્પતિકાયનુ તેથી ચડિયાતુ. આ મુજબ જઘન્ય શરીર બેઇન્દ્રિયના તમામ જીવે સરખુ પરિણુમાવે. જઘન્યપણાના ભેદ માટે ભેદ પાડવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com