________________
( ૨૧ ) ઉપર કહેલા અંગીકાર નહીં કરવામાં દૂષણ આપે છે –
नो चेत् भावापरिज्ञानात् सिद्ध्यसिद्धिपराहतेः। दीक्षादानेन भव्यानां मार्गोच्छेदः प्रसज्यते ॥ ४३ ॥
મલાઈ– (ઉપર કહ્યા પ્રમાણે યોગ્યતાનો અંગીકાર) ન કરીએ તે ભાવને ન જાણવાથી સિદ્ધિ અને અસિદ્ધિને નિરાસ (નાશ) થાય અને તેથી ભવ્યજીવોને દીક્ષા અપાય નહીં. અને તેથીકરીને માર્ગને ઉછેદ-લોપ થાય. ૪૩.
ટીકાઈ– પૂર્વે કહેલા ભદ્રાદિક પરિતિવાળા પ્રાણીને દીક્ષા આપવાવડે કરીને અંગીકાર ન કરીએ–દીક્ષાને નિષેધ કરીએ, તે ભાવને ન જાણવાથી–ગુણસ્થાનકને યોગ્ય એવા પરિણામને નહીં જાણ વાથી એટલે ભવ્યજીને દીક્ષા આપવામાં અનાદર કરવાથી સિદ્ધિ-ચતુર્યાદિક ગુણસ્થાનકનો નિશ્ચય અને અસિદ્ધિ-પ્રથમાદિક ગુણસ્થાનકને નિશ્ચય એ બન્નેને નિરાસ-તિરસ્કાર પ્રતિબંધ અથવા છદ્મસ્થપણુવડે વ્યાઘાત એટલે સ્પષ્ટતાને અભાવ થાય. અને તેથી બન્નેને વ્રતદાનમાં નિષેધ થવાથી માર્ગો છેદ-ધર્મમાર્ગને લેપ (નાશ) પ્રાપ્ત થાય. ૪૩.
પૂર્વોક્ત અર્થને સ્પષ્ટ કરે છે.– શશુનાખ્યા વનાવિ सिद्ध्येन्निसर्गजं मुक्त्वा तदप्याभ्यासिकं यतः॥४४॥
મૂલા–અશુદ્ધ (મિથ્યાદષ્ટિ)ને અનાદર કરવાથી અભ્યાસની અપ્રાપ્તિને લીધે માત્ર એક સ્વાભાવિક સમકિતને છોડીને બીજાં દર્શન નાદિક પણ સિદ્ધ થશે નહીં. કેમકે તે દર્શનાદિક પણ અભ્યાસથી જ પ્રાપ્ત થાય છે. ૪૪.
ટીકાર્થ અશુદ્ધનો-મિથ્યાદષ્ટાદિકને અનાદર કરવાથી–ત્રત આપવામાં ત્યાગ કરવાથી અભ્યાસના અગને લીધે–પ્રતિદિન ધર્મક્ષિાઓમાં અપ્રવૃત્તિને લીધે સ્વભાવથી જ-ઉપદેશાદિક વિના જ ઉત્પન્ન થયેલા સમકિતને છોડીને બીજે દર્શનાદિક-અધિગમ સમકિત, શ્રત પ્રાપ્તિ વિગેરે પણું સિદ્ધ થશે નહીં. (અર્થાત્ દેશવિરતિ વિગેરે તો કયાંથી જ થઈ શકે? તે તે બિલકુલ થશે જ નહીં.) કારણ કે તે અધિગમદર્શનાદિક પણ જીવને અભ્યાસના વશથી જ એટલે અનેક ભવના અભ્યાસના યુગથી જ પ્રાપ્ત થાય છે. ૪.
Aho! Shrutgyanam