Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગ્રંથપરિચય - ભૂમિકા .... અતિ ઉન્નત હિમગિરિ સદશ શાંત શીતળ ઉજ્વળ આત્મદશામાં નિમગ્ન આ કારમૂર્તિ મહાત્માએ “આત્મસિદ્ધિ' શાસ્ત્ર ચાલુ કલમની એક જ ધારાએ દોઢેક કલાકમાં લખીને સંસારતાપથી તપેલા મોક્ષાર્થીઓને શાંત શીતળ સ્વાત્મસ્થ કરવા માટે દિવ્ય જ્ઞાનગંગાનો પવિત્ર પ્રવાહ આ અવનિ ઉપર અવતાર્યો; અને તેમાં મોક્ષમાર્ગ સ્પષ્ટ અને સુગમ રીતે સરળ ભાષામાં ૧૪૨ દોહરામાં દર્શાવ્યો; જે આ કાળમાં તqસાધકોને અપૂર્વ અમૂલ્ય અનુપમ આત્મશ્રેયસ્કર ભેટરૂપે પ્રાપ્ત થયો; તેમ જ જેમાં નિત્ય પ્રત્યે નિયમિત અવગાહન કરીને હજારો આત્માર્થીઓ આજે આત્મસાધનામાં અપૂર્વ શાંતિ અને આનંદનો આસ્વાદ લઈ રહ્યા છે.”
આ પ્રકરણમાં “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' સંબંધી અનેક વિગતોનું અવલોકન કરીશું, જેમ કે ગ્રંથશીર્ષકની સાર્થકતા, તેની રચનાનું નિમિત્ત, સર્જનસ્થળ અને પ્રસંગ, અધિકારી વર્ગ અને તેના ઉપર પડેલો પ્રભાવ, વસ્તુનિરૂપણ શૈલી, વસ્તુવિષય, ગ્રંથપ્રસિદ્ધિ, તેનાં વિવેચન અને ભાષાંતર.
૧- શ્રીમદ્ રાજચંદ્ર જન્મ શતાબ્દી અંક', ૫.૮૮, શ્રી રાવજીભાઈ દેસાઈનો લેખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org