________________
દેશના-૭.
[૯]
દષ્ટિએ તે મારા કરતાં મિથ્યા દષ્ટિ પ્રધાન રાજા માટે વધારે સારો, કારણ કે તેનાથી રાજાને વધારે ફાયદો થાય. રાજ્યની સત્તા, સમૃદ્ધિને અંગે તે મિથ્યા દષ્ટિ પ્રધાન વધારે ગ્ય ગણાય. આ રીતે તે મારાથી ફાયદો નહિ, પણ નુકશાન જ છે. આ ભવનું હિત જાળવવાસાથે આવતો ભવ ન બગડે તેમ કરવું એ કામ હારૂં છે. પિતાના કુલમાં, સંસર્ગમાં આવેલા ભવમાં ન ભટકે, દુર્ગતિએ ન જાય એવું સમક્તિી જરૂર વિચારે. હું પ્રધાન હેઉ તેમાં જિતશત્રુ રાજાને જે આત્માને અંગે લાભ ન થાય તે શા કામનું ?, એને પર ભવ ન બગડવા દે, એને માટે શક્ય પ્રયત્ન કર, એ મ્હારી ફરજ છે. આ રાજાને પર ભવના સંતાપથી, દુર્ગતિથી બચાવવા ઘટતું કરૂં તેજ મારૂં સમક્તિદષ્ટિ તરીકે પ્રધાનપણું સફલ થાય.”
શરીર એ અશુચિકરણ યંત્ર છે.
પ્રધાનની વિચારણું તે શ્રેષ્ઠ છે, પરંતુ મન કાંઈ ચીપીયાથી પકડાતું નથી. પિતાના મનની વ્યવસ્થા પણ મનના ધાર્યા મુજબ થતી નથી, તે પારકા મનની વ્યવસ્થા ધાર્યા મુજબ શી રીતે થાય?, પારકાના મનને ન પકડાય તો પારકા આત્માને શી રીતે પકડ?, મિથ્યાદર્શનનું આવરણ દૂર કરી એ હૃદયપટમાં સમ્યગદર્શન દાખલ કરવુ શી રીતે ?, પ્રધાન આ વિચારસરણીમાં જ અટવાયા કરે છે. એક વખત રાજા તથા પ્રધાન સાથે ફરવા ગયા છે. માર્ગમાં એક ખાઈ આવી, અને ખાઈની ઉપગિતા યુદ્ધ વખતે મહાન છે, પરંતુ યુદ્ધ ન હોય ત્યારે તે એ જ ખાઈ ગદકીનું સ્થાન બને છે. દુર્ગધી પદાર્થો એ જ ખાઈમાં ભેળા થાય છે, નંખાય છે. એ ખાઈમાંથી એવી દુર્ગધ નીકળે છે કે રાજાએ તે નાકે ડુચે દીધે, આડું કપડું રાખ્યું અને પોતે ભાગ્યા. પ્રધાન કહે છે કે:-“રાજન ! આ જે પુદગલે ખરાબ દેખાય છે, તે ઉત્પત્તિમાં ખરાબ નથી. સારો ખોરાક પણ સડે ત્યારે ખરાબ બને છે. આ શરીર પણ અશુચિકરણ યંત્ર છે. સારી ચીજો બનાવવામાં યંત્રો તે સ્થળે સ્થલે છે, પણ અશુચિ કરણ યંત્ર આ કાયા છે. સાઠ રૂપીએ તેલની કસ્તુરી પણ આ શરીરમાં ગઈ કે તરત વિષે!, અમૃત સરખું જલ પણ આ શરીરમાં પ્રવેશ્ય કે થયે પેશાબ!, ભંગીઓ પારકી વિષ્ટાને ખસેડનારી જાત છે; પણ આ શરીર વિષ્ટાને ઉત્પન્ન કરનાર છે. ભંગી મૂત્રને સ્થાનાંતર કરે છે. આ શરીર તથા ભંગીમાં હલકું કોણ?, જે પુદગલે સુગંધી, કિંમતી હતા તે શરીરના મેગે દુર્ગધી અને ખરાબ થયા. મનુષ્ય, જનાવર બધાય શરીરમાં પદાર્થો લે છે કેવા, અને તેજ પદાર્થો કયા રૂપે પરિણમે છે?, આ જીવ રાગ, દ્વેષ કયાં કરે છે ? અમુક સંગમાં જીવ જે વસ્તુની પાછળ પડે છે તેજ જીવ, તેજ વસ્તુથી સંગ પલટાતાં દૂર નાસે છે. વિચારે કે આ આત્માને ઈષ્ટ શું, અનિષ્ટ શુ? સર્વ કાલ ઈષ્ટ કે અનિષ્ટ કઈ ચીજ જ નથી. શાક ભાજી શહેરની ગટરના પાણીથી બને છે, એ જ પુદ્ગલથી પાકેલા શાકને તે પૈસા ખરચીને લેવામાં આવે છે. જે પુદગલે અનિષ્ટ છે તે જ ઈષ્ટ થાય છે, અને જે ઈષ્ટ છે તેજ અનિષ્ટ પણ થાય છે. પુદ્ગલ વિના વ્યવહાર નથી. પુદગલ વિનો આ જીવને ચાલતું તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com