________________
થી અમો-દેશના સંગ્રહ કમ એ પાપ પુણ્ય નથી. જીવ કર્મના પુદગલે ગ્રહણ કરે છે, અને પછી પુણ્ય પાપને વિભાગ પડે છે. ધાતુ, વિષ્ટા એ કાંઈ જગતને બરાક નથી, પણ લેવાયેલો રાક ધાતુ, વિષ્ટા, માંસ રૂધિર આદિપણે પરિણમે છે. જીવે ગ્રહણ કરેલાં કર્મનાં દળીયાં શુભ હેય તે પુણ્યપણે, તથા અશુભ હોય તે પાપ પણે પરિણમે છે. આર્ત-રૌદ્ર ધ્યાનથી પાપ, અને ધર્મ શુકલ ધ્યાનથી પુણ્ય એ આથી સમજાશે. આત્મા જે પુગલે ગ્રહણ કરે છે તેમાં કેટલાંક પાપરૂપે પરિણમે છે. શુભ પુણ્ય રૂપે, અને અશુભ પાપરૂપે પરિણમે છે. જીવ કર્મને રેકી પણ શકે છે, એ પણ તેનું સામર્થ્ય છે “સંવર” ગુણને એજ અર્થ છે. નવ તત્ત્વમાં સંવર એક તત્વ છે. આત્મામાં સામર્થ્ય છે માટે તે જિનેશ્વર દેએ ધર્મને માર્ગ બતાવે છે. સામર્થ્યવાળાને માર્ગ બતાવવાને અર્થ પણ શેર, સર્વવિરતિ, દેશવિરતિ એ ઉભય પ્રકારના ધર્મ શાસ્ત્રકારે સંવર માટે યાને કર્મ રોકવા માટે બતાવ્યા છે.
દેશના ૧૧.
એક કડા કડીની સ્થિતિ ટાળવા માટે આત્માને પ્રયત્ન કરવો પડે છે.
પ્રવેગ પરિણામને સમજે તે બધું સમજે શ્રી તીર્થકર દેવ જ્યારે શાસન સ્થાપે છે, શ્રી તીર્થકર દેવના શાસનની જ્યારે સ્થાપના થાય છે ત્યારે તેઓ ત્રિપદી આપે છે, અને અલૌકિક બુદ્ધિના માલિક શ્રી ગણધર મહારાજાઓ, ભવ્યાત્માઓના હિતાર્થે દ્વાદશાંગીની રચના કરે છે. શ્રી ગણધર ભગવાને કરેલી દ્વાદશાંગીમાંનાં પંચમાંગ શ્રી ભગવતી સૂત્રના અષ્ટમ શતકના પહેલા ઉદ્દેશાને અધિકાર ચાલી રહ્યો છે. આઠમા શતકને દશ ઉદ્દેશા (દશ વિભાગ) માં વહેંચવામાં આવ્યું છે એ એ પ્રથમ જણાવાયું છે. વ્યાખ્યા કહે કે ટીકા કહે, તે શ્રીઅભયદેવસૂરિજી મહારાજાએ ભવ્યને ધ કરવા માટે, ભવ્યના કલ્યાણ માટે આ વ્યાખ્યા કરી છે. પ્રથમ ઉદેશામાં પુદગલ પરિણામને અધિકાર છે. પુદગલ પરિણામનું જ્ઞાન પ્રથમ જરૂરી છે. એ જ્ઞાન વિના તો ઇતરે અટવાય છે. પુદ્ગલેના પ્રકાર, સ્વભાવ-પરિણત, પ્રગ-પરિણત, મિશ્ર-પરિણત વગેરેનું નિરૂપણ અત્યાર સુધી વિવિધ રીતિએ થઈ ગયું છે. જીવના પ્રયત્નથી પુદગલનું પરિણામાન્તર થાય છે. પુદ્ગલ સંબંધિની યથાર્થ સમજણમાં તે જૈનશાશનની જડ છે. જેનશાશનમાં શું કહ્યું છે? આશ્રવ હેય (છાંડવા ગ્ય) છે, સંવર ઉપાદેય (આદરવા ગ્ય) છે? જેનેએ જીવ વિચાર, અને નવ તત્વ જાણવાં જોઈએ. નવ તત્વે કયાં?, નામ તે જાણવા જોઈએ કે એ ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com