________________
શ્રી અમોધ-દેશના–સ ગ્રહ.
પણ પ્રયત્ન છે. કર્મમાં શુભાશુભ રસ ઉત્પન્ન કર, લાંબી કે ટુંકી સ્થિતિ કરવી એ જીવના પ્રયત્નથી બને છે. આનું નામ વિસસા પરિણામ જગતમાં એક પણ ચીજ વિશ્વાસ પરિણામ વગરની નથી. કેઈ પણ પુગલ સ્વભાવ વિનાને નથી, છતાં સ્વભાવને પ્રથમ ન લીધે, કારણ કે તે સ્વાભાવિક બને છે.
સ્વાભાવિક-પરિણામે પરિણમેવામાં પણ જીવને પ્રયોગ કારગત છે.
સામર્થ્ય ત્રણ પ્રકારનાં છે. “મધુમથાજતું કરવાનું, અન્યથા કરવાનું તથા પલટાવવાનું એમ ત્રણ પ્રકારનાં સામર્થ્ય છે. ત્રણમાંથી કઈ પણ પ્રકારનું હોય તે સામર્થ્ય કહેવાય. વિસસા પરિણામ માટે એક પણ સામર્થ્ય નથી. દ્વયશુક, ઋણુક માટે પણ આત્માના તે બનાવવાની તાકાત નથી. ઘડાને બનાવ ન બનાવ, અથવા તે ઘડાને બદલે શસવલું બનાવવું એ કુંભારની સત્તાની વાત છે. સ્વાભાવિક પરિણામ પાસે જીવ એક પણ તાકાત ધરાવને નથી. સ્વાભાવિક પરિણામે ચૌદ રાજલકમાં પ્રવર્તી રહ્યા છતાં તેને પ્રથમ ન લીધા, ન ગણાવ્યા કેમકે વિસસાની ગણના પ્રથમ ગણાવવી છે. પ્રયોગ પરિણામ વિસસા થયા પછી કામ લાગે, ખોરાક લેવાયા પછી તે શરીરપણે પરિણુમાવ્યું. ભાષાના મુદ્દગલે ન હેત તે માત્ર ઔદારિક પુદગલે શું કરત?, મને વર્ગણુનાં પુદ્ગલે પણ સ્વભાવે હતા તેને ગ્રહણ કર્યા, પરિણુમાવ્યાં. પ્રયોગ પરિણામને આધાર સ્વભાવ પરિણામ ઉપર છે. આવા સ્વભાવને પ્રથમ ન લેતાં પ્રયોગ પરિણામને પ્રથમ લીધે, કારણ કે જીને શુદ્ધ માર્ગે લાવવા માટે, આત્માને દેરવણી માટે પ્રયત્ન આવશ્યક છે. દષ્ટાંત વિચારે! અકામ નિર્જરાના યેગે કર્મની લઘુતાએ, ભવિતવ્યતાએ મનુષ્યપણામાં જીવને લાવીને મૂક. હવે ખીલવણી માટે, વિકાસ માટે પ્રયત્ન આવશ્યક છે. સ્વાભાવિક પરિણામે પરિણમેલામાં જીવને પ્રયોગ કારગત છે–કામ લાગે છે. સ્વાભાવિક મનુષ્યત્વ મળ્યા પછી ધર્મ-આરાધના-શ્રવણ ક્રિયા અનુષ્ઠાનની આચરણા, તપશ્ચર્યા વગેરેને ઉદ્યમ પ્રયત્ન જરૂરી છે.
શ્રી મહાવીર ભગવાન ફરમાવે છે :-અરિ જજે અથિ .
કુદરતે સામગ્રી આપી પછી પ્રયત્ન આપણે કરવો જોઈએ.
પર્યવસાન સુધી-ફળના પરિણામ સુધી કદરત કામ કરે એમ ધારનારા ભૂલે છે. અનાજ ભલે ચાર છ માસની ખેતીથી તૈયાર થાય, પણ રોટલા થતાં કેટલી વાર લાગે ? રોટલા વિના પ્રયત્ન ન થાય. ખેતરમાં અનાજની ઉત્પત્તિ વૃષ્ટિથી, કૃષિકારથી થાય, પણ જેટલા વરસાદથી, ખેતરથી, કે ખેડુતથી નહિં થાય. ભવિતવ્યતા કહે કે કુદરત કહે, તે તે મનુષ્યપણું મેળવી દે, પણ ધર્મમાં વીર્ય ફેરવવામાં તે જીવને પિતાને જ પ્રયત્ન જોઈશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com