________________
છે દેશના-૩. હું
पोग्गल १ आसीविस २ रुक्ख ३ किरिय ४ आजीव ५ फासुग ६ मदत्ते ७ पडिणीय ८ बंध ९ आराहणा य १० दसअट्ठमंमिसए ॥१॥
દૃષ્ટિવિષ જેટલી ભયંકરતા આશીવિષમાં નથી.
પુદગલની પ્રકૃતિ પરિણમન-શીલ છે. શ્રીશાસનની સ્થાપના સમયે પ્રવૃત્તિ વ્યવહારાર્થે શ્રીગણધરદેવ દ્વાદશાંગીની રચના કરે છે. બાર અંગમાં પાંચમું અંગ શ્રી ભગવતીજી સૂત્ર છે. તેમાં આઠમા શતકને અધિકાર ચાલુ છે. એ શતકના દશ ઉદ્દેશમાં પ્રથમ ઉદેશામાં (વિભાગમાં) પુદગલધિકાર છે. આપણે વિચારી ગયા કે પુદગલના પરિણામને સમજવામાં તથા માનવામાં જૈનત્વ છે, જૈનપણની જડ છે. એ ન માને તે જૈનત્વની જડ ટકે નહિ.
બાલ્યાવસ્થામાં યૌવનાવસ્થામાં કે વૃદ્ધાવસ્થામાં જીવમાં કંઈ ફરક છે?, તમામ અવસ્થામાં જીવ સમાન છે. ગયા ભવમાં તથા આ ભવમાં પણ છવ સરખો જ છે. પૂરાય તથા ખાલી થાય તેવી વસ્તુ પુદ્ગલ છે. ધર્માસ્તિકાયાદિ ચારમાં એકે ય પૂરણ કે ગલન સ્વભાવમય નથી. ધર્માસ્તિકાયમાં જે પ્રદેશ છે તેમાં કાલાંતરે પણ એક પણ પ્રદેશ વધવાને નથી. તે જ રીતિએ અધર્માસ્તિકાયમાં, આકાશાસ્તિકાયમાં, કે જીવમાં એક પણ પ્રદેશ વધવાને નથી, કે ઘટવાને નથી. પુદગલાસ્તિકાય વિના કઈ પણ દ્રવ્યમાં વધારે ઘટાડો થતો નથી. પુગલમાં વધારો ઘટાડો થાય છે, પિલાય છે પણ તે જ વધે અને ઘટે પણ તેજ, બાલ્યકાલ કરતાં યૌવન શક્તિ વધે છે, વૃદ્ધાવસ્થામાં શક્તિ ઘટે છે. જીવમાં શું વધ્યું કે ઘટયું ?, શક્તિ વધે ઘટે છે તે તે પ્રત્યક્ષ સિદ્ધ છે. એ શક્તિ પુદ્ગલની જ માનવી પડશે. આસ્તિકને અહીં નાસ્તિક એમ પૂછીને ચમકાવશે કે-“તે પછી જીવનું શું રહ્યું ?,' આસ્તિક તે માને જ છે કે જીવનમાં તે જ્ઞાનાદિ છે. બલ, શક્તિ, ને જે જીવનાં માનીએ તે પુદગલના વધવા ઘટવા સાથે શક્તિ વધવી ઘટવી ન જોઈએ. ન્હાની આગલી સ્પર્શથી જ જે જાણે તેના કરતાં હેટી આંગળી પર્શથી વધારે જાણે કે નહિ?, પુગલના ન્હાના મહેટા હવાના આધારે તેના દ્વારા થતું જ્ઞાન જ ન્યૂનાધિક હોય તે ત્યાં કારણ પુદગલનું જ પ્રત્યક્ષ છે. જેમાં પુદગલના પરિણમનશીલ સ્વભાવને ન વિચારી શકે તેમને જરૂર આશ્ચર્ય થાય, પણ સમજે તેને માટે અને સમજવું હોય તેને માટે તે પ્રત્યક્ષ સિદ્ધ છે. કર્તાની શક્તિ સાધનને આધારે જ કાર્ય કરે છે. ચામડામાં મોચી કાણું પાડે ખરે પણ શું સાધન વિના પાડે?, કાણું પાડવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com