________________
બી અમાવા-દેશના-સંગ્રેડ. ભેદ જેનેની દષ્ટિએ સમ્યફ યથાર્થ છે, માટે તેઓ સમ્યગદષ્ટિ છે. જીવથી માંડીને મોક્ષ પર્યતાના નવે ત વે વેદાંતીઓ શબ્દ-ભેદથી પણ માને છે. શબ્દના જુદાપણાને જૈન દર્શનને લેશ પણ વાંધે નથી, પરન્તુ સ્વરૂપમાં ભેદ છે એ જ મટે વધે છે. જીવાદ તને તેના વાસ્તવિક સ્વરૂપમાં માનવા તે સમ્યક્ત્વ, અને તે તને વાસ્તવિક સ્વરૂપે માને તે સમકિતી. નિગદથી માંડીને સિદ્ધોના છ જવસ્વરૂપે સમાન છે. લાખ તેલા સેનું હોય કે એકરતિ સેનું હેય, બંનેને કસ સરખે છે. તેલને કસની સાથે સંબંધ નથી, કસને તેની સાથે સંબંધ નથી.
જગતમાં બેની સ્થિતિ નિર્ભય હોય, કાંતે નાનાની કે કાંતે સ્વતંત્રની. જેની પાસે પહેરવાની લગેટી નથી તેની સ્થિતિ ઉતરવાની કઈ? જઘન્ય સ્થિતિવાળાને ઉતરવાનું નથી, એટલે એને ભય નથી. ચક્રવર્તી પણ નિર્ભય છે. તેનો વિરોધ કોણ કરે? મધ્યમ સ્થિતિવાળાને ચઢવા ઉતરવાનું હોય છે. જીવને અંગે બે સ્થિતિ નિત્ય, કાં તે નાગાઈની અર્થાત્ નગ્ન પણની, કાંતે સંપૂર્ણ સાધનસંપન્નપણાની. નિગદની સ્થિતિ હલકામાં ડુલકી છે. આત્માના અસંખ્ય પ્રદેશમાં માત્ર આઠ પ્રદેશે જીવને કાયમ ખુલ્લા રહે છે. જે એ આડ પ્રદેશ અવરાઈ જાય તે તો જીવ અજીવ થઈ જાય. ગમે તેટલાં વાદળાં આવે તે પણ રાત્રિ દિવસને ભેદ તે સ્પષ્ટ રહે છે, તે જ રીતિએ ગમે તે હાલતમાં નિગોદમાં પણ આત્માના આઠ રચક પ્રદેશે તે ખુલ્લા જ રહે છે.
મોક્ષમાં શું છે? કેટલાક કહે છે કે “સિદ્ધપણામાં શું છે? મેલમાં છે શું? મેક્ષમાં ખાવાનું નથી પીવાનું નથી, સ્ત્રીઓ નથી, નાટકો નથી, ભેગો નથી ત્યાં જઈને શું કરવું? આ શબ્દ બાલચેષ્ટા જેવા છે. ન્હાને છોકરો કહી દે કે આબરૂમાં શું છે? આબરૂ ખાવા પીવા પહેરવા કે ઓઢવાના કશા કામમાં આવતી નથી. એ બાલકને આબરૂનું સ્વરૂપ શું તે ખબર નથી, માટે તે તેમ બોલે છે. ભવ અને મોક્ષ એ ભૂમિકાની દૃષ્ટિએ પણ સ્વરૂપ ન સમજનારાં બાલક જ ગણાય. મોક્ષમાં ખાવાનું નહિ, પીવાનું નહિ, પહેરવા કે ઓઢવાનું નહિ, ત્યાં જઈને કરવું શું? અજ્ઞાન હોવાથી આવું બેલાય છે. વિવેકી જરાક વિચારે તે સમજાય કે આબરૂ એ શી ચીજ છે?, તેમ અહીં પણ જરાક વિચારે તે સમજાય કે મોક્ષ એ શી ચીજ છે; આત્માના સ્વરૂપને ગુણને લેશ પણ વિચાર ન કરીએ, અને માત્ર ખાનપાનને જ વિચાર કરીએ તે આપણે પણ બાલક જેવા નાદાન જ છીએ. આત્માના કેવલજ્ઞાનાદિ ગુણ અખંડિત રહેતા હોય તે તે સિદ્ધદશામાં જ રહે છે. સિદ્ધદશા જ આત્મા માટે નિર્ભય છે, નિર્ભય સ્થાન એ એક જ છે. મેક્ષમાં-મુક્તિમાં-સિદ્ધદશામાં કર્મબંધના કારણભૂત મિથ્યાત્વ અવિરતિ કષાય કે ભેગ નહિ હેવાથી જીવને કર્મ લાગતું નથી. મોક્ષમાં આત્માના ગુણને ઘાત થવાનું, અને ગુણમાં અલના થવાનું હોતું નથી. અનંતી સ્થિતિ માત્ર બે દશામાં છે. સૂક્ષ્મ નિગદમાં, તથા સિદ્ધિમાં. એ બેની અનંતી સ્થિતિમાં ફરક છે. સિદ્ધની સ્થિતિ શાશ્વતી, અને નિગેદની અનંતી, આ બે સ્થિતિ વિના બીજે કયાંય અનંત કાલની સ્થિતિ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com