________________
દેશના-૧૩.
I [૩] જેઓ જ્ઞાનાવરણુયાદિ ન માને તેઓ તેને તેડવાનાં પ્રયત્ન કરેજ કયાંથી ?
શબ્દ ભેદ માત્રથી સમ્યકત્વને વિભાગ હોય જ નહિ, છે જ નહિ. ભેટ સ્વરૂપમાં જ છે. ઈતરે ઈશ્વરને સ્વરૂપે તે શુદ્ધ માને છે, પણ જે કાંઈ જીવન ચેષ્ટિત પૂજનાદિ પ્રકારાદિ પ્રસિદ્ધ છે, ત્યાં લીલાને પડદે આગળ ધરવામાં આવ્યું છે. લીલા શબ્દથી લીલાને બચાવ થાય છે. જૈન દર્શનમાં તે સ્પષ્ટ છે કે,–“દેષ રહિતને લીલા નવિ ઘટેરે, લીલા દેવ વિલાસ'. ઇતરે ત્યાગને શ્રેષ્ઠ કહે છે ખરા, ત્યાગને શ્રેષ્ઠ કહ્યા વિના ચાલે નહિ, પણ ત્યાગી થવું નથી, અને ત્યાગને યથા સ્વરૂપે આચરે પણ નથી; એટલે ત્યાં લીલાનો પડદે ધરે છે. નામથી ઈતરે ભલે નવે ત ને માને, પણ સ્વરૂપમાં ભેદ છે ત્યાંજ વાંધો છે. જૈન દર્શન જે જે વાસ્તવિક સ્વરૂપે નવ તત્વને માને છે, તે સ્વરૂપે ઈતનું મન્તવ્ય નથી. “જીવ અનાદિકાલથી ચિતન્ય સ્વરૂપ છે, કર્મને કર્તા કર્મને ભકતા જીવ સ્વયમ છે, પ્રયત્નથી જીવ કર્મથી મુક્ત થઈ શકે છે. મેક્ષ મેળવી શકે છે–સિદ્ધ થઈ શકે છે” જીવને અંગે જેનેનું આ મન્તવ્ય છે. ઈતરનું મન્તવ્ય “કર્મ કરનાર જીવ ખરે, પણ ભેગવનાર નહિ. અથવા ભેગવનાર ખરો પણ કરનાર નહિ, ઈશ્વરમાં મળી જવું ભળી જવું તે જ ક્ષ.” જૈને માને છે કે જીવ સ્વરૂપે કેવલજ્ઞાનમય છે, આવરણ વચ્ચે નડે છે. તે ખસેડાય તે તેને જ્ઞાન સાંપડે, કેવલજ્ઞાનાવરણીયાદિ કર્મની સંકલના જૈનમાં છે. આવરણની માન્યતા હોય તે ખસેડવાની વાત સ્વાભાવિક હોયજ. ઈતરોએ કેવલજ્ઞાનાવરણીયદિને માન્યા જ નથી, તે પછી ખસેડવાની તોડવાની નિર્જરવાની યેજના તે હોય જ કયાંથી ?, વૈશેષિકે મેક્ષમાં જ્ઞાન, આનંદ કાંઈ છે નહિ એમ માને છે. જીવના વાસ્તવિક સ્પરૂપને ઈતર જાણવા-માનતા નથી. ઝવેરી તથા કોઈ છોકરે હીરાને સાચવે બેય પેટીમાં રાખે બેય, હીરે જાય તે કલેશ કરે બેય ભલે, પણ હીરાનું મૂલ્ય સ્વરૂપ તે ઝવેરી જ જાણે છે. જેને તત્ત્વનું સ્વરૂપ સમજે છે અને તદનુસાર માને છે. મિથ્યાષ્ટિ જયાં જ્ઞાનાવરણીય જ માને નહિ, ત્યાં તેને તેડવાના ઉપાયની કલ્પના પણ કયાંથી કરે ?
જ્ઞાનના પાંચ ભેદ. ૧. મતિજ્ઞાન. ૨. શ્રુતજ્ઞાન ૩. અવધિજ્ઞાન. ૪. મન:પર્વવજ્ઞાન. ૫. કેવલજ્ઞાન પાંચ ઈદ્રિય તથા છઠ્ઠા મન દ્વારા થતું જ્ઞાન કે મતિજ્ઞાન શ્રવણ અને મનથી થાય તે શ્રુતજ્ઞાન. ઈન્દ્રિય તથા મનની મદદ વિના રૂપી પદાર્થો જેથી જણાય તે અવધિજ્ઞાન. જેથી અઢી દ્વીપના સંજ્ઞી પંચેન્દ્રિયના મગત પરિણમેલા પુદ્ગલેનું સીધું જ્ઞાન થાય તે મનઃ પર્યાવજ્ઞાન. રૂપી કે અરૂપી તમામ પદાર્થોને, ત્રણે કાલના, સર્વક્ષેત્રના સર્વ દ્રવ્યને, પર્યાને ભાવને, ઈંદ્રિયે કે મનની મદદ વિના જેનાથી જણાય તે કેવલજ્ઞાન.
સ્વરૂપ સમાન છે, ફરક આકારમાં છે. જીવ બધા એક સરખા. મુગટ કલશ વગેરે જુદી જુદી ચીજોમાં સોનું તે એક સરખું જ છે, માત્ર આકારો જુદા જુદા. આકારમાં સોનું છે તે જ રહેલું છે. આ કારને અંગે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com