________________
ના-૩.
[૧૩] . मणिना भूषितः सर्पः किमसौ न भयंकरः। પ્રથમ ઉદેશામાં પુદ્ગલનું સવરૂપ, પુદ્ગલ પરિણમનના સ્વભાવનું સ્વરૂપ વર્ણવું છે. હવે એ પ્રશ્ન કેઈ કરે કે, “ પુગલ પરિણામ જાણ્યા પછી તે ઈષ્ટ છે કે નહિ?, સમાધાનમાં સમજવું ઈષ્ટ છે, માને કે પરિણામ એક વખત અનુકૂળ બને તે પણ તે અનુકૂળતા યે ઝેરી સર્પ જેવું છે. એ અનુકૂળ પુદ્ગલ પરિણામ પણ વિષમય વિષધર જેવા છે. ઝેરી સર્પ જે કે મણિવાળે હોય તે પણ સંઘરવા લાયક નથી જ. સહાયક એવા પણ પગલા પરિણામે ઝેરી નાગ જેવા સમજવાના છે. ત્રપણું, સંધયણ, મન, વચન કાયાનું પ્રાબલ્ય આ તમામ પુલના આધારે છે, અને મોક્ષ પણ પુદ્ગલ દ્વારા જ મેળવવાને છે; તથાપિ (મણિ ધારણ કરનારે છતાં પણ) છે તે ઝેરી નાગ જ ને!, યતઃ
मणिना भूषितः सर्प किमसौ न भयंकरःઅર્થ -મણિથી શેભાયમાન એ સર્પ શું ભયંકર નથી?, છે જ.
બીજા ઉદેશમાં માવિક શબ્દ છે. આશીવિષ એટલે “દાઢમાં ઝેર' એ શબ્દ લક્ષ્યમાં રાખો. આથી બીજા ઉદેશમાં “ગાશીવિક' ને અધિકાર છે.
એક દિવસે સવારે બાદશાહ ઉઠ, જાજરૂમાં ગયે, પાછો આવે છે ત્યાં વાળવા આવે ભંગી સામે મળે. “સવારમાં આ કયાંથી મળે” એવા તરંગને આધીન થઈ બાદશાહે તેને ફાંસી દેવાને હુકમ કર્યો. બાદશાહને ઘેર વાળવા આવનાર ભંગી પિતાની નાતમાં ઊંચે હતે, માન ધરાવતું હતું. આ વાતની ખબર ભંગીની નાતને થઈ એટલે તમામ ભંગીઓ બીરબલ પાસે ગયા. બીરબલે માર્ગ બતાવ્યું કેઃ “મહેલના ઝરૂખાની નીચે જ ભંગીના પંચે (નાતે) મળવું, અને ઠરાવ કરે કે, બાદશાહના મહેલે પહેર દિવસ થયા વગર વાળવા જવું નહિ, અને તે મહેલ તરફ નજર કરવી નહિ; કેમકે તેથી તે દિવસે મરણ થાય છે. પંચ મળ્યું, બાદશાહે બીરબલને પૂછયું કે આ શી ધાંધલ છે, બીરબલે કહ્યું કે-જહાંપનાહ! એ લેકે કહે છે કે “આજ અમારા મેટા ભંગીએ બાદશાહનું મેં સવારના પહોરમાં જોયું જેથી તેને ફાંસીએ ચઢવું પડે છે, માટે કોઈએ સવારમાં, અમુક સમય દિવસ ન ચઢે ત્યાં સુધી કઈ પણ ભંગીએ બાદશાહના મહેલ પાસે જવું નહિ; એટલે વાળવા પણ જવું નહિ” બાદશાહે તરત પિતાને હૂકમ રદ કરી દીધે.
ઝેરી જાનવરમાં ઝેર છે (ઝેર છે માટે ઝેરી કહેવાય છે) પણ તે ઝેરી જનાવર મનુષ્યને કરડવા મથતા નથી. જે તેઓ કરડવાને ધંધે લઈ બેસે તે કેણુ જીવતું રહે? ઝેરી જાનવરે દાઢમાં ઝેરવાળા છે, પણ ધાનતમાં હદયમાં તથા દષ્ટિમાં ઝેરવાળા નથી. મનુષ્ય દષ્ટિના અને ઘાનતના ઝેરવાળા છે. દષ્ટિવિષના જેટલી ભયંકરતા આશી વિષમાં નથી.
બીજા ઉદેશામાં મશીવિને અધિકાર છે. એ ઝેરને નિવારનારા વનસ્પતિ કાયાને છે અને પુદગલે છે. તે માટે ત્રીજા ઉદેશામાં વૃક્ષનો અધિકાર છે. એ અધિકાર તથા પછીના સાત ઉશાના અધિકાર વગેરે આવે છે તે અગ્રે વર્તમાન–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com