________________
છે દેશના ૫.
પ્રથમથી દશ દિશામાં કયે અધિકાર છે?, તેનું સામાન્ય વર્ણન.
શબ્દ વાચક છે, અને પદાર્થ વાચ્ય છે.
શ્રીગણધર મહારાજાએ રચેલી દ્વાદશાંગીમાંનાં પંચમાંગ શ્રીભગવતીજી સૂત્રના ટીકાકાર શ્રીઅભયદેવસૂરીશ્વરજી મહારાજા છે. અષ્ટમ શતકના ઉદ્દેશાની સંગ્રાહક-ગાથાને અર્થ ટીકાકાર મહાત્મા સમજાવી રહ્યા છે. પ્રથમ ઉદેશામાં પુદગલનું સ્વરૂપ પ્રકારે, પરિણામે વગેરેનું નિરૂપણ છે. સૂત્રકારે “પગલ” શબ્દ વાપર્યો છે. શાસ્ત્રમાં વાચક શબ્દ હોય, એટલે પદાર્થ કથક શબ્દ હેય. પદાર્થો ન હોય તે ઘટ. પટ, રતંભ વગેરે પદાર્થોના શબ્દ બોલી શકાય છે, તે પદાર્થો બોલી શકાતા નથી. “પટ” પદાર્થ વાચ્ય છે, તે વાચક “ઘટ’ શબ્દ છે. શબ્દ બેલાય, અર્થ કેઈથી બોલી શકતું નથી. અર્થ અદશ્ય છે. વાચ્ય વાચક કથંચિત્ અભિન્ન છે, સર્વથા ભિન્ન નથી. કેઈને એમ થાય કે “જ્યારે પુદગલના પરિણામની વાત કરવી છે તે માત્ર “પુદગલ” શબ્દ કેમ વાપર્યો?, શાસ્ત્રીય નિયમ છે કે બે શબ્દો મળી એક શબ્દ થાય તે એક બેલાય. શબ “પુદગલ” પણ અર્થમાં “પુગલ પરિણામ” સમજાય પ્રથમ પુદ્ગલ ઉદ્દેશે આ ય પુદગલ-પરિણામનું નિરૂપણ કરનાર છે. દ્વિતીય ઉદેશે આશીવિષ અધિકારને છે. દાઢમાં ઝેરવાળા સર્પાદિ જેને જણાવનાર એ ઉદેશે છે. કેટલાક સંખ્યાતજીવવાળી કેટલાક અસંખ્યાત જીવવાળી, કેટલાક અનત જીવવાળી વનસ્પતિકાય છે કે જે તત્સંબંધી નિરૂપણ તૃતીય ઉદ્દેશામાં છે. પ્રજ્ઞાપના કરવી હોય ત્યાં વિશેષતઃ કહેવાની આવશ્યકતા છે. ક્રિયા શબ્દ અનેકને લાગુ પડે છે. ક્રિયાના પચીશ ભેદ પડી શકે છે. કાયિકી, અધિકરણિકી, પ્રાષિકી, પરિતાપનિકી, અને પ્રાણાતિપાતકી એ પાંચ પ્રકારની ક્રિયાનું નિરૂપણ થા ઉદ્દેશામાં છે. આજીવિકા મતવાળાં માને છે કે (બૃહકલ્પ-વ્યવસ્થાપક વર્ગ) “જીવ કર્મ ક્ષય કરીને મેસે જાય, પણ પિતાના શાસનને તિરસ્કાર થાય તે પોતે પાછો અહીં આવે, અને વળી જાય વગેરે” આવા આજીવિકો ત્રણ પ્રકારે છે તેનું નિરૂપણ પાંચમા ઉદ્દેશામાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com