________________
[૫]
થી અમોધ-દેશના-સંગ્રહ. શ્રીભગવતીજીનું આઠમું શતક દશ વિભાગમાં ઉદેશામાં વહેંચાયું છે, તેમાં પ્રથમ ઉદ્દેશાનો અધિકાર ચાલે છે. ટીકાકાર શ્રી અભયદેવસૂરિજી નવાંગી ટીકાકાર તરીકે પ્રસિદ્ધ છે. પુદ્ગલેના ત્રણ પ્રકાર છે. પુદગલ-જ્ઞાન પરમ આવશ્યક છે. (૧) સ્વભાવે પરિણમેલા, (૨) જીવે સ્વતંત્ર પ્રયોગથી પરિણાવેલા (૩) ઉભય પ્રકારે પરિણમેલા. આમ ત્રણ પ્રકારે પુલ છે. પ્રવેગ કોનો? જીવન જીવના પ્રગથી પુદ્ગલનું પરિણમન થાય છે. જીવ કેટલા પ્રકારના હોય જેના જુદા જુદા પ્રયત્નોથી જુદા જુદા પુદ્ગલે પરિણમે? જીવના જે પ્રયત્નથી પુલનું પરિણમન થાય છે, તેને પ્રયોગ પરિણામ કહેવામાં આવે છે. પ્રયોગ પરિણતના ભેદ કેટલા? જો મા ! વેરવિણા ઘન્નતા પ્રયોગથી પરિણતના થયેલાના પાંચ પ્રકાર છે. પુલાસ્તિકાય એક જાતિ છે. પરમાણુથી માંડીને અચિત્ત મહાત્કંધ સુધી પુદ્ગલની એક જાતિ છે. પ્રતિમા તથા પથ્થર સરખાં કહેનારને માતા તથા સ્ત્રી સરખાં ખરાં કે?
મુગટ તથા કલશ બનેમાં સોનું તે સરખું જ છે. પણ રાજાના શિરપર મુગટને બદલે કલશ મૂકાય ? પુરૂષને છેતીને બદલે ચૂંદડીની ભેટ આપે તે પરિણામ શું આવે ?, પુરૂષને કંકણુ બધુ અપાય?, દ્રવ્ય તે છે, દ્રવ્ય ભલે સમાન પણ ફરક આકાર છે. મુગટને અને કલશને આકાર છે. મુગટને આકાર જુદો છે, કલશને આકાર જૂદ છે. મુગટ, તીક એ આકાર પુરૂષને લાયક છે. કલશ, ચૂંદડી, ચૂડો એ આકાર સ્ત્રીઓને લાયક છે. આકારને નહિ માનનારાઓએ અત્રે વિચારી લેવું. ભગવાનની પ્રતિમાને પથ્થર કહેનારાએ વિચારવું ઘટે કે માતા તથા સ્ત્રી અને સ્ત્રીત્વથી સમાન છે, છતાં મા તે મા અને સ્ત્રી તે સ્ત્રી. પ્રતિમા પથ્થર સમાન તો પછી માતા તે સ્ત્રી, સ્ત્રી તે માતા, તેઓના મતે ખરીને! આકાર ભેદે પદાર્થો જુદા પડે છે. વર્ણ, રસ, ગંધ પરિણામ ભેટે પદાર્થો જુદા માનવા પડે. પ્રગ-પરિણત પુદગલો એક જ પ્રકારના નથી. શ્રી મહાવીર દેવ તેના પાંચ પ્રકાર ફરમાવે છે.
શંકાકાર –એકલા વર્ણથી પાંચ પ્રકાર થાયઃ રસ, ગંધના ભેદે નહિ? જુદા જુદા વર્ણાદિ સંસ્થાનવાળા ભેદ છે છતાં તમે પાંચ જ પ્રકાર કેમ કહે છે ?
અત્રે જે પાંચ ભેદ કહેવામાં આવ્યા છે તે વર્ણાદિની અપેક્ષાએ કહેવામાં આવ્યા નથી. પરંતુ પરિણમાવનાર જીવની અપેક્ષાએ. સમજ્યા! ઘર બધા સરખા પરન્તુ આ ઘર અમુકનું, આ ઘર તમુકનું માલિક દ્વારાએ ભેદ છે. જગતના કેટલાક પદાર્થોની વિશિષ્ટતા માલિક દ્વારા જણાવવામાં આવે છે. પરિણુમાવનાર છના ભેદે એ જ પાંચ ભેદ સમજવા. એકેન્દ્રિયાદિ પાંચ જાતિ એ પાંચ ભેદ. મનુષ્ય ભલે અંધ પણ હોય છતાં તે ચૌરેન્દ્રિય નહિ કહેવાય; પંચેન્દ્રિય જ કહેવાશે. અંધ તથા બધિર હોય તે શું તેને તેઈન્દ્રિય કહેશે? નહિ, પંચેન્દ્રિય જ કહે છે ને! પંચેન્દ્રિય જાતિનું કર્મ બાંધેલું છે; ઉદયમાં તે કર્મ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com