Book Title: Tarkna Tankna Shraddhanu Shilpa
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
Catalog link: https://jainqq.org/explore/004962/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ તર્કનાં ટાંકણાં શ્રદ્ધાનું શિલ્પ પૂ. આચાર્ય દેવ શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. '' Page #2 -------------------------------------------------------------------------- ________________ વર્કનાં ટાંકણાં શ્રદ્ધાનું શિલ્પ પૂ. આચાર્ય દેવ શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. સંપાદક પૂ. મુનિરાજ શ્રી ઉદયવલ્લભવિજય મ.સા. Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક / પ્રાપ્તિસ્થાના દિવ્યદર્શન ટ્રસ્ટ કુમારપાળ વી. શાહ ૩૬, કલિકુંડ સોસાયટી, ધોળકા - ૩૮૭૮૧૦ (જિ. અમદાવાદ) ભરતકુમાર ચતુરદાસ શાહ ૮૬૮, કાળુશીની પોળ, અમદાવાદ – ૩૮ર ૪૮૦ દ્વિતીય સંસ્કરણ : વિ.સં. ૨૦૬૨ મુલ્ય : રૂા. ૪૫/ પુસ્તક પ્રકાશન પૂ. આ. કે. શ્રીમવિજયભુવનભાનુસૂરીશ્વરજી સ્મૃતિ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ પ્રારંભદિન કારતક વદ - ૬, તા. ૧.૧૨.૯૬, રવિવાર સ્થળ : ભુવનભાનુ નગર, વાસણા અહંદુપ્રિટ્સ મુંબઈ મોબા. : ૯૮૨૦૯ ૨૮૪૫૬ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશીયમ્..... વિ.સં.૧૯૯૧ ના પો.સુ.૧૨ના ચાણસ્મા મુકામે મુનિ ભાનુવિજય તરીકે જૈન શ્રમણ સંસ્થામાં પ્રવેશ કરનારા અને વિ. સં. ૨૦૪૯ના ચૈ.વ.૧૩ના પંકજ સોસાયટી, અમદાવાદ મુકામે જીવનલીલા સંકેલી જનારા પૂજ્યપાદ્ ગુરૂદેવ આ.ભ. શ્રીમદ્વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાએ પોતાના છ દાયકાના શ્રમણપર્યાય દરમ્યાન કરેલી સંઘ શાસનની અપ્રતીમ સેવા સર્વત્ર સુપ્રતીત છે. વિશિષ્ટ તાર્કિક બુદ્ધિ પ્રતિભાના તેઓ સ્વામી હતા. સાથે પ્રભુશાસનનાં પ્રત્યેક અંગ પ્રત્યેનો તેમનો આદર અને શ્રદ્ધાભાવ પણ બેજોડ હતો. પ્રવચન ઉપરાંત કલમ દ્વારા પણ તેઓશ્રીએ અદ્ભુત યોગદાન કર્યું છે. જીવન દરમ્યાન તેમણે રાતની ચાંદનીના શીતલ પ્રકાશનો પણ લેખનકાર્યમાં ભરપુર ઉપયોગ કરેલો. કરેલા પ્રેરક લખાણોના હજારો પાનાઓ, દિવ્યદર્શનના અંદાજે બે હજારથી અધિક અંકો અને શતાધિક પુસ્તકોના માધ્યમે પ્રકાશિત થઇ ચુક્યા છે. તેમાં તેમની એક ખૂબી પાને પાને દ્દષ્ટિગોચર થયા વિના રહેતી નથી કે સ્વયં જ ‘હવે પૂછો કે આમ કેમ?'.... વગેરે પદોથી પ્રશ્નો ઉઠાવતાં અને પછી ‘અહીં તત્ત્વ આ જાણવું.... વગેરે પદોથી બુદ્ધિવેધક અને હૃદયસ્પર્શી સમાધાન ૨જુ કરતા. પૂજ્યશ્રીના અતલ ઉંડાણવાળા સાહિત્યસમંદરમાં ડૂબકી લગાવીને પૂજ્ય મુનિરાજ શ્રી ઉદયવલ્લભવિજયજી મ.સા.એ આવા કેટલાક મૌક્તિકો ખોળી કાઢયા છે. વીણેલા મોતીઓને સાંકળતી આ મૌક્તિકમાળા વાંચકવર્ગની સામે દિવ્યદર્શન ટ્રસ્ટ રજું કરે છે. સહુના આત્માના નૂરને ઝળહળાવવા ખૂબ કામ લાગશે. લિ. દિવ્યદર્શન ટ્રસ્ટ વતી કુમારપાળ વી. શાહ Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમ: શ્રી પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિ-જયશેખર-જગ મેઘવલ્લભસરૂભ્યો નમ: yiraight ઘણા કબાટ-લોકર એવા હોય છે કે માત્ર ચાવી ફેરવતા તે ખુલી જતા નથી પણ ક્રમશ: અનેક ચાવીઓ લગાડતા ક્રમશઃ તેના આટાં ખુલતાં જાય અને છેલ્લે સંપૂર્ણ ઉદ્ઘાટન થાય છે. શાસ્ત્રાર્થનો મહાખજાનો શબ્દોની મંજૂષામાં નિહિત અને પિહિત છે. શાસ્ત્રમંજૂષાને ખોલવા માટેની ક્રમશ: લગાડવાની છ કુંચીનો એક ઝુડો અનુયોગદ્વારાદિ શાસ્ત્રોમાં પડ્યો છે. संहिता च पदं चैव, पदार्थः पदविग्रहः । चालना प्रत्यवस्थानं, षड्विधं विद्धि लक्षणम् ।। શાસ્ત્રકારો ઉત્સાહ જગાડે છે- લ્યો ચાવી, ખોલો તાળા ! વ્યાખ્યાની સચોટ અને ક્રમિક પદ્ધતિ આ શ્લોકમાં બતાડી છે. (I) સહિંતા વ્યાખ્યય શાસ્ત્રવચનનો ઉચ્ચાર. ) પદ ૪ એકેક પદ છૂટા પાડીને બોલવા. (II) પદાર્થ જી પ્રત્યેક પદનો અર્થ કરવો. (IV) પદવિગ્રહ જિ પ્રત્યેક પદની વ્યુત્પત્તિ, સમાસવિગ્રહ વગેરે કરવા. (V) ચાલના જ શિષ્ય (અથવા ગુરૂ સ્વયં) પ્રશ્ન ઉઠાવે અને (VI).પ્રત્યવસ્થાન જ ગુરૂ તેનું સચોટ સમાધાન આપે. શાસ્ત્રવચનને જો રથ કહીયે અને શબ્દાર્થ અને વાક્યાથથી આગળ વધીને મહાવાક્યર્થ અને ઐદત્પર્યાર્થ સુધી વિસ્તરેલા શાસ્ત્રાર્થ સુધીની પ્રદીર્ધ યાત્રા કરવી હોય તો ચાલના અને પ્રત્યવસ્થાનને પેલા રથના પૈડાના સ્થાને ગોઠવવા પડે. Page #6 -------------------------------------------------------------------------- ________________ પદાર્થને મગજમાં ઠોસ બેસાડવા માટે ઊહાપોહ આવશ્યક જ નહીં, અનિવાર્ય છે. વતિતતિષ્ઠપતીર્થ: સીજ્ઞાનાયાસંમતિ (આવ. નિર્યુ. ટીકા) ની શાસ્ત્રપંક્તિ આ વાતની સત્યતા અને તથ્થતામાં સાક્ષિનો સૂર પૂરાવે છે. સામાન્યદ્રષ્ટિએ ચાલના (=પ્રશ્નોત્થાન) એ શિષ્યનો વિષય છે જ્યારે પ્રત્યવસ્થાન (=ઉત્તરદાન) એ આચાર્યની અવધિમાં આવે છે. ક્યારેક શિષ્યની પ્રજ્ઞા પ્રશ્ન ઊઠાવવા જેટલી તીવ્ર ન પણ હોય. તેવા સંજોગોમાં આ કામગિરિ પણ આચાર્ય બજાવે છે. ('હં વપુ ત કાર્યર') ન્યાયવિશારદ વર્ધમાન તપોનિધિ સ્વ. ગુરૂદેવ શ્રીમદ્વિજય-ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાની આ એક વિરલ લાક્ષણિકતા હતી કે તેઓ વાંચવા બેસે કે લખવા, ભણાવતા હોય કે વ્યાખ્યાન કરતા હોય, તર્કના ઇંજેકશન સાથે લઇને જ બેસતા. * શ્રી ઋષભદેવ ભગવાને બાહુબલીમુનિને સમજાવવા બહેન સાધ્વીજીઓને એક વર્ષ પછી જ કેમ મોકલી? હેલી કેમ નહીં? * મરીચિએ ગર્વ ર્યો તે અરિહંતપણું મળવાનું જાણીને કારણે તેના ર્યો. તેમાં નીચગોત્ર કર્મ શું બંધાયું ? * ગણધરોને પ્રભુએ પહેલા ચારિત્ર આપ્યું અને પછી ત્રિપદી આપી. આવું કેમ ? * “નમો અરિહંતાણમાં નમો’ મુખ્ય કે “અરિહંત'? * મૃત્યુ વખતે કેવી દશા થશે તેની ચિંતા વળી અત્યારથી શા માટે કરવી ? * આંબામાંથી આંબો પાકે ને બાવળમાંથી બાવળ પાકે, તો પછી સારા બાપનો છોકરો ખરાબ કેમ પાકે ? * ભગવાનની દ્રવ્યપૂજાને બદલે સામાયિક કરવી એ વધુ ઉચ્ચ આરાધના ન કહેવાય ? * ભગવાનને પ્રદક્ષિણા આપવાની શી જરૂર? * આપણા કર્મથી બીજાની બુદ્ધિ બગડે ખરી ? * જડ પાષાણની મૂર્તિ પૂજનીય શી રીતે ? Page #7 -------------------------------------------------------------------------- ________________ * પરમાત્મરમણતામાંથી સ્વાત્મરમણતામાં શી રીતે જવાય? . * પ્રતિક્રમણના સૂત્રો માગધી-પ્રાકૃત ભાષામાં કેમ ? માતૃભાષામાં કેમ નહીં? * પ્રભુની કરૂણા પામવી એ આપણ હાથની વાત છે કે પ્રભુના હાથની? * પ્રતિજ્ઞા લઇને ભાંગે તેના કરતા વિના પ્રતિજ્ઞાએ પાપ ન આચરીયે તે સારું ને ? ના, આ બધાના જવાબ અહીં નથી જ લખવાનો. એ માટે તો પુસ્તક જવાંચવું પડે. આ તો પુસ્તક સાવંત વાંચવાની ભૂખ જગાડનાર પીપરામૂળ છે. પૂજ્યશ્રીના લગભગ તમામ પુસ્તકો/દિવ્યદર્શનનાં અંકોમાંથી આંશિક ઉદ્ધાર કર્યો છે અને અહીં રજા કર્યો છે. દ્રવ્યાનુયોગ વગેરે ચારે ય અનુયોગ વિષયક પ્રશ્નો પૂજ્યશ્રી ઉઠાવતા. કથાઓનાં અંશ-અંશમાંથી જીવનરહસ્યોને ખેંચી કાઢવાની તેમની પાસે જબ્બર હથોટી હતી. સ્તવન-પૂજાની ઢાળ-કાવ્યપંકિતઓના ગુપ્તગહનમાં પણ તેમની રહસ્યખોજ ચાલું જ રહેતી. ઘણીવાર દહેરાસરે ચૈત્યવંદના કરીને આવ્યા બાદ, રાઇમુહપત્તિ વખતે અપાતી નિયવાચના દરમ્યાન, દહેરાસમાં બોલાયેલા સ્તવનની કોઇ કડીનું રહસ્ય સમજાવતાં. પ્રસ્તુત પુસ્તકમાં પણ આવા ઘણાં પ્રશ્નો સમાવ્યા છે. સતત બેંતાલીશ વર્ષો સુધી દર શનિવારે પ્રગટ થતાં સાપ્તાહિક દિવ્યદર્શનના અંદાજે ૨૨૦૦ અંકો અને સ્વર્ગસ્થ પૂજ્યશ્રીના ઉપલબ્ધ શતાધિક પુસ્તકોના હજારો પાના ઉપર નજર ફેરવતા, નિતનવું પીરસતા રહેવાની ટેકવાળા સ્વર્ગસ્થ પૂજયશ્રી માટે એક પ્રશ્ન સહજ થાય કે “સાહેબજી રોજ નવું નવું કયાંથી લાવતા હશે ? Page #8 -------------------------------------------------------------------------- ________________ જે નવી વાતને જાણીતી બનાવીને અને જાણીતી વાતને નવી બનાવીને રજુ કરી શકે તે જ ખરા વિવેચક કહેવાય. સ્વર્ગસ્થ પૂજ્યશ્રી ખરા અર્થમાં વિવેચક હતા, વ્યાખ્યાતા હતા, લેખક હતા. અનુપ્રેક્ષા સ્વાધ્યાયનો મજેદાર રસથાળ પ્રસ્તુત છે. ચિરપરિચિત વિષયવસ્તુમાંથી પણ તદ્દન નવી જ વિચાર દિશા ઊઠતી દેખાશે. સ્વર્ગસ્થ પૂજ્યશ્રી પ્રત્યેના અહોભાવની લાગણીને કાબુમાં રાખીને એમ કહેવાનું મન થાય કે સૈકામાં કયારેક જોવા મળે તેવી વિશિષ્ટ પ્રતિભાના તેઓ ધારક હતા. પ્રસ્તુત સંકલનના માધ્યમે નવો પદાર્થ બોધ થશે તેને આપણે આડલાભ ગણીશું. અનુપ્રેક્ષા શક્તિનો ઉઘાડ થાય તેને આપણે મુખ્ય લાભ માનીશું. પ્રસ્તુત પુસ્તકના વાંચનથી તેઓશ્રીના તાર્કિકપણાંની, જિનાજ્ઞાપ્રતિબદ્ધતાની, ભગવભક્તતાની, વિરલ વૈરાગિતાની પ્રતીતિ થયા વિના નહીં રહે અને જેને આવી પ્રતીતિ પ્રત્યક્ષમાં જ થયેલી હશે તેમને પણ ઉત્તરોત્તરના મળતા સંયમસ્થાનોની જેમ ઉત્તરોત્તરના પ્રતીતિસ્થાનોની પ્રાપ્તિ થશે તે નિઃશંક વાત છે, કારણ કે પ્રસ્તુત કાર્ય વખતે મે સ્વયં આવી અનુભૂતિ કરી છે. તેમની પ્રરૂપણામાં વ્યવહાર સાથે નિશ્ચયને જોડવાની સખત પ્રેરણા પણ મળતી, સાથે નિશ્ચય સંગે વ્યવહારને વળગી રહેવાની પ્રેરણા પણ મળતી. નિશ્ચય-વ્યવહારના આવા અદ્ભુત સમન્વય માટે કેટલાક પ્રશ્નોત્તરો ખાસ જોવા જેવા છે. તર્કની સાથે શ્રી આવશ્યકનિયુક્તિ, શ્રી આચારાંગ સૂત્ર, શ્રી ભગવતી સૂત્ર, ઉપદેશમાળા, જ્ઞાનસાર, ભવભાવના, ઉપદેશરહસ્ય, પંચાલકજી, લલિતવિસ્તરા, ધર્મબિન્દુ વગેરે ગ્રન્થોનાં સંદર્ભ પણ ઠેરઠેર ટાંક્યા છે. પ્રસ્તુત પુસ્તકનું આદર અને મનનપૂર્વક વાંચન કરવાથી શ્રદ્ધાની દઢતા, વૈરાગ્યની જ્વલંતતા, પરમાત્મભક્તિની તન્મયતા વગેરે Page #9 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક લાભોની સાથે બુદ્ધિ શક્તિની તીક્ષ્ણતાનો ઉઘાડ અને વિકાસ પણ અવશ્ય થશે. તેની જામિન લેવા સંપાદક તૈયાર છે. ધારદાર પ્રશ્નો સ્વયં ઉઠાવવા અને પછી તર્કની ધરી પર રચાયેલા અને વૈરાગ્ય-ભક્તિ રસથી રસાયેલા સચોટ સમાધાન પેશ કરવા એ કાંઇ હેલી વાત નથી. સવાલો અજબના છે તો જવાબો ગજબના છે. માત્ર શાસ્ત્રવચનો તો કાષ્ઠ કે પત્થર જેવું રો-મટીરિયલ છે. તર્કના ટાંકણે તેમાંથી ઔદમ્પર્ધાર્થ સુધીની ડેન્સિટિ ધરાવતું મનોહર શિલ્પ ઘડાય છે ત્યારે તેને જોતા ધરપત થતી નથી. પ્રસ્તુત પુસ્તકમાંનો પ્રત્યેક પ્રશ્ન પણ એક ટાંકણું આપણાં આત્મા પર મારતો જાય, અશ્રદ્ધા, સંશય, કદાગ્રહ, હઠાગ્રહની કરચો ખરતી જાય અને આત્મામાં જ તિરોહિત પડેલી ક્ષાયિક શ્રદ્ધાની યોગ્યતાનું ભવ્ય શિલ્પ ઉપસી આવે તો ઘણું. પ્રસ્તુત સમ્પાદન કાર્યમાં પૂજ્ય પંન્યાસજી પાસેનવિજયજી મહારાજાએ સુંદર સહકાર આપ્યો તથા અનેક રીતે સહાય-માર્ગદર્શન પુરૂ પાડનારા આત્મીય કલ્યાણમિત્ર પૂજ્ય મુનિરાજ શ્રી મુક્તિવલ્લભવિજયજી મ. સા.નો ઉપકાર પણ ભૂલાય તેવો નથી. તે સહુનો ઋણી છું. મુનિ મેઘવલ્લભવિજયનો શિષ્યાણ મુનિ ઉદયવલ્લભવિજય વિ.સં. ૨૦૫ર, વિજયાદશમી, સાબરમતી. Page #10 -------------------------------------------------------------------------- ________________ [ ] ધર્મક્રિયા કરતી વખતે દુન્યવી વિચાર જરૂર વર્ય ગણાય. પરંતુ, I 30 પ્રભુદર્શનની ક્રિયા વખતે પૂજાનો વિચાર અને પૂજાની ક્રિયા વખતે વ્યાખ્યાન શ્રવણનો વિચાર એ તો શુભવિચાર જ છે. તો જે ક્રિયા ચાલુ હોય તેમાં જ ઉપયોગ રાખવાનો આગ્રહ શા માટે? પહેલી વાત તો એ કે આ રીતે ક્રિયા કરવાની કુટેવ વ્યવહારમાંય ચાલુ છે! માણસ સવારે ઉઠયો ત્યારે કદાચ પ્રભુનું નામ મોંઢેથી લેશે પણ મનથી તે ન્હાવાનો વિચાર કરશે. પછી હાવા બેસશે, પરંતુ ત્યારે વિચાર નાસ્તાનો કરશે ! અને નાસ્તો કરતી વખતે વિચાર બજારનો કરશે! બજારમાં હશે ત્યારે વળી બીજા જ વિચારોમાં ભાઇસાહેબ ફરતા હશે ! બસ, આ કુટેવ ધર્મ ક્રિયામાં ય નડે છે! એક ક્રિયામાં બીજી ક્રિયાના વિચાર! પ્રભુનાં દર્શન કરતી વખતે પૂજાનો વિચાર ! ને પૂજા કરતી વખતે ચૈત્યવંદન અંગેનો વિચાર ! ત્યારે ચૈત્યવંદન કરતી વખતે વ્યાખ્યાન શ્રવણનો વિચાર ! આ ટેવ સારી નથી. નુકશાનકારી છે. કોઇ વેપારી રસ્તે જતાં કોઇ સારા માણસને બોલાવી સજ્જનતાથી વાત માંડે, પણ અધવચ્ચે વાત પડતી મૂકી બીજાને બોલાવે અને એની સાથે સજ્જનતાથી જ વાત માંડે, એની ય વાત અધવચ્ચે પડતી મૂકી વળી કોઇ ત્રીજા જ સાથે વાત માંડે ! અહીં વિચારજો કે વાત સારી હોવા છતાં પૂર્વના બે સજ્જનોને અપમાન લાગે કે નહિ ? હા, તો એમ જ પ્રસ્તુત ક્રિયામાંથી ચિત્ત ઉઠાવી બીજી ક્રિયાના વિચારમાં લઇ જવું, એ પૂર્વની ક્રિયાનું અપમાન છે. ઉપરાંત આ રીતે ક્રિયા કરવાથી “ક્ષેપ નામનો ક્રિયાદોષ લાગે છે. ક્ષેપદૂષણ ત્યાં લાગે છે કે જ્યાં ચિત્ત એકથી બીજામાં ને બીજામાંથી ત્રીજામાં જાય છે. જેમ ખેતરમાં બીજ નાંખ્યું, છોડ જરા ઊગ્યો ને ઉખેડીને બીજે રોપે, વળી ત્યાંથી ઉખેડી ત્રીજે સ્થળે રોપે, ત્યાંથી ઉખેડીને વળી ચોથે સ્થળે રોપે! કહો જોઇએ, પરિણામે તે છોડ પર ફળ આવે ખરા ? છોડ ખેતરમાં મૂળ સાથે છે, પણ ફળ ન આવે! તેમ શુભ ક્રિયામાં રહેલો આત્મા અન્ય અન્ય શુભ વિચારમાં પણ જો મન લઈ જાય તો એ ક્રિયાનું તેવું ફળ ન આવે. માટે જે ક્રિયા ચાલતી હોય તેમાં જ ચિત્ત પરોવવું જોઇએ. Page #11 -------------------------------------------------------------------------- ________________ જિનશાસન તો ગુણપૂજામાં માને છે, તો અષ્ટ પ્રાતિહાર્યવાળા તરીકે અરિહંતને પૂજ્ય માનવા એ શક્તિની પૂજા થઇ, ગુણની પૂજા ક્યાં આવી? અષ્ટ પ્રાતિહાર્ય એ એમની શક્તિ નથી. શક્તિ તો કહેવાય કે જો તે પોતે સર્જતા હોય, અરિહંત પોતે શક્તિથી પ્રાતિહાર્ય સર્જતા નથી. ' પોતે વીતરાગ હોઇને એવું સર્જવાની ખટપટમાં એ પડે નહિ. એ તો દેવતાઓ એમના અસાધારણ ગુણના હિસાબે કહો કે ગુણના પ્રતીકરૂપે પ્રાતિહાર્યની યોજના કરે છે. એમાં જાણે,) ૮પ્રાતિહાર્યના રહસ્યઃ (૧) અશોક વૃક્ષ એટલે ભગવાન જગતના જીવોને વિશ્રાંતિનું સ્થાન. ભગવાનના અહિંસાના ઉપદેશથી એકેન્દ્રિય જેવા-જીવોને પણ એટલી રાહત કે એ ઉપદેશ પામેલા જીવો એમને હણે નહિ. એમ, (૨) પુષ્પવૃષ્ટિ : સુગંધિત સુંદર પુષ્પોની વૃષ્ટિ એટલે ભગવાનની ગુણ સુવાસિત અને ધર્મસુંદર વચનોની વૃષ્ટિ. (૩) દિવ્યધ્વનિ એટલે ભગવાનથી પ્રાદુર્ભત સ્યાદ્વાદાદિ સિદ્ધાન્તના સંગીતની લહરી. (૪) બન્ને બાજુ ચંદ્ર જેવા સફેદ ચામર એટલે ભગવાનની સૌમ્યતા અને નિર્મળતાના પ્રતીક. (૫) સિંહાસન એટલે જાણે ભગવાન ઉત્કૃષ્ટ પુણ્યની બેઠક, અને મૃગલાં જેવા પ્રાણીઓને પણ મૃગેન્દ્રની માફક સેવ્ય. (૬) ભામંડલ એટલે ભગવાન વિશ્વ પ્રકાશક તેજના પંજ. (૭) દુભિ એ મિથ્યાત્વાદિ શત્રુઓને ભવ્ય જીવો પાસેથી ભાગી જવાની ભગવાનની ગર્જનાનું અને ભવ્યાત્માઓને મોક્ષયાત્રામાં નિર્ભીક જોડાવા માટે ભગવાનનું સાર્થવાહ તરીકેનું નિમંત્રણ પ્રતીક. (૮) ત્રણ છત્ર એટલે ભગવાન ત્રિભુવનના શિરચ્છત્ર અને ભવ્યોને ઉત્તરોત્તર ચઢિયાતા પુણ્યના ને વધતી આત્મ-ઉન્નતિના દાતા છે એનું પ્રતીક. Page #12 -------------------------------------------------------------------------- ________________ અષ્ટ પ્રાતિહાર્યથી આ તો એક રીતે ગુણો સૂચિત થયા, બાકી બીજી બીજી રીતે પણ ગુણો સૂચિત થાય. તીર્થંકાર પરમાત્મા ગૃહસ્થાવસ્થામાં લગ્ન કરે, સંસાર ભોગવે અને છતાં વિષયોને ત્યાજ્ય અને તિરસ્કરણીય માને તે કેમ બની શકે ? રાગની પ્રવૃત્તિ છતાં જ્વલંત વૈરાગ્યના દાખલા જુઓ : (૧) ખુબ સારો ધંધો ચલાવનારો અને સેવા વિનયાદિ ગુણવાળો પુત્ર એકાએક અકસ્માતમાં મરી ગયો હોય તો માતા-પિતાને કેવો શોક લાગે છે ? પછી એમને સંયોગવશાત્ મિઠાઇ ખાવાનો અવસર આવે તો શું એ એમને ગમે છે ? (૨) મોટું દેવું થઇ ગયું હોય તો દિવાળીમાં મિઠાઇ ખાવી ગમે છે ? (૩) ક્યારેક દુશ્મનને ત્યાં ન છૂટકે ભાણું માંડવાનો પ્રસંગ આવ્યો હોય તો શું એની મિઠાઇ ખાવી ગમે છે ? (૪) નજરકેદી બનેલા રાજાને પાત્ર ખાવા મળે, તો શું એમાં એ ખુશી થાય ? કે એને એના પર સૂગ તિરસ્કાર થાય ? એમ અહીં મેવા-મિઠાઇ આદિ સારા સારા ભોગવવાનું પરિણામે ભારે કર્મબંધ અને દુર્ગતિના કારમાં દુઃખ આવવાનું નજર સામે તરવરે એટલે એ મેવા-મિઠાઇ પર પ્રેમ નહિ, સૂગ જ થાય, એ સ્વાભાવિક છે. તેથી તીર્થંકર ભગવાનને ચારિત્ર-મોહનીય કર્મના જોરે લગ્ન કરવું પડે છે, છતાં અંતરમાં જ્વલંત વૈરાગ્ય હોવાથી એ અલિપ્ત રહે. ઉપાદેય ન માનવા દે, એટલે જ કર્મવશ કરવી પડતી મોહપ્રવૃત્તિમાં દિલને રસ ન હોય. સામાન્ય જીવોને વિશિષ્ટ તથાભવ્યત્વ નહિ તેથી તીર્થંકર નામકર્મ ન ઉપાર્જે અને તીર્થંકર થનાર જીવોને વિશિષ્ટ તથાભવ્યત્વ હોય તેથી તે એ પુણ્ય ઉપાર્જે, આમ તીર્થંકર થવા, ન થવામાં તથાભવ્યત્વનો ફરક ૩ Page #13 -------------------------------------------------------------------------- ________________ કારણભૂત ગણી શકાય. પરંતુ, સમ્યક્ત્વ (બોધિ)માં ફરકને કારણભૂત કેમ ગણાય ? ‘બીજા જીવોને સામાન્ય બોધિ અને તીર્થંકર થનાર જીવોને વરબોધિ’ એમ ફરક પડવાનું શું કારણ ? આ ફરક પડવાનું કારણ એ કે તીર્થંકર થવામાં સીધું વિશિષ્ટ તથાભવ્યત્વ કારણ નથી, કિન્તુ એના બળ ઉપર ઊભો થનાર તીર્થંકર-નામકર્મ આદિનો ઉત્કૃષ્ટ પુણ્યસમૂહ કારણભૂત છે. એ ઉત્કૃષ્ટ પુણ્યસમૂહ પણ સીધો જ વિશિષ્ટ તથાભવ્યત્વના બળ ઉપર ઊભો થતો નથી, કિન્તુ વિશિષ્ટ બોધિ સમ્યક્ત્વ આદિ દ્વારા ઊભો થાય છે. તીર્થંકર નામકર્મ આદિનો પુણ્ય-સમૂહ એ કર્મ છે. શુભાશુભ મનોયોગ અને શુભાશુભ ભાવથી શુભાશુભ કર્મ ઊભાં થાય, એટલે તીર્થંકર નામકર્મરૂપી શુભકર્મ ઊભું કરનાર શુભ ભાવ, શુભ અધ્યવસાય જોઇએ. વિશિષ્ટ તથાભવ્યત્વ એ કાંઇ મનોયોગરૂપ-અધ્યવસાયરૂપ નથી. પણ સમ્યક્ત્વ બોધિ આદિ એ શુભ અધ્યવસાય રૂપ છે. હવે સમ્યક્ત્વાદિ તો બીજા જીવો ય ઉપાર્જે, પરંતુ એથી કાંઇ એમને તીર્થંકર-નામકર્મ નથી ઊભું થતું, અને તીર્થંકર જીવના સમ્યક્ત્વાદિથી એ પુણ્ય ઊભું થાય છે. એ સૂચવે છે કે, એમનું સમ્યક્ત્વ યાને બોધિ વિશિષ્ટ કોટિનું હોય છે. સામાન્ય બોધિ નહિ એ વરબોધિ છે. માટે જ એના બળ ઉપર એવા વિશિષ્ટ અર્હદ્-વાત્સલ્ય વગેરે ઊભા થાય છે કે જેના પ્રભાવે તીર્થંકર નામકર્મ ઊભું થાય છે. આમ તથાભવ્યત્વના ફરક ઉપરાંત બોધિમાં પણ ફરક માનવો જ પડે. એટલે જ એવા વરબોધિ યાને વિશિષ્ટ કોટિના સમ્યક્ત્વના હિસાબે જ એમના અર્હદ્ વાત્સલ્ય વગેરે પણ એવા અનેરા ઉભા થાય છે, કે એ બધાના બળે તીર્થંકર નામકર્મ આદિની પુણ્યાઇ જન્મ પામે છે. તીર્થંકર નામકર્મને ઊભું કરનાર બોધિ એ વરબોધિ કહેવાય છે તો એમના ચારિત્રને વરચારિત્ર કેમ નથી કહેવાતું ? એના ત્રણ કારણ છે, Page #14 -------------------------------------------------------------------------- ________________ (૧) બોધિ-સમ્યક્ત્વ ચારિત્રમાં વણાયેલું છે, તે ઠેઠ ઉપરના ગુણસ્થાનકોની ક્ષપક અવસ્થા સુધીમાં વણાયેલું હોય છે. એટલે બોધિની ઉત્તમતાથી એ ચારિત્ર વિશિષ્ટ કોટિનું બની જ જાય છે. તેથી એને વરચારિત્ર કહેવાની જરૂ૨ ૨હેતી નથી. (૨) તીર્થંકર-નામકર્મ ઉપાર્જનાર બધા જ જીવો કાંઇ ચારિત્ર પામીને જ એ કર્મ ઉપાર્જે છે, એવું નથી બનતું, કેટલાક ચારિત્ર નથી પામ્યા હોતા છતાં આ પુણ્યાઇ ઉપાર્જે છે. એ વરબોધિ સાથે વિશિષ્ટ અર્હદ્-વાત્સલ્ય વગેરેની સાધના કરે અને ચારિત્ર ન લીધું હોય તો ય, તીર્થંકર-નામકર્મ ઉપાર્જે છે. એવા આત્માઓ શ્રેણિક-કૃષ્ણ વગેરે અનેક છે. વળી, (૩) ‘બોધિ’ શબ્દ વ્યાપક છે. ‘બોધિ’ શબ્દનો અર્થ શાસ્ત્રો જૈન ધર્મની પ્રાપ્તિ' એવો કરે છે. ‘જૈન ધર્મ' ‘જિનોએ કહેલા ધર્મ’ શું છે ? સમ્યક્ત્વથી માંડી વીતરાગતા સુધીના પણ ‘અરિહંત ચેઇઆંણ' વગેરે બોલી કાઉસ્સગ્ગ કરે છે, એમાં ‘બોહિલાભ-વત્તિયાએ’ પદ બોલે છે, ને તે સાર્થક છે. નહિતર જો ‘બોહિલાભ’ એટલે સમ્યક્ત્વના લાભના નિમિત્તે કાઉસ્સગ્ગ કરવાનો હોય, તો તે ક્ષાયિક સમકિતીને તો હવે સમક્તિ ક્ષાયિક છે. અર્થાત્ સર્વથા મિથ્યાત્વ-ક્ષયથી નિષ્પન્ન હોઇ શાશ્વત છે, યાવચંદ્રદિવાકરૌ કાળ માટે પ્રગટેલું છે, એટલે હવે એ પરલોકમાં ભવિષ્યમાં કયારેય પણ નષ્ટ થવાનું નથી. તો એના નિમિત્તે કાઉસ્સગ્ગ શો ? ત્યારે 'બોહિલાભ' એટલે વીતરાગતા સુધીના ધર્મ લેવાના હોય, તો ક્ષાયિક સમકિતીને હજી વીતરાગ ન થાય ત્યાં સુધી એ ઉપરના ધર્મ પ્રાપ્ત કરવા નિમિત્તે કાઉસ્સગ્ગ કરવાનો રહે. આ બોધિને તીર્થંકર થનારના વરબોધિ તરીકે ઓળખાવતાં એ વરબોધિમાં સમ્યક્ત્વ તો આવે જ. ઉપરાંત વીતરાગ બનવા સુધીના અર્હદ્ વાત્સલ્ય, ચારિત્ર વગેરે બધા સમાય. એટલે વરબોધિ કહેવામાં ચારિત્ર વગેરે બધા ધર્મ આવ્યા એથી વરચારિત્ર, વરઅપ્રત્તતા વગેરે કહી શકાય. Page #15 -------------------------------------------------------------------------- ________________ લીમડાને ચંદનની સુવાસ અડી જાય છે પણ આપણને વીતરાગની સુવાસ કેમ નથી અડતી? ભગવાનની સંગત તો હજારો વાર કરીએ છીએ છતાં તેમની સુવાસ આપણામાં કેમ નહીં? કારણ એ છે કે લીમડો એકેન્દ્રિય જીવ છે એટલે એને માત્ર એક જ સ્પર્શન ઇન્દ્રિય પ્રધાન છે, તેથી વાયુ જે ચંદનના પુદ્ગલ લઇ જાય છે તે લીમડાને ચોંટી પડે છે ને લીમડાની મુખ્ય ઇન્દ્રિય સ્પર્શનેન્દ્રિય તેને ગ્રહણ કરવાનું કામ કરે છે એટલે લીમડો ચંદનની સુવાસવાળો બને છે. હવે આપણે સંજ્ઞી પંચેન્દ્રિય હોવાથી જો આપણી મુખ્ય ઇન્દ્રિય મનને કામ કરતું રાખીએ તો મન જરૂર વીતરાગના સહવાસમાં એમના વૈરાગ્યાદિ ગુણરૂપી સુવાસને ગ્રહણ કરે. પરંતુ ખરી વાત એ છે કે આપણે દુનિયાના ખાન પાન વગેરે તમામ કાર્યોમાં મનને કામ કરતું રાખીએ છીએ, પરંતુ વીતરાગના દર્શન-ચૈત્યવંદન, પ્રતિક્રમણ વગેરે ધાર્મિક કાર્યોમાં મનને કામ કરતું નથી રાખતા, ત્યાં રાબેતા મુજબ પતાવીએ છીએ. દર્શન વગેરે રાબેતા મુજબ કરવાનું તે કરી કાઢવાનું. એમાં મન નહિં લગાવવાનું-પછી મન લગાવીએ તો દેખાય કે “મારા વીતરાગ પ્રભુએ કેટલો ઊંચો શ્રેયસુનો રાગ અને પ્રેયસુનો વૈરાગ્ય કેળવેલો! ત્યારે તે અંતે વીતરાગ બન્યા!” શ્રેયસ્ એટલે આત્મ હિતકર ત્યાગ, તપ-જીરવયા આદિ ‘પ્રેયસ્ એટલે ઇન્દ્રિયોને પ્રિય મીઠા મીઠા વિષયો. ‘જો પ્રભુને ત્યાગ-તપ આદિના રાગ અને વિષયોનો વૈરાગ્ય હોય અને હું વિષયોનો રાગ અને શ્રેયસૂનો વૈરાગ્ય રાખું, તો એ મારા માટે કેટલું બધું શરમ જનક છે!” જો મન કંઇક આવું પકડે તો ચંદનની સુવાસ પકડવા જેવું પ્રેયસુનો વૈરાગ્ય અને શ્રેયસૂનો રાગ જાગતો થાય. પણ મન ખાન પાન આદિમાં રાખ્યું અને તેથી ધાર્મિકમાં મન કામ જ કરતું નથી, સંવેદન જ થતું નથી તો એમાં વાંધો ક્યાં પડ્યો છે? વાંધો અહીં જ છે. શ્રેયસ્ જે આત્મ કલ્યાણકારી છે અને પ્રેયસ્ જે ઇન્દ્રિયને ગમનાર છે. એમાં જે મનને શ્રેયમાં જોડતા નથી એટલે આત્મામાં સ્થિરતા થતી નથી. ભગવાને જ્યારે દીક્ષા લેવા સંસાર છોડ્યો હતો ત્યારે પ્રેયસ્ તરફ નહીં પણ શ્રેયસ્ તરફ જ મનને જોયું હતું. અને એટલે જ કાંઇપણ ઉપસર્ગ પરિષદ Page #16 -------------------------------------------------------------------------- ________________ આવ્યો તો પણ કાંઇ નહીં. આખાં ય ચારિત્ર જીવનમાં મન જ કામ કરતું હતું. ઇન્દ્રિયની કાંઇ કિંમત જ રાખી ન હતી. એટલે જો મન પર લઇએ તો કમમાં કમ આપણે શ્રેયસ્ પ્રત્યે પક્ષપાત અને પ્રેયસ્ પ્રત્યે અભાવ આવે. આ આવે તો વીતરાગ પ્રભુની સુવાસ આપણામાં આવતી થાય. અર્થાતું, જેમ લીમડામાં એક જ સ્પર્શન ઇન્દ્રિયની મુખ્યતા છે તેમ આપણે જો મનની મુખ્યતા કરીએ, તો વીતરાગનાં સંપર્કથી તેમના ગુણથી સુવાસિત બની શકીએ. જેમ લીમડો સુવાસથી સુવાસિત બને છે તમે. જગજીવન જગવાલો સ્તવનમાં છેલ્લે કીધું, “ગુણ સઘળા અંગીકાર્યા રે', પણ માંગયું છે “દેજો સુખનો પોષ', એમ શાથી ? ગુણનો પોષ માગવો જોઇએ ને ? યા તો પહેલાં “સુખ સઘળું અંગીકર્યું, એમ કહેવું હતું ને? અહીં જ સુખનો પોષ એટલે તે “ગુણના સુખનો પોષ’ માંગ્યો છે. કારણ કે આપણે તપ-સ્વાધ્યાય, ક્ષમા વગેરે ગુણોની સાધના તો કરીએ છીએ, પરંતુ કેટલીક વાર એનો આનંદ નથી હોતો. દા. ત. ઉતાવળે ઉપવાસનું પચ્ચખાણ તો કર્યું પછી બપોરે સાંજે ઢીલા પડ્યા. ત્યાં મનને થાય કે, “આ પચ્ચખાણની ઉતાવળ કરવા જેવી હોતી.' આમાં તપનો આનંદ ન રહ્યો. અથવા કોઇની વૈયાવચ્ચ કરી, પરંતુ સામાને ન ગમ્યું ને જેમ તેમ બોલ્યાં. ત્યાં વૈયાવચ્ચ કર્યા ઉપર ખેદ થાય છે. એ વૈયાવચ્ચ ગુણનો આનંદ ન રહ્યો. કોઇના પર એનાં વાંક બદલ આપણે ક્ષમા રાખી પણ પછીથી એનો વાંક જોતા આપણે કરેલ ક્ષમાધર્મનું આપણને દુઃખ થાય છે કે, “મેં કયાં આના પર ક્ષમા કરી ?’ આમ ક્ષમા ગુણનો આનંદ ન રહ્યો. આમ તપ, ક્ષમા, વૈયાવચ્ચ આદિ ગુણો સેવવા છતાં એનો આનંદ ગુમાવવો એ ખોટું છે. કારણ કે આપણે ક્ષાયોપથમિક ભાવોના ગુણમાંથી ક્ષાયિક ભાવના ગુણ ઉપર જવાનું છે. તે તો જ બને કે જો ક્ષાયોપથમિક ભાવના ગુણોમાં ક્ષયોપશમ વધારી અને અધિકાધિક બનાવીએ તો જ એ અંતે ક્ષયિક પરિણમે, ત્યારે, આ ક્ષયોપશમમાં વધારો અને ગુણમાં ઉત્કર્ષ તો જ આવે કે જો ગુણોનો આપણને Page #17 -------------------------------------------------------------------------- ________________ અપરંપાર આનંદ હોય. એટલા માટે જ અહીં પ્રભુ આગળ દેજો સુખનો પોષ” કહીને ગુણોના સુખ (આનંદ) નો પોષ માગ્યો. 0 | શ્રી ઋષભદેવ ભગવાને બાહુબલી મુનિને બૂઝવવા બહેનોને કેમ વરસ | | મોડી મોકલી ? બાહુબળમુનિ દીક્ષા લઇ ત્યાં જ કાયોત્સર્ગ ધ્યાને રહેવા પર, પ્રભુએ કેમ તરત બહેનોને ન મોકલી ? “અભિમાનના હાથીથી નીચે ઉતરો એ ન સંભળાવ્યું? જો એમ કહીએ કે “બોધ થવાનો કાળ પાક્યો નહોતો તેથી' તરતમાં IrTM બહેનોને ન મોકલી', તો સવાલ એ થાય કે તો પછી શું બોધ થવા માટે કાળ પસાર થાય ત્યારે જ જીવ ચરમાવર્તમાં આવે ? ત્યાં ચરમાવર્તિમાં આવવા માટે પુરૂષાર્થની મુખ્યતા નહિ, પણ કાળની જ મુખ્યતા, પરંતુ ચરમાવર્તકાળમાં એમ ન કહેવાય કે “કાળની મુખ્યતા છે, કાળ પાકે એટલે બોધિ થઇ જાય, તો તો પુરૂષાર્થ પર કશું જોર જ આપવાનું ન રહે. એમ જ અમુક કાળ પસાર થઇ જાય એટલે કાળ પાક્યો કહેવાય ને બોધ થઇ જવો જોઇએ. પરંતુ એવું નથી, એમ તો અનંતાનંતકાળ પસાર થઇ ગયો છતાં કાળ નથી પાક્યો ને બોધ નથી થયો. એટલે કાળ પાકવાનો આધાર માત્ર એકલો કાળ પસાર થવા પર નથી. તો હવે સવાલ આ આવે કે કાળ પછીથી પાક્યો એનું શું કારણ? બોધ થવામાં ઉપાદાન અને નિમિત્ત કારણ કરતાં શું કાળ પ્રધાન કારણ છે ? જૈન શાસ્ત્રો તો બોધ અને આચરણમાં પુરૂષાર્થને મુખ્ય કારણ કહે છે, તેનું શું ? અહીં બોધ લાગવામાં બાહુબળ મુનિનો આત્મા ઉપાદાન છે એ હાજર છે, અને નિમિત્ત કારણ પ્રભુ તરફથી બહેન સાધ્વીઓ દ્વારા સંદેશો, એ પણ હાજર થઇ શકત પછી બોધને શાથી વાંધો આવતે? ત્યારે ભગવાન કાંઇ એવું નથી કહેતા કે, “ઉત્પાદન અને નિમિત્ત ગમે તેટલા હાજર છતાં જો કાળ નહિ પાક્યો હોય તો તમારું કાંઇ વળવાનું નથી માટે તમે કાળ પાકવાની રાહ જુઓ.” ભગવાન આવું કહેતા નથી. ભગવાન Page #18 -------------------------------------------------------------------------- ________________ તો કહે છે. “ધર્મનો પુરૂષાર્થ કરો. એમાં ગફલતમાં ન રહો. “સમય ગોયમાં માં પમાયએ!” “હે ગૌતમ! ધર્મ પુરૂષાર્થમાં એક સમય (ક્ષણનો અસંખ્યાતમો ભાગ) પણ પ્રમાદ ન કરીશ.” આમ પુરૂષાર્થ પર ભાર મુક્યો “શરીર, ભારંડ પકખીવ ચરેડપમત્તો,” અર્થાત્ “કાળ ભયાનક છે, અને શરીર દુર્બળ પડવાના સ્વભાવવાળું છે. (કાળ અને શરીર ક્યારે ઠગી જાય એનો પત્તો નથી.) માટે ભારડ પક્ષીની જેમ સતત અપ્રમત્ત રહે,” તાત્પર્ય, સતત ધર્મપુરૂષાર્થી બન્યો રહે. આ બધામાં પુરૂષાર્થની જ વાત છે, કાળ પાકવાની વાત ક્યાં છે ? તો સવાલ ઊભો રહે છે કે “પ્રભુએ બાહુબળ મુનિને સંદેશો મોકલવામાં કેમ વિલંબ કર્યો ?” અગર કહો, “પ્રભુ ત્રિકાળજ્ઞાની છે, એમણે તરત સંદેશાથી બોધ થવાની યોગ્યતા ન જોઇ. માટે વિલંબ કર્યો, તો અહીં પણ આ જ સવાલ છે કે “બાહુબળ જેવા યુદ્ધભૂમિ પર વૈરાગ્ય પામી સર્વત્યાગ કરનાર મહામુનિ માટે પ્રભુએ તરતમાં કેમ યોગ્યતા ન જોઇ, અને કેમ વર્ષ પછી યોગ્યતા થવાનું જોયું?” આનો જવાબ સીધો છે. પ્રભુ જુએ છે કે બાહુબળ મહામુનિને બાર મહિનાના ભારે ધર્મકષ્ટો ઉઠાવવા દો, એથી એમના અભિમાન-કષાયના કર્મ અને એમના આત્માની કષાય પરિણતિ શિથિલ પડશે. શિથિલ પડેલ કષાય પરિણતિને તો જતાં વાર નહિ લાગે.” માટે પ્રભુએ સંદેશો તરત ન મોકલતાં વર્ષ પછી મોકલ્યો. આ સૂચવે છે કે રાગ-દ્વેષ અભિમાન વગેરે કષાયની પરિણતિ જોરદાર હોય ત્યાં સુધી જ્ઞાનીનાં વચન (શાસ્ત્રવચન)થી બોધ ન લાગે. કષાય પરિણતિ શિથિલ પડે ત્યારે બોધ લાગે, ને એ કષાય પરિણતિ શિથિલ પાડવા માટે શ્રેષ્ઠ ઉપાય છે ધર્મના કષ્ટ ઉઠાવવા, અર્થાત્ કષ્ટમય ધર્માચારોનું પાલન કરતા રહેવું. એટલા જ માટે બાહુબળ મુનિએ કેવળજ્ઞાન અર્થે કર્મક્ષય કરવા અને રાગાદિકષાયપરિણતિનો હ્રાસ કરવા દીક્ષા પછી દેશમાં આરામથી Page #19 -------------------------------------------------------------------------- ________________ વિચરવાનું અને લોકોને ઉપદેશ આપવાનું ન કર્યું, પરંતુ જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી ભૂખ્યાને ચોવિહાર ઉપવાસ સાથે એક જ સ્થાને કાયોત્સર્ગ ધ્યાનમાં મહાકષ્ટ ઉપાડયા! મહાકષ્ટ કેમ? તો કે દિવસો અને મહિનાઓ સુધી ભૂખ્યાને તરસ્યા ખડા ખડા જ રહેવાનું! જમીન પર બેસવાની વાત નહીં, તો સુવાની વાતે ય શી ? કાયોત્સર્ગ એટલે માખી મચ્છર ઉડાડવાની ય વાત નહિ. બાર મહિના સતત આ મહાકષ્ટ ઉઠાવ્યા ત્યારે આત્માની કષાય પરિણતિ અભિમાનની પરિણતિ એવી શિથિલ પડી, કે હવે બ્લેન સાધ્વીઓનાં વચન પર બોધ લાગી જતાં કષાય પરિણતિ તદ્દન ખલાસ થઈ ગઈ, ને કેવળજ્ઞાની નાના ભાઇઓને વંદન કરવા જવા પર ઉપાડતાં જ કેવળજ્ઞાન પામ્યા! પ્રતિક્રમણથી શો લાભ? હવે પાપ ન કરવાની પ્રતિજ્ઞા વિરતિ કરીએ એટલે અવિરતિથી બંધાતા કર્મ બંધાવાના અટકી જાય, અને વિરતિથી નવા પાપ ન સેવાય એ લાભ ખરો, પરંતુ ભૂતકાળમાં તો પાપો સેવાઇ ગયા તે સેવાઇ ગયા, હવે એના પ્રતિક્રમણથી શો લાભ? પાપતીવ્ર ભાવે સેવાઇ ગયા અને એનાથી કદાચ નિકાચિત કર્મ બંધાઈ ગયા, તો એ કર્મ ભલે હવે પ્રતિક્રમણથી ન તૂટે, નિકાચિત કર્મ તો આગળ ભોગવવા જ પડવાના, પરંતુ એ અશુભ કર્મની સાથે તીવ્ર સંકલેશથી જે અશુભ અનુબંધ બાંધેલ. અર્થાત્ પાપ સંસ્કાર ગાઢ કરેલ, તે હવે સાચા દિલના પ્રતિક્રમણથી પાપની નિંદા-ગર્તા-સંતાપથી એ અશુભ અનુબંધ તૂટતા આવે. અને કર્મ નિકાચિત ન કર્યા હોય એ ય તૂટવા માંડે. પ્રતિક્રમણનો આ મોટો લાભ છે. તેમજ ભૂતકાળના પાપનાં પ્રતિક્રમણથી પાપ ઉપર સાચી હેય બુદ્ધિ થાય તો વર્તમાનમાં એ ખરેખરા હેય લાગીને એનો વાસ્તવિક ત્યાગ થાય, વિરતિભાવ આવે, નહિતર તો જો ભૂતકાળમાં કરેલા એ તો ઠીક જ કર્યા લાગતું હોય, તો વર્તમાનમાં પ્રતિજ્ઞા ૧૦ Page #20 -------------------------------------------------------------------------- ________________ કરતી વખતે “એ પાપો તદ્દન કરવા જેવા નહિ' એવું હૈયામાં સચોટ કયાંથી લાગે ? એ સચોટ લગાડવા માટે ભૂતકાળમાં પાપો કરેલા પણ અત્યારે ખોટા લાગવા જ જોઇએ. તેથી વર્તમાનમાં પાપત્યાગની પ્રતિજ્ઞા વખતે ભૂતકાળના પાપોનું પ્રતિક્રમણ કરવું જ જોઇએ. માટે જ તસ્મ ભંતે પડિકમામિ' અર્થાતું, ભૂતકાળમાં સેવેલાં પાપોનું પ્રતિક્રમણ કરું છું એ વસ્તુ કરેમિ ભંતે સામાઇય' એ વર્તમાનની પ્રતિજ્ઞાના સૂત્રમાં ભેગી મૂકી. ૧૦. | ધર્મ ક્રિયા તો શરીર કરે છે. શરીરની ક્રિયાથી શરીરને લાભ થાય. દા.ત. કસરત એ શરીરની ક્રિયા છે. માણસ કસરત કરે તો શરીરને લાભ થાય છે. આત્માને લાભ શી રીતે ? આત્માને લાભ તો શુભ ભાવથી, શુભ પરિણતિથી થાય, ને એ શુભ ભાવ જ્ઞાનથી જાગે છે. ત્યાં શરીરની ક્રિયા શી રીતે લાભ કરે? ત્યારે અહીં આનું રહસ્ય સમજવા જેવું છે કે શરીરની ક્રિયાથી આત્માને લાભ શી રીતે? મૂળ વાત એ સમજી લેવાની છે કે આત્માની ઉન્નતિ-અવનતિ આત્માની શુભ-અશુભ પરિણતિ યાને શુભાશુભ ભાવ ઉપર મપાય છે. જેટલી શુભ પરિણતિ જોરદાર, એટલી આત્માની ઉન્નતિ ઊંચી, અને જેટલી અશુભ પરિણતિ જોરદાર, એટલી આત્માની અવનતી વધુ. આ શુભ-અશુભ ક્રિયા સાથે સંકળાયેલી રહે છે. માટે જ્ઞાનીઓએ મોહમાયાની ક્રિયાઓ ઓછી કરી ધર્મક્રિયાઓ બહુ કરવાનું કહ્યું. આના પર ચાલુ જીવનનો દાખલો જાઓ. છોકરો મા-બાપની કોઇ સેવાના પ્રસંગે હરામ હાડકાં કરી આંખ-મિચામણા કરે અને સેવા નથી બજાવતો, એમ શિષ્ય ગુરૂની સેવા નથી બજાવતો, હવે આમાં જાઓ એણે શું કર્યું ? સેવાનું કામ ન બનાવ્યું એટલે શરીરની ક્રિયા ન કરી. આની સાથે હૈયામાં કેવા મલિન ભાવ રહ્યા તે જાઓ. Page #21 -------------------------------------------------------------------------- ________________ (૧) પુત્રે કે શિષ્ય ઉપકારી પ્રત્યે કૃતજ્ઞતાનો શુભ ભાવ ન રાખતા હરામ હાડકાપણાનો મલિન ભાવ રાખ્યો, કૃતજ્ઞતા કે હરામહાડકાપણું એ પરિણતિ છે. પરિણતિ હરામખાઉપણાની આવી એટલે ગુરૂજન પૂજાની શુભ વૃત્તિ ખલાસ થઇ ગઇ. એમ, . (૨) પાછું હાડકા હરામ માત્ર ઉપકારી માતા-પિતા કે ગુરૂ પ્રત્યે જ છે, પણ પોતાના સ્વાર્થના કામમાં નહિ. સ્વાર્થના તો બધાંજ કામમાં હાડકાં આખાં છે, તે બધાં જ કામ બરાબર સાધે છે. એટલે અંતરમાં નકરી સ્વાર્થવૃત્તિની મલિન આત્મ-પરિણતિ બરાબર જાગતી છે, માત્ર પરાર્થવૃત્તિની આત્મપરિણતિ નહિ. એમ, (૩) માતા-પિતા કે ગુરૂના અનહદ ઉપકાર ભૂલે એટલે એમના પ્રત્યે બહુમાન, “અહો અહો ભાવ જાગતો ન રહે, પણ ઉપેક્ષાભાવ ને અવગણનાભાવ જાગતો રહે. પૂછો, શું મા-બાપ કે ગુરૂ પ્રત્યે અવગણના ભાવ રહે ? હા, ઉપકારને સુખશીલપણા કરતાં અત્યંત કિંમતી લેખવાનો જ નહિ! ઉપકારને કાંઇ બહુ ગણવાનો જ નહિ! એ અવગણનાભાવ છે. આ અશુભ ભાવ છે, આત્માની મલિન પરિણતિ છે. હરામહાડકાપણું નકરી સ્વાર્થવૃત્તિ અને અવગણના ભાવ આ મલિન પરિણતિઓ કેમ આવી ? કહો, શરીરથી સેવાનાં કામની ક્રિયા નથી કરવી પણ શરીરને સુખશીલ રાખવું છે. માટે એ મલિન આત્મ પરિણતિઓ આવી. એટલે શરીરની સુખશીલતાની પ્રવૃત્તિ સાથે એ મલિન આંતર પરિણતિ સંકળાયેલી છે. જો બહારથી સેવાની શરીર-ક્રિયા કરે, તો અંતરમાં કૃતજ્ઞતા, પરાર્થવૃત્તિ અને વડિલ-બહુમાનની શુભ પરિણતિ જાગતી રહે છે. તેથી શરીર-ક્રિયા સાથે આત્મ પરિણતિ સંકળાયેલી રહે છે એ સાબિત થાય છે. એટલે કોઈ કહેતું હોય શરીરની ક્રિયાથી પૌદ્ગલિક શરીરને વ્યાયામ ને પુષ્ટતાનો લાભ થાય, પણ અરૂપી આત્માને શો લાભ? જડની ક્રિયાથી જડ પર અસર થાય. શરીરક્રિયાથી આત્મા પર શાની અસર થાય ? Page #22 -------------------------------------------------------------------------- ________________ આ કહેવું ખોટું છે, એ હવે આ દાખલાથી સમજાશે. સેવાની શરીર ક્રિયાથી આત્મામાં (૧) ગુરૂજન પૂજાની શુભ વૃત્તિ, (૨) કૃતજ્ઞતાની શુભ વૃત્તિ, (૩) પરાર્થકરણની શુભ વૃત્તિ, (૪) અનહદ ઉપકારી પ્રત્યે “અહો અહો ભાવ, બહુમાન ગૌરવની શુભ વૃત્તિ.. વગેરે શુભ પરિણતિ જાગતી રહે છે. એથી ઊલટું શરીરની સુખશીલતાની પ્રવૃત્તિથી બેઠાખાઉપણું, હરામ હાડકાપણું... વગેરે મલિન આત્મ પરિણતિ જાગતી રાખે છે. 01 ગણધરોને પ્રભુએ પહેલા ચારિત્ર આપ્યું અને પછી ત્રિપદી આપી. એવું કેમ કર્યું? પહેલા તત્ત્વજ્ઞાન આપીને પછી ચારિત્ર આપવાનું કેમ ન કર્યું? આપવામાં પહેલાં ચરણ અને પછી તત્ત્વજ્ઞાન એટલા માટે કે તત્ત્વજ્ઞાનની યોગ્યતા ચરણથી ઊભી થાય છે. કહેતા નહિ, તત્ત્વનો બોધ કરાવવો છે. એમાં ચારિત્ર વિના શું અટકે ? જાઓ અટકે. તત્ત્વબોધ કેવો કરાવવો છે? ઉધ્ધનેઇ વા’ ‘વિગમેઇ વા' વગેરે નાનકડા તત્ત્વસૂત્ર પર મોટા દરિયા જેટલા તત્ત્વોનો બોધ કરાવવો છે. એ ક્યારે બને ? કહો, એ નાનકડા સૂત્રના ભાવને આખાયે વિશ્વ ઉપર વિસ્તારાય. નિખિલ વિશ્વના પદાર્થોમાં એ સૂત્રનો ભાવ લાગુ કરી જોવાય. આ લાગુ કરવાનું તે, એ પદાર્થોની આસક્તિ બંધ કરીને જ થાય. અર્થાત્ વિશ્વના પદાર્થ પર રાગ-દ્વેષ રાખ્યા વિના તત્ત્વસૂત્ર લાગુ કરાય, તો જ નિખિલ વિશ્વનો સાચો વ્યવસ્થિત બોધ થાય, કેમ કે વસ્તુ પરનો રોગ કે દ્વેષ વસ્તુનો સાચો બોધ નથી થવા દેતો, જાઓ માતાને પુત્ર પર બહુ રાગ છે ને એ પુત્ર બહાર બીજા છોકરા સાથે લડીને આવે. તો બીજાનો જ વાંક જાએ છે, પોતાના પુત્રનો નહિ, પછી ભલે પોતાનો પુત્ર જ દોષિત હોય. પુત્ર પરનો રાગ એની સાચી પરખ ઓળખ નથી થવા દેતો. એમ જો શોક્યના દીકરા પર દ્વેષ છે તો પછી ભલે એ છોકરો ગુણિયલ ૨૦૦૦૦ ૧૩૦૦ Page #23 -------------------------------------------------------------------------- ________________ હોય તો ય એ દ્વેષ એ ઓરમાન માતાને એની સાચી ઓળખ નથી થવા દેતો. લોભિયા શેઠને ધુતારા નોકરની સાચી ઓળખ નથી થતા. માટે તો કહેવત છે લોભિયો હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે ! લંપટ પતિને પત્નીની સાચી ઓળખ નથી થતી. દુશ્મન પર હાડોહાડ દ્વેષ છે તો દુશ્મન દાનો પણ હોય છતાં એની સાચી ઓળખ નહિ થાય. આ અનુભવ-સિદ્ધ વસ્તુ છે કે જે વ્યક્તિ પર આપણને રાગ-દ્વેષ નથી હોતા, એના ગુણ-ગુણ રૂપ અને દોષ-દોષરૂપ દેખાય છે. અલબત્ત એના દોષ તરફ ધ્યાન ન લઈ જવું. દોષદ્દષ્ટિ ન રાખવી, એ જાદી વસ્તુ છે, પરંતુ આ હકીકત બતાવે છે કે વસ્તુ-સ્થિતિનું સાચું ભાન રાગ-દ્વેષ ઊભા હશે તો વસ્તુનું સાચું ભાન નહિ થાય. એટલે ભગવાનને ઇંદ્રભૂતિ વગેરેને તત્ત્વોનો સાચો બોધ કરાવવા માટે પહેલાં ચારિત્ર આપ્યું જેથી રાગ-દ્વેષ ન રહે તો તત્ત્વનું ચિંતન રાગ-દ્વેષ વિના કરી શકે. ૧૨ ચારિત્રથી રાગ-દ્વેષ શી રીતે ટળે? કહો, રાગ-દ્વેષને જગાવનાર હિંસા-પરિગ્રહાદિ પાપ પ્રવૃત્તિઓ. એ જો ભીષ્મ પ્રતિજ્ઞા સાથે બંધ કરાય યાને પ્રતિજ્ઞાબદ્ધ સર્વવિરતિભાવ લવાય તો રાગ-દ્વેષ ટળે. વિરતિ એટલે સાવદ્ય પ્રવૃત્તિનો પ્રતિજ્ઞાબદ્ધ ત્યાગ. “સાવદ્ય' એટલે અવદ્ય પાપવાળી પ્રવૃત્તિ, સપાપ, પ્રવૃત્તિ, એ ન કરવાની પ્રતિજ્ઞા કરી, પચ્ચકખાણ કર્યા એટલે મનમાંથી એની અપેક્ષા પણ ગઈ કે “આમ તો મારે હિંસા પરિગ્રહ નહિ પણ જરૂર પડ્યે હું આ સાવદ્ય હિંસાદિ-પ્રવૃત્તિ કરીશ. જરૂર પડ્યે આ વસ્તુનો પરિગ્રહ રાખીશ' આવી અપેક્ષા પણ કાઢી નાંખી, એટલે પછી એ વસ્તુ અંગે રાગ-દ્વેષ નહિ રહે તેથી એનો સાચો ખ્યાલ આવી શકશે. સાચો બોધ થશે. ૧૪ Page #24 -------------------------------------------------------------------------- ________________ ‘નમો’ ન આવે તો અનંતા અરિહંતો કંઇ નથી કરી શકતા તો ‘નમો અરિહંતાણં' માં નમો મુખ્ય છે કે અરિહંતાણં મુખ્ય ? આ સવાલના જવાબમાં સામાન્યથી જોતાં એમ લાગે કે ‘નમો’ પદ Om પહેલું મૂક્યું છે ‘અરિહંતાણ નમો' નથી કહ્યું, પણ ‘નમો અરિહંતાણ કહ્યું તેથી ‘નમો’ પદ મુખ્ય છે.’ વળી ‘નમો’ નો અર્થ નમસ્કાર, એ પહેલું જરૂરી કર્તવ્ય છે, કેમકે જીવને અહંકાર મારે છે. ‘અદ મમેતિ મન્રોડ્યું મોહસ્ય ન વાન્ધ્યવૃત્’ અર્થાત્ ‘હું’ અને ‘મારું’ એ મોહનો જગતને અંધ કરનારો મંત્ર છે. અહંત્વ છે, કોઇને નમવું નથી, મોટા ત્રિલોકનાથ પ્રભુને પણ નમવું નથી. ત્યાં સુધી એ પ્રભુનું શરણ નહિ લેવાય, એમના કહેલા માર્ગે નહિ ચલાય અને આપમતિએ ચાલતા સંસારયાત્રા ચાલુ રહેવાની. આ હિસાબે જ અહંકારને પહેલો તાડવો જોઇએ, ને એ તોડવા માટે નમસ્કાર મુખ્ય ઉપાય છે. તેથી નમસ્કાર પહેલું કર્તવ્ય છે ને એટલે જ ‘નમો અરિહંતાણ’ માં ‘નમો’ પદની મુખ્યતા છે. સામાન્ય જોતાં આમ લાગે. ૧૩ પરંતુ આની સામે પ્રશ્ન છે કે એમ ‘નમો' પદને અને એના અર્થ નમસ્કા૨ને મુખ્ય ક૨વા જતાં ‘અરિહંતાણં’ પદ ગૌણ થશે એટલે પદનો અર્થ ‘અરિહંત’ ગૌણ થશે. જ્યારે હકીકતમાં ‘અરિહંત’ તો સર્વ શુભ કાર્યમાં પ્રધાન કારણ છે. યાવત્ ત્યાં સુધી કહ્યું કે ‘કાળ સ્વભાવ ભવિતવ્યતા, એ સઘળાં તારા દાસો રે, મુખ્ય હેતુ તું મોક્ષનો, એ મુજને સબળ વિશ્વાસો રે' અર્થાત્ મોક્ષનું પણ મુખ્ય કારણ અરિહંત, ભવિતવ્યતા આદિ પાંચે કારણો અરિહંત પ્રભુના દાસ છે. અર્થાત્ અરિહંતને આધીન બની કામ કરે છે. અરિહંતને જે શરણે ગયો, સમર્પિત થયો એને ભવિતવ્યતા વગેરે અનુકૂળ બની જાય છે. એટલે પાંચ કારણની અનુકૂળતાના પ્રભાવે શુભ કાર્ય થાય, પરંતુ એના પર પણ મુખ્ય પ્રભાવ અરિહંતનો કામ કરે છે. માટે તો, શ્રી લલિતવિસ્તરા શાસ્ત્રની ટીકામાં લખ્યું કે ‘એક શુભ અધ્યવસાય પણ ભગવત્-પ્રસાદલભ્ય છે’-અરિહંત ભગવાનના પ્રભાવે પ્રાપ્ય છે. આ જોતાં સમજાય એવું છે કે એક શુભ ભાવમાં ય જો અર્હત્પ્રભાવ કારણ તો નમસ્કાર આદિ સર્વ શુભ પ્રવૃત્તિમાં પણ એ જ કારણ હોવામાં શંકા નથી. દેવદર્શન શી ૧૫ Page #25 -------------------------------------------------------------------------- ________________ રીતે કર્યા? પરોપકાર શી રીતે કર્યો ? ચારિત્ર શી રીતે લીધું? શી રીતે પાળી રહ્યા છો ? બધાનો જવાબ એક, કે મુખ્યતા અરિહંત પરમાત્માના પ્રભાવે, અરિહંતપ્રભુની કૃપાથી બધું બની શકે છે. બીજાં કારણો સાધારણ અને અરિહંતનો પ્રભાવ અસાધારણ કારણ છે. આમ, અરિહંતનો પ્રભાવ મુખ્ય કારણ એટલે કે અરિહંત પ્રભુ જ મુખ્ય કારણ છે. એથી નમસ્કાર ક્રિયામાં પણ અરિહંત, અરિહંતનો પ્રભાવ મુખ્ય કારણ છે. વાત પણ બરાબર છે, કેમકે અરિહંત છે તો જ અરિહંત-નમસ્કાર છે, કિન્તુ એમ નહિ કે નમસ્કાર છે તો જ અરિહંત છે. નમસ્કાર ન કરો તો ય અરિહંત તો છે જ. જ્યારે અરિહંત ન હોય તો અત્ નમસ્કાર નહિ જ બનવાનો. આમ, મુખ્યતા નમસ્કારની નહિ, પણ અરિહંતની છે. નમસ્કાર પણ બીજી શુભ પ્રવૃત્તિની જેમ અરિહંતને આધીન છે, તો સ્પષ્ટ છે કે મુખ્યતા અરિહંતની છે. આ હિસાબે જોઇએ તો “નમો પદ કરતાં “અરિહંતાણં' પદની મુખ્યતા ગણાય. એ જ પ્રમાણે નવકારમંત્રમાં પંચ પરમેષ્ઠીની મુખ્યતા કહેવાય. એ હિસાબે જ આને પરમેષ્ઠી મન્ત્ર કહે છે. શંકા તો પછી “નમસ્કાર મહામંત્ર' કહેવાય છે એનું શું? સમાવેઃ એ કહેવાય છે તે આવાં “નમો પદ પાંચે ય પદોમાં સામાન્ય છે માટે કહેવાય છે. ખેર, પણ “અરિહંતાણં મુખ્ય છે તો એને પહેલું ન મૂકતાં ‘નમો’ પદ કેમ પહેલું મુક્યું? એ એટલા માટે કે અરિહંત મુખ્ય ખરા, પરંતુ એમના સુધી પહોંચવું હોય તો નમસ્કાર દ્વારા પહોંચી શકાય, એ બતાવવા “નમો પદ પહેલું મૂક્યું. અરિહંતને નમસ્કાર નથી કરવો તો અરિહંત દિલમાં નહિ આવી શકે, દિલથી અરિહંતને મળી નહિ શકાય. શંકાઃ “નમો અરિહંતાણં' માં જો અરિહંત મુખ્ય છે, નમસ્કાર નહિ, તો પહેલાં જે કહ્યું “પાયામાં અહંકાર તોડવાનો છે ને તે નમસ્કારથી તૂટે” એનું શું? નમસ્કાર એ મુખ્ય નહિ, તો અહંકાર નાશ પણ મુખ્ય નહિ બને, એટલે એ પાયાની વસ્તુ નહિ બને. Page #26 -------------------------------------------------------------------------- ________________ સમા ) અહીં સમજવાનું છે કે પાયાની વસ્તુ ભવવિરાગ વિષય વૈરાગ્ય છે. (૧) અહંકાર એ મમકાર ઉપર અર્થાત્ વિષય રાગ-ભવરાગ ઉપર પોષાય છે. માટે મૂળમાં વિષયરાગ તોડવો જોઇએ. એટલા જ માટે (૨) “જયવિયરાય” સૂત્રમાં પહેલું “જનવ્વો માંગ્યું. “અહંતાણાસો' ન માંગ્યું. મનમો’ એટલે ભવનિર્વેદ, ભવવૈરાગ્ય. (૩) સમ્યકત્વ પૂર્વની અપુનબંધક અવસ્થાનું પહેલું બીજું લક્ષણ તીવ્ર ભાવે પાપ ન કરે’ અને ‘ભવરાગ ન રાખે એ બતાવ્યું. પાપનો ભય રાખવાની પાપ ઉમ્રભાવે ન થાય, ને પાપનો ભય એટલા માટે કે પાપથી ભવ વધે જન્મમરણના ફેરા વધે, ને ભવ પર નિર્વેદ છે, કંટાળો છે. અરૂચિ છે. આમાં પણ અહત્વનાશને લક્ષણ તરીકે ન મૂકતાં ભવરાગનો અભાવ, ભવ વિરાગ, ભવનિર્વેદ મૂક્યું. (૪) સમ્યકત્વના પાંચ લક્ષણમાં પણ શમ-સંવેગ-નિર્વેદ એટલે ભવનિર્વેદ. આ બધું સૂચવે છે કે ભવનિર્વેદ-ભવવિરાગ-વિષયવૈરાગ્ય એ પાયાની વસ્તુ છે. દાનાદિ ધર્મમાત્ર માટે મુખ્ય વસ્તુ છે, અને અરિહંત ભગવાન વીતરાગ હોઇ એમના આલંબને ભવવૈરાગ્ય આવે છે. તેથી મુખ્ય પાયાની વસ્તુ ભવવિરાગને પમાડનાર અરિહંત મુખ્ય બને છે એટલે “નમો અરિહંતાણ' પદમાં “અરિહંતાણં' પદ મુખ્ય ગુણવું જોઇએ. શ્રી નમસ્કાર-નિયુક્તિ શાસ્ત્રમાં પણ લખ્યું છે કે અરિહંતને નમસ્કાર શા માટે ? તો કે એમણે રાગ-દ્વેષ-ઇન્દ્રિય-કષાય, પરિષદ, ઉપસર્ગ એ છને નમાવ્યા છે માટે. (૧) આમાં પણ રાગને પહેલો લીધો. એ વળી (૨) પ્રભુ વતમાન વીતમદ ન કહેવાતાં વીતરાગ કહેવાય છે. એ અને (૩) માનકષાય મે ગુણસ્થાનકે ક્ષય પામે છે, જ્યારે રાગ ૧૦ મે ગુણસ્થાનકના અંતે ક્ષય પામે છે. એ રાગની પ્રબળતા-મહત્તા સૂચવે છે. તેથી ‘નમો અરિહંતાણં' પદ જેવા સર્વોપરિ મહામંત્રથી પહેલો ઘા રાગ ઉપર પડવો જોઇએ, ને તે વીતરાગ અરિહંતને મુખ્ય કરવાથી પડે. આ હિસાબે પણ એમાં “અરિહંતાણં' પદની મુખ્યતા ગણાય. સારાંશ, નમસ્કાર મહામંત્રમાં જ્યારે અરિહંત આદિ પાંચ પરમેષ્ઠીનાં પદ મુખ્ય છે. તો એ પરથી ફલિત થાય છે કે નવકારમંત્રની આરાધનામાંથી Page #27 -------------------------------------------------------------------------- ________________ ભવવિરાગ-વિષયવૈરાગ્યની પ્રેરણા પ્રથમતયા મેળવવાની છે. ‘સવ્વપાવપ્પણાસણો’ પદ યાદ કરતાં પણ સર્વ પાપમાં પહેલું પાપ વિષયરાગ છે, એનો નાશ કરનાર આ પાંચ નમસ્કાર છે એવો વિશ્વાસ ઊભો કરવાનો અને એ વિષયરાગ નાશની પ્રબળ આશંસા ક૨વાની છે. ધારિણીને પોતાના શીલનો વિચાર રહ્યો તો પુત્રી વસુમતીના શીલની ચિંતા કેમ ન થઇ કે ‘હું કદાચ મરૂં તો પછી આ બિચારીનું શીલ કેમ સચવાશે ? અથવા આ હલકા માણસના પનારે પડશે તો ?” આવો કોઇ વિચાર કરવા એ કેમ ન થોભી, ને એકદમ જ કેમ આપઘાત કર્યો ? શું પોતાના સ્વાર્થમાં સંતાનના હિતનો વિચાર નહિ કરવાનો ? ૧૪ આનું સામાધાન એ છે કે સંતાનના હિતનો વિચાર જરૂ૨ ક૨વાનો, Om પણ પોતાનું ગુમાવીને નહિ. પોતાની ઉપર એવી આપત્તિ આવી હોય કે જેમાં પોતાના આત્મહિતનું સત્યાનાશ નીકળે એમ હોય તો પહેલું એ અટકાવવું જોઇએ. માટે તો ભગવાન શ્રી મુનિસુવ્રત સ્વામીએ બંધકસૂરિને ૫૦૦ શિષ્યોને લઇને એમના બ્લેનના દેશમાં જવામાં સંમતિ ન દર્શાવી. અલબત્ત, ભલે એમાં શિષ્યો બધા જ આરાધક થાય એમ હતા એટલે સીધા મોક્ષે જાય એવું હતું. કિન્તુ બંધકસૂરિ પોતે વિરાધક થાય એમ હતા, પાપી પાલકના અન્યાય પર એમને ગુસ્સો ચડે એવું હતું, અને પૂછનાર બંધકસૂરિ પોતે હતા કે ‘હું વ્હેનના દેશમાં જાઉં કે નહિ ?” જાય તો વિરાધક થાય એમ હતા એટલે પ્રભુ એમાં શા માટે સંમતિ દર્શાવે ? તાત્પર્ય, પોતાનું ખોઇને બીજાની ચિંતા નહિ કરવાની. એમ અહીં માતાને લાગ્યું કે આ સિપાઇના બોલવા પર હવે હું વિલંબ કરૂં તો મારા શીલ પર ભય છે, તેથી દીકરીની ચિંતામાં મારે મારું શીલ નહીં ગુમાવવાનું. (૨) બીજાં સમાધાન એ છે કે એણે પુત્રી વસુમતીને એવી કેળવી છે કે એને ખાતરી છે કે આ દીકરી શીલ ગુમાવે એવી નથી, તેમ હલકા માણસના ૧૮ Page #28 -------------------------------------------------------------------------- ________________ પનારે પડે તો ય ધર્મ છોડે એમ નથી. પછી એની ચિંતા કરતી બેસી રહી શું કામ પોતાના શીલ પર ભયને નોંતરે? (૩) વળી ધારિણી એવી મહીંસતી હતી કે એને કુશીલની આગાહી પણ સાંભળવી અસહ્ય હતી, માટે એણે તરત જ જીભ કચડી આપઘાત કર્યો. જેમ ધનનો બહુ પ્રેમી પણ ધન જવાની આગાહી દેખતાં મરવા જેવો થઇ જાય છે અગર મરે છે, એમ શીલના અત્યંત પ્રેમીનું એવું કેમ ન થાય? આમાં પહેલાં સમાધાનમાંથી આ શીખવા મળે છે કે પરોપકારની એવી ઘેલછા ન જોઇએ કે જેમાં આપણું પોતાનું હિત વટાઇ જાય. “ઘર બાળીને તીરથ ન થાય' એનો અર્થ આ છે કે પોતાના આત્મહિતને સળગાવી મૂકીને પરોપકાર ન થાય. દા. ત. આજે નક્ષલવાદીઓ ભારે તોફાન કરે છે, એમને આપણે સુધારી શકતા હોઇએ તો તે બરાબર છે. પરંતુ સુધારી શકતા ન હોઇએ અને એમ વિચારીએ કે “આવાઓને સાલાઓને તો કરપીણ મોત મારવા જોઇએ જેથી લોક સુખી રહે.' તો તે પરોપકારનો વિચાર ખોટો છે, કેમકે એમાં આપણને તીવ્ર કષાય અને રૌદ્રધ્યાન લાગું થવાથી આપણું હિત બહું બગડે છે. બીજા સમાધાનમાંથી એ શીખવા મળે છે કે આપણે આપણા સંતાનોને દેવ-ગુરૂ-ધર્મની મુખ્યપણે સેવા, શીલ-સંયમ-સદાચાર, દયા-સત્ય-નીતિ, વૈરાગ્ય-કૃતજ્ઞતા-પરોપકાર, સહિષ્ણુતા-ઉદારતા-ગંભીરતા વગેરે વગેરેની એવી હિતશિક્ષા વારંવાર દેવી જોઇએ ને એવો ધરખમ અભ્યાસ પડાવવો જોઇએ કે એ મોટા થયે એવા પાકા ગુણવાળા બન્યા રહે. શ્રાવક-શ્રાવિકા આ નહિ શીખવે તો બીજું કોણ શીખવવાનું છે ? ઘણું ઘણું સહન કરનાર ભગવાન મહાવીર સ્વામીના સેવક થઇને જો આપણે આ ન શીખવીએ તો આપણો પછી આ જગતમાં ધડો કેટલો થવાનો ? શ્રાવકને ત્યાં અવતરેલા જીવો તો સમજો કે પૂર્વની સાધનાથી એ વિશ્વાસે અહીં અવતર્યા છે કે “એમને સાધનામાં આગળ વેગ મળશે.” હવે જો એમને એ રીતે વેગ ન અપાય તો કેવો વિશ્વાસઘાત થાય ? બાળપણથી જ આ સદ્ગણોની અને ધર્મની કેળવણી જોઇએ. નહિતર ૫ ૧૯ - Page #29 -------------------------------------------------------------------------- ________________ મોટા થયે દુનિયાની હવા લાગ્યા પછી અને વાસનાઓ જાગી ગયા પછી સારો અભ્યાસ પડાવ ઘણો ઘણો કઠિન છે. ૧૫ ગૌતમસ્વામીને વીતરાગ તો થવું જ છે, તો પછી એમાં અટકાયત કરનાર પ્રભુ પરનો રાગ એમણે કેમ છોડી ન દીધો? અહીં એમ બચાવ કરાય કે એ તો ભક્તિરાગ હોઇ પ્રશસ્ત રાગ હતો તે ત્યાજ્ય નહિ. ત્યાજ્ય તો અપ્રશસ્ત રાગ કહ્યો છે, પ્રશસ્ત રાગ નહિ, પછી ભક્તિરાગ શું કામ છોડી દે ? કિન્તુ આ બચાવ સામે તો પ્રશ્ન ઉભો જ છે કે શું વીતરાગ અવસ્થામાં ભક્તિરાગ નહિ, ને પ્રશસ્ત રાગ પણ નહિ, તો પછી ગૌતમ ગણધર ભગવાને પ્રભુ પરનો રાગ કેમ છોડી દીધો? | આનો ઉત્તર એ છે કે પ્રશસ્ત એવો પ્રભુ પરનો રાગ એવો ઓંકાવવાનો છે કે એ ભેદમાંથી અભેદમાં પરિણમી જાય. એ બને પછી તો ત્યાં રાગનું સ્વરૂપ જ રહેતું નથી, એટલે વીતરાગદશા પ્રગટ થઇ જાય છે. એ કેવી રીતે ? એ સમજવા આ પ્રક્રિયા છે. પહેલાં એ સમજવાનું છે કે પ્રશસ્ત રાગ કેમ આદરણીય કહ્યો છે ? એ એટલા માટે આદરણીય છે કે દુન્યવી જડ-ચેતન પદાર્થ કાયા, કંચન, કામિની, કુટુંબ આદિ પરનો રાગ હટાવવા પ્રભુ પર રાગ, ગુરૂ પર રાગ અને દાનાદિ તથા સમાદિ ધર્મ પર રાગ ખાસ કરવાનો છે, કેમકે દેવ, ગુરૂ, ધર્મ પર રાગ કરવાથી પેલા દુન્યવી પદાર્થ પરના રાગ મોળા પાડવા જ પડે. દા.ત. પૈસા પર રાગ, જો દાન પર રાગ થાય તો છોડવો જ પડે. દાન કરવું છે પૈસાથી, ત્યાં પૈસા પર તીવ્ર રાગ હશે તો એ પૈસા હાથથી છૂટશે નહિ. કાં તો દાન ગમે, કાં તો પૈસા ગમે. દાન ગમતું કરીએ તો પૈસા અણગમતા કરવા જ પડે, તો હાથથી પૈસા છૂટે, એમ પ્રભુ પર રાગ કરવો છે તો કામિની, કુટુંબ પર રાગ ઓછો કરવો જ પડે, તો જ એમના સમાગમથી છૂટી પ્રભુના સમાગમમાં રહેવાય. ૨૦૧૫ ૨૦ ૨૦૦૦ Page #30 -------------------------------------------------------------------------- ________________ દેવ-ગુરૂનો સાક્ષાત્ કે આંતરિક ભાવનાથી ખૂબ સમાગમ કોણ નથી કરવા દેતું ? કાયા-કંચન-કામિની-કુટુંબનો બહુ રાગ અને બહુ સમાગમ. માટે એ રાગ ઘટાડવા દેવાધિદેવ અને સાધુ ૫૨ રાગ સારો જમાવવો પડે, એમની સાથે સારો સમાગમ સાધતા રહેવું પડે. સારાંશ, અપ્રશસ્ત રાગથી છુટવા પ્રશસ્ત રાગ સારી રીતે કરવો એ ઉપાય છે, તો ગૌતમ સ્વામીજી મહારાજ આ સમજતા હતા કે ‘હજી મારે અપ્રશસ્ત રાગ સર્વથા નષ્ટ નથી થયો તો એ નષ્ટ ન થાય ત્યાં સુધી પ્રશસ્ત રાગ કરવો અતિ આવશ્યક છે' તો હવે સવાલ એટલો કે માનો એમ કરતાં ઉત્કૃષ્ટ પ્રશસ્ત રાગથી અપ્રશસ્ત રાગ બધો છુટી ગયો, પરંતુ પ્રશસ્ત રાગ તો ઊભો રહ્યો છે ને ? તો રાગ ઊભો ત્યાં સુધી વીતરાગ કયાંથી બનાય ? આનો ઉત્તર એ જ કે વીતરાગ પરમાત્મા પરનો ઉત્કૃષ્ટ પ્રશસ્ત રાગ પરમાત્મા સાથે અભેદમાં લઇ જશે પછી પોતાના આત્મામાં વીતરાગ સાથે અભેદ યાને એકરૂપતા સ્થાપિત થવાની, એટલે કે પહેલાં વીતરાગ પરમાત્મા પર રાગ તે ‘વાહ મારા વ્હાલા પ્રભુ ! મારા પરમ ઉ૫કા૨ી ! હું તમારે શરણે છું, તમારૂં ધ્યાન ધરૂં છું.' એમ વીતરાગ પ્રભુ જુદા ને આપણે જુદા, એ રીતે જુદાઇ સમજીને રાગ હતો પરંતુ પછી ધ્યાનમાં એકાકારતા વધારતા ગયા એટલે વીતરાગના ગુણો સહજ ક્ષમા-બ્રહ્મચર્ય-અનાસક્તિ-નિર્વિકારતા વગેરેનું આપણામાં પ્રતિબિંબ ઝીલતા ગયા. જાણે આપણે એવા કલ્પિત ઉપદ્રવ પ્રસંગોમાં એવી ક્ષમા વગેરેનો અનુભવ કરીએ છીએ ! જેને વીતરાગના ગુણોનો અનુભવ, અભ્યાસ કહેવાય. એ કરતાં કરતાં એક દિવસ આપણે જ જાણે વીતરાગ છીએ, એમ સર્વ આસક્તિ છુટી જતાં વીતરાગ બનીએ. આમ વીતરાગ પરના રાગના ઉત્કર્ષથી અન્ય સર્વે રાગ-આસક્તિ છોડી વીતરાગમાં ભળી જતાં ભેદ ટળીને આપણે વીતરાગ બનીએ છીએ. ભગવાન પર રાગમાં આગળ વધવાની આ પ્રક્રિયા હું ધ્યાન પર લેવા જેવી છે. ૫૨માત્મા પર રાગ કરીએ છીએ તે એમના અનંત ઉપકાર અને અનંત ગુણથી આકર્ષાઇને કરીએ છીએ. એ રાગ એટલાં બધાં વધારાનો છે કે ૨૧ Page #31 -------------------------------------------------------------------------- ________________ મન પ્રભુમાં અને પ્રભુના ગુણમાં એટલું વિશેષ ગોઠતું જાય છે એટલા પ્રમાણમાં મન દુન્યવી પદાર્થો પરથી ઊંચકાંતુ જાય, યાવતુ પોતાની કાયા અને પોતાના અહંત્વ-આવડત-હોંશિયારી પરથી પણ ઉચકાઇ જાય. જેટલા પ્રમાણમાં મન આ થોડા પણ દુન્યવી પદાર્થમાં ગોઠતું હોય, એટલા પ્રમાણમાં માનવું પડે કે એટલું પરમાત્મામાં ગોઠી જવું બાકી છે. દુન્યવી પદાર્થોમાં મન ગોઠતું અટકાવવા એ વિચારવું જોઇએ કે ઇન્દ્રિયોના વિષયમાં મન રાખી શા સારું પરમાત્મામાં જ મન ગોઠવું મોળું પાડી રહ્યો છે ? મન પરમાત્મામાં ગોઠે એ ઝવેરાત વેપાર અને લાખોની કમાઇ રાત છે. ત્યારે ઇન્દ્રિય વિષયમાં મન ગોઠતું રાખવું એ રાખનો વેપાર અને ધૂળની કમાઇ છે. એમાં મન ઘાલી શા સારૂ ઝવેરાત નો વેપાર ગુમાવવો? આ વિચારથી મન ભગવાનમાં જ ગોઠે, એમનાં સુકૃત અને સાધનાઓ તથા ગુણો અને ઉપકારોમાં જ મન ગોઠે, એટલે વિતરાગ પર રાગ અનન્ય થાય. એ થતાં એવી સ્થિતિ આવીને ઊભી રહે કે વીતરાગ સાથે એકાકારતા થઇ સ્વયં વિતરાગ બની જવાય, એટલે હવે સમજાશે કે ગૌતમ મહારાજે વીતરાગ પ્રભુ પરનો રાગ છોડયો હોત તો ભવના રાગ અંતરમાં ફાલત ફૂલત, અને એમ ક્યારે ય વિતરાગ થવાત નહી. | C | “એનાં પાપમાં હું નિમિત્ત બન્યો’ એવી પરમાત્મા મહાવીરને સંગમ (૧૬ | પર દયા આવી તો આમાં જેમ સામા પર દયા એમ પોતાની જાત પર ધૃણા ન થાય કે, હું કયાં એનાં દુઃખદ પાપમાં નિમિત્ત બન્યો? અને દયા પાછળથી જ કેમ આવી? ઉપસર્ગ કરતો હતો તે વખતે કેમ ન ખાવી? | | ના, પોતે ઊઠીને એને પાપમાં પ્રેર્યા નથી કે હવે એ ખોટું થવાનું | ખ્યાલમાં આવતાં જાત પર ધૃણા થાય. પોતે તો દરેક પળે “જગતના જીવ માત્ર પાપથી બચો એવી મૈત્રી વૃત્તિવાળા છે. છતાં જીવોને પાપ કરવાં છે તો એના પર ઉપેક્ષાભાવ છે, જેથી પોતાને જીવો પર ધૃણા-દ્વેષતિરસ્કાર ન થાય. Page #32 -------------------------------------------------------------------------- ________________ બીજાનાં દોષ પર ઉપેક્ષા ભાવનો આ મહિમા છે કે એથી એ જીવો પર દ્વેષ-અરૂચિ-અભાવ ન થાય. એટલે જ મહાવીર પ્રભુ સંગમ દેવતા ઉપસર્ગ વરસાવી રહ્યો હતો ત્યારે એના દોષ પ્રત્યે ઉપેક્ષાભાવવાળા હતા. અને પોતાને કર્મક્ષયનો મહાલાભ આપનારા કષ્ટ સહનમાં કઠોર હતા, હવે સહન પૂરૂં થતાં સંગમની ભાવી દુર્દશાના વિચાર પર એના પ્રત્યે દયા ઊભરાઇ આવી. એક વાત છે કે પોતે નિમિત્ત બની જવા બદલ જો પોતાની જાત પર ઘૃણા આવે તો એવી આવે કે ‘અરેરે ! આ મારું શરીર કેવું ગોઝારું કે આ બિચારા જીવને પાપમાં નિમિત્ત થયું ! ધન્ય છે તે સિદ્ધ ભગવંતોને કે જેમણે આવું શરીર જ રાખ્યું નથી કે જે બીજાને પાપમાં નિમિત્તભૂત થાય ! હું હજી શરીરધારી હોઇને અધન્ય છું.’ આમાં ઘૃણા શ૨ી૨ધા૨ીપણા ઉપર છે, કિન્તુ સામાને પાપ કરવાની પ્રેરણા પર નહિ કેમકે પોતે સામાને પાપ કરવા પ્રેર્યો જ નથી. સારાંશ, પોતાને કષ્ટ સહવાનું ચાલતું હતું ત્યારે પ્રભુ એમાં સ્વોપકારનો અવસર જોઇ એ સહવામાં કઠોર હતા જેથી દીનતા ન આવે. હવે કષ્ટ પૂરા થયે સામો પાછો જતાં એના ઉપકારના એટલે કે પરોપકારના વિચારમાં દયાભર્યા બની ગયા. જો સ્વોપકાર વખતે આ પરદયાનો વિચાર લાવ્યા હોત તો સ્વોપકાર મોળો પડી જાત. પછી ત્યાં તો ઉપસર્ગ શરૂ થતાં જ સામાને કહી દેવું પડત કે ‘જા ભાઇ જા, નકામો પાપ બાંધી દુ:ખી થઇશ' ને એમાં તો પોતાને કષ્ટ સહવાનું અને કર્મક્ષય ક૨વાનું ૨હે જ ક્યાંથી ? આ સૂચવે છે કે પહેલાં વિચાર સ્વોપકારનો છે, અને સ્વોપકાર પૂરેપૂરો સાચવીને પછી પરોપકારના વિચાર છે. માટે જ ભવભાવના શાસ્ત્રના પ્રારંભે કહ્યું કે ‘જીવનમાં સ્વોપકાર મુખ્ય છે' ન પરોપકાર એ સ્વોપકાર સાચવીને, શક્તિ હોય તે પ્રમાણે ક૨,’ ૧૭ કુળમદ એ મરીચિનો એવો તે કેવો ગુન્હો કે જેના યોગે એક કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળું દુઃખદ નીચ ગોત્ર કર્મ બંધાય ? ૨૩ Page #33 -------------------------------------------------------------------------- ________________ કુળમુદ બહુ મોટો ગુન્હો હોવાનું રહસ્ય આ દેખાય છે કે એ કુળમદ કરવામાં પોતે એ જોવું ભૂલ્યાં કે “પોતે વર્તમાનમાં કેવા ચારિત્ર્ય-ભ્રષ્ટ છે! એ પણ કેવા તુચ્છ સુખશીલતાના કારણે મહા અણમોલ ચારિત્રને મૂકી દેનારા બન્યા છે !” એ જોવું ભૂલ્યા. એટલે પોતે વર્તમાનમાં મહા વ્રતભંજક જેવા મહા દોષિત હોવા છતાં ભવિષ્યમાં ઊંચી પદવીઓ પામશે એનો અત્યારે મદ લાવે છે! આ એના જેવું છે દા. ત. કોઇએ ભ્રમ અને આવેશવશ નિર્દોષ સગા ભાઇનું ખૂન કરી નાંખ્યું હોય, અને ત્યાં કોઇ જોષી એને કહે કે “તમે ભવિષ્યમાં રાજા થવાના છો', ને એ સાંભળી ખુશીથી ફુલાય કે “વાહ! તો તો મારી કેવી વડાઇ! મારા કુળની કેવી વડાઇ!' તો એ લોકમાં હાંસીપાત્ર બને. લોક કહે “જાઓ પાલગતા ! સગા ભાઇની હત્યા કર્યાની એના હૈયે કોઇ નાનમ નથી”ને આ ખુશી થવાની પાગલતા કરે છે !” ખરી રીતે તો ત્યાં મોં લજ્જાથી સદા નીચું રહે, પછી ભલેને કોઇ એના ગુણ ગાવા કે મોટાઇ બતાવવા આવે, પરંતુ એનું દિલ ઘોર દુષ્કૃત્યના પશ્ચાત્તાપથી સળગી રહ્યું હોય, એવો પશ્ચાતાપ ન કરતાં ઊલટું મદ કરવામાં તો આ કાંઇ જેવી તેવી નફ્ફટાઇ નથી, જેવી તેવી નાલાયકી નથી, જેવો તેવો ગુન્હો નથી. મરીચિની આ સ્થિતિ છે. ભલે ભરત ચક્રીએ ગમે તેવી વડાઇ ગાઇ, પરંતુ ત્યાં ઊલટું મોં વધુ શરમથી વધુ નીચે પડી જાય, મનને એમ થાય કે “અરરર ! હું એવી ઉચ્ચ પદવી પામનારો આટલો બધો નીચ કે મેં સ્ટેજ કષ્ટમાં સંયમ તોડી નાંખ્યું ? પ્રભુ પાસે બધાની વચ્ચે લીધેલ મહાન પ્રતિજ્ઞાઓ તોડી નાંખી? કેટલો બધો દુષ્ટ હું? આવી મહાશરમ અને પારાવાર અફસોસની બદલે દિલમાં મદ આવે ત્યાં નફફટાઇ-નાલાયકી-વિટ્ટાઇ કેટલી બધી હોય ? પછી એ મદ ઉપર નીચગોત્ર-કર્મ લાંબી સ્થિતિનું બંધાય, અને તે પણ એવું કે ૨૩માં ૨૫મા ભવે જબરદસ્ત ચારિત્ર-આરાધના કરી છે છતાં એ નીચગોત્ર કર્મનો છેલ્લો અંશ નાશ ન પામે તે છેલ્લા તીર્થકરના અવતારે કે જ્યાં જબરદસ્ત ઉચ્ચગોત્ર-કર્મ ઉદયમાં આવવાનું છે ત્યાં પણ પહેલા એ નીચગોત્ર-કર્મ ભોગવવું પડે, એ Page #34 -------------------------------------------------------------------------- ________________ માટે બ્રાહ્મણી દેવાનંદાની કુક્ષીમાં ઊતરવું પડે એમાં નવાઈ નથી. કાર્યકારણમાં, કાર્યની જાલિમતા જબરા જોવા મળે તો કારણની જાલિમતા, કારણની જબરાઇ માપવી જ પડે. શાલિભદ્રને ત્યાં રોજની નવી દિવ્યખાનપાન-વસ્ત્ર-જરઝવેરાતની ૯૯ પેટી ઉતરે એ જબ્બર કાર્યની સામે એના કારણભૂત એવું મુનિને થાળી ખીર-દાન એની જબરાઈ જબ્બરદસ્તતા વિચારવી જ પડે ને એ જબરાઈ આ કે એ દાન પાછળના દિલની અત્યંત ઉચ્ચતા અને અતિ ઉમદાપણું હતું. રોઇને મેળવેલી પહેલીવારની ખીર પર ગાઢ રાગ હોત, અને એ ખાવાની ભારે તત્પરતા હતી, એને હટાવી અત્યંત હરખ સાથે એ ખીરના ત્યાગની ભાવના ઊભી કરી છે જબરદસ્ત શુભ અધ્યવસાય છે. સારાંશ, મરીચિના દુષ્ટાન્તથી શીખવા મળે છે કે જીવનમાં એક યા બીજું કાળું કર્મ કર્યું હોય ત્યાં કે પાછળથી બીજું સારું કર્યું અને લોકમાં વાહવાહ થઇ, તો એ દેખી મદમાં, અભિમાનમાં અને હરખમાં તણાઇ ન જવાય, એ માટે મન પર કાળા કર્મની મહાશરમ ઊભી રાખવાની, જેથી સારાં કામનો મદ ન થાય. શ્રી તીર્થંકર નામકર્મનું ઉત્કૃષ્ટ પુણ્ય ઉપાર્જન કરવામાં એક મહાન સાધન વીશસ્થાનક તપ છે. પરંતુ આ “તપ” એટલે જો માત્ર ઉપવાસ ' આદિ તપસ્યા સમજીએ તો શ્રેણિક, કૃષ્ણ મહારાજાએ તો ઉપવાસ કરેલા નહિ, તો એમને શી રીતે ઉત્કૃષ્ટ પુણ્ય મળ્યું? વળી વીશસ્થાનકના તપ કરતાં કેટલો ય અધિક તપ અન્ય મહાપુરૂષોએ કરેલો તો એમને કેમ આ ઉત્કૃષ્ટ પુણ્ય ન મળ્યું? આનું સમાધાન આ છે કે વીશસ્થાનક તપ એટલે માત્ર તપસ્યા નહિ. પરંતુ વિશસ્થાનકની આરાધના લેવાની છે. દા. ત. વિશસ્થાનકમાં પહેલું સ્થાનક અરિહંત પદ , એનો તપ એટલે શું માત્ર ૨૦ ઉપવાસ કરી આપવાના ? ના, અરિહંત પદની શક્ય બધી જ આરાધના કરવાની. Page #35 -------------------------------------------------------------------------- ________________ જો અરિહંત પદની બીજી આરાધનાઓ ન હોય તો શું અટકે ? જો, તપસ્યા સિવાયની બીજી આરાધનાઓ ન હોય તો તો એની સામેની સંસારની પાપ સાધનાઓ જો૨માં ચાલ્યા કરવાની, ને એમ શું તીર્થંકર નામકર્મનું ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય ? એમ તો એ પુણ્ય તો બાંધવાનું દૂર રહ્યું, પરંતુ એ જ્વલંત સંસાર-સાધનાઓના રસના હિસાબે સમ્યક્ત્વના વિરોધી અનંતાનુબંધી રાગદ્વેષ સુલભ થઇ જવાના, અને તેથી મિથ્યાત્વ પણ મહાલતું રહેવાનું, તેમજ કષાયો વિષયાસક્તિ અને હિંસાદિ પાપસ્થાનકોનાં સેવન પણ એમજ ફાલ્યા-ફુલ્યા ૨હેવાના . એ તો જો અરિહંત પદની બીજી બીજી આરાધનાઓ જોરદાર ચાલતી હોય તો જ એ અનંતાનુબંધી રાગ-દ્વેષને તથા મિથ્યાત્વને તોડી નાંખે અને વિષયાસક્તિ-કષાયાવેશ અને હિંસાદિ પાપસ્થાનકો સેવાતાને મોળા પાડી દે. તો આ થયા વિના ભવસાગર તરવાનું ક્યાં સસ્તું પડયું છે ? જો પોતાને ત૨વાનું મોંઘું છે તો અરિહંત બની બીજાને તારવાની શક્તિ ય ક્યાં રસ્તામાં પડી છે તે મળી જાય ? સારાંશ, વીશસ્થાનકના પહેલા અરિહંત પદના તપમાં તપસ્યા ઉપરાંત અરિહંત પદની બીજી બીજી આરાધનાઓ કરવી જ જોઇએ. અરિહંત પદની આરાધનાઓમાં શું શું કરવાનું આવે ? અરિહંત પર અથાગ પ્રેમ, ઊંચું બહુમાન અને ‘મારે મન કિંમતી એક અરિહંત' એવી અનન્ય શ્રદ્ધા કરવાની. વળી અરિહંતનું હાલતાં ને ચાલતાં સ્મરણ રાખવાનું, અરિહંતના ત્રિકાળ દર્શન પૂજન, અરિહંતના સ્તુતિ-સ્તોત્રસ્તવનથી ગુણગાન, અરિહંતને પ્રાર્થના, અરિહંત આગળ સ્વકૃત દુષ્કૃતના ખેદનું કથન, બીજાઓ આગળ અવસરે અવસરે અરિહંતની પ્રશંસા કરતા રહેવાય, તથા અરિહંતના સુકૃતોની અનુમોદના તો વારે ને વારે થયા કરે. અરિહંતની આરાધનામાં જિનમંદિરો બંધાવાય, જિનભક્તિમહોત્સવો ઉજવાય, રથયાત્રા યોજાય, તીર્થયાત્રાઓ કરાય, યાત્રા સંઘો કઢાય એ શક્તિ ન હોય તો ય ૨-૫ જણને પણ તીર્થયાત્રા કરાવાય. વળી અરિહંત પદની આરાધનામાં ખીરના એકાસણા વગેરે વ્રત રાખી ‘અરિહંત’ એ ચતુરાક્ષરી મંત્રનો અથવા ‘નમો અરિહંતાણં' એ સપ્તાક્ષરી ૨૬ Page #36 -------------------------------------------------------------------------- ________________ મંત્રનો ૧ ક્રોડ જાપ, તે પણ મોકે મોકે એક દિવસમાં ઓછામાં ઓછા ૫૦૦ માળા જેટલો જાપ કરીને, જેથી મન પર “અરિહંત' યા “નમો અરિહંતાણં ના અજપા જાપની ધૂન લાગી જાય. એમ, અરિહંતની આરાધનામાં ૨૪ તીર્થંકર ભગવાનના ચરિત્ર વારંવાર વંચાય. ઉપરાંત જનતા પણ સાંભળે એ માટે ગુરૂ પાસે એ વંચાવાય. જનસમાજમાં અરિહંતની ભક્તિ આવે, માયા લાગે એવા પ્રલોભક આયોજનો કરાય, પોતાને પણ અરિહંત પ્રભુના ગુણોથી ભાવિત કરતા રહેવાય. અરિહંતની આરાધનામાં અરિહંતના ગુણોના અનુભવજ્ઞાન કરતાં રહેવાય. અર્થાત્ દા.ત. અરિહંત પ્રભુએ સાધના કાલમાં ભયંકર ઉપસર્ગમાં પણ ઉચ્ચ કોટિની ક્ષમા-કરૂણા રાખી તો પોતે કલ્પનાથી પોતાના પર એવા ઉપદ્રવ આવેલા સમજી પોતે ક્ષમાનું આંતર સંવેદન કરતા રહેવાય. એમ ઉપશમ, ઉદારતા, ગંભીરતા, તપનાં કષ્ટની સહનવૃત્તિ વગેરે વગેરે ગુણોની કલ્પનાથી આંતર સંવેદન કરતા રહેવાય. તાત્પર્ય આ છે કે અરિહંતની જીવનભર એવી વિવિધ આરાધનાઓ સતત કરતા રહેવાય કે પોતાને લાગે કે જાણે પોતાનો આત્મા અરિહંતમય થઇ ગયો છે. જીવનમાં બીજી પ્રવૃત્તિઓ ય કરવાની રહે છે. પરંતુ એમાં ય એક યા બીજી રીતે અરિહંતની ધુમધામ ચાલ્યા કરે. વિશસ્થાનકમાં બીજા પણ પદોનો તપ એટલે તે તે પદની તપસ્યા ઉપરાંત આવી આરાધના કરતા રહેવાનું. | 0 | ચંડકોશિયાના જીવ સાધુએ ભૂલ કરી હતી તો નાના સાધુ પર ગુસ્સો [૧ી કરવાની, પણ પછી તાપસના ભાવમાં વાડી પર મોહ કરવાનું પાપ ક્યાંથી ઊભું થઇ ગયું? પાર્શ્વનાથ ભગવાનના પહેલા જ ભવમાં મરૂભૂતિએ ભાઇ કમઠના હાથે શિલાનો પ્રહાર ખાતાં મરણાન્ત કષ્ટમાં ભૂલ કરી હતી તો હાયવોય-આર્તધ્યાનની, પણ પછી હાથીના ભવમાં તોફાન મચાવવાનું પાપ ક્યાંથી જામી પડ્યું? અહીં ન Page #37 -------------------------------------------------------------------------- ________________ દેખાતા પાપ પછીના ભવે કેમ પ્રગટે છે? , | આ બધાનો ખુલાસો એ છે કે : | (૧) દેખીતા એક પાપ સાથે બીજા પાપોની આંશિક વૃત્તિઓ છુપાયેલી પડી હોય છે. અથવા, (૨) ભવિષ્યમાં પ્રગટતાં પાપનાં મૂળ તત્ત્વ ચાલું જીવનનાં દેખીતા એક પાપમાં ભેગાં ભળ્યાં હોય છે. ચંડકોશિયાના જીવ સાધુએ ગુસ્સો કર્યો હતો એવું પ્રગટ દેખાય છે, પરંતુ સાથે જાત ઉપર મમત્વ હતું, રાગ હતો. “હું સારો છું. મને આ સાધુ કડકીમારનાર તરીકે કેમ ઓળખાવે છે ?” આ જડ કાયા ઉપરનો જે રાગ અને મમત્વ એ વાડી ઉપર ફાલ્યા ફૂલ્યા. પ્રશ્ન થાય કે “એ તો નાના રૂપમાં હતા ને ? તો આટલા મોટા ક્યાંથી આવ્યા ?” ઉત્તર એ છે કે એ નાના પણ રાગાદિ માનવ ભવના હતા, અને ધર્મસમજની ઉપરવટ થઇને રહ્યા હતા, તેથી ભવિષ્યમાં એના ગુણાકાર થયા! એટલે કહો, ધર્મસમજની ઉપરવટ જાય તે પાપવૃત્તિના પરભવે ગુણાકાર થાય. એટલે જ સાવધાન રહેવા જેવું છે કે વર્તમાન જીવનની ઝીણી દેખાતી ય પાપવૃત્તિઓ ભવિષ્યમાં ગુણાકાર ન પામી જાય! સંસાર જો શરણભૂત નથી તો દેવ-ગુરૂ પણ શરણ ક્યાં આપી શકે છે? દુઃખ અને ઉપાધિ આવી પડે ત્યારે ત્યારે દેવ-ગુરૂ પણ કયાં બચાવી શકે છે? કર્મના ઉદયને તો વેઠવા જ પડે છે ને? વસ્તુ ઉપલક દૃષ્ટિએ ન વિચારો, પણ ઊંડા ઊતરો તો દેખાશે કે દેવ-ગુરૂને શરણે જવાથી એ એવું તત્ત્વજ્ઞાન આપે છે, માનસિક વલણ ઘડી આપે છે, અને એવી જીવનપદ્ધતિ આપે છે કે એક તો Page #38 -------------------------------------------------------------------------- ________________ રોગ આપત્તિ વગેરે હવે જીવને દુઃખી, રાંકડો રોતલ નથી કરી શકતા, તેમજ બીજાં એ, કે ભાવી દુઃખદૌર્ગત્યને ઊભા કરનારાં પાપનો લેપ લાગવા દેતા નથી. દેવગુરૂ ધર્મના શરણે ગયાથી મળેલાં આશ્વાસન તો મહાન વીરતા, મહાન વૈર્ય, મહાસમતાની બક્ષીસ કરે છે. જેના ઉપર આપત્તિને ઉત્સવ મનાવી હસતે હૈયે વધાવી લેવાનું સહજ બને છે. મહાવીર પ્રભુએ પુણિયા શ્રાવકની ગરીબી દૂર ન કરી કે ન કરાવી, પરંતુ એને એવું તત્ત્વજ્ઞાન, માનસિક વલણ અને જીવન-પદ્ધતિ આપી હતી કે પુણિયાને એ ગરીબી દુઃખરૂપ લાગી જ કયાં હતી? ગરીબી ટાળવા એને શરણની જરૂર જ ન્હોતી! પછી એ સવાલ જ નથી રહેતો કે “દેવગુરૂ પણ ગરીબીમાં શરણ ક્યાં આપી શકે છે ? ત્યારે જગતના ભરોસે રહેવામાં એનું શરણું પકડી રાખવામાં આ હૃદય, આ તત્ત્વજ્ઞાન, આ જીવન-પદ્ધતિ મળતી નથી, મળે છે વાતવાતમાં દુ:ખ કરવાનું, હલકું વિચારવાનું અને આરંભ-વિષય-પરિગ્રહોને જ જીવનસાર માની એનું જીવન જીવવાનું. પછી પુણ્ય દુબળું પડી પાપ સબળ જાગતાં હોય તે હાયવોય થાય છે, અને પાપનાં સખ્તપ્રતિબંધને લીધે સ્નેહી જગતનું કાંઇ ઉપજે નહિ, એટલે અશરણ નિરાધારપણે રોવાનું રિબાવાનું અને અંતે રૅસાઇ જવાનું થાય છે. સ્વજનના મૃત્યુ નિમિત્તે કોઇ ત્યાગ કરીએ તે પણ કર્મબંધનનું કારણ બને?ભાઇ કે પિતા કે છોકરો મરી ગયો અને મિઠાઇ ત્યાગ કરવી છે તો શો વિવેક કરવો જેથી કર્મ ન બંધાય? હાં વિવેક એ, કે આપણે એ મરનારને મોહ કરાવી પાપ બંધાવ્યા, તેમ ધર્મની તેવી પ્રેરણા કે સહાય યા અનુકૂળતા ન કરી આપી, માટે એના દંડરૂપે મિઠાઇ ત્યાગ. આ કરો, તો જ્યારે જ્યારે મિઠાઇનો સંયોગ આવશે ત્યારે ત્યારે એને ત્યજતાં એ સ્વદુષ્કત યાદ આવી એની હાર્દિક નિંદા થશે, તેમ મરનાર પર ભાવદયા સ્ફરશે “બિચારાએ ધર્મ ન કર્યો અને પાપસ્થાનક સેવ્યાં, એનું શું થયું હશે ? ભલું થાઓ એનું !' વિવેક Page #39 -------------------------------------------------------------------------- ________________ હોય તો આ લાભ છે, નહિતર તો “ભાઇ મરી ગયો છે માટે હું મિઠાઇ લેતો નથી' એવા ત્યાગમાં શોકનાં પાપનાં પોષણ થશે, એના કુસંસ્કારનાં પોષણ થશે અને અશુભ કર્મનાં બંધન વધશે. મિઠાઇનો ત્યાગ કરવા છતાં આ સજા! આશ્ચર્ય ન લગાડશો. ઉગ ખોટો છે માટે આ પરિણામ છે. ] શાસ્ત્ર કહે છે, भावियजिणवयणाणं ममत्तरहियाण नस्थि हु विसेसो। अप्पाणंमि परंमि य, तो वज्जे पीडमुभए वि॥ એટલે કે જિનવચનથી ભાવિત બનેલા અને મમત્વ રહિત થયેલા પુરૂષોને મન પોતાના અને પરના આત્મા વચ્ચે કોઇ ફરક નથી, તેથી ઉભયની પ્રત્યે પીડાની પ્રવૃત્તિ એ કરતા નથી. તો તો પછી પીડાકારી ભારે ત્યાગ, તપસ્યા અને પરિષહ-સહન શા માટે કરે? શાસ્ત્ર એ બધું કરવાનું તો કહે છે, તો આ વચન અને જાતને પીડા વર્જવાનું વચન પરસ્પર વિરૂદ્ધ નથી? ખાઈ-પીને મોજ કરવાનું જ કહેવું હતું ને? સમજફેર છે. ત્યાગ તપસ્યા વગેરે એ પીડાકારી નથી, પરંતુ સાધક એ હોંશથી કરે છે. જેમ ગુમડું હોંશથી કપાવાય છે ને ? પાંચ પૈસાની પ્રાપ્તિ થતી હોય તો હોંશથી ટાઢ-તડકો કે ભૂખ-તરસ વેઠો છો ને ? એ ક્યાં પીડાકારી લાગે છે ? સ્ત્રીઓને જેઠ મહિનાના ધૂમ તાપ સહીને રસોઇ કરવાની કેટલી હોંશ હોય છે ? એમ કર્મક્ષયના અનુપમ લાભાર્થે ત્યાગ, તપસ્યા વગેરે કરવાની હોંશ હોય છે માટે તે પીડાકારી નથી. " II મૃત્યુ વખતે કેવી દશા થશે એની આજથી ચિંતા શું કામ કરવી? અરે ભાઇ ! આપણું જીવવાનું જ એવું છે કે ભવિષ્યની ચિંતા કરીએ છીએ. દિવસના કામ કરી લો, નહિતર પછી રાતે નહિ થઇ શકે. આ શું છે?ભવિષ્યની જ ચિંતા ને? .. ༤༤༤༤༤༤ so༤༤༤༤༤༤༤ Page #40 -------------------------------------------------------------------------- ________________ ‘બારણું કે નકૂચો તૂટ્યો છે તો' દિવસના એને ઠીકઠાક કરાવી લો. જેથી રાતે દ્વાર બંધ કરી નિરાંતે સૂઇ શકીએ ?’ ‘શિયાળામાં અનાજ ભરી લો જેથી બાર મહિના નિરાંત !' ‘કમાઇમાંથી બને તેટલું બચાવો તો આગળ કોઇ મંદવાડ કીકા-કીકીનાં લગ્નમાં કે ઘડપણમાં કામ લાગે....’ ‘આમ લાંબા-ટૂંકા ભવિષ્યનો વિચાર ક્યાં નથી ? ‘એક સીડી પણ સરખી રીતે ઉતરો નહીંતર પડીએ તો હાડકાં ભાંગે, વાગે, ન આઠ દહાડા ભોગવવું પડે-આ વિચાર રહે છે જ.’ હવે જો આ ક્ષણ પર બીજી ક્ષણનો વિચાર, આજના દિવસે બીજા દિવસનો વિચાર, આ માસ-વર્ષમાં આવતા માસ-વર્ષનો વિચા૨ અને આ કુમાર-યુવાન અવસ્થામાં યુવાન-વૃદ્ધ અવસ્થાનો વિચાર રહેતો હોય તો વર્તમાન જીવન વખતે મૃત્યુનો અને મૃત્યુ પછીના જીવનનો વિચાર કેમ ન રહે ? રસ્તો ઓળંગતા પહેલાં એમ થાય છે કે સરખું જોઇને ચાલો નહિતર કોઇ બસની હડફેટમાં મોત આવીને ઊભું રહેશે. આ સાવધાની રહે છે જ તો પછી એવો વિચાર કેમ નહિ રાખવાનો કે ‘જ્ઞાનદ્દષ્ટિ, અને તત્ત્વગણતરીએ એવું જીવન જીવું કે જેથી મૃત્યુ વખતે હાયવોય કાયરતા અને દુર્ધ્યાન ન થાય ? ‘આજથી જ સહન કરવાની ટેવ પાડવા દો જેથી કષ્ટ કે મૃત્યુ વખતે સારી રીતે સહી શકાય. ‘એવું જીવવા દો જેથી મૃત્યુ ન બગડે.’ હાથમાં રહેલ વર્તમાન ક્ષણ, વર્તમાન દિવસ, વતમાન માસ-વર્ષ અને વર્તમાન વય જો ભાવિ ક્ષણ, ભાવિ દિવસ, ભાવિ માસ-વર્ષ અને ભાવિ વયનો વિચાર કરાવે છે; તો વર્તમાન જીવન વખતે ભાવિ જીવનનો વિચાર કેમ ન કરવો ? ન ૩૧ Page #41 -------------------------------------------------------------------------- ________________ મોહાંધ માણસ કોઇ ધર્મ જીવોને પૌષધ કરવા જતા જોઇને, “આ બધા ભગતડાઓએ આમ ને આમ દેશને પાયમાલ કરાવ્યો છે,” એમ વિચારે બબડે, ત્યાં પોષધ એ લોકવિરૂદ્ધ ન ગણાય? ના, કેમકે એ અશુભ અધ્યવસાય ધર્મી જીવોએ નથી કરાવ્યો, તે તો : | તેની અંદર પડી રહેલો જ હતો, તે જરા પ્રગટ દેખાયો. પણ પૌષધવાળો લઘુનીતિ ગમે ત્યાં કરવા બેસે, તેનાથી લોકોને જે ધૃણા થાય અને ધર્મ-ધર્મી ઉપર અભાવ થાય, તે તો આ અનુચિત પ્રવૃતિ નિમિત્તે થયું કહેવાય; માટે એનો ત્યાગ કરે. કોઇ માણસ નવકારશી (જમણ) કરીને ઘણાં સાધર્મિકને જમાડે તે કેટલાકને ન રુચતું હોય, તો તે પ્રવૃત્તિ લોકવિરૂદ્ધ ખરી કે નહિ? ના, તે લોકવિરૂદ્ધ નહિ, પરંતુ જ્યારે કોઇ માણસ તેની જ પાસે ગરીબી અવસ્થાને અંગે પાંચ રૂપિયાની મદદ માગે, અને છતી શક્તિએ તે ન આપે તો તે લોકવિરૂદ્ધ કહેવાય. ધર્મકાર્યમાં આમ ઘણા પૈસા ખર્ચવા છતાં પાંચ રૂપિયા માટે આનાકાની કરે, ન આપે, તો એ જાણવામાં આવતાં લોકો એની નિંદા કરે, “જોયો ધર્મદંભી !' આગળ વધીને લોક ધર્મને વખોડે કે “આમનો ધર્મ જ એવો છે, અને એમ ધર્મ પ્રત્યે દ્વેષી પણ થાય. તેથી આવી કૃપણતા-કઠોરતા એ લોકવિરૂદ્ધ ગણાય. કેટલીક સામાન્ય પ્રવૃત્તિથી એકાદ માણસને એની અણસમજ કે મૂર્ખતાને લીધે તે માટે સમાધાન રહેવું ઘટે. ગુણનો ઉપાસક તો સામાન્ય પ્રવૃત્તિની પણ ઘણી જ કિંમત આંકે. લોક બિચારા અધર્મ ન પામે, ધર્મની નિંદા-ધૃણા કરનાર ન બને, ધર્મ પર તિરસ્કાર ન કરે, અવહેલના ન કરે, એ દયા ધર્મને નહિ આવે તો કોને આવશે ? તેને આવવી જ જોઇએ, અને તેથી જ લોક અધર્મમાં પડી ન જાય તેવી તે સાવચેતી રાખે. પોતે બીજાને ધર્મ પમાડવો તો દૂર રહ્યો, પણ બીજાઓ પોતાના જ રહ્યા સહ્યા ધર્મને ધર્મ પ્રત્યેનો આદર-સદ્ભાવને ગુમાવે, ઉપરાંત અનાદર-તિરસ્કારવાળા બને એવું કેમ જ આચરાય ? એ અનાદર વગેરે અશુભ ભાવ હોઇ સંકલેશરૂપ છે, ને બોધિ Page #42 -------------------------------------------------------------------------- ________________ યાને ધર્મ પ્રત્યે અરૂચિ હોવાથી એનું પરિણામ ઉગ્ર અબોધિ બીજનું આવે છે. જેને ધર્મની પ્રાપ્તિના વિરોધી ભાવને ઉત્પન્ન અને દ્દઢ કરનારૂં બને છે, કે જે ધર્મપ્રાપ્તિના કારણભૂત ધર્મ આદર-આકર્ષણ-પ્રશંસાથી, અર્થાત્ બોધિબીજથી એ લોકને અત્યંત દૂર રાખે છે, અને પોતાના માટે ય પરભવે અબોધિનું ફળ નીપજે છે. લોકવિરૂદ્ધ એટલે લોકના દિલમાં ધર્મ પ્રત્યે દુર્ભાવ-કરાવે એવા વાણીવર્તાવ. મોક્ષમાં શું સુખ? જયાં મજેનું ખાવાનું નહિ, પીવાનું નહિ, વાડી૨૬. બંગલા, માલ-મિલ્કત નહિ, એશ-આરામ નહિ, પ્રેમાળ-સ્નેહી કુટુંબ નહિ, તેથી શો લાભ? સુખ શું? શો આનંદ? બીજા અનેક ત્રાસની વાત તો શી કરવી ? પરંતુ એક મૃત્યુની માત્ર આગાહી જો કોઇ વૈદ્ય કે જોશી કરે, તો પણ તે જીવને ડગલે ને પગલે અકળાવી નાંખે છે, તો જ્યાં કદી મૃત્યુ જ નથી ત્યાં કેટલી શાંતિ ? જન્મનો ત્રાસ તમને ગમે છે ? ઇષ્ટની ઇચ્છા થઇ, અને તે મળે નહિ કે, મળેલું દૂર ભાગે તો ખેદ થાય છે ? અનિષ્ટ આવી પડે તો મુંઝાઓ છો ? ભૂખ-તરસથી વારંવાર પીડાઓ છો ? પરાધીનતાનું દુ:ખ લાગે છે ? આધિવ્યાધિ, વૃદ્ધપણું નથી ગમતા ને ? તો આ બધું જ્યાં નથી તે મોક્ષનું કેવું અને કેટલું અનુપમ સુખ ! ત્યાં શરીરમાં કેદ પુરાવારૂપ જન્મ જ નથી, એટલે પ્રાણનાશરૂપ મૃત્યુ પણ નથી, વય હાનિરૂપ ઘડપણ પણ નથી. ઇષ્ટનો વિયોગ નથી, કારણ કે ત્યા અનંત સુખ શાશ્વત છે. વળી ઇચ્છાનું કે રાગનું નામ નથી એટલે ઇષ્ટ શું ? તેમજ શરીર-ઇન્દ્રિય-મન નથી તેથી અનિષ્ટ ય કાંઇ જ નથી. અનુભવ છે કે અનિષ્ટ બધું શરીર-ઇન્દ્રિય કે મનને હોય છે, પણ શરીરાદિ જ ત્યાં નથી, તેથી અનિષ્ટનો સંયોગ થવા જેવું ય કાંઇ નથી. ભૂખનું દુઃખ જ નથી, તેથી ખાવાની વિટંબણા નથી. તૃષા નથી એટલે પીવાની વેઠ નથી. તેમજ બીજા કોઇ દોષ, અર્થાત્ વ્યાધિ, અપકતિ, અશાતા, વેઠ વગેરે વગેરે કાંઇ નથી. શરીર જ નથી પછી વ્યાધિ કોને ? નિંદા પ્રશંસા કરનારા Page #43 -------------------------------------------------------------------------- ________________ લોકો જ ત્યાં નથી એટલે અપકીર્તિ કયાં થાય ? શરીર નહિ તો કોઇ શીતઉષ્ણતાદિની અશાતા જ નહિ, પછી પહે૨વા, ઓઢવા, ભેગું કરવા, કે હરવાફરવાની વેઠ શી ? ત્યારે મોક્ષમાં છે શું ? સર્વથા સ્વતંત્ર જીવવા-૨હેવાનું, કોઇ અંશે, કોઇ રીત ય પરતંત્ર નહિ. આત્મા સ્વરૂપમાં જ મસ્ત રહે. આત્માનું સ્વરૂપ શું ? લોકાલોકના દરેક દ્રવ્યના ત્રણે કાળના અનંતાનંત ભાવોને જોવા-જાણવા અને અવ્યાબાધ અનંતસુખ તથા અક્ષય અને અવિકાર્ય સ્થિતિના પ્રશાન્ત સાગ૨માં ઝીલવું. પરતંત્રતા કેમ નહિં? ત્યાં અશુભ રાગાદિ વિકારો નથી માટે. જીવ રાગાદિના કા૨ણે જ એના વિષયનો ગુલામ બને છે. એના આધારે જ ચાલે છે. એથી રાગાદિના વિકારોને લીધે જ પીડા ભોગવે છે. સિદ્ધપણામાં તો વીતરાગતાને લીધે પરમ સ્વાતંત્ર્ય છે. સાથે પરમ શાંતિ છે. કેમકે ત્યાં વ્યક્તરૂપે તો નહિ, પણ શક્તિરૂપે ય અંદર છૂપા પડેલા ક્રોધાદિ કષાયો નથી કે જે અશાંતિ કરે, તેમ સર્વ ઉપદ્રવનો કાયમી અંત થવાથી ત્યાં શાશ્વતું શિવ છે. ત્યાં ગમનાગમનાદિ કરાવનાર અકળામણ નથી. તેથી કોઇપણ ખસવાનું, હાલવાનું, બોલવાનું ચાલવાનું, દબાવાનું વગેરે કાંઇ નથી, સિદ્ધ હંમેશ માટે સર્વથા અક્રિય છે, માટે અવ્યાબાધ સ્થિતિ છે. જ્યાં ક્રિયા છે ત્યાં જ એનક બાધા (પીડા) નડે છે. આવો મોક્ષ કેટલો બધો ઇષ્ટ બને ! જીવને બીજું જોઇએ પણ શું છે ? આવું બધું તો એને બહુ ગમે છે. સર્વ વાતની જાણકારી એને પસંદ, સ્વાધીનતા જ એને ગમે, બધું મનમાન્યું બરાબર હોય, તો એ ગુસ્સો, રોફ, માયા વગેરે ક૨વા જરૂરી નથી, તદ્દન નિરૂપદ્રવ સ્થિતિનો એ અહર્નિશ ચાહક, એને બેઠો હોય ત્યાં ઉઠવું ન ગમે, અર્થાત્ શક્ય હોય ત્યાં સુધી ક્રિયાનો પરિશ્રમ ન હોય તો ઠીક લાગે, અને આ બધા ઉપરાંત સંપૂર્ણ અને સ્વાધીન, તથા એકાંત અને અનંત સુખનો તે રસિયો. બસ, આ બધું મોક્ષમાં જ છે. આંબામાંથી આંબા અને બાવલમાંથી કાંટા પાકે, તો અહીં સારા બાપનો છોકરો ખરાબ પાકે તેવું કેમ બને છે ? ૩૪ Page #44 -------------------------------------------------------------------------- ________________ એ જ આંબામાંથી ફિક્કા પાંદડા અને એજ બાવલમાંથી સારો ગુંદર તથા દાંત સાફ કરનાર સારાં દાંતણ પણ પાકે છે ને ? જે તળાવમાંથી કમળ જન્મે છે એજ તળાવમાંથી કીડા પણ જન્મે છે ને ? તો સારામાંથી સારું જ થાય એવો નિયમ કયાં રહ્યો ? અસમાનતા શાના ઘરની ? બાકી, ખરી રીતે એ જુઓ કે આંબામાંથી આંબા એ તો એક જાતનું સમાન શરીર છે. એમ અહીં પણ બાપના માનવ શરીરમાંથી દીકરો માનવ શરીરરૂપે સમાન જન્મેલો જ છે, એટલે આંબાની જેમ મનુષ્ય તરીકે સમાન ઉત્પત્તિ તો થઇ જ છે. હવે જે વિષમતા છે, અસમાનતા છે, તે તો ગુણોની છે અને એ ગુણો શરીરના નહિ, પણ આત્માના ઘરના છે. ત્યારે પુત્રનો આત્મા અને આત્માના એ ગુણો કાંઇ બાપના આત્મા કે શ૨ી૨માંથી નથી ઉત્પન્ન થતા, કે જેથી સમાન જ ઉત્પન્ન થવાની આપત્તિ આવે. مس ૨૮ દીક્ષા-બ્રહ્મચર્ય જેવા ઊંચા ધર્મમાં એકદમ કેવી રીતે ઝુકાવાય ? થોડા થોડા ધર્મના અભ્યાસ વિના ઉચ્ચ કોટિના ધર્મનું પાલન કેવી રીતે શક્ય બને ? તો એ કહો કે એ એમ શક્ય ન બને એમાં કારણ શું ? એ જ ને કે બહુ કષ્ટમય માર્ગ છે માટે અભ્યાસ વિના એકદમ કેમ એવાં કષ્ટ ઉપાડી શકાય ? પરંતુ તમે એ જુઓ કે સંસારમાં કોઇ એવી આજીવિકા વગેરેની ભારે ચિંતા ઊભી થઇ હોય, યા કોઇ મોટી ધન વગેરેની લાલચ ઊઠી હોય, અથવા કોઇ લૂંટારા-ખૂની-અપકીર્તિ આદિનો ભય ઊભો થયો હોય, તો એ ચિંતા કે ભય નિવારવા માટે યા એ મોટી લાલચ સંતોષવા માટે કેવાં કેવાં ભારે કષ્ટ એકદમ જ નથી ઉપાડતા ? ત્યાં ક્યાં ધીરે જ ધીરે કષ્ટનો અભ્યાસ પાડવા ઊભા રહેવાય છે ? امس = એકદમ કષ્ટ ઉપાડવાના દાખલા – (૧) ઘ૨માં ૩જા માળે ઊંઘમાં હતા ને બૂમ પડી કે ઘ૨માં નીચેના ૧-૨ ૩૫ Page #45 -------------------------------------------------------------------------- ________________ માળમાં આગ લાગી છે. તો શું પહેલાં ધીરે ધીરે કૂદવાનો અભ્યાસ પાડવા બેસી રહેવાય છે? કે એકદમ જ નીચે ૧-૨ માળ કૂદી જવાય છે? (૨) જંગલમાં બૂમ પડી કે પાછળ લૂંટારા ચાલી આવે છે, તો શું પહેલાં ૧ ફલાંગ, પછી વળી ૧ ફલાંગ,... એમ દોડવાનો ધીરે ધીરે અભ્યાસ પડાય છે? કે એકદમ બે માઇલ દોડીને કોઇ સુરક્ષિત સ્થાને પહોંચી જવાય છે? (૩) દેવાળું નીકળી ગયું, શેઠાઇ ગઇ, તદ્દન ગરીબી આવી, હવે રોજના રોટલાનો આખા કુટુંબ માટે પ્રશ્ન આવી ઊભો, નોકરીનાં કષ્ટનો અનુભવ નથી, તો શું ધીરે ધીરે એનો અભ્યાસ પાડતાં બેસી રહેવાય છે કે એકદમ જ ભારે કષ્ટની તો કષ્ટની, પણ એવી નોકરી કે મજુરી સ્વીકારી લેવાય છે ? (૪) અકસ્માત થયો, કે કેન્સર જેવા રોગ ઊભો થયો, તો ભારે કષ્ટનાં ઑપરેશન વગેરે ટ્રીટમેન્ટ એકદમ વધાવી લેવાય છે ને ? કે ધીરે ધીરે અભ્યાસ પાડવા ઊભા રહેવાય છે? (પ) કોઇ કારણે આબરૂ ગઇ, ભારે બે-આબરૂ આવી ઊભી તો પરદેશ ભાગી જઇ ત્યાંના મોટા કષ્ટ પણ એકદમ ઉપાડી લેવાય છે ને ? કે પહેલાં ગામમાં રહી એ કષ્ટનો ધીરે ધીરે અભ્યાસ પાડતાં ત્યાં બેસી રહેવાય છે? વાત આ છે, કે મનમાં મોટો કોઇ ભય લાગી જાય, યા કોઇ ભારી ચિંતા ઊભી થઇ જાય, અથવા કોઇ મોટી લાલચ બની આવે, તો એ ભય-ચિંતાથી છૂટવા યા એ લાલચ પુરી કરવા ભારેમાં-ભારે કષ્ટ પણ એકદમ જ ઉપાડાયા છે. તેમ ભયાનક સંસારનો ભય દેખાઇ જાય અથવા સાધુપણાના બ્રહ્મચર્યાદિ ગુણોની સાચી લાલચ લાગે ત્યારે ઊંચા ધર્મમાં એકદમ ઝૂકાવી દેવાનું સામર્થ્ય પ્રગટે છે. જૈન ધર્મ માત્ર નિવૃત્તિરૂપ છે, નિષેધરૂપ છે. NegativeDestructive પદ્ધતિનો છે, કિન્તુ રચનાત્મક Positive constructive નથી.” આમાં દલીલ એ છે કે “જૈનધર્મના મુખ્ય નવકારમાં જ જુઓ “નમો અરિહંતાણ' માં અરિહંત એટલે શત્રુનો નાશ કરવાની Page #46 -------------------------------------------------------------------------- ________________ વાત છે. દાનધર્મમાં ધનની મૂર્છા પ્રત્યે તિરસ્કાર છે, શીલધર્મમાં વાસનાનું ખંડન અને વિષયો પ્રત્યે તિરસ્કાર છે, તપધર્મમાં આહારનું ખંડન છે, ભાવનાધર્મમાં અનિત્યતાદિની એટલે કે સંયોગો નિત્ય નથી, જીવને કોઇ શરણ નથી વગેરે નિષેધની ભાવના છે, ભાવધર્મમાં ભયનું ખંડન છે. વિરતિ ધર્મમાં ઇચ્છા-આસક્તિનું ખંડન છે. આમ ચારે બાજુ ખંડન જ ખંડન છે.” આવું કેમ ? આ આક્ષેપ અણસમજણનો છે, આ અધૂરી સમજનો છે. જૈનધર્મ પ્રવૃતિનેરચનાત્મકતાને પણ ભારે મહત્ત્વ આપે છે, એવી પ્રવૃત્તિઓનાં Om વિધાન કરે જ છે. તે આ રીતે : જૈનધર્મમાં મુખ્ય ચારિત્ર છે, એના માટે ક્યું છે કે, ‘પ્રવૃત્તિ ને નિવૃત્તિભેદે ચારિત્ર છે વ્યવહારજી, નિજગુણ સ્થિરતા ચરણ તે કહીએ, નિશ્ચય શુદ્ધ પ્રકાર..., ભવિજન ભજીયેજી' જૈનધર્મ સ્યાદ્વાદઅનેકાન્તવાદ પર નિર્ભર છે, તેથી તે એકલી નિવૃત્તિના એકાન્તમાં જઇ શકે નહિ, એકલા વ્યવહાર કે નિશ્ચયના એકાન્ત પર નિર્ભર રહી શકે નહિ, પ્રવૃત્તિ પણ અપનાવી જ પડે. હવે ઉપરોક્ત આક્ષેપોનો પરિહાર વિચારીએ. ‘નમો અરિહંતાણં’ પદમાં ‘નમો’ પદ પહેલું મૂક્યું ‘અરિહંતાણં’ પછી મૂક્યું, એજ પ્રવૃત્તિની મહત્તા સૂચવે છે. નમસ્કાર એ પ્રવૃતિ છે. એમાં નમસ્ક૨ણીયના ગુણો-સુકૃતોનું બહુમાન-અનુમોદનાની પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિ એ આત્મામાં ગુણો-સુકૃતોનાં બીજનું વાવેતર છે. ‘અરિહંતાણં’ પદમાં ‘અરિહંત’ શબ્દનો અર્થ ‘આંતરશત્રુનો નાશ’ એવો છે જ નહિ, કેમ કે તો તો સામાન્ય (અતીર્થંકર) કેવળજ્ઞાનીને પણ અરિહંત કહેવા પડે ! ‘અરિહંત’ નો મુખ્યાર્થ દેવાદિની પૂજાને અર્હ ‘અષ્ટ પ્રાતિહાર્યની શોભાને યોગ્ય’ એવો છે, આમાં પણ પૂજાની યોગ્યતા ધર્મશાસનસ્થાપકતાને લીધે છે, તેથી ધર્મશાસન સ્થાપનાની પ્રવૃત્તિ જ આગળ આવી. દાનધર્મમાં માત્ર ધનમૂર્ચ્છનો તિરસ્કાર નથી, કિન્તુ સાથે-સાથે અભયદાન અને અનુકંપાના દાનમાં જે જીવને દાન કરીએ છીએ એના ૩૭ Page #47 -------------------------------------------------------------------------- ________________ જીવત્વનું સન્માન છે, પાત્રદાન-સાધર્મિકભક્તિમાં ધર્મ-ધર્મિતાનું બહુમાન છે અને સુપાત્રદાન-પરમપાત્ર દાનમાં ગુરૂ તથા દેવાધિદેવની પૂજયતાનું પૂજન છે. આ સન્માન-બહુમાન-પૂજન સ્પષ્ટ પ્રવૃત્તિરૂપ છે, Positive Approach છે. શીલધર્મમાં માત્ર વાસના-વિષયોનો તિરસ્કાર નહિ, કિન્તુ આત્મરમણતાના ઉત્થાનરૂપ પ્રવૃત્તિ પણ છે. શીલ પાળતાં-પાળતાં આત્માની નિર્વિકારતા અને સહજ પ્રસન્નતામાં ૨મણતાની પ્રવૃત્તિ, પ્રેક્ટિસ કરવાની છે. તો જ શીલ નૈષ્ઠિક શીલરૂપ બની દ્દઢ શીલ બને. તપમાં માત્ર આહા૨સંજ્ઞાનો નિષેધ નહિ, કિન્તુ રચનાત્મકરૂપે આત્માના સત્ત્વનો વિકાસ પણ છે, કેમ કે અનાદિકાળથી જીવની પૂંઠે લાગેલી ‘ખાઉં’ની સંજ્ઞાને દબાવવા સત્ત્વ પ્રગટાવવું પડે છે, ને આ સત્ત્વ-વિકાસની પ્રવૃત્તિ એ ઘણી બધી પરાક્રમી શુભ પ્રવૃત્તિનું મૂળ છે. ભાવનાધર્મમાં માત્ર ભયખંડન નહિ, કિન્તુ મોહદ્દષ્ટિને દબાવી જ્ઞાનદ્દષ્ટિની ઉત્તેજના છે. આ જ્ઞાનદ્દષ્ટિ પરોપકાર-પરાર્થ-જિનભક્તિ વગેરેની કેટલીય પ્રવૃત્તિ કરાવે છે. વિરતિમાં માત્ર આસક્તિનું ખંડન નહિ, કિન્તુ આત્માના શુદ્ધ સ્વરૂપ તરફ પ્રયાસ અને પ્રયાણ પણ છે. તે આત્માનું શુદ્ધ સ્વરૂપ ત્રૈકાલિક પ્રવૃત્તિ દ્વારા સિદ્ધ થાય છે. પંચાચાર-પ્રવૃત્તિ દ્વારા સ્વરૂપ ઊઘડતું જાય એ રચનાત્મક કાર્ય છે. આ પંચાચારમાં ભરચક પ્રવૃત્તિ છે, દા.ત. જ્ઞાનાચારમાં જ્ઞાન-જ્ઞાની જ્ઞાનસાધનાનાં બહુમાનનો આચાર પાળવા માટે અનેક પ્રકાની પ્રવૃત્તિ કરાય, જેમકે સર્વજ્ઞનું તત્ત્વજ્ઞાન પોતાનામાં, પોતાના આશ્રિતમાં અને શક્યતાનુસાર જગતમાં પ્રસારવા અનેક રીતે પ્રયત્નો થાય, જ્ઞાનવાળાનાં કદર-સન્માન થાય. સમ્યક્ જ્ઞાનનાં સાધન શાસ્ત્રગ્રન્થોનાં ઉત્પાદન-રક્ષણ-પ્રચારાદિની પ્રવૃત્તિ થાય. આ બધું જૈનધર્મમાં વિહિત છે. ૩૮ Page #48 -------------------------------------------------------------------------- ________________ એમ, દર્શનના-સમ્યગ્દર્શનના આચારમાં જૈનધર્મના આચાર અનુષ્ઠાનની ઉપબૃહણા, અર્થાત્ પ્રશંસા-સમર્થન-પ્રોત્સાહન, ધર્મમાં શિથિલ પડનારનું સ્થિરીકરણ, ધર્મ પાળનાર-માનનાર ૫૨ વાત્સલ્ય, હૈયાનાં હેત ધર્મની પ્રભાવનાર્થે જૈનેતરોની પણ કરાતી અનુકંપાપૂર્વકની ભક્તિ, વરઘોડા, મહોત્સવ, વિશિષ્ટ ત્યાગ-તપ-દાન આદિની અનેક પ્રકારની પ્રવૃત્તિ જૈનધર્મ ફરમાવે છે. સમ્યચારિત્રમાં આહાર-ગવેષણાની એવી પ્રવૃત્તિ, કે જેમાં કોઇને ય ભારભૂત થવાય નહિ, બોલવાની મિત-મધુરસત્ય-હિતકર જ ભાષા પ્રવૃત્તિ જેથી જનતાને પાપત્યાગ અને કલ્યાણ-આદરની પ્રેરણા મળે. સમ્યક્ તપના આચારોમાં તિતિક્ષાનો જબરદસ્ત લાભ કરાવનાર વિવિધ તપસ્યાઓ વૃત્તિ-સંક્ષેપ, કાયકષ્ટ, સંલીનતા ઉપરાંત પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ત્વ, સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગની ભરચક પ્રવૃત્તિઓ ફ૨માવેલી છે. સારાંશ, આત્મોત્થાનના પાયામાં માર્ગાનુસારિતા-યોગપૂર્વસેવા વગેરેથી માંડી ઠેઠ પરાકાષ્ઠાએ શુક્લધ્યાન સુધી મહાતારક પ્રવૃત્તિમાર્ગ જૈનશાનને જરૂરી ક્થા છે. શું શુભ-અશુભ ભાવનો પુરુષાર્થ ભવિતવ્યતાને આધીન છે ? ના, પાંચ કારણમાં પુરુષાર્થ-ઉદ્યમ એ પણ એક સ્વતંત્ર કારણ છે, પણ નહિ કે બીજા કારણને આધીન, એટલે કે ‘પાંચમાનાં બીજા કારણ પુરુષાર્થ જગાવી આપે તો પુરુષાર્થ થાય’ એવું નથી દા.ત. સ્વભાવ પુરુષાર્થને જગાવી આપે, કે નિમિત્ત જગાવી આપે યા ભવિતવ્યતા પુરુષાર્થ ઉત્પન્ન કરી આપે તો થાય એવું નથી. તો પછી આ પાંચમા આરામાં મોક્ષનો પુરુષાર્થ કેમ નથી થઇ શકતો ? ઉત્કૃષ્ટ સંઘયણ-બળનું પુણ્યકર્મ નથી માટે જ ને ? એટલે શુભા-શુભ કર્મ એ પુરુષાર્થમાં કારણ બન્યું ને ? માટે પુરુષાર્થ એ કર્મ અર્થાત્ નિમિત્ત કારણને આધીન થયો જ ને ? એવું નથી કેમકે તો તો પછી એવો પ્રશ્ન થાય કે જેટલાને ૩૯ Page #49 -------------------------------------------------------------------------- ________________ અહીં ચોથા આરામાં કે આજે મહાવિદેહ ક્ષેત્રમાં પુણ્ય ઉત્કૃષ્ટ સંઘયણ બળ મળ્યું એ બધાને મોક્ષનો પુરુષાર્થ કેમ ન થયો ? કર્મથી જ પુરુષાર્થ જનમતો હોય તો તે જનમવો જોઇતો હતો. કર્મ અનૂકૂળ છતાં કાળ અનુકૂળ ન હોય એટલે ઉદ્યમ ન થાય એમ બને ને ? પણ અહીં ભૂલતા નહિ, ચોથા આરાનો કાળ તો અનુકૂળ જ છે. તેથી તો બીજા કેટલાક જીવો મોક્ષનો પુરુષાર્થ કરી શકે છે ને ક૨ીને મોક્ષ પામે જ છે માટે આ વાત જ ખોટી છે કે ‘પુરુષાર્થ કર્મ અને કાળને આધીન છે.’ ઉત્કૃષ્ટ સંઘયણ બળનું પુણ્યકર્મ અને ચોથા આરાનો કાળ તેમજ ભવ્યતાનો સ્વભાવ એ ત્રણેય મળવા છતાંય મોક્ષનો પુરુષાર્થ કેમ નથી જનમતો ? ત્યાં કહવું પડે કે પુરુષાર્થ એ પણ કાળ અને કર્મની જેમ સ્વતંત્ર કારણ છે. એટલે કે પેલા કારણ માત્રથી પુરુષાર્થ ન જન્મે. કિન્તુ જીવે પુરુષાર્થ કરવો હોય તો જ થાય, ન કરવો હોય તો ન થાય, એ એની સ્વતંત્રતા છે... અલબત્ત, કાળ, સ્વભાવ કર્મ વગેરે પુરુષાર્થમાં સહાયક ખરાં, પરંતુ પુરુષાર્થને જગાવનારાં ન કહેવાય. પુરુષાર્થ પોતે જગાવે તો જ થાય, ન જગાવે તો ન જ થાય. કાર્ય થવામાં જેમ કર્મ સ્વતંત્ર આવીને ઊભું રહે, સ્વભાવ સ્વતંત્રપણે આવીને ઊભો રહે એમ પુરુષાર્થ સ્વતંત્ર આવીને ઊભો રહે: ત્યાં ``વું નહિ કે સ્વભાવને કર્મ લાવી આપે યા કર્મને સ્વભાવ જગાવી આપે, એમ એવું પણ નહિ કે પુરુષાર્થને કાળ, કે પરુષાર્થને કર્મ જગાવી આપે, કિન્તુ જેમ કાળ કે કર્મ સ્વતંત્રપણે આવે એમ પુરુષાર્થ સ્વતંત્રપણે આવે. એટલે, કાળ-કર્મ-સ્વભાવ બધું અનુકૂળ છે છતાં મોક્ષનો પુરુષાર્થ તો જીવ કરે તો જ થાય. આ ઉપરથી સમજી શકાય છે કે મનુષ્યભવ, આર્યત્વ, દીર્ધ આયુષ્ય અને દેવ-ગુરૂ-ધર્મનો સંયોગ મળી ગયો એટલે કર્મ તો અનુકૂળ થઇ ગયાં છે. હવે પુરુષાર્થ જગાવાનું તમારે આધીન છે માટે બહાનું ન કાઢતા કે ‘શું કરીએ ? પુણ્યનો ઉદય નથી એટલે મોક્ષનો-ધર્મનો પુરુષાર્થ નથી થતો.' આ ૪૦ Page #50 -------------------------------------------------------------------------- ________________ બહાનું ખોટું છે. ધર્મ-પુરુષાર્થ કોઇ કર્મના ઉદયથી નહિ પણ એ તો તમારે કરવો હશે તો જ થવાનો. માનવજન્મ આદિ મળ્યા એટલે કહેવાય કે પુણ્ય તો છે જ. પુણ્યે એનું કામ પુરૂં કર્યું. હવે કામ પુરુષાર્થનું છે તે તે પુરુષાર્થને પુણ્ય નથી જગાવી શકતું, એ તો તમે ઊઠીને પુરુષાર્થ કરો તો જ થવાનો છે. આમ, જેમ કર્મ એ સ્વતંત્ર કારણ, એમ પુરુષાર્થ એ સ્વતંત્ર કારણ. એવી રીતે ભવિતવ્યતા એ સ્વતંત્ર કારણ અને પુરુષાર્થ એ ય સ્વતંત્ર. ભવિતવ્યતા કાંઇ પુરુષાર્થને જગાવનારી નથી, છતાં જ્યાં અમુક પુરુષાર્થ થવા સંભવ હોય ત્યાં જો બીજી જાતનો પુરુષાર્થ થાય તો ત્યાં ભવિતવ્યતાને કાંઇક કારણ કહેવું પડે એટલે ભવિતવ્યતા પુરુષાર્થમાં કારણ નહિ પરંતુ પુરુષાર્થની જાતિમાં કારણ. ૩૧ ભગવાનની દ્રવ્યપૂજા કરવાને બદલે સામાયિક લઇને બેસે તો શું એ વધારે ઊંચી પૂજા ન કહેવાય ? એ તો ભાવપૂજા છે. શું એમ કરવું વ્યાજબી નથી ? ના, ગૃહસ્થ માટે શાસ્ત્ર દ્રવ્યસ્તવ પ્રધાન કહ્યું છે એટલે એના માટે · એ મુખ્યપણે જિનાજ્ઞા છે. જો એ દ્રવ્યપૂજાને બદલે સામાયિક લઇને Gm બેસે તો એણે જિનાજ્ઞાની ઉપેક્ષા કરી ગણાય. પૂજાના સમયે સામાયિકને બદલે જિનપૂજા ઉપર ભાર કેમ મૂક્યો છે ? દ્રવ્યજિનપૂજામાં પોતાની મૂર્ચ્છના ધન વગેરે દ્રવ્યોનો ત્યાગ કરવાનો હોય છે. એથી જ અંતરમાં ખરેખર આસક્તિ-ત્યાગનો ધર્મ ઊભો થાય છે. સામાયિક લઇને બેસે એમાં ધનનો કશો ખર્ચ લાગતો નથી, વ્યય કરવો પડતો નથી એટલે એટલું ધન બચી ગયાનો સંતોષ રહે છે એમાં ચોક્ખી ધનની આસક્તિ પોષાય છે. તો પછી પૂછશો, તો એમ તો દ્રવ્યપૂજા ન કરે, સામાયિક કરે અને બીજી બાજુ પોતાના દ્રવ્યોથી અનુકંપાદાન વગેરે કરે તો શું ધનની મૂર્છા ન ઉતરે ? જો દાનધર્મ કરવો છે તો એમાં શ્રેષ્ઠ દાન તો શ્રેષ્ઠ પાત્રના હિસાબે ૪૧ Page #51 -------------------------------------------------------------------------- ________________ ગણાય. આ જગતમાં શ્રેષ્ઠ પાત્ર યાને પરમ પાત્ર અરિહંત પરમાત્મા છે. જેવું પાત્ર તેવું દાનનું ઉત્તમ ફળ. એટલા જ માટે પંચાશક શાસ્ત્રમાં લખ્યું કે, જેવી રીતે સમુદ્રમાં પડેલ પાણીનું માત્ર એક બિંદુ અક્ષય, અજર, અમર થઇ જાય છે, કેમકે પાણીના સ્વભાવ મુજબ એ બિંદુ સમુદ્રના પાણી સાથે એકમેક થઇ જાય છે, એટલે હવે એનો નાશ ક્યારે ? કે જ્યારે આખો સમુદ્ર સુકાઈ જાય ત્યારે ! એ બનવાનું નથી. એટલે એ બિંદૂ અક્ષય થઇ ગયું ગણાય, એવી રીતે પરમાત્માના ચરણે સમર્પિત કરેલું થોડું પણ દ્રવ્ય અક્ષય લક્ષ્મી બની જાય છે. શાસ્ત્રકારોએ પરમાત્માના ચરણે કરેલા પોતાના દ્રવ્યના વિનિયોગ (સ્થાપન-સમર્પણ) નું આ સર્વોત્તમ ફળ બતાવ્યું છે. એટલે હવે જ્યારે દાન જ કરવું છે તો અરિહંતની દ્રવ્યપૂજામાં કરેલો ધનવ્યય એ શ્રેષ્ઠ કોટિનો દાનધર્મ છે, પછી એની ઉપેક્ષા કરીને સામાયિક લઇને બેસવું એનો શો અર્થ છે? મંદિરમાં સારાં ઉપકરણ ન લઇ જવાં જોઇએ ને? કેમકે ધ્યાન એમાં રહે? ભક્તને ભગવાન પર હૈયામાં એટલું બધું બહુમાન છે કે, એમની ભક્તિ પોતાની સારામાં સારી ચીજ-ઉપરકરણ-વેશ વગેરેથી કર્યા વિના રહેવાય જ નહીં. હા, એ પ્રશ્ન જરૂર છે કે પાછું ધ્યાન એનું રહેતાં મુખ્ય કાર્ય પરમાત્માનું ધ્યાન મોળું પડી ન જાય ? આ માટે આટલું હૃદયમાં લખી રાખવાનું છે કે ભગવાનની ભકિત સારામાં સારી વસ્તુ સરંજામથી શા માટે કરવાની છે ? એટલા જ માટે કે ભગવાન સૌથી સારા છે. કહો જો, મોટા કિંમતી હીરામાણેક કરતાં પણ ભગવાન કેટલા સારા તુલ્ય ? બમણા? દસગુણા ? ના, અનંતગુણા સારા. માટે જ અનુમોદના કરવાની સાથે એ ભાવના જરૂર કરજો કે “વાહ! કેમ ન હોય? મારા ભગવાન વિશ્વશ્રેષ્ઠ છે, એમને સારામાં સારી આંગી હોય જ. આંગી બહુ સારી પણ ભગવાન તો અનંત ગુણા સારા છે. વિશ્વદયાના ભરેલા અનંતગુણોના સ્વામી! ઇન્દ્રોને પણ પૂજ્ય ! ભયંકર ભવમાંથી મુક્ત કરનારા, Page #52 -------------------------------------------------------------------------- ________________ સદ્ગતિના દાતા...વાહકેવા અનુપમ પરમાત્મા !” આ ભાવના પણ સાથે જ કરવાની છે કે જેથી ચિત્ત આંગીનું નિમિત્ત પામી મુખ્ય પ્રભુ ઉપર લાગી જાય. હવે જો આ ભાન જાગ્રત છે કે ભગવાન સર્વશ્રેષ્ઠ છે,' તો એમની આગળ સારી ચીજવસ્તુ તુચ્છ લાગશે. તેથી એ ચીજો ભગવાનના ધ્યાનમાં દખલ નહિ કરી શકે. મનને બેઠું છે કે ચીજવસ્તુ તો લલાટમાં લખ્યા પ્રમાણે મળવા ટકવાની છે પણ આવા ભગવાન ક્યાં મળે ? માંદગીમાં અને અંત સમયે સમાધિ માટે નવકાર મંત્રનું સ્મરણ કરવામાં આવે છે તો, નવકારમાં સમાધિ શી રીતે ભરી પડી છે? પહેલું તો એ જુઓ કે નવકાર મહામંત્રમાં એવા પવિત્ર, પતિતપાવનકારી ૬૮ અક્ષરો ગોઠવાયેલા છે કે શાસ્ત્ર કહે છે કે એનો માત્ર પહેલો અક્ષર “ન' બોલતાં સાત સાગરોપમની પાપકર્મની સ્થિતિ તૂટે છે ! “નમો અરિહંતાણં બોલતાં પ૦ સાગરોપમની કર્મસ્થિતિ તૂટે છે ! સંપૂર્ણ નવકાર બોલી રહેતા ૫૦૦ સાગરોપમની પાપસ્થિતિ તૂટે છે. ! સ્થિતિ તૂટવા માટે રસ પણ મંદ પડે છે તેથી એ પાપકર્મની અસમાધિ કરાવવાની શક્તિ તૂટે છે, એટલે સમાધિને અવકાશ મળે છે. જો એકવારના નવકારથી આમ, તો અનેકવારના નવકારથી કેટલો લાભ ? (૨) બીજી રીતે જોઇએ તો નવકારથી પુણ્ય વધે છે. એ સમાધિ પ્રેરક સગવડ સામગ્રી આપે છે તેથી સમાધિ સુલભ બને છે. (૩) એક નક્કી હકીકત છે કે ચિત્ત ગમે તેટલું વિહ્વળ થયું હોય, અસમાધિમાં પડ્યું હોય તો પણ ક્રમશ: નવકારના પ્રત્યેક અક્ષર અને પદ ઉપર મન કેન્દ્રિત કરી ચલાવવાથી પેલી અસમાધિ ભૂલાઇને સમાધિને સ્થાન મળે છે. (૪) ત્યારે નવકારમાં પરમેષ્ઠીને નમસ્કાર જે કરાય છે તે ભારે Page #53 -------------------------------------------------------------------------- ________________ વિનયકર્મ છે, તેનાથી તેવા દુષ્ટ કર્મોનું નિયમન, અપનયન, દૂરીકરણ થાય છે. તે થઇ જવાને લીધે સમાધિ સુલભ બને છે. (૫) નમસ્કારમાં અરિહંતાદિ પંચ પરમેષ્ઠી ભગવંતોનું પ્રણિધાન થાય છે. એક અરિહંતમાત્રમાં ક્ષણવાર પણ લાગેલું ચિત્ત પ્રબળ કર્મક્ષય કરી ભવ્ય સ્કૂર્તિ આપે છે તો પછી પાંચે ય પરમેષ્ઠીમાં પરોવાયેલા ચિત્તના ફળનું પૂછવું જ શું? એનાથી સુંદર સમાધિ મળે જ. (૬) નવકારમંત્રમાં પંચ પરમેષ્ઠીના ગુણો યાદ કરતાં એ ગુણોની મમતા જાગે છે ને એ ગુણોમાં ક્ષમા, સમતા, મહાવિરાગ, આત્મરમણતા વગેરે છે, એટલે એની યાદ આપણને સમાધિનું પ્રોત્સાહન આપે એ સ્વાભાવિક છે, (૭) પરમેષ્ઠીને નમસ્કાર એ પરમેષ્ઠીના ગુણોની અનુમોદના, એની અભિલાષા અને પ્રાર્થનાની મહાનું સાધના આપે છે, એ પણ સમાધિને પ્રેરનાર બને છે. ઇત્યાદિ. આ બધું સૂચવે છે કે નવકારમાં સમાધિ ભરી પડી છે. માત્ર એને પ્રાપ્ત કરતાં આવડવું જોઇએ, પામવાની ગરજ જોઇએ અને પ્રબળ પુરૂષાર્થ જોઇએ. કર્મના ઉદય આપણા કાબૂમાં નથી પણ સમાધિ આપણા હાથમાં છે. કર્મ ઉદયમાં આવ્યું ત્યાં રસ તો એની સાથે જકડાયેલો જ પડ્યો છે. તેનો અનુભવ થયા વિના કર્મ ભોગવાઇને ક્ષય પામી જવાનું કેમ બને? અર્થાત્ કર્મ ઉદયમાં છે ત્યાં એનો વિપાકોદય યાને રસાનુભવ નહિ અને માત્ર પ્રદેશ-ઉદય છે એવો ભોગવટો કેમ બની શકે? કર્મ ઉદયમાં આવ્યું એટલે એની સાથે જકડાયેલ રસ પણ અનુભવમાં આવે જ ને? ના, એવો નિયમ નથી, કેમકે જો એ વખતે કોઇ બીજા બળવાન કર્મના રસનો અનુભવ ચાલુ થયો હોય તો એમાં પેલા ઉદય પ્રાપ્ત કર્મનો રસ ઢંકાઇ જવાથી સ્વતંત્ર અનુભવમાં ન આવે એમ બને. આ સમજવા માટે વ્યવહારૂ દાખલો લો, દા.ત. મીઠા દરાખ જેવા સરબતનો ગ્લાસ પીવા આપ્યો પરંતુ એમાં કડવા કરિયાતાના પાણીની એક નાની ચમચી Page #54 -------------------------------------------------------------------------- ________________ નાંખીને આપ્યો. હવે જે વખતે એ સરબત પીવાઇ રહ્યું છે એ જ વખતે શું પેલું માંહી ભળેલું કરિયાતાનું પાણી નથી પીવાઇ રહ્યું ? પીવાઇ જ રહ્યું છે પરંતુ એના કડવા રસનો અનુભવ નથી. અનુભવ તો પેલા સરબતની મિઠાશનો જ થાય છે. મતલબ કરિયાતાનું ચમચી પાણી ભોગવાઇ રહ્યું છે છતાં એનો રસ નથી ભોગવાતો, રસનો અનુભવ નથી થતો. કારણ ? સરબતના રસે કરિયાતાના રસને સ્થગિત કરી દીધો. છતાં કરિયાતું ભોગવાયું ગણાય પણ વિના રસાનુભવે. બસ, કર્મમાં પણ આવું બને છે. એક કર્મના રસના અનુભવ હોય ત્યારે એમાં ભળેલાં બીજા કર્મનો રસ સ્થગિત થઇ જાય. પેલાનો રસ અનુભવમાં આવે અને આનો રસ અનુભવમાં ન આવે અને છતાં પેલા કર્મની હારોહાર આ કર્મ ભોગવાઇ જાય એમ બને. આ માટે કર્મ ઉદયના પૂર્વ સમયે “સ્તિબુક સંક્રમ' ની પ્રક્રિયા થાય છે. સ્તિબુક સંક્રમની પ્રક્રિયા:સ્તિબુક સંક્રમ' એટલે પછીના સમયમાં ઉદયમાં આવનાર બીજા કર્મના ભેગું આ કર્મને સંક્રમાવી દેવામાં આવે, ભેળવી દેવામાં આવે તે એવું કે પછીના સમયે પેલા કર્મના રસનો અનુભવ થાય પરંતુ એના જોરદાર રસથી સ્થગિત થઇ ગયેલો આ કર્મનો રસ અનુભવમાં ન આવે. આવી માત્ર ઉદયના પૂર્વ સમયે જ ભેળવણીને “તિબુક સંક્રમ' કહે છે. એવા સિબુક સંક્રમને પામીને પછીના જ સમયે ઉદયમાં આવતું કર્મ માત્ર પ્રદેશોદયથી ભોગવાય. એનો માત્ર પ્રદેશોદય હોય પણ રસાનુભવ નહિ, વિપાકોદય નહિ. આમાં એવું પણ બને કે જેમ સરબત નહિ પણ ખાલી પાણી ભરેલા મટકામાં કરિયાતાની બહુ નાની ચમચી પડી તો પણ પછી પીવાના પેલા પાણીનો જ અનુભવ થાય છે, કડવા કરિયાતાનો નહિ. એવી રીતે મંદરસવાળા કોઇ ક્રોધ, મોહનીય વગેરે કર્મ વિપાકોદયથી ઉદયમાં હોય અને પૂર્વે એનામાં અધિક રસવાળું ક્રોધમોહનીય કર્મ ભળ્યું હોય છતાં અનુભવ પેલાનામંદ રસનો થાય, આના અધિક રસનો નહિ. આને માત્ર પ્રદેશોદય કહે છે. ૪૫ Page #55 -------------------------------------------------------------------------- ________________ આવું અનુભવમાં આવે છે. દા.ત. કોઇના પર એના અપમાનજનક શબ્દથી ગુસ્સો ઊઠી આવ્યો પરંતુ ત્યાં જો ગુરૂ સમજાવનાર મળી આવ્યા તો ગુસ્સો દબાવાય છે. મંદ કરી દેવાય છે. અલબત્ત, મનની અંદર સહેજ દબાવાય છે પરંતુ ઉગ્રતા નથી. આનો અર્થ શું થયો ? આજ કે મંદ રસવાળા ક્રોધ મોહનીય કર્મનો વિપાકોદય ચાલ્યો અને પેલા અધિક રસવાળા કર્મ આમાં ભેગા મળી માત્ર પ્રદેશોદયથી ભોગવાય, પરંતુ એનો વિપાકોદય ગિત થઈ ગયો. એમ બજારમાં ગયા. બજારનો રંગ જોઇ તીવ્ર રસવાળો લોભ મોહનીય સળવળ્યો. મોટો સોદો કરી નાંખવાનું મન થયું. પરંતુ ત્યાં કોઇ સારી વિચારણા આવી. અગર શંકાથી ભય લાગ્યો કે કદાચ આમ કરવામાં પછીથી બજાર પડતાં લપડાક પડે તો ? એટલે મોટો સોદો કરતાં અટક્યા અને નાના સોદાથી પતાવ્યું. આ શું કર્યું ? અધિક રસવાળા લોભમોહનીય કર્મનો મંદરસવાળામાં સ્તિબુક સંક્રમ કર્યો, ભેળવણી કરી, એટલે એનો વિપાકોદય દબાયો અને પેલા મંદરસવાળાની સાથે આ કર્મ ભોગવાયું, પરંતુ માત્ર પ્રદેશોદયથી. સારાંશ, કષાય મોહનીય કર્મ ઉદયમાં આવનાર હોય, એની સ્થિતિ પાકે એટલે ઉદયમાં તો આવે જ. પરંતુ જો એના વિપાકોદયને સ્થગિત કરી દેવામાં આવે તો પછી ભલેને એ પ્રદેશોદયથી ઉદય પામે પણ ભય નહિ. ત્યાં ઉદયને રોક્યો કહેવાય. ઉદયને અર્થાત્ એના વિપાકોદયને રોક્યો. એટલે કષાયને જાગતો અટકાવ્યો કહેવાય. સુદર્શન શેઠને રાજાએ ખોટા આરોપસર ફાંસીની સજા ઠોકી ત્યારે સુદર્શન શેઠને એવો વિચાર કેમ ન આવ્યો કે જો અહીં સત્ય હકીકત કહી દઉં અને સાથે અભયા રાણી માટે અભયદાન માગી લઉં તો હુંય બચી જઉં ને એ પણ બચી જાય અને હું જીવતો રહીશ તો પછી ઘણો ધર્મ આરાધી શકીશ? | એમ કરવામાં નિશ્ચિત નથી કે અભયાનો એવો ઘોર પ્રપંચ Page #56 -------------------------------------------------------------------------- ________________ સાંભળીને અત્યંત ગુસ્સે ભરાયેલો રાજા અભયાને શિક્ષા વિના જતી કરે ! વળી પોતે સત્ય પ્રકાશવા જતા અભયાનું મર્મ ખૂલવાથી એના દિલને જબરદસ્ત આઘાત તો થાય જ એ નિશ્ચિત છે. અહિંસા અને દયાના મહાન ઉપાસક સુદર્શન શેઠ એ કેવી રીતે વધાવી લે ? આપણા દિલમાં એવો દયાભાવ ન હોય એટલે સામાના હ્રદય મર્મ ભેદાતા એને કેટલો સજ્જડ આઘાત લાગે છે અને તીવ્ર દુ:ખ થાય છે એની કલ્પના નથી આવી શકતી. ત્યારે સુદર્શન શેઠ, જે શ્રાવકધર્મ પામ્યા છે અને જે એમણે અહિંસા, સત્ય વગેરેનાં વ્રત લીધા છે એમાં એનો ૫૨માર્થ, એનું રહસ્ય, એનો ઊંડો ભાવ હૈયે એવો વસાવ્યો છે કે એ જીવો પ્રત્યેનો દયાથી છલોછલ ભરેલો છે. પછી ત્યાં સામાએ પોતાને ઘણો બધો ત્રાસ આપ્યો, કેટલી વિટંબણા કરી એને આડે આવવા દેતા નથી, તેની ગણતરી કરતા નથી અને સામાના દુઃખનો વિચાર પહેલા કરે છે. સામાને દુ:ખ પડે એનાથી પોતાનું દિલ દ્રવિત થઇ ઊઠે છે. મહાવીર પ્રભુને છ મહિના સુધી રંજાડનારો અને એક રાતમાં અતિ ભયંકર ઉપસર્ગ ક૨ના૨ો સંગમ દેવતા હવે હારીને જવા લાગ્યો ત્યારે પ્રભુને એ જુલ્મનો હિસાબ ન ગણતાં એને ભાવી નરકાદિ દુ:ખો વરસવાની કલ્પના પર દિલ દ્રવી ઉઠ્યું ને ? આંખમાં આંસુ આવી ગયા ને ? હું આવા માલિકનો આજ્ઞાંકિત છું એ ગૌરવ હૈયે વસ્યું હોય તો આપણને પણ આપણા પર દુ:ખ વરસાવનાર દુઃખી થયા અંગે દયા કેમ ન ઊભરાય ? સુદર્શન શેઠને જિનેશ્વર ભગવંતના અને એમનાં વચનનાં એવાં અંજામણ છે કે એમના દિલમાં અભયા પ્રત્યે એ દયા ઊભરાય છે. એણે કેવા પ્રપંચ અને જુલ્મ કર્યા એ તદ્દન ભૂલી જઇને એનો મર્મ ખુલ્લો ક૨વામાં એના દિલને કેટલો બધો આઘાત કરે, એની દયાથી દ્રવિત થઇ જાય છે. એટલે એ રહસ્ય ખોલનારૂં સાચું પણ વચન કેમ બોલે ? ન વળી પોતે જીવતા રહે તો ભવિષ્યમાં ઘણો ધર્મ કરી શકે એ વિચારમાં પણ ધર્મની વિશેષ ભૂખ કરતાં પોતાના પ્રાણ બચાવવાનો લોભ મુખ્ય હોવાની ગંધ આવે છે. કેમકે પહેલું તો જીવ પોતાને બચાવવા માટે સામાના ગુપ્ત દુષ્કૃત્યને જ પ્રકાશમાં લાવશે એથી એને જ સજ્જડ હૃદયાઘાત લાગે અને ૪૭ Page #57 -------------------------------------------------------------------------- ________________ કદાચ એને ભયંકર સજા થાય એ તરફ આંખમિંચામણા થાય છે. અર્થાત્ સામાને ઊભા થનાર દુ:ખ પ્રત્યે ઉપેક્ષા, કઠોરતા, નિર્દયતા થાય છે. જો એ હોય અને પોતાનો જીવ બચાવવો છે તો એનો અર્થ એ, કે બીજાના ભોગે પોતાના બચાવની તાલાવેલી મુખ્ય બની. પછી ‘ભવિષ્યમાં હું ધર્મ ઘણો કરીશ' એ એક બહાનું અથવા ગૌણ ઇચ્છા થઇ. પોતાના પ્રાણના લોભે, હાથવેંતમાં રહેલ પ્રત્યક્ષ દયાધર્મને કચડવા જતાં ભાવી ધર્મસાધનાની લાગણી જોરદાર રહેવાનું શી રીતે કહી શકાય ? માટે તો કુમારપાળ મહારાજાએ કંટકેશ્વરી દેવીને વરસોવરસ અપાતા બોકડાના ભોગમાં સંમતિ ન આપી. દેવીએ ત્રિશુલ મારી કોઢિયા બનાવ્યા તો પણ વધની સંમતિ ન આપી અને બળી મરવાની તૈયારી કરી. ત્યાં એમ ન વિચાર્યું કે હું જીવતો હોઇશ તો ભવિષ્યમાં ઘણી શાસન-પ્રભાવના કરીશ. ઘણો ધર્મ કરી શકીશ. કેમ નહિ ? કારણ આ જ કે બોકડા પ્રત્યે દયા અને અહિંસાની જિનાજ્ઞાનું અંજામણ. એથી પોતાના પ્રાણના સંકટે પણ એ બજાવવામાં ઝાલ્યા રહી શકતા નથી. અંજામણ ચીજ એવી છે. સુદર્શનશેઠને જિનવચનનું અને જિનવચને કહેલ દયા અને વ્રતધર્મનું એવું અંજામણ છે એટલે પોતાના બોલવા પર અભયા રાણીને આઘાત અને સજા થાય એ જોવા તૈયાર નથી. બાહુબલીએ બ્યુનોના વચનથી માનાકાંક્ષા પડતી મૂકીને ભાઇ મહર્ષિઓને વાંદવા પગ ઉપાડયા ત્યાં માનાકાંક્ષા તો પડતી મૂકી પરંતુ નાના ભાઇ મહર્ષિઓને નમન કરવાની આકાંક્ષા જાગી એ પણ આકાંક્ષા એક રાગરૂપ જ છે ને ? તો એ છતે ય વીતરાગ શી રીતે બનાય ? વીતરાગ એટલે તો સર્વથા રાગરહિત ? ૩૬ -0 અહીં સમાજવાની જરૂ૨ છે કે માનાકાંક્ષા એ અશુભ અધ્યવસાય છે અને નમસ્કારની આકાંક્ષા એ એક શુભ અધ્યવસાય છે. ત્યાં પહેલાં એ અશુભ અધ્યવસાય તોડવાને માટે આ શુભ અધ્યવસાયની ૪૮ Page #58 -------------------------------------------------------------------------- ________________ જરૂ૨ છે. માનનો કે લોભનો અધ્યવસાય એ કષાય પરિણિત છે, સંક્લેશ છે. તે ‘ચાલો આપણે આ કષાય-પરિણતિ મૂકી દો, માન રાખવાની કે લોભ ક૨વાની જરૂ૨ નથી’ એમ ચિંતવવા માત્રથી કાંઇ એ ૨વાના ન થાય. એ તો ૨વાના કરવા માટે સંક્લેશના અધ્યવસાયને બદલે વિશુદ્ધિનો અધ્યવસાય લાવવો પડે ને એ વિશુદ્ધિનો અધ્યવસાય પણ કષાયના ઘરનો છે. સાંભળીને ભડકતા નહિ. શાસ્ત્ર કહે છે. જેટલા સંક્લેશ-સ્થાન છે એનાં એ વિશુદ્ધિસ્થાન છે.' અશુભ કષાયભાવમાં નીચે અંદર ઉતરતા જાઓ એ સંકલેશમાં પડ્યા કહેવાય. ત્યારે એમાંથી બહાર નીકળતા જાઓ એટલા વિશુદ્ધિમાં ચડ્યા ગણાય. ખૂબી જુઓ કે દા.ત. નવમા ગુણઠાણે બે આત્મા છે. પણ એક સાતમે આઠમે થઇ ઉપર ચડતો નવમે છે ને બીજો ૧૧મે ગુણઠાણેથી પડતો નવમે ગુણઠાણે આવ્યો છે. આ એના જેવું છે કે જેમ કે તીર્થોધિરાજ શ્રી શેત્રુંજા પર હનુમાનના હડા આગળ બે યાત્રિક એક જ પગથિયા ઉપર દેખાય છે. પણ એક જણ યાત્રા કરીને ઉપ૨થી ઉતરતો છે ને બીજો યાત્રા કરવા માટે નીચેથી ઉપર ચડતો ત્યાં આવ્યો છે. એ જ રીતે અહીં એક જણ વીતરાગ બનવાની દિશામાં નીચેના ગુણસ્થાનકેથી ચડતો ચડતો નવમા ગુણઠાણે આવ્યો છે ત્યારે બીજો ૧૧મે ગુણઠાણે વીતરાગ બનીને હવે એ અંદરમાં ક્ષણભર તદ્દન ઉપશાંત કરી નાંખેલા કષાય ઉદય પામતા એ બીજો ૧૧ મે ગુણઠાણેથી પડતો નવમે ગુણસ્થાનકે આવ્યો છે. આમાં ચડતો એ વિશુદ્ધિમાં છે ને પડતો એ સંક્લેશમાં છે. આમ બંને અમુક સમયે એક સાથે નવમા ગુણઠાણે હોવા છતાં, એક આત્મા કષાયમાંથી બહાર નીકળતો નીકળતો ઉપર ચડતાં નવમે આવ્યો છે માટે એ વિશુદ્ધિમાં ગણાય છે અને બીજો ઉપરથી નીચે ઊતરતો કષાયની અંદર અંદર પેસતાં એ જ નવમા ગુણઠાણે આવ્યો છે. કષાયસ્થાન, અધ્યવસાયસ્થાન સમાન એ જ છતાં એકને વિશુદ્ધિ, વિશુદ્ધ પરિણામ અને બીજાને સંક્લેશ, સંક્લિષ્ટ પરિણામ ! એનો અર્થ એ થયો કે સંક્લેશસ્થાન એજ વિશુદ્ધિસ્થાન, સવાલ માત્ર પડવા-ચડવાનો. તફાવત માત્ર કષાયમાં અંદર ઊતરવાનો કે એમાંથી બહાર નીકળવાનો. હવે એ જુઓ કે, જ ૪૯ Page #59 -------------------------------------------------------------------------- ________________ કષાયમાંથી બહાર શી રીતે નીકળાય ? આ સમજવા માટે પહેલાં એટલું ધ્યાનમાં રહે કે કષાયનો અધ્યવસાય યાને ભાવ કાંઇ એકજ પ્રમાણનો નથી કિન્તુ એમાં (Degrees) ડિગ્રીઓ છે, માત્રાઓ છે. સૌથી ઊંચી ડિગ્રીનો ઉત્કૃષ્ટ માત્રાનો, એનાથી જરાક ઉતરતી માત્રાનો, એનાથી પણ જરાક ઉતરતી માત્રાનો ઓછો કરતાં કરતાં વીતરાગભાવ યાને તદ્દન નિષ્કષાયભાવ આવવા પૂર્વનો અત્યંત નહિવત્ કષાયભાવ. એ સૌથી અલ્પ માત્રાનો કષાયભાવ એ ઊતરતી માત્રાઓ થઇ. એના બદલે અલ્પમાંથી વધતી માત્રાનો કષાય થતો આવે એ ચડતી માત્રાઓના કષાયભાવ ગણાય. હવે જોવાનું એ છે કે એમાં શી રીતે અલ્પ અલ્પ માત્રાના કષાય અધ્યવસાય થતા આવે ? એનો ઉત્તર એ છે કે કષાય જેવા પ્રકારનો હોય તેના-તેનાથી વિરુદ્ધ શુભભાવ ઊભો કરાય તો એ દબાય. દાત. ક્રોધ કષાયનું ઉપશમન ક્ષમાસમતાના ભાવથી થાય, માનકષાયનું શમન નમ્રતા-મૃદુતા-લઘુતાના ભાવથી, માયાનું ઋજુતા-સરળતા-નિખાલસતાના ભાવથી અને લોભનું ઉપશમન નિસ્પૃહતા-તૃપ્તિ-નિર્મમતાના ભાવ વડે થાય. એનો અર્થ એ કે પેલા કષાયના અશુભ ભાવની સામે આ ક્ષમાદિના શુભ ભાવ ઊભા કરવા પડે, એમાં પણ ડિગ્રી (માત્રા) તો રહેવાની. સૌથી અલ્પમાત્રાનો ક્ષમાનો ભાવ, એનાથી વધતી માત્રાનો, એથી પણ અધિક માત્રાનો... એવું નમ્રતાદિના ભાવોમાં ય અનેક માત્રાઓ રહેવાની. છતાં એટલું તો નક્કી કે આ ક્ષમાદિ એ પણ ભાવ છે ને કાંઇ વીતરાગ દશા નથી. વીતરાગ દશા તો પરાકાષ્ઠાની સર્વથા કષાયમુક્ત અવસ્થા છે. એટલે એની નીચેની ગુણમય અવસ્થાઓ આમ કષાયના અસ્તિત્વવાળી અવસ્થા હોઇને વિશુદ્ધ' કહેવાય છે કેમકે ક્ષમાદિ વિકસતાં કષાય શમતા આવીને વિશુદ્ધ-વિશુદ્ધ અવસ્થા બનતી આવે છે. અર્થાતું, વીતરાગ બનવા પૂર્વે કષાયના અશુભ ભાવ દબાવતા આવવા માટે ક્ષમાદિના શુભ ભાવો કેળવતા આવવું જ પડે. ત્યારે જો કોઇ એમ કહે કે મારે વીતરાગ જ બનવું છે ને એમાં તો કોઇ અત્યલ્પ પણ કષાય રખાય નહિ એ તો તદ્દન કષાયમુક્ત શુદ્ધ અવસ્થા છે. માટે મારે ક્ષમાદિના શુભ ભાવનું શું ૫૦ Page #60 -------------------------------------------------------------------------- ________________ કામ છે?” તો એ સમજદાર ગણાય?” કે અજ્ઞાન પાગલ ગણાય? પોકળ નિશ્ચયવાદીનું અજ્ઞાન : એટલે, “આપણે તો વીતરાગ બનવાનું છે, શુદ્ધ ભાવવાળા બનવાનું છે ત્યાં શુભ ભાવનું શું કામ છે ?” એમ કહેનારો. કહેવું પડે કે એ ખરેખર સમજ્યો જ નથી કે વીતરાગભાવ કઇ અવસ્થા છે, એ કેવી રીતે આવે છે, એની પૂર્વે કષાયોની કેવી કેવી અનેકવિધ ઉતરતી માત્રાઓ છે. એ કેવી કેવી રીતે પસાર કરવી પડે છે. એ માત્રાઓને ઘટાડતા જવા ક્યા ક્યા શુભ ભાવ ઉપયોગી થાય છે ?... વગેરે વગેરે એ સમજ્યો જ નથી. હ૦ જગદ્ગુરૂ મહાવીર ભગવાન ચંડકોશિયા પર કરૂણા કરીને સરળ નિરુપદ્રવ રસ્તો છોડી વિકટ ટૂંકા રસ્તે પધાર્યા. આમા પ્રભુને ચંડકોશિયાના તીક્ષ્ણ હંસ ખાવા પડ્યા, તો પણ એ ખાઇને પણ પ્રભુએ દિલમાં કરૂણા વહેતી રાખી. જ્યારે હવે સવાલ બીજો છે કે, મહાવીર ભગવાને જીરણ શેઠ ચાર-ચાર મહિનાથી પારણે પધારવી વિનંતી કરતો હતો છતાં ચાર મહિનાના અંતે આંગણે તીવ્ર રાહ જોઇને ઉભેલા શેઠને લક્ષ્યમાં ન રાખ્યા અને પારણું બીજા અભિનવ શેઠને ત્યાં કરી લીધું. ખેર ! જીરણ શેઠને પારણાનો લાભ તો ન આપ્યો પરંતુ ત્યાં જીરણ શેઠ જે પારણાની રાહ જોતા હતા અને ભાવવૃદ્ધિમાં ઉપર ઉપરના દેવલોકનું આયુષ્ય બાંધવા ટાણે દેવદુંદુભિવાગી એટલે જીરણ શેઠ સમજી ગયા કે પારણું બીજે થઇ ગયું. તેથી ભાવનાની શ્રેણિ ત્યાં અટકી પડી. હજી જો દુંદુભિ ન વાગી હોત તો ભાવના અને ગુણસ્થાનની શ્રેણિ ચઢતી-ચઢતી અનુત્તર વિમાનને વટાવી ક્ષપકશ્રેણિ પર લાગત અને એ જ અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામી જાત. આ થવા માટે મહાવીર પરમાત્માએ અભિનવ શેઠને ત્યાં એટલી માત્ર અંતર્મુહૂર્ત (હેજ ઓછી બે ઘડી) વિલંબ કરવાની જરૂર હતી તો એટલી દયા પ્રભુએ કેમ ન કરી? અહીં ભગવાનનો અંતરાત્મભાવના-અંતર્મુખતાનો ધર્મ આગળ આવે છે. ભગવાન સદા અંતરાત્મ ભાવમાં રહેતા, સદા અંતર્મુખ Page #61 -------------------------------------------------------------------------- ________________ રહેતા હતા તેથી જ જીરણ શેઠનો વિચાર ન કર્યો કે, “આ બિચારો ૪-૪ મહિના સુધી ગોચરીની વિનંતિ કરતો રહ્યો હતો અને હવે આજે પારણાની રાહ જોતો ઉચ્ચ ભાવનામાં ચડી રહ્યો છે, તો હું પારણું જરાક મોડું વ્હોરું તો આ કેવળજ્ઞાન પામી જાય એવું છે.” માત્ર આ વિચાર જ નહિ કિન્તુ જીરણ શેઠ ૪-૪ મહિના રોજ વિનંતિ કરતા હતા તે પણ પ્રભુ જોતા ન હતા કેમ કે પ્રભુ પોતે સદા અંતરાત્મભાવમાં ઝીલતા ને અંતર્મુખ રહી પોતાના સંયમ અને તત્ત્વચિંતનમાં જ તન્મય રહેતા હતા એટલે મન એમાં જ એવું ચોંટેલું રહેતું કે બીજા કોઇ વિચાર માટે મન નવરું જ ન્હોતું. જ્યાં ચાર ચાર મહિના સુધી જીવણ શેઠની રોજની વિનંતી પર પ્રભુએ એક દિવસ પણ મન લગાવ્યું નથી ત્યાં હવે પારણાના દિવસે પણ જીરણ શેઠનો વિચાર કરે જ શી રીતે ? તો પછી અહીં કેમ એવો પ્રશ્ન ન થાય કે હંમેશાં અંતર્મુખ હોવાને કારણે પ્રભુએ સર્પ માટે એના કલ્યાણનો વિચાર શી રીતે કર્યો ? ઉત્તર સરળ છે. અરિહંત ભગવાન હંમેશા નિરંતર કરૂણાના ભરેલા હોય છે એટલે એમની દરેક પ્રવૃત્તિ કરૂણાથી સંમિશ્રિત હોય. તેથી જ જ્યારે ચંડકૌશિકના સ્થાન પર પધારતા હતા ત્યારે જ એમને જ્યાં ગોવાળીયાઓએ નિર્દેશ કર્યો કે આ ટૂંકા રસ્તે જતા આગળ મહા ઝેરી મોટો ચંડકોશિયો ભોરિંગ રહે છે. માટે આ રસ્તે મત જાઓ. ફરીને બીજા લાંબા રસ્તે જાઓ. આમ કહ્યું ત્યારે જ એ વિચાર પ્રાસંગિક હતો કે નિર્દોષ જીવોને બિચારાને મારી મારી ખતમ કરનારો આ ચંડકોશિયો અસલમાં કોણ છે ? એ જો જાણું તો કદાચ એની એવી મહાહિંસક દારૂણ વૃત્તિને મારી જાત પર ગમે તેટેલું ઉગ્ર સહન કરીને બદલાવવાની કરૂણા કરી શકાય. આ હિસાબે પ્રભુને માટે ચંડકોશિકનો પ્રસંગ પ્રાસંગિક ગણાય. એટલે જેમ વિહારમાં કોઇ એવા પ્રાસંગિક અવસર આવે અને પ્રભુ યોગ્ય આચરી લે તો એમાં ૫૨-૨મણતા નથી કહેવાતી પરંતુ સ્વાત્મરમણતા અખંડિત કહેવાય છે. એમ અહીં પણ ચંડકોશિકના વિચારમાં સ્વાભરમણતા જ હતી. જ્યારે જીરણ શેઠના પ્રસંગમાં ‘જીરણ શેઠની ખાસ પૂર Page #62 -------------------------------------------------------------------------- ________________ વિનંતી છે અને એને હું પારણું અંતર્મુહૂર્ત લંબાવું તો એને લાભ થાય એવો છે' આ વિચાર સ્વાત્મરમણતામાં ન ગણાય. એટલે ભગવાન જીરણ શેઠનો વિચાર જ શા માટે કરે ? આ પરથી ધર્મસાધકે સ્વાત્મચિંતા મુખ્ય રાખવાની છે અને પ્રાસંગિક કોઇક પરિસ્થિતિ ઊભી થાય તો સામાની ભાવદયા વિચારવાની છે. દા.ત. પ્રભુના દર્શનની આડે કોઇ આવીને ઊભું તો અસલમાં તો ત્યાં “ચાલો મારે આંખ મીંચી પ્રભુદર્શન કેવા થયા એ યાદ કરી લેવાનું થયું એ વિચારવું. જો ત્યાં ધીરજ ન રહે તો આપણે સૌમ્યતાથી એ ભાઇને જરાક બાજુએ ઊભા રહેવાનું કહેવાનું. સારાંશ, સ્વાત્મરમણતા એ પ્રધાન સાધના છે. એથી આપણે અસમાધિ અને સંક્લેશથી બચી જવાય છે. ON સેચનક હાથીએ માલિક દુરાગ્રહી થવા છતાં એમની પ્રત્યે વફાદારી જાળવી અને એમનાં અજ્ઞાન પર એમની દયા કરી એમને બચાવી લીધા. પરોપકાર કર્યો તો પછી એ નરકે કેમ ગયો? આના ઉત્તર એ છે કે (૧) પરોપકાર માત્રથી બચાવ નથી મળતો, તેમ (૨) આશ્રિત જીવના નાશમાં અજ્ઞાનતાથી નિમિત્ત બનવાનું પાપ કરવા માત્ર પર દુર્ગતિ નથી થતી. કિન્તુ (૧) પરોપકાર કરવા છતાં જો પોતે કોઇ દુર્બાન હાયવોય કષાયના પાપમાં પડી જાય તો દુર્ગતિ સર્જાય છે. ત્યારે (૨) આશ્રિતનો ઘાત નીપજવામાં અજાણ્યે નિમિત્ત બનવા છતાં ભારે પશ્ચાતાપ અને સંયમ સાધના સાથે ઉચ્ચ ભાવના અને ઉત્તમ શુભધ્યાનમાં ચડી જાય તો સદ્ગતિ મળે છે. આ ઉપરથી શીખવા મળે છે કે પરોપકાર તારક છે જરૂર, કિન્તુ એથી હવે દુર્બાન અને કષાય કરવાનો હક્ક નથી મળતો. એમ કરવામાં તો સ્વોપકાર હણાય છે. સ્વોપકારમાં પરોપકાર સમાય, કિન્તુ પરોપકારમાં સ્વોપકાર સમાવાનો નિયમ નહિ. એનો અર્થ એ કે, પરોપકાર કરનાર સ્વોપકાર તો સાચવવો જ પડે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ મુનિ ઘાણીમાં પીલાતાં, એમને નિર્ધામણા કરાવી મોક્ષે મોકલવાનો ભારે પરોપકાર કરનાર ખંધકસૂરિ પોતે પીલાતાં પાલકપાપી પર વૈષમાં ચડ્યો તો સંસારમાં અટકી ગયા. ત્યારે ઝાંઝરીયા મુનિનો ઘાતક રાજા ઘોર પશ્ચાત્તાપ અને દુષ્કત ગર્તા સાથે પ્રચંડ વૈરાગ્ય ભાવનામાં ચડ્યો તો ત્યાં જ કેવળજ્ઞાન પામ્યો. કદાચ ઝાંઝરીયા મુનિ કપાતાં કષાયમાં ચડયા હોત તો એ સંસારમાં અટકી જાત પણ ઘાતક રાજા કષાય વોસિરાવી કેવળજ્ઞાન પામ્યા તે સંસારમાં ન અટકત. રાગ-દ્વેષ, કામ-ક્રોધ-લોભ, મદ-માયા વગેરેને તિલંજલી આપવી, દુર્ગાનને બંધ કરવું. હિંસાદિ પાપોને વોસિરાવવા, અરિહંત-સાધુ જિનધર્મની ઊંચી ઉપાસના કરવી એ સ્વોપકાર છે. તેને ભૂલીને પરોપકાર કરાય તે જાતને તારી શકે નહિ. અલબત્ત, છતી શક્તિએ પરોપકારની ઉપેક્ષા નહિ કરવાની, પણ શક્તિ ન હોય અને ન કરાય છતાં જો સ્વોપકાર બરાબર કરાય તો તે તારણહાર છે. આ જૈન ધર્મનાં રહસ્યને સમજવામાં આવે તો સેચનક હાથી પરોપકાર કરવા છતાં કેમ નરકે ગયો એનો ભેદ ઊકલી જાય. એણે પરોપકાર કર્યો ખરો કિન્તુ ખાઇમાં બળી મરવાનું આવ્યું ત્યાં તીવ્ર ક્રોધ અને રૌદ્રધ્યાનમાં ચડી ગયો, “આ મારા મૂઢમાલિકે હઠાગ્રહથી મને ખાઇ પર ચલાવ્યો ? હે પાપી દુશ્મન ! તે ખાઇમાં ગુપ્ત અંગારા રાખવાનો આ પ્રપંચ કર્યો ? હરામી! તું જો મારા હાથમાં આવે તો....' આવાં કોઇક દુર્ગાનમાં ચડવાથી એ પટકાયો નરકમાં. ખૂબ કેવી છે કે સ્વોપકાર એટલે ઉપશમભાવ. જગત પ્રત્યે ઉદાસીનભાવ, એ ભૂલાય છે ત્યારે પોતે પૂર્વે સારા ભાવે કરેલા પરોપકારની હવે અનુમોદના ભૂલાય છે અને સારું-કરાવ્યું ધૂળધાણી થાય છે. “હું જો કષાય-દુર્બાન કરીશ તો એ કષાયાદિ મને મારશે. સામો ભલે ગુન્હેગાર હોય અને હું માત્ર નિર્દોષ ન્યાયી નહિ કિન્તુ ગુણિયલ પરોપકારી પણ હોઉં છતાં મને કષાય-દુર્બાન કરવાનો હક્ક નથી મળતો.”આ બરાબર લક્ષ્યમાં રહે. આપણા કષાય આપણને દંડે જ છે. સામાના ગુન્હા પર પણ આપણું દુર્ગાન ૨૫ ૫૪ Page #64 -------------------------------------------------------------------------- ________________ આપણને અશુભ કર્મ બંધાવે જ છે. આ સ્વનો અપકાર થાય છે. માટે સ્વોપકાર કદી ભૂલવા જેવો નથી. પરોપકાર કરીને પણ એ ન ભૂલાય. શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે :- “ગણધર ગૌતમ સ્વામીજી મહારાજને ૩િ૦ પ્રશ્ન સૂર્યો. તે ઊઠ્યા, આવ્યા ભગવાન મહાવીર સ્વામી પાસે અને ત્રણવાર પ્રભુને પ્રદક્ષિણા દઇ વંદન-નમસ્કાર કરીને પ્રભુને પ્રશ્ન પૂછે છે.” અહીં સવાલ એ થાય છે કે પ્રદશિક્ષા શા માટે દે છે ? એ દીધા વિના સીધું વંદન-નમસ્કાર કરીને વિનયપૂર્વક પ્રશ્ન પૂછી શકે ને? એવો જ સવાલ ચૈત્યવંદન ભાષ્યમાં બતાવેલ જિનમંદિર વિધિમાં પહેલું નિસીહિ પછી પ્રદક્ષિણા અને પછી પ્રણામ-સ્તુતિ એમ શા માટે ? મંદિરમાં નિસીહિ કહીને પેઠા પછી પ્રદક્ષિણા વિના જ પ્રભુ પાસે જઇ સીધું પ્રણામ-વંદન સ્તુતિ કરાય તો શો વાંધો? | | આનો જવાબ એ છે કે પ્રભુને વંદન કરવું હોય, સ્તુતિ કરવી હોય, નમસ્કાર કરવો હોય તો પહેલાં પ્રભુની અંતર (હયું) થી નજીક આવવું જોઇએ. જો અંતરથી નજીક ન આવીએ અને ખાલી બાહ્યથી નજીક આવીએ તો એટલા માત્રથી સાચી વંદના ન થાય કે પ્રશ્ન પૂછવાનો અધિકાર ન રહે. કારણ સ્પષ્ટ છે. વંદન તો અનંતવાર કર્યા પરંતુ આપણા આત્માનો નિસ્તાર કેમ ન થયો ? કહો કારણ આ જ, કે વંદન કરતા હૃદયની નિકટ ન થઇએ ત્યાં સુધી આપણે વંદન કે પ્રશ્ન, પ્રાર્થના કોણ સ્વીકારવા નવરું છે? આજે જાઓ કે પત્નીને જ્યાં એમ લાગે છે કે “પતિ હૈયાથી એમની માતાને નિકટ છે, મને નહિ તો પછી પતિ બાહ્યથી પત્નીને નિકટ રહી ગમે તેટલી પ્રેમની વાતો કરે, એ પત્નીને માત્ર ખોટા સવાસલાં લાગે છે. એમ જીવ સંસારને, વિષયોને અને પરિવારને હૈયાથી નિકટ હોય પછી પ્રભુ આગળ Page #65 -------------------------------------------------------------------------- ________________ ગમે તેટલાં વંદન કરે, પ્રાર્થના કરે પરંતુ એ ખોટાં સવાસલાં છે. સાચાં ભાવવંદન નથી, સાચી પ્રાર્થના નથી. એમ બાપને બે પૂત્રમાંથી લાગે કે એક પુત્ર અને હૃદયથી નિકટ છે, બીજો નહિ. તો પછી બીજો ગમે તેટલી સેવા કરે પરંતુ બાપને એના પર આસ્થા નથી થતી. બાપ એની સેવાની બહુ કિંમત નથી આંકતો. કદાચ પહેલો પુત્ર સેવા ઓછી પણ કરતો હોય કિન્તુ જો હૃદયથી નિકટ લાગે છે તો એના પર બાપાને આસ્થા રહે છે અને અવસરે પેટની વાત એને કહે છે, પેલાને નહિ. એમ પૈસા, ચાવી કે મહત્ત્વનાં કામ સોંપવાના હોય તો પહેલાને સોંપે છે, બીજાને નહિ. તાત્પર્ય આ છે કે, હૃદયની નિકટ બન્યા વિનાની સેવા-વંદનાની કિંમત નથી. બસ, આ જ રીતે વીતરાગ ભગવાનને હૈયાથી નિકટ થયા વિના વંદન સ્તુતિ-પ્રાર્થનાની કશી કિંમત નથી. " પ્રભુને હૃદયથી નિકટ આવવાનું ત્યારે બને કે પ્રભુમાં જે છે, તે બહુ કિંમતી લાગે અને સંસારમાં છે, તે માલ વિનાનું લાગે. પત્ની કરતાં માતાને હૃદયથી વધારે નિકટ કયો પુત્ર બની શકે છે ? તે જ કે જેને માતામાં જે અનન્ય ઉપકારતા છે, શુદ્ધ વાત્સલ્ય છે, નિ:સ્વાર્થ સેવા વગેરે છે, તેને બહુ કિંમતી માને અને એની સામે પત્ની, જે સંસાર સુખદાન કરે છે, સ્વાર્થની માયા છે, મોહની આકર્ષકતા છે, એ બધું પેલા કરતાં બહુ ઓછી કિંમતનું લાગે. જો એને બહુ કિંમતી લેખે અને માતાના વાત્સલ્ય, નિ:સ્વાર્થ પ્રેમ, સેવા તથા પરમોપકારતાને ઓછી કિંમતના લેખે, તો એ હૈયાથી પત્નીને નિકટ થયો, માતાને નહિ. પછી એ ભલે માતાની સેવા બજાવે પરંતુ એમાં માલ નહિં. ત્યારે પત્ની શેઠાણી બની ઓછું કામ કરતી હશે તો ય એને એ ઘણું કરતી લાગશે. “મા કરે છે એમાં શી નવાઇડો કરે છે ?” એમ લાગશે કેમકે હૈયાથી પત્નીને નિકટ છે, માતાને નહિ. એમ સંસારી જીવને ભગવાન ઘણું આપનારા અને કિંમતી આપનારા છતાં અર્થાતુ, મનુષ્યભવથી માંડીને કેટલી બધી વાતની પુણ્યાઇ પ્રભુએ આપી. ઉપરાંત અહીં મહાકિંમતી દેવદર્શન-પૂજા-સામાયિક, વ્રતનિયમાદિ Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રભુએ આપ્યા છતાં જીવને એ બધું મામુલી લાગે છે ! ને સંસાર-વિષયો અને પત્ની આદિ પરિવાર જે સુખ આપે છે તે એને બહુ કિંમતી લાગે છે.એટલે એ, એ બધાને હૃદયથી નિકટ છે, પ્રભુને નિકટ નહિ. પછી એની વંદના આદિથી શી કિંમત ? પ્રદક્ષિણા હૃદયથી પ્રભુની નિકટ થવા માટે છે. કેમકે વીતરાગ પ્રભુને સતત ૩ વાર પ્રદક્ષિણા દઇએ ત્યારે અંતરમાં ‘હે વીતરાગ ! હે અનંતોપકારી !' એવો સતત નાદ ગુંજે તો જેવી રીતે ઇયળની આસપાસ ઘુમઘુમ કરતી ભમરી સતત ઘુમે છે અને ગુંજે છે તો ઇયળમાં ભમરીની હૈયાથી એટલી બધી નિકટતા વધે છે કે અંતે ઇયળ ભમરી બની જાય છે. એ રીતે વીતરાગને પ્રદક્ષિણા દેતાં ‘હે વીતરાગ, હે વીતરાગ !' નું ગુંજન ચાલ્યા કરે એ આત્મામાં એના આકર્ષણના ઊંડા સંસ્કાર નાંખે છે, જે વીતરાગતાના પ્રયત્નમાં ચડાવી અંતે વીતરાગ બનાવે છે. આ પ્રદક્ષિણામાં જે વીતરાગનું ગુંજન થયા કરે એથી વીતરાગતાનું આકર્ષણ વધે. એમાં હૃદયથી વીતરાગની નિકટ આવવાનું થાય છે. વીતરાગ કિંમતી લાગે છે, વિષયો, સંસાર કિંમતી નહિં, એ તો માલ વિનાના લાગે છે. હૃદયમાં જેને વહાલાં કરીએ, હૃદયથી એને આપણે નિકટ થયા. વીતરાગને વહાલા કર્યા તો આપણે વીતરાગને નિકટ થયા, વિષયોને અળખામણાં કરીએ એટલે વિષયોથી આપણે અંતરથી દૂર થયા. એમ વીતરાગને વધુ નિકટ થઇએ એટલે પછી જે વંદન-સ્તુતિ પ્રાર્થના થાય એ વાસ્તવિક કોટિના થાય. માત્ર કાયાથી નિકટ થઇને વંદન-પૂજન કરે છે પરંતુ એની પૂજાની કશી તેવી કિંમત હોતી નથી. મંદિરમાં પ્રભુને દેવાતી ત્રણ પ્રદક્ષિણામાં વીતરાગને નિકટ થવાનું થાય છે. માટે જ એની બહુ કિંમત છે. એથી જ જ્ઞાનીઓએ પહેલાં પ્રભુને પ્રદક્ષિણા દેવાની કહી, પછી પ્રભુને પ્રણામ-સ્તુતિ વગેરે કરવાનું કહ્યું. મંદિરમાં આ પ્રદક્ષિણા ફરવા માટેની સગવડ જોઇએ જ. આજના શિલ્પીઓને આ મંદિરવિધિની ગમ નથી એટલે મંદિર બાંધતા અંદરમાં ફરવાની પ્રદક્ષિણા રાખતા નથી. કહે છે, ‘ઓટલા પર પ્રદક્ષિણા ફરી શકાય ને ?” પરંતુ એમને ૫૭ Page #67 -------------------------------------------------------------------------- ________________ ખબર નથી કે જે દિવાલને અડીને પ્રભુ બિરાજમાન છે એ દિવાલના જ બહારના ભાગમાં ચકલા વેટ નાંખે, કૂતરા મૂતરી જાય, અંતરાયવાળાં વ્હેનો અડી જાય વગેરે સંભવિત છે. જો મંદિરની અંદરમાં પ્રદક્ષિણા હોય, તો પ્રભુનો ગભારો અલગ થઇ ગયો ને એની દિવાલના બહારના ભાગને ફરતી પ્રદક્ષિણાની જગા આવી ને એને ફરતી મંદિરની દિવાલો આવી. એટલે પ્રભુની બેઠક પાછળની દિવાલ અલગ થઇ ગઇ અને એની બહારની દિવાલ અલગ તેથી અંદરની દિવાલની પવિત્રતા જળવાઈ રહે. પરંતુ જ્યાં શ્રાવકોને જ પ્રદક્ષિણાના મહત્ત્વની ખબર ન હોય ત્યાં જૈનેતર શિલ્પીઓનું બિચારાનું શું પૂછવું? સારાંશ, પ્રદક્ષિણામાં વીતરાગને નિકટ આવવાનું થાય છે. આવો મહાન લાભ મળતો હોય તો પ્રદક્ષિણા ન ચૂકાય! જ્યાં પ્રદક્ષિણાની જગ્યા ન હોય ત્યાં પ્રભુને ભાવથી પ્રદક્ષિણા દેવી જોઇએ. અરિહંતની વાણીએ દયાદિ માર્ગ કહ્યા એટલે જીવો એના આધારે સુખ પામે છે. પરંતુ શાસ્ત્રો અરિહંતનો જ અચિન્ય પ્રભાવ કહે છે, તો શું એમનો સાક્ષાત્ પ્રભાવ છે? હા, અરિહંતનો સાક્ષાત્ પ્રભાવ પણ છે. તે આ રીતે-જેમ ખલાસી રાતના ઉત્તરમાં રહેતા ધ્રુવતારાને દ્રષ્ટિમાં રાખીને પોતાની ઈષ્ટ દિશામાં નાવડી હંકારી જઇ ઇષ્ટ સ્થળે પહોંચે છે, એમાં એ માને છે કે આ ધ્રુવ તારાનો સાક્ષાત્ પ્રભાવ છે કે હું અંધારી રાતે પણ નાવડી સરખી હંકારી મારા સ્થળે પહોંચી ગયો. એમ દિલમાં અરિહંતનું ધ્યાન રાખીને ભક્ત સંયમાદિ ધર્મ સુંદર સેવે છે, પાપક્ષય અને પુણ્યોપાર્જન કરે છે, સદ્ગતિ પ્રાપ્ત કરે છે તો એમાં સ્પષ્ટ છે કે એ બધામાં અરિહંતનો સાક્ષાત્ પ્રભાવ છે. ત્યાં એમ ન કહેવાય કે અરિહંતે તો કશું કર્યું નથી તો એમનો પ્રભાવ શાનો ? કેમકે દ્રષ્ટાંતમાં ધ્રુવ તારો પણ શું કરે છે ? એ તો પોતાને ઊંચે સ્થાને સ્થિર રહે છે, છતાં એ છે તો જ એને ધ્યાનમાં રાખીને પ્રવાસ બરાબર થાય છે, એ ન હોત તો તો ખલાસીની ધ્યાનક્રિયાની ગમે તેટલી હોંશિયારી Page #68 -------------------------------------------------------------------------- ________________ હોવા છતાં એ ગોથાં ખાત, એમ અરિહંત છે તો જ એમનું ધ્યાન રાખીને સાચી સાધનાને વિશિષ્ટ ફલ પ્રાપ્તિ થાય છે. માટે એમાં અરિહંતનો જ પ્રભાવ છે ને તે સાક્ષાત છે. અરે ! અરિહંતનાં જ દર્શન, પૂજન, વંદન, સ્તુતિ, પ્રાર્થના, આજ્ઞાપાલન આદિ વિશિષ્ટ ફળ આપે છે. ને બીજામાં દર્શન આદિ એવું ફળ નથી આપતા એ શું સૂચવે છે ? એ જ કે અરિહંત વસ્તુ જ કોઇ એવી પ્રભાવવંતી છે, કે એના દ્વારા વિશિષ્ટ ફળ મળે. એટલે ફળમાં સાક્ષાત્ પ્રભાવ અરિહંતનો છે. કોઇનાં કર્મ બીજાની બુદ્ધિ બગાડે ? હા, જુઓ સીતાજીને અપયશનામ કર્મ વગેરે કર્મ ઉદયમાં આવ્યા 1 ત્યારે એ કર્મે શોક્યને રાણીઓ વગેરેની બુદ્ધિ બગાડી ને ? રામની Om પણ મતિ ફેરવી નાંખી ને ? મહાવીર પ્રભુને કાનમાં ખીલા ઠોકવાનું કર્મ ઉદયમાં આવ્યું ત્યારે ગોવાળિયાની બુદ્ધિ બગાડી કે નહિ ? શોક્ય રાણીઓએ મહાજનને ચડાવીને રામ પાસે મોકલવાથી મહાજને રામચંદ્રજીને કહ્યું કે ‘લોક વાત કરે છે કે પા૨કે ઘેર રહી આવેલા સીતાજીને આપ જેવાએ રખાય નહિ.” છતાં સીતાજીને લેશમાત્ર પણ અસતી માનવા રામ તૈયાર નથી. ૪૧ તો પછી કેમ એવી બુદ્ધિ થઇ કે ‘સીતાજીને ત્યજીને સારા રાજા તરીકેની નામના અખંડ રાખું ?' સીતાજીએ કાઢી મૂકવા હતા તો એમના પિતા જનક રાજાને ઘેર મોકલાવી દેવા હતા. દૂર જંગલમાં કેમ મૂકાવી દે છે ? કહેવું જ જોઇશે કે સીતાજીનાં એવા કર્મ જ એ કરાવી રહ્યાં છે. એમ પેલા ખીલા ઠોકનાર ગોવાળિયાને આટલી હદ સુધીની ક્રૂરતા વાપરવાની બુદ્ધિ પણ મહાવીર પ્રભુનાં પૂર્વ કર્મ કરાવી રહ્યાં છે. અહીં જરાક પૂછો : : તો પછી શું ગોવાળિયો નિર્દોષ ? એ તો પ્રભુનાં કર્મ જ એવી ક્રૂરતા ૫૯ Page #69 -------------------------------------------------------------------------- ________________ કરાવી રહ્યાં છે ને ? ના, નિર્દોષ નહિ, કેમકે પોતાની ક્રૂરતામાં પોતાનાં ય એવા કષાય મોહનીય કર્મ અને અશુભ મનોયોગ તથા કાયયોગ યાને પોતાનો અસત્ પુરુષાર્થ કારણભૂત છે જ. સાથે નિમિત્ત રૂપે એમાં પ્રભુનાં કર્મ ભળે છે. એટલે પોતાના કાષાયિક ભાવ અને અસ–વૃત્તિ પોતાને દોષિત બનાવે જ છે. અલબત્ત એ દુષ્ટતામાં બીજાનાં તેવા અશુભ કર્મ નિમિત્ત તો બની જાય છે, પરંતુ મુખ્ય કારણ તો પોતાનો અસત્ પુરુષાર્થ જ છે. મોહ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે સાધુપણું જ લેવું પડે ? શું ઘરમાં રહીને મોહ સામે ન લડાય? લડાય, પણ મામુલી, કેમકે :(૧) એ શસ્ત્રોને અજમાવવા માટે જે એવું શાસ્ત્રબળ જોઇએ તે ભણવા કરવાની ઘરમાં જગ્યા જ નથી. વળી ઘરમાં રહી એ આગમ-શાસ્ત્ર ભણવાનો અધિકાર જ નથી, એ તો સાધુપણામાં જ છે. વળી (૨) સંસાર જ એવો લઇને બેઠો છે કે એમાં કેટલીય આવશ્યકતાઓ રહે છે, સ્વાર્થ સાચવવો પડે છે, અનિવાર્ય પ્રસંગો સંભાળવા પડે છે, ત્યાં જીવને રોષ-રોફ વગેરે બતાવ્યા વિના ચાલતું નથી, ચલાવવાની એવી ધીરજ જ રહેતી નથી. ત્યારે સાધુજીવનમાં એવા કુટુંબ સંભાળવાનું નથી, પૈસા રાખવાના નથી, ઘર-સામાન વગેરેની આવશ્યકતાઓ નથી, ને એવા કોઇ દુન્યવી સ્વાર્થ નથી કે જેના કારણે રોષ-રોફ વગેરે કરવા પડે. (૩) ઘરમાં સ્ત્રી, પુત્ર, ઘર, દુકાન, પૈસા, ટકા વગેરે નિમિત્તો જ એવાં છે કે જે રાગ કરાવે. સાધુ જીવનમાં એ નહિ, તેથી રાગની રમતને જગ્યા જ નહિ. (૪) વિચાર કરશો તો દેખાશે કે કેટલાય પાપ સ્થાનકો, કષાયો, મેલી લેશ્યાઓ, દુર્બાન અને સંકલ્પ-વિકલ્પો ઘરવાસનાં કારણે જ થાય છે, કરવા પડે છે. ત્યાં એને અટકાવવા મોહ સામે કેટલી લડાઇ ચાલે ? એ તો Page #70 -------------------------------------------------------------------------- ________________ સાધુજીવનમાં જ મોહની સામે લડી લેવાય ને અટકે એવી અનુકૂળતા ત્યાં છે. ‘કાયા પુખ્ત ઉંમરમાં આવે એટલે પછી તો એ કામનો ભાવ જાગે જ ને ? એ તો સહજ ભાવ છે. એ ભાવ પોષવામાં અજુગતું શું છે ? આખી દુનિયા એ કરે જ છે.' ૪૩ • પરંતુ આ વિચારણા ખોટી છે કેમકે એ કેવળ સંસા૨દ્દષ્ટિની જ વિચારસરણી છે. એની પાછળ એવું મનાઇ બેઠું છે કે જનમવું, વાસનાઓ પોષવી અને આયુષ્ય પૂરું થયે મરી જવું, એ જ જે કાંઇ છે તે છે.’ વિચારો, ‘દુનિયા આખી વાસના પોષે છે અને વાસના સહજ હોવાથી એ પોષવામાં કશું અજુગતું નથી', આ હિસાબ માંડી મૂક્યો હોય એની પાછળ દ્દષ્ટિ કેવી હોય ? માત્ર શરીરનાં સુખો જ જોવાની કે બીજી કોઇ ? માત્ર શરીરસુખ જોવા ૫૨ કામસેવનમાં કશું અજુગતું લાગતું નથી. પરંતુ એ સમજવા જેવું છે કે માનવદેહે સુખ-સન્માન એ માનવદેહની વિટંબણા છે, એના ૩ કારણ : (૧) દેહને સુખ-સન્માનમાં આત્માનું ભાન ભૂલાય છે. (૨) એ સુખ-સન્માનમાં દુશ્મન કર્મના દયાપાત્ર બનવું પડે છે. (૩) એના મોજથી ભોગવટામાં જાલિમ વાસનારોગ વધે છે. ૪૪ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે શ્રી સંભવનાથ ભગવાનના સ્તવનમાં ગાયું,” ‘કાળલબ્ધિ મુજ મત ગણો.” અર્થાત્ ‘પ્રભુ તમે પોતે તમારા અખૂટ ખજાનામાંથી કાંઇક દેવાને બદલે મારી કાળલબ્ધિથી પામી જવા પર છોડશો નહિ' ત્યારે શ્રી આનંદઘનજી મહારાજ શ્રી અજિતનાથ ભગવાનના સ્તવનમાં કહે છે ‘પ્રભુ તમે કયા માર્ગે પરમાત્મ પદે પહોંચ્યા તે જાણવા કોઇ ઉપાય દેખાતો નથી, તો મેં નક્કી કર્યું છે કે,‘કાળલબ્ધિ લહી પંથ નિહાળશે' 66 ૬૧ Page #71 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ કાળલબ્ધિથી તમારો માર્ગ શોધશું, આમ બે સ્તવનમાં પરસ્પર વિરુદ્ધ જેવું કથન કેમ દેખાય છે ? એક કહે છે ‘મારી કાળલબ્ધિથી કાંઇ વળે એવું નથી.’ બીજા કહે છે ‘મારી કાળલબ્ધિથી જ કાર્ય સાધશું.’ અહીં પહેલું એ સમજવા જેવું છે કે કાળલબ્ધિ એટલે શું ? ‘કાળલબ્ધિ’ પરમાત્મપદ પામવાની દિશામાં પ્રયાણ અને પ્રગતિ ક૨વા માટેના વર્તમાનકાળે લભ્ય ઉપાયોની પ્રાપ્તિ. એ ઉપાયોમાં દેવાધિદેવની ભક્તિ અને ગુરૂસેવા સમ્યગ્દર્શનાદિ તથા દાનાદિ ધર્મની આરાધના, શાસ્ત્ર-ઉપાસના, તીર્થ-સંઘ શાસન સેવા, સત્સંગ, ચાર શરણ સ્વીકાર, દુષ્કૃત ગહ વગેરે આવે. એ બધી આપણને કાળલબ્ધિ મળેલી છે. હવે જુઓ :– - -0 ઉપાધ્યાયજી મહારાજ પ્રભુને વિનંતી કરે છે કે ‘પ્રભુ હું તમારી સેવા કરી રહ્યો છું, તો હવે સેવાનું ફળ મને ક્યારે આપશો ? સેવાના ફળમાં મારે તમારા ગુણોમાંથી ગુણો જોઇએ છે. તમારો ખજાને અનંત ગુણો છે, અખૂટ ખજાનો છે ને એમાંથી મને વાંછિત દાન આપો. તમે કહેશો તારી પાસે કાળલબ્ધિ છે એનાથી પરમાત્મપદને યોગ્ય ગુણો પામી લે, પણ બાપજી ! મારી કાળલબ્ધિ પર મદાર ન રાખો. એ એકલીથી કાર્ય થાય એમ નથી, પણ સાથે ભાવલબ્ધિ પણ જોઇએ; ને તે તમારા હાથમાં છે.’ આ ભાવલબ્ધિ એટલે પ્રભુની કરૂણા, કરૂણાની પ્રાપ્તિ સમજવાની છે. શાસ્ત્રકારો કહે છે ભવિતવ્યતાદિ પાંચ કારણ એ કાર્ય પ્રત્યે સાધારણ કારણ છે અને અરિહંતની કરૂણા અરિહંતનો અચિંત્ય પ્રભાવ એ કાર્ય પ્રત્યે એવું અસાધારણ કારણ છે, કે અરિહંતકરૂણા હોય ત્યાં પાંચે ય કારણ અનુકૂળ થઇ જાય છે. માટે યશોવિજયજી મહારાજે પ્રભુને કહ્યું - ‘ભવિતવ્યતાદિ તુજ દાસો રે.' એટલે જ અહીં કવિએ પ્રભુને વિનંતિ કરી કે ‘ભાવલબ્ધિ તુમ હાથે રે’ અને ‘એ મારે જોઇએ છે, તે મને આપો.’ આગળ કહ્યું ‘દેશો તો તુમહી ભલું, બીજા તો નવિ યાચું રે,' અહીં પ્રશ્ન થાય કે વીતરાગ તો કરૂણા કરે નહી, પછી એમની પાસે એ માંગવાનો શો ૬૨ Page #72 -------------------------------------------------------------------------- ________________ અર્થ ? તેનો ઉત્તર એ કે વીતરાગ અરિહંત ભગવાન જે કરૂણા કરે છે એવી કરૂણા બીજા કોઇ કરી શકતા નથી. એમની કરૂણા એ એમના પ્રભાવ સ્વરૂપ છે, એમનો ઉપકાર છે. એ પ્રભાવ એ રીતે કે તમે અરિહંતને દિલમાં લાવો, અને એમના દર્શનવંદન, પૂજા-ભક્તિ, સ્તુતિ-પ્રાર્થના, સ્મરણ-ધ્યાન.... વગેરે કરો તો તમને અચિંત્ય ફળ મળે છે. એ દર્શન-વંદન-સ્મરણાદિ અરિહંતને છોડીને બીજાનાં કરો તો એ ફળ ન મળે, કેમકે અરિહંતનો જ અચિંત્ય પ્રભાવ છે. શ્રી માનતુંગસૂરિજી મહારાજે “ભકતામર સ્તોત્રથી અરિહંતની સ્તુતિ કરી તો રાજાએ એમના પગમાં નાંખેલી ૪૪ બેડીઓ તૂટી ગઈ ! શ્રીપાળકુમારને ધવલશેઠે પ્રપંચથી દરિયામાં પાડયા, ત્યાં શ્રીપાલે અરિહંતાદિ નવપદનું સ્મરણ કર્યું ને દરિયામાં મગરમચ્છ પોતાની પીઠ પર એમને ઝીલી લઇ થાણા બંદરે મૂકી દીધા ! શ્રીમતીએ નમો અરિહંતાણં કહી અર્થાત્ અરિહંતને નમસ્કાર કરી કપટી પતિના આદેશ મુજબ ઘડામાં હાથ નાંખ્યો તો હાથમાં સાપને બદલે ફુલની માળા આવી. પાકિસ્તાની ખૂનરેજી વખતે કલકત્તામાં એક માળામાં મુસ્લિમો ખૂનરેજી કરી સામેના જૈનોના માળા પર તવાઇ લઇ ગયા. પરંતુ જૈનોએ અરિહંત નમસ્કારવાળા નવકારમંત્રની ગદ્ગતાથી રટણા કરી તો તરતમાં મિલિટરી લોરી આવી ને સૌ ઉગરી ગયા! અરિહંતના સ્મરણ-નમસ્કારથી જો આ બધે અદ્ભુત ફળ આવ્યા તો શું એમાં અરિહંતનો પ્રભાવ નહિ ? આને અરિહંતનો પ્રભાવ કહો, ઉપકાર કહો, કરૂણા કહો, એક ચીજ છે. અહીં કવિ યશોવિજયજી મ. સેવાના ફળમાં પ્રભુની આ કરૂણા યાચી રહ્યા છે. એ ભાવલબ્ધિ છે અને બીજી વ્રત-નિયમ-શાસ્ત્રસ્વાધ્યાય એ બધી કાળલબ્ધિ છે. એકલી કાળલબ્ધિથી કાર્ય ન સીઝ, ભાવલબ્ધિ જોઇએ. ત્યારે આનંદઘનજી મહારાજને પ્રભુનો માર્ગ શોધવો છે કે પ્રભુ કયા માર્ગ મોક્ષે ગયા?તે માર્ગ ચર્મચક્ષુથી ન દેખાય, અંધ પરંપરાથી, તર્કવાદથી ન જડે, પરંતુ સદ્ગુરૂ-શાસ્ત્રો તીર્થો-ધર્મારાધના વગેરેથી જડે અને એ બધી પ્રાપ્તિ કાળલબ્ધિ કહેવાય. તેથી એમણે કહ્યું “ કાળલબ્ધિ લડી પંથ નિહાલશું.” Page #73 -------------------------------------------------------------------------- ________________ અહીં પ્રશ્ન થાય, પ્રશ્ન:- શું માર્ગ શોધવામાં ભાવલબ્ધિની જરૂર નથી ? ઉત્તર:- જરૂ૨ છે, પરંતુ માર્ગ શોધવામાં જેમ વર્તમાન કાળે લભ્ય ગુર્વાદિ સામગ્રી કામ આવે તેમ અરિહંતની કરૂણા પણ વર્તમાનકાળે લભ્ય એક સામગ્રી છે તેથી કાળલબ્ધિમાં વર્તમાનકાળે લભ્ય સામગ્રીમાંની એ કરૂણા પણ એક વસ્તુ છે, એટલે અરિહંતકરૂણા કાળલબ્ધિમાં જ અન્તર્ગત છે. ત્યારે ઉપાધ્યાય યશોવિજયજી મહારાજને પ્રભુ પાસેથી સેવાનું ફળ જોઇએ છે ને તે અરિહંતની કરૂણાનો આધાર રાખ્યા વિના એકલી બીજા ત્યાગ-તપશાસ્ત્રાધ્યયન વગેરે કાળલબ્ધિથી મળે એમ નથી, એ તો મુખ્યતયા અરિહંતની કૃપાથી જ એટલે કે ભાવલબ્ધિથી મળે એમ છે. માટે કવિએ ભાવલબ્ધિ માગી. ૪૫ ત્યાગમાં તો છોડવાનું છે. ત્યાં અનંતકાળના વિષયભોગના સુખના ટેવાયેલા જીવને સુખ શું ? આના જવાબમાં સમજી રાખો કે – ભોગ કરતાં ત્યાગમાં સુખ એટલા માટે કે ઇન્દ્રિયોની સુખશાતા કરતાં મનની શાતા કેઇ ગુણ ઊંચી છે. મન જો અશાતામાં હોય, કશી ચિંતામાં-શોકમાં હોય તો ઇન્દ્રિયોને શાતાકારી સારા વિષયસંપર્ક મળવા છતાં પણ જીવને ચેન નથી પડતું, સુખ નથી લાગતું, એવું દુનિયામાં ઘણું જોવા મળે છે. શિખંડ-પૂરીના ભોજન પર બેઠા હો ને એ જ વખતે પરગામથી દીકરાને ડબલ ન્યુમોનિયા લાગ્યાનો તાર આવે તો શિખંડના સુખ રહે ? કે સુકાઇ જાય ? માનો કે શેઠ શેઠાણીને બંગલો છે, મોટર છે, પાસે કેશ (રોકડા) લાખો રૂપિયા છે પરંતુ જો જુવાનજોધ સારો હોંશિયાર વિનયી દિકરો ત્રણ દિવસના તાવમાં ઊપડી ગયો તો હવે એ બધું અકારૂં લાગે છે. ૬૪ Page #74 -------------------------------------------------------------------------- ________________ અલબત્ત બંગલો રહેવાનો, છોડી નથી દેવાતો, બંગલામાં રહેવું પડે છે. મોટ૨ કાઢી નથી નખાતી, મોટરમાં બેસીને ફરવું પડે છે. એમ સ્વચ્છ પહેરવેશ, ફર્નિચર, નોકરો, ઉમદા ભોજન... બધું ભોગવાય છે. અરે ! વિષયસુખ પણ ભોગવાય છે. અરે ! છતાં ક્યાંય દિલને શાતા છે ? ચેન છે ? મઝા આવે છે ? ના, કશું જ નહિ, ત્યાં તો વ્હાલો ડાહ્યો હોંશિયાર છોકરો યાદ આવી આવીને દિલ સળગી રહ્યું હોય છે. ત્યાં આ ઇન્દ્રિયોના બહારના સુખ ગોઝારા લાગે છે. શું થયું આ ? ઇન્દ્રિયોને શું સારા વિષયોથી શાતા નથી મળતી ? મળે છે પણ એને શું કરવાની ? મનની અશાતા મોટી છે. કોઇ ભારે ચિંતા-શોક-ઉદ્વેગની માનસિક અશાતા હોય ત્યાં બાહ્ય વિષયોથી ઇન્દ્રિયોને થતી શાતાની કિંમત નથી લાગતી. એની ઊલ્ટું કોઇ વાતની માનસિક શાતા ભરપૂર હોય ત્યાં ઇન્દ્રિયોની અશાતાની કિંમત નથી લાગતી. મન મોટી ચીજ છે. એ જો અશાતામાં-ઉદ્વેગમાં હોય તો એ જાણે વિષયોને ચેલેન્જ કરે છે કે ‘તમે ગમે તેવા ઇન્દ્રિય સુખકારી આવોને, પણ જો જીવને ચેન પડવાં દઉં, શાતા લાગવા દઉં, તો મારું નામ કાઢી નાંખજો.' મતલબ મન અશાતામાં છે તો બાહ્ય વિષયોથી જીવને ચેન ન પડે. ત્યારે મનની શાતા ચેલેન્જ કરે અને એમ ઇન્દ્રિયોની શાતા મનને ચેલેન્જ નથી કરી શકતી કે ‘અમે બેઠા, મન ! તું ગમે તેવા ઉદ્વેગમાં પડે છતાં હું જીવને ચેનમાં રાખું ! ના, ઇન્દ્રિયોની મન પર જોહુકમી નહિ. દેખાય જ છે કે કોઇકે ગોઠવેલું સારામાં સારૂં જમણ જમતાં જીભને ભારે શાતા છે પરંતુ એ જ વખતે કોઇ કાંઇક અપમાનનું બોલી નાંખે તો પેલી શાતા ઊભી છતાં જીવનું ચેન ઊડી જાય છે. જીવ આકુળવ્યાકુળ બની જાય છે. કેમ ? મન ઉદ્વેગમાં પડયું, અશાતામાં પડયું’ મનની શાતા-અશાતાની કિંમત મોટી. માટે જ મનને જો શાતા, તો ઇન્દ્રિયોની અશાતાની કિંમત નહિ. સંતોષી ગરીબને જાતમહેનતનો સ્વતંત્ર અને અતિ અલ્પ પાપનો ધંધો જો મનને શાતા આપે છે તો ઓછી આવકમાં ઇન્દ્રિયોને પડતી બીજી અગવડ (અશાતા) થી ૬૫ Page #75 -------------------------------------------------------------------------- ________________ કશું દુ:ખ નથી લાગતું. એને તો ઊલટું માનસિક ભારે ચિંતાથી અને અઢળક પાપથી રિબાતા મોટા શ્રીમંતોની દયા આવે છે. લેબોરેટરીમાં રાત ને દિવસ રિસર્ચ (સંશોધન) કરનારો એવાં ખાનપાન-રંગરાગ-મોજ કશું નથી ભોગવતો. ઊલટું રિસર્ચના રંગમાં રિસર્ચટેબલ આગળ ઊભો ઊભો ટાંટિયા દુખાડે છે, ઠંડી-ગરમી ય સહે છે. ભૂખ-તરસ પણ ચલાવી લે છે, સંગીતના સૂરને બદલે કોઇ ઢોરના કર્કશ અવાજ પણ સાંભળી લે છે. છતાં એ બધી અગવડ યાને ઇન્દ્રિય-અશાતામાં એને કશું દુઃખ લાગતું નથી કેમકે મનને રિસર્ચ (સંશોધન) થઇ રહ્યાનો ભારે આનંદ છે. ભારે શાતા છે. મનની ભારે શાતા આગળ ઇન્દ્રિયોની અશાતા ડુલ છે, કશી વિસાતમાં નહિ, કશા લેખામાં નથી. માટે જ પહેલા રિસર્ચવાળાની જેમ જ્ઞાનીના વચન પર શ્રદ્ધાવાળો વ્રતનિયમાદિ દ્વારા ત્યાગ કરે, તપસ્યા કરે, ક્ષમા-નમ્રતા રાખે, પરિષહઉપસર્ગ સહે એમાં એના મનને પરમ શાન્તિ છે, પરમ શાતા હોય છે. એમાં એને અંતરની રાગાદિ મલિન વૃત્તિઓનું અને પાપકર્મોનું સંશોધન થઇ રહ્યું દેખાય છે ને એમ થવામાં આ અનંતકાળથી ભવચક્રમાં ભટકતા જીવને મળેલી મહામોંઘેરી તક સફળ થતી દેખાય છે પછી શું કામ મનને અશાતા થાય? ત્યાં પછી ઇન્દ્રિયોની અશાતા નગણ્ય બની જાય એમાં નવાઈ નથી. પરદેશ સીઝનના બજારમાં ધંધાર્થે જનારો કેટલીય ભૂખ-તરસ, ટાઢતડકા વગેરે કષ્ટ સહન કરી ઇન્દ્રિયોની અશાતા અપનાવી રહ્યો હોય છે. છતાં સારી ધનકમાઇ પર મનની શાતા જોરદાર હોવાથી ઇન્દ્રિયોની અશાતાને નગણ્ય ગણે છે. શરદી-ન્યુમોનિયાનો દર્દી પવન વિનાના ઓરડામાં ઘામ સહે છે. મનગમતાં ભોજન છોડી અણગમતું ખાય છે પરંતુ આરોગ્ય પ્રાપ્ત થયે જવાની મનની શાતા આગળ ઇન્દ્રિયોની અશાતા ચલાવી લે છે. એ બતાવે છે કે માનસિક સુખશાતા એ મોટી ચીજ છે. એ હોય ત્યાં બાહ્ય કષ્ટ છતાં મસ્તી હોય છે, બાદશાહી હોય છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ જો ભગવાનની તુષ્ટિ-પ્રસન્નતા-કૃપા આપણી યોગ્યતા રૂપ હોય તો તે તો આપણી પાસે હોય પછી ભગવાન પાસે માંગવાનું શું રહ્યું ? અને જો વીતરાગ ભગવાન એ આપતા હોય તો પહેલાં થોડી કૃપા પછી વધારે, પછી વધારે... એમ તરતમતાવાળી કૃપા કેમ આપે ? અહીં જિનશાસનની આ એક મહાનતા ખૂબ સમજવા જેવી છે કે દેવાધિદેવ વીતરાગ અરિહંત ભગવાનની કૃપા અરિહંત પાસેથી નથી મળતી પરંતુ આપણા દિલમાંથી એ ઊઠે છે. એમ ગુરૂની કૃપા પણ દિલમાંથી એ ઊઠે છે. તે આ રીતે કે આપણા દિલમાં દેવ-ગુરૂને જેટલું ઊંચું સ્થાન, એટલી એમની આપણા પર વધારે કૃપા ગણાય. બીજા શબ્દોમાં કહીએ તો, આપણે દેવ-ગુરૂનું જેટલું ઊંચું મૂલ્યાંકન કરીએ એટલી ઊંચી કૃપા આપણને મળી ગણાય. ત્યારે પ્રશ્ન થાય, પ્રશ્ન :- જો કૃપા આપણા દિલમાંથી ઊભી કરવાની હોય તો એમાં ભગવાને શું આપ્યું ? એમાં ભગવાનનો ઉપકાર ક્યાં આવ્યો ? ઉત્તર :- ભગવાનનો ઉપકાર એ રીતે કે આપણા દિલમાં દેવગુરુને ઊંચું સ્થાન આપવામાં, અર્થાત્ એમના પર ઊંચું બહુમાન કેળવવામાં આપણે એમનું આલંબન લેવું પડે છે. જો એમના બદલે બીજા કોઇ ભળતા દેવદેવી કે ભળતા માણસનું આલંબન લઇએ, અર્થાત્ બીજા ભળતા પર બહુમાન રાખીએ તો એમાં કાંઇ વળે નહિ, એવું ઊંચું ફળ મળે નહિ. દા.ત. તમે હૈયામાં વીતરાગ અરિહંતને બદલે કોઇ મિથ્યાત્વી દેવદેવી પર ઓવારી જાઓ, એના પર અહોભાવ ધરો અને નામની નવકા૨વાળી ગણો તો એનું માલદાર ફળ આવે નહિ. શ્રેણિક, સુલસા વગે૨ેએ દિલમાં વીતરાગ અરિહંત મહાવીર ભગવાન પર અથાગ અને સર્વોત્તમ બહુમાન ધરેલું માટે જ એ તીર્થંકર નામકર્મની પુણ્યાઇ પામ્યા. એના બદલે એમણે કોઇ રાગ-દ્વેષભર્યા દેવી-દેવતા પ૨ બહુમાન રાખ્યું હોત તો એ ફળ, એ પુણ્યાઇ ન પામત. આમ મિથ્યાત્વી દેવી-દેવતા નહિ પણ વીતરાગ મહાવીર પરમાત્મા પર અનન્ય બહુમાન ધર્યું, અર્થાત્ બહુમાન ધરવામાં આલંબન મહાવીર પરમાત્માનું લીધું અને ઉચ્ચ ફળ પામ્યા, તો એમાં ઉપકાર મહાવીર ૬૭ Page #77 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માનો ગણાય, એ જ પ્રભુની કૃપા થઇ કહેવાય. દેવાધિદેવ ૫૨ બહુમાન ભલે આપણે ધરીએ કિન્તુ એમાં વડાઇ આપણી નહિ પણ એ આલંબનભૂત દેવાધિદેવની છે. આ વાત ચાલુ વ્યવહા૨માં સારી રીતે સમજાય છે. દા.ત. માંદો કે અશક્ત માણસ કોઇના હાથના ટેકે ગિરિરાજ ચડી જાય તો એમાં એ વડાઇ પોતાની નહિ કિન્તુ એ ટેકો (આલંબન) આપનાર માણસની માને છે. સમજે છે કે જો આમનો ટેકો ન મળ્યો હોત તો મારાથી કાંઇ ચડી શકાત નહિ. માતાને જોઇ-જોઇ બચ્ચું રાજી થાય છે, એમાં રાજીપો તો ભલે બચ્ચું પોતે ઊભો કરે છે પરંતુ એ રાજીપામાં કારણભૂત માતા મનાય છે, બચ્ચું નહિ, કેમકે એ બચ્ચું પોતાના દિલમાં રાજીપો ઊભો ક૨વા તો ગમે તેટલું તૈયાર હોય, પરંતુ દર્શન જો માતાને બદલે કોઇ બીજી બાઇનું મળે તો એવો રાજીપો ઊઠે જ નહિ. દર્શન માતાનું મળે તો જ બચ્ચાને પ્રેમ-બહુમાન-રાજીપો ઉચ્ચ કોટિનો થાય છે, માટે પ્રેમ-બહુમાન-રાજીપામાં મુખ્ય કારણ તરીકે બચ્ચું પોતે નહિ કિન્તુ માતા જ ગણાય છે. જ બસ, એ રીતે આપણને દેવ-ગુરૂ ૫૨ ઊંચું બહુમાન થાય એમાં મહત્ત્વનું કારણ આપણે નહિ પણ દેવ-ગુરૂ છે. અર્થાત્ ઉચ્ચ પ્રેમ-બહુમાન ઊભું થવામાં વડાઇ આપણી નહિ પરંતુ દેવાધિદેવ વીતરાગ ભગવાનની છે અને એટલે જ કહેવાય કે એટલી આપણા પર વીતરાગ ભગવાનની કૃપા થઇ. એટલે આ આવ્યું કે બહુમાન ભલે આપણે ધર્યું પરંતુ એમાં કૃપા-કરૂણા અરિહંતની થઇ ગણાય, ઉપકાર અરિહંતનો થયો ગણાય. જો કામી માણસ પોતાની પ્રાણપ્યારી પ્રિયાને જોઇ-જોઇ રાજી થતો હોય છે અને જો કે દર્શન અને રાજીપો તો પોતે જ પોતાના દિલમાં ઊભો કરે છે છતાં પણ એમાં ઉપકાર એ પ્રિયાનો માને છે અને કહે છે કે “મને તારા દર્શનથી બહુ આનંદ થાય છે. આમ આનંદ-આનંદ થવામાં તારો બહુ ઉપકાર છે. તું દર્શન આપવામાં મારા પર બહુ ઉપકાર કરે છે.” ખૂબી જુઓ, પેલી સામે ચાલીને ભલે નહિ આવી હોય પણ પોતે જ એની સામે ચાલીને ગયો હશે છતાંય કહેશે ‘તું મળે છે ને મને આનંદ આપી મારા પર કેટલો બધો ઉપકાર ૬૮ Page #78 -------------------------------------------------------------------------- ________________ કરે છે !' એમ વીતરાગ પ્રભુના દર્શન-વંદન-પૂજન-સ્મરણથી ભક્તને બહુ આનંદ-આનંદ થાય એમાં વડાઇ પોતાની નહિ પણ દેવાધિદેવની માને એમાં શું ખોટું છે ? અરિહંતોની આ વડાઇ એ જ એમની કૃપા. એટલે હવે સમજાશે કે આપણા દિલમાં અરિહંતની જેટલી ઊંચી વડાઇ માનીએ, જેટલું ઊંચું સ્થાન આપીએ એટલા પ્રમાણમાં એમની આપણા પર કૃપા થઇ ગણાય. આ જ હિસાબે કહેવાય કે દેવ-ગુરૂની કૃપા દેવગુરૂમાંથી નહિ કિન્તુ આપણા દિલમાંથી ઊઠે છે. કેમકે આપણા દિલમાં એમને આપણે જેટલું ઊંચું સ્થાન આપીએ, એમનું જેટલું ઊંચું મૂલ્યાંકન આપણે કરીએ, એટલી એમની આપણા પર કૃપા થઇ અને ઉચ્ચ ફળ મળે છે. ૪૭ જ્યારે સંગમ ઉપસર્ગ કરતો હતો ત્યારે ભગવાને તેના પર કરૂણા કેમ ન ચિંતવી ? ને તેના જવા વખતે કેમ ચિંતવી ? પહેલાં ભગવાન ઉપસર્ગ-પરિષહ સહન કરવાની સાધના કરી રહ્યા હતા એટલે એ સાધનામાં તો ખૂબ સમતાથી સહન કરવાનું છે, તેથી એમાં મનને કડક ને કઠિન બનાવવું પડે. ત્યાં દયાની કૂણી લાગણી કેમ લવાય ? બીજાની દયાનો વિચાર કરવા જાય તો પોતાને કષ્ટ વેઠવાની સાધનામાં મન શી રીતે કડક રહે ? દા.ત. ભગવાન અનાર્યદેશનાં કઠિન ઉપસર્ગો, પરિષહો સહવા માટે ગયા. ત્યાં જો પ્રભુએ એવો વિચાર કર્યો હતો કે ‘હું અનાર્યદેશમાં જઇશ તો એ બિચારા અનાર્યો મને કનડી પાપ બાંધશે ! તો તો આ દયાના વિચારથી ત્યાં જવાની માંડવાળ જ કરવી પડત ! પછી પોતાનાં કઠણ કર્મ શી રીતે ખપાવવા ? વાસ્તવમાં પોતાના કષ્ટસહન અને કર્મનિર્જરા ઉપર જ ધ્યાન રહે ત્યાં સામા જીવની દયા પર મન ન લઇ જવાય. પછી એવો વિચાર કે વિકલ્પ ભગવાનને શેનો હોય કે ‘આ મારી કાયાને કેટલું બધું કષ્ટ ! મને કષ્ટ આપીને આ બિચારા સંગમનું શું થશે ? વગેરે ઉપસર્ગ સહતી વખતે એવો એક પણ વિચાર ન હતો પણ સંગમ હવે જાય છે, તો ઉપસર્ગ સહન ક૨વાની સાધના સમાપ્ત થઇ એટલે હવે ૬૯ Page #79 -------------------------------------------------------------------------- ________________ ભગવાનની દયા ચિંતવવાની સાધના શરૂ થઇ.” ભગવાન તો વીતરાગ છે એટલે એમને કશી જરૂર નહિ હોવાથી એમની ભક્તિ શી કરવી? સ્વામિભક્તિ શું ચીજ છે? અહીં પહેલી વાત તો આ છે કે શું ભકિત (૧) સામાની જરૂરિયાત પોષવાની ક્રિયા છે ? કે (૨) આપણા દિલમાં એમને સ્વામી માની એમની પ્રત્યે કૃતજ્ઞતા અને ગુણાનુરાગ અદા કરવા માટે ભોગ આપવાની ક્રિયા છે ? માબાપની માત્ર જરૂરિયાત પોષવાનું જ સમજનારાના હાલ જુઓ કે માબાપને કેવી દયામણી સ્થિતિમાં રાખે છે અને જાતના કેવાં ભપકાદાર મોજ-શોખ વગેરેના આલીશાન ખર્ચ નભાવાય છે ? જરૂરીયાત પોષવાની બુદ્ધિમાં તો જાણે દયાદાન કરવાનો ભાવ રહે છે ! ત્યારે, ઉપકારીના ઉપકારનો યત્કિંચિત્ પણ બદલો વાળવાની અને ગુણરાગથી વિશેષ પૂજા-ભક્તિ કરવાની બુદ્ધિમાં પોતાનાં કર્તવ્યપાલન અને સુકૃત-આરાધનનો ભાવ રહે છે. આ પેલા કરતાં ઘણો ઊંચો અને નિમક હલાલીભર્યો ભાવ છે. ભગવાનના આપણા પર અનુપમ અગણિત ઉપકારનો ખ્યાલ હોય તે ઉપરાંત એમનાં અનંતગુણોનો રાગ હોય તો એમની જરૂરિયાત ન જોવાય, એમને કાંઇ જોઇએ કે નહિ એ ન વિચારાય, પરંતુ “મારૂં શું કર્તવ્ય છે ? મારે સ્વામિની પૂજા-ભક્તિનું અતિ આવશ્યક સુકુત શું? એ વિચારી મારે એ સેવ્યા વિના ચાલે જ નહિ.”આજ ભાવ મનમાં રહ્યા કરે. ૪૯ દરદની વેદના સહન ન થતી હોય તો મૃત્યુની ઇચ્છા કરાય? દરદથી છુટીએ તો મહા આર્તધ્યાનના પાપથી બચીએ ને ? તે શું તમને ખબર છે ? નિર્ણય છે કે મર્યા પછી આવી, કે આથી ય ભયંકર સ્થિતિ, ભયંકર વેદના નહિ આવે ? અને એવું બને ત્યારે જીવ તો આનો જ ને? વેદનાથી કાયર બની આર્તધ્યાન કરનારો જ Page #80 -------------------------------------------------------------------------- ________________ - પ૦ ને ? એ ત્યાં કાયરતા સાથે વળી અણસમજની સ્થિતિમાં તો કેવાં ય ઘોર દુર્બાન કરશે? કદાચ આર્તથી રૌદ્રધ્યાનમાં નહીં ચડે એની શી ખાતરી? માટે મૃત્યુ આવે તો અહીંના આર્તધ્યાનથી બચાય એવી ગણતરી ખોટી છે. કદાચ તીવ્ર વેદનામાં અહીં આર્તધ્યાન થઇ જાય તો ય અંદર ઊંડે ઊંડે સમજ રાખી શકાય છે કે “આ કાયરતા ખોટી થઇ રહી છે. શું કામ રડવું? રડીને ય વેઠવાનું તો એનું એ જ નિશ્ચિત છે. વળી જડ શરીરના યોગે જ આ વેદના છે. તો મોટું દુ:ખ તો જડ શરીરના યોગનું છે. તો એ પાપ હંમેશનું કેમ ટળે એવો જ વિચાર અને પ્રયત્ન મુખ્ય ન રાખું? તત્કાલ દુ:ખથી છૂટવાના ફાંફાં મારવાને બદલે કાયમી દુ:ખ ટાળનારા ધર્મને કાં ન અપનાવું ?” દુઃખીને, ભૂખ્યાને દયાથી ખાવાનું કે પૈસા આપવા જતાં એ પછી અગ્નિ-પાણી-વનસ્પતિકાય વગેરે જીવોના આરંભ-સમારંભ કરશે એમાં એનું શું હિત? એવી દયા હિતકારી કયાં રહી? અહીં જરા દુષ્ટિ પહોળી કરીને તપાસવાની જરૂર છે કે અગ્નિ પાણી આદિની હિંસામાં તો એ પડેલો જ છે પણ એનું હિત કયાં છે ? ભૂખ્યો માણસ તીવ્ર ભૂખના લીધે ચિત્તની જે ભારે અસમાધિ ભોગવી રહ્યો છે, જે વિશેષ આર્તધ્યાનમાં સબડી રહ્યો છે, એમાં એ ઘેરાયેલી સ્થિતિ કરતાં વિશેષ મોહનીય કર્મ પણ બાંધી રહ્યો છે, કે જેના ઉદયે એ વિશેષ પાપી થાય, મૂઢ થાય. આ બધું એનું ભારે અહિત છે. ત્યારે જો એને ભૂખનું દુ:ખ ટાળવામાં આવે તો - (૧) ચિત્તને સ્વસ્થતા થાય, સમાધિ થાય, આર્તધ્યાન-દુર્બાન મોળું પડે, એ એનું હિત છે એટલું જ નહિ, કિન્તુ (૨) એને દાતાર તરફ એની દયાને લીધે સદ્ભાવ જાગે, એ હિત છે. (૩) સંભવ છે કે, એને દયાધર્મનું આકર્ષણ, પ્રશંસા થાય કે “અહો! કેવી સુંદર દયા, કે બીજાની આંતરડી ઠારે છે !” આ પણ એનું હિત છે. (૪) આમ ધર્મ પ્રત્યે દયાધર્મ પ્રત્યે આકર્ષણ-પ્રશંસા થવાથી એના ༤ 91 འབག་ Page #81 -------------------------------------------------------------------------- ________________ દિલમાં એ ધર્મનું બીજ રોપાય, એ હિત છે. (૫) એમાંથી આગળ જતાં, અંકુર વૃક્ષ થતાં ધર્મનો પાક ઉતરે અને (૬) આગળ વધતાં વિશેષ અહિંસાધર્મ પ્રાપ્ત થવાથી એ ખુદ અગ્નિકાય, અપ્લાય, વનસ્પતિકાય વગેરે જીવોને પણ અભયદાન દેનારો બને, એ એનું મહાહિત છે. આ બધું જો એની દયા કરવામાં આવે, એનું તીવ્ર ભૂખનું દુઃખ ટાળવામાં આવે તો સંભવિત છે : નહિતર તો એ ભૂખના દુ:ખની અસ્વસ્થતામાં કંઇના કંઇ પાપ બાંધી રહ્યો છે. મનથી એ અગ્નિ વગેરેના જીવોના આરંભ-સમારંભ ચિંતવી જ રહ્યો છે. તેમ ભવિષ્યમાં પણ એ જીવોને અભયદાન દેવાની ભૂમિકા ય ક્યાં છે એની પાસે ? આમ ભૂખે મરતાને ખાવા આપવું, એવી દયા એ હિતકારી દયા છે. (૧) અલબત્ત કોઇની દયા મળવાથી, પછી તરત તો એ, જીવોના આરંભ-સમારંભમાં નથી પડવાનો એમ નહિ, છતાં એ દયાનાં આકર્ષણથી ધર્મનું બીજ પામવા યોગ્ય સ્થિતિમાં છે. (૨) તેમજ ભૂખના દુ:ખને લીધે થતી વિશેષ મૂઢતા ભૂખ મટવાથી ઓછી થાય છે. દયાધર્મ જ જો ન હોય તો આ બે મહાન હિત ક્યાંથી સાધવાના હતા? માટે કહો, આ દયા એ ધર્મબીજનું આરોપણ અને મૂઢતાની ઓછાશ કરનારી છે. બાકી સ્થાવરકાય.જીવોની હિંસામાં તો એ પડેલી જ છે. છતાં આ દયાથી કોઇ દિ' એ ઊંચો આવી સ્થાવરકાય જીવોને અભયદાન આપનારો બનશે. ત્યારે દયા ન કરનારને ગેરલાભ જુઓ કે જો ભુખ્યા તરફ એ દયાદ્રિ નથી બનતો, એ એનું પોતાનું હૃદય કઠોર થાય છે. “મારે શું ? એના કર્મે દુ:ખી છે,” એમ દુ:ખમાં પીડાતા જીવ પ્રત્યે નિષ્ફર બને છે. હૃદયની નિષ્ફરતા એ બીજા પણ ગુણો પ્રગટવા સામે કઠોર ભૂમિ છે. એમાં ગુણનો પાક શી રીતે થાય ? ગુણના પાક માટે હૃદયની કોમળતા જરૂરી છે અને કોમળતા દયાધર્મથી Page #82 -------------------------------------------------------------------------- ________________ ઘડાય છે. કોમળ હૃદય એ તો એક રસાળ મુલાયમ ભૂમિ છે, કે જેમાં ધર્મગુણ-બીજનાં વાવેતરથી ધર્મ-ગુણનો પાક થઇ શકે. એટલે દયા કરનારની દૃષ્ટિએ પણ જોતાં આ કોમળતા સર્જાય, એ એનું હિત છે, માટે દયા એને ય હિતકારી છે. આમ દયા ઉભયને હિતકારી બને છે. ભૂખની જેમ સાચો કામાગ્નિથી પીડાતો હોય અને કુશીલની માગણી કરતો હોય તો એ સંતોષવામાં દયા ન ગણાય? અહીં મોટો તફાવત છે. (૧) ભોજન એ જીવન-નિર્વાહની વસ્તુ છે. ત્યારે કુશીલ-સેવન એ કાંઇ જીવન-નિર્વાહની વસ્તુ નથી. (૨) ઊર્દુ એ પોષવામાં જુગજુગના કુશીલના પરિણામ દ્દઢ થવાથી એ વધારે નિષ્ફર બને છે. (૩) વળી-કુશીલ-સેવનથી નરકાદિનાં ભયંકર દુ:ખની ભૂમિકા સર્જાય છે, ઘોર પાપ-કર્મ બાંધે છે. (૪) કુશીલતા દૃઢ થયેલ સંસ્કાર, ભવિષ્યમાં મહાપાપિષ્ઠ બનાવે છે. (૫) ત્યારે કુશીલ પોષનારની પણ એ સ્થિતિ થાય છે. એને કુશીલ જેવા ઘોર કુકર્મની સૂગ ઉડી જાય છે, હૈયું નિષ્કર બને છે. આમ જ્યાં પોતાની કલ હોય ત્યાં પ૨દયા શી ? આ બન્નેની દ્રષ્ટિએ મહા અહિત સર્જાય એવી કુશીલ-પોષણની દયા એકાંતે અહિતકારી જ ગણાય. | | એક શાસ્ત્રીય કથાનકમાં ચાર ભાણેજ મુનિઓ મામા મહારાજને || મળવા દૂરથી આવે છે. ત્યારે ગામની બહાર તો ચાર મુનિઓ મામા મહારાજના ગુણોની વિહારમાં અનુમોદના તો કરતા હશે અને વંદનાની ઝંખના ય કરતા હશે તો કેમ રસ્તામાં કેવળજ્ઞાન નહિ? ને અહીં Page #83 -------------------------------------------------------------------------- ________________ કેવલજ્ઞાન થયું? એનું શું કારણ? કારણ આ, કે (૧) એક તો કર્મ ખપાવવા બાકી હોય. એ ખપ્યા વિના શી રીતે કેવલજ્ઞાન થાય? (૨) બીજું એ કે વિહારના રસ્તામાં ગુરૂને ભેટવાની અને વંદનાની આતુરતા ખરી પરંતુ એટલી જોરદાર નહિ, કેમકે ત્યાં સમજ એવી છે કે “હજી તો રસ્તો સારો કાપવાનો બાકી છે તેથી એમ ક્યાં કાલ સવારે જ દર્શન-વંદન મળવાનો છે ?’ જ્યારે અહીં તો સમજે છે કે “કાલે સવારે જ દર્શન-વંદન મળવાના છે, તેથી આતુરતા જોરદાર એટલે શુભ ભાવના થઇ ગઇ. (૩) વળી પોતે ગામ બહાર છે અને મામા મહારાજ ગામની અંદર છે. એટલે જાણે એમ જ લાગે છે કે “મામા મહારાજ આ સામે જ છે !” તેથી માનસિક દર્શન થઇ રહ્યા છે એટલે પણ શુભ ભાવના વધી ગઇ. (૪) વા-૧ કલાક વહેલા હોત તો ગામમાં પહોંચી જઇ દર્શન-વંદન તરત મળત એના બદલે જરાક શા મોડા પડયા એમાં રાતભરનો અંતરાય થયો. એ વસ્તુ પોતાના પૂર્વ કર્મને લીધે થઇ. પોતે પૂર્વે કરેલ દુષ્કતના લીધે થઇ એટલે દુષ્કતની નિંદા કરવાનો અવસર અહીં મળ્યો તેથી જોરદાર દુષ્કૃતગર્તા થતાં ભાવના જોરદાર વધી ગઇ. આવી વસ્તુ વિહારના રસ્તામાં નહિ બનેલી. એમ તો જુઓને મૃગાવતીશ્રી સાધ્વીજીને ભગવાનના સમવરણમાં હતા ત્યાં કેવલજ્ઞાન ન થયું. કેમકે એવો કાંઇ ત્યાં દુષ્કતગર્તાનો મોકો નહિ મળ્યો. અને પછી મુકામે આવ્યા ને ગુરૂણી ચંદનબાળા તરફથી ઠપકો મળ્યો કે ‘કુલીનને મોડું આવવું શાભે નહિ. એના પર એ પ્રમાદની દુષ્કતગર્તાનો મોકો મળ્યો, એમાં ચાર ઘનઘાતી કર્મોનો ક્ષય કરી કેવલજ્ઞાન પામી ગયા. આ હિસાબે આવા મહાન્ આત્માઓની આ જન્મનાં અને પૂર્વ જન્મનાં દુષ્કતોની નિંદા-ગાહ-સંતાપ કેટલા બધા જોરદાર હશે કે સહેજ વારમાં શુકલધ્યાન અને કેવલજ્ઞાન પામી જાય છે. ૭૪ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૫૩ પ્રભુ મહાવીર રોજ ને રોજ દેશના દેતા હોવાથી વાફસંયમ કયાં રહ્યો? વાણી-પ્રયોગ દોષ રૂ૫ તો ત્યાં છે, કે જ્યાં એ જો (૧) જીવોની હિંસામાં નિમિત્તરૂપ હોય, અથવા (૨) અસંયમનો પોષક હોય. કિન્તુ અહીં તો પ્રભુ ત્રણ-સ્થાવર જીવોની રક્ષા કરવાના સ્વભાવવાળા હોવાથી, તેમ જગતના જીવો પાસે પણ રક્ષા કરાવવાના ઉદ્દેશવાળા હોવાથી એમના વચન પ્રયોગ હિંસામાં જરાય નિમિત્ત બનતો નથી. પ્રભુ તો માહણ' છે તેમજ પ્રભુ બાર પ્રકારના તપને આચરનારા હોવાથી જરાય અસંયમ આચરનારા નથી હોતા. પ્રભુએ તો રાગદ્વેષનો સર્વથા ક્ષય કર્યો હોવાથી એમને લાભ-પૂજા-ખ્યાતિ વગેરેનો કોઇ રાગ કે કોઇ આશંસા યા કોઇ જ આકર્ષણ નથી હોતું. એટલે, ભગવાન દેશના આપે છે એ કોઇ રાગથી નહિ પણ જીવોના હિત માટે આપે છે એટલે વાત્સંયમ જ છે. વાણીનો અસંયમ તો રાગ-દ્વેષથી વાણીનો પ્રયોગ થતો હોય ત્યાં હોય. પ્રભુ દેશના આપે એમાં સ્વોપકાર યાને પ્રભુની પોતાની ઉપર ઉપકાર ખરો? હા, પ્રભુને પોતાને તીર્થકર નામકર્મ આદિ પુણ્ય કર્મ એવું છે કે તે ભોગવાઇને જ સર્વથા ખપાવાનું છે. તે પ્રભુ ધર્મદેશના દઇને જ એ ભોગવતા જાય છે અને ક્ષીણ કરતા જાય છે. એ પ્રભુના પોતાના આત્મા ઉપર કર્મક્ષય થવાનો ઉપકાર છે તથા ઉપસ્થિતિ ભવ્યજીવો પર ઉપકારનો લાભ તો મોટો છે જ.” દેવોએ પ્રભુ માટે સમવસરણ બનાવ્યું, ને પ્રભુ એને ભોગવે એટલે (૫) આધાકર્મ સેવ્યાનો પ્રભુને દોષ તો લાગે જ ને? Page #85 -------------------------------------------------------------------------- ________________ દેવતાઓ પ્રભુ માટે સમવસરણ બનાવતા જ નથી પરંતુ દેવતાઓ જિનપ્રવચનની ઉદ્ભાવના અર્થાત્ પ્રભાવના કરવાનો અર્થ છે અને એ પ્રવચન-પ્રભાવના કરવાનું તો જ બને કે જો ભવ્યજીવો આવા સમવસરણ જેવા કોઇક આકર્ષણથી અહીં પ્રભુ પાસે દોડતા એટલે કે હરખભેર આવે ને પ્રભુની ધર્મદેશના અહીં પ્રભુનું ધર્મપ્રવચન સાંભળે. એ સાંભળે એટલે એમના દિલમાં પ્રભુનાં વચન જચી જાય, જિનવચન પર શ્રદ્ધા થાય અને તદનુસાર યથાશક્તિ અમલ કરે, એજ પ્રવચનની પ્રભાવના થઇ કહેવાય. આમ ભવ્યજીવો કેમ ધર્માભિમુખ બને, એ માટે સમવસરણ બનાવે. એ બનાવવાનું ભવ્યજીવો માટે થયું ગણાય પણ પ્રભુ માટે નહિ. એટલે પ્રભુને લેશ પણ આધાકર્મિક સેવનનો દોષ લાગતો નથી. વળી દેવો પણ પોતાને પ્રવચન-પ્રભાવનાનો આત્મલાભ થાય એ માટે જ સમવસરણ બનાવે છે એથી પણ પ્રભુ માટે બનાવવાની વાત જ રહેતી નથી. આમ પ્રભુને આધાકર્મિક-ઉપભોગ જ નથી તેથી પ્રભુને કર્મનો લેપ શાનો લાગે ? અભવીનું ઘણું શુદ્ધ ચારિત્રપાલન છે અને અનેકને મુનિમાર્ગમાં લાવવાની દેશના દે છે તો પછી પોતે કેમ સંસારમાં ભટકે છે? અભવમાં બધું છે પણ ખાટલે મોટી ખોડ, પાયો જ નથી! પાયામાં સમ્યકત્વ જ નથી. અરે ! સમ્યત્વ પૂર્વની અપુનબંધક દશા ય નથી ! કેમકે અપુનબંધકનો મુખ્ય એક ગણ “ન બહુમન્ના ભવ ઘોર.” ઘોર સંસાર પર બહુમાન નહિ,’ એ ગુણ જ એનામાં નથી, એટલે કે પાયામાં વૈરાગ્ય જ નથી તેથી સંસારમાં જ ભટકે ને ? માટે તો “જયવીયરાય” સૂત્રમાં પહેલી માગણીમાં ‘ભવનિર્વેદ' સંસાર પર વૈરાગ્ય માગ્યો. અભવી ચારિત્ર લે ખરો, ચારિત્ર કડક ને શુદ્ધ પાળે પણ ખરો કિન્તુ તે દેવતાઇ વગેરે પૌદ્ગલિક સુખની લાલસાથી, પણ નહિ કે વૈરાગ્યથી, છતાં ચારિત્રપાલન એવું નમુનેદાર કે એના પર લોકોને ઉપદેશ આપે તે અસરકારક બને છે. N૭૬ Page #86 -------------------------------------------------------------------------- ________________ ૫૭ પૂર્વે મહામુનિઓ રાજ્યસભામાં વાદ કરીને વાદીઓને પરાસ્ત કરતા, તો સભ્યજ્ઞાનથી વાદીઓની માન્યતાઓનું નિરાકરણ કરી એમને હરાવવામાં રાગદ્વેષ ન થાય ? ન થાય, કેમકે મુનિના હૈયે સદા મૈત્રી આદિ ભાવ જાગતા હોય છે. ♦ તેથી કોઇ ઇર્ષ્યાદિ ભાવ હોતા નથી. હરાવવાની બુદ્ધિ ઇર્ષામાંથી જન્મે છે. અહીં એ છે નહિ. અહીં તો સામા પર જીવ તરીકે સ્નેહભાવ છે અને એ ભૂલતો હોય તો એના પર કરૂણાભાવ હોય છે. એમ તો ભગવાન પણ ધર્મશાસન સ્થાપે છે એમાં મિથ્યામતની અસત્યતા અને સત્તત્ત્વોની સત્યતા બતાવે છે. તો તેથી શું ભગવાનને રાગદ્વેષ થાય છે ? અસત્યનું નિરાકરણ કરવામાં સામા જીવ પર અને એમાં અસત્ય માર્ગથી ભૂલા પડતા જીવો ૫૨ ભાવદયાનો ભાવ રહે છે. ૫૮ જ્યારે ગોશાળો ધમધમતો અને મહાવીર પ્રભુને કહેતો આવ્યો કે “હું તમારો શિષ્ય ગોશાલો નથી પરંતુ સિદ્ધ યોગી પુરુષ છું અને મેં તો મરેલા ગોશાળાનું સશક્ત શરીર યોગશક્તિથી ધારણ કરેલું છે,” ત્યારે પ્રભુએ કેમ એને સાચાનું સાચું કહ્યું કે “તું જ ગોશાલો છે. શા માટે જાતને છૂપાવે છે ?’’ પ્રભુએ એવું કહેવાથી તો એને તેજોલેશ્યા મૂકવા સુધીનો કષાય થઇ ગયો ! પ્રભુનું વચન ગોશાળાને કષાયવૃદ્ધિમાં નિમિત્ત ન બન્યું ? - ના. ગોશાળો પહેલેથી એવો દુર્જન હતો કે એ કષાયથી ધમધમતો રહેતો જ હતો. એની આંતર પરિણતિ જ કષાયમય હતી. એટલે પ્રભુએ એને નવા કષાયનું નિમિત્ત આપ્યું એવું નથી, પ્રભુએ તા બીજા જીવોને આ નાલાયક ગોશાળાના સંપર્કથી બચવા એની ઓળખ કરાવી. એ તો કષાયનું નિમિત્ત આવ્યું ત્યારે કહેવાય કે સામો શાંત હતો યા અલ્પ કષાયવાળો હતો, ને આપણા શબ્દથી એને કષાય જાગ્યો, યા વધી ગયો હોય, ત્યાં આપણા શબ્દ સામાના કષાયમાં નિમિત્ત બન્યા કહેવાય. અહીં તો આવેશી નાલાયક ગૌશાળો કષાયનો ભરેલો જ હતો. ત્યારે પ્રશ્ન એ થાય કે, ૭૭ Page #87 -------------------------------------------------------------------------- ________________ પ્રભુને સાચાનું સાચું કહેવાનું જરૂ૨ કેમ પડી ? જરૂર એટલા માટે પડી કે ભોળી જનતા ગૌશાળાના અસત્ય અને ઉન્માર્ગભાષણમાં તણાઇ જતી હતી; એવી બહોળી જનતાને બચાવી લેવા માટે પ્રભુએ સત્યનું પ્રકાશન કરવાની જરૂર હતી. આ જરૂરિયાત જો ન માનીએ તો તો પછી કયારે ય પણ ‘સત્યનું પ્રકાશન કરવામાં દુર્જનોને દુ:ખ થશે.' એમ માનીને સત્યનું સત્યમાર્ગનું પ્રકાશન જ ન થઇ શકે ! અલબત્ત સત્યનું સત્યતત્ત્વ-સત્યમાર્ગનું પ્રકાશન કરતી વખતે દુર્જનોને દુ:ખ ઉપજાવવાનો મુનિને લેશ પણ આશય નથી. તેથી મુનિમાં ત્યાં પણ સકલસત્ત્વસહિતાશય અખંડ પ્રવર્તતો રહે છે. દુર્જનો પ્રત્યે પણ દ્વેષ નહિ, દયા જ હોય છે. મહાવીર પ્રભુને ગૌશાળા પ્રત્યે લેશમાત્ર દ્વેષ ન્હોતો. જો દ્વેષ થયો હોય તો પ્રભુ પોતાની અનંત શક્તિથી પોતે, યા ભક્ત ક્રોડ દેવો પૈકી કોઇ દેવ દ્વારા ગૌશાળાને લકવો ન લગાડી દેત ? પ્રભુએ કેમ એવું ન કર્યું ? કહો, દ્વેષ ન્હોતો. છતાં ગોશાળાને રોકડું સત્ય પરખાવ્યું તે બહોળા જનસમુદાયના હિતાર્થે. ૫૯ સાધુ જીવનમાં સતત ક્રિયા અને પાંચ પ્રહરના સ્વાધ્યાયમાં જ લીન રહેવાનું હોય છે તો પછી આજ્ઞાવિચય આદિ ધર્મધ્યાનને જગ્યા કાં ? એનો ઉપયોગ કયાં ? તે તે પ્રસંગમાં આજ્ઞાવિચય-અપાયવિચય વગેરેનો ઉપયોગ થાય જ છે. દા.ત. (૧) આજ્ઞાવિચય:- કોઇ ક્રિયા શરૂ કરવી છે, ત્યાં વિચાર આવે કે ‘અહો! કેવી ઉત્તમ જિનાજ્ઞા કે એણે આ કલ્યાણ ક્રિયાની આપણને ભેટ કરી !' આજ્ઞાનો આ એકાગ્ર વિચાર એ આજ્ઞાવિચાર ધર્મધ્યાન જ છે. ધર્મબિંદુ શાસ્ત્ર કહે છે - ‘આજ્ઞાનુસ્મૃતિ:’ અર્થાત્ સાધના-સાધનામાં જિનાજ્ઞાનું અનુસંધાન કરવું, જિનાજ્ઞાને આગળ કરીને સાધના કરવી. ‘જિનાજ્ઞા આ ફરમાવે છે માટે મારે આ કરવાનું, જેથી અનંત કલ્યાણક૨ ૭૮ Page #88 -------------------------------------------------------------------------- ________________ જિનાજ્ઞાની ઉપાસનાનો ભવ્ય લાભ મળે.” આ આ આજ્ઞાનું અનુસંધાન કરતાં મનમાં આવી જાય કે “અહો જિનાજ્ઞા (૧) કેવી સબૂતાર્થને કહેનારી! અને (૨) કેવી જીવહિતની જ દેશક ! તથા (૩) કેવી ત્રિકાળવ્યાપિની!... વગેરે વગેરે. આમાં “આજ્ઞાવિચય-ધર્મધ્યાન આવ્યું... (૨) અપાયરિચય:- એમ જીવનમાં અનાદિ સંસ્કારવશ રાગ-દ્વેષ, રતિઅરતિ, વગેરે ઉઠવા જાય ત્યાં અરે ! કયાં આ મારી મૂઢતા, અજ્ઞાનતા કે આવાં પાપસ્થાનક સેવતો રહું છું ! પાપસ્થાનકો કેવા ખતરનાક કે મોક્ષમાર્ગને રૂંધે છે! જીવને દુર્ગતિમાં ઘડી જાય છે! જ્ઞાની ભગવંતો શું કહે છે? આ જ, 'दुग्गइ-निबंधणाईं अट्ठारस पावठाणाई ॥' અર્થાત્ ૧૮ પાપસ્થાનક એ દુર્ગતિનાં કારણ છે. “અહો ! આ રાગતેષાદિ આત્મામાં રહી કેવા કેવા જાલિમ અનેક અનર્થ સર્જે છે!” એ ચિંતન “અપાયરિચય' નામનું ધર્મધ્યાન બને. (૩) વિપાકવિચય:- એમ કોઇ બિમારી આવી, પીડા થઇ, અપમાન થયું. વગેરેમાં “આ મારા જ કર્મના વિપાક છે માટે એ સમભાવે વેઠી લેવાના એમ ચિંતવતાં વિપાકવિચય'ધર્મધ્યાન થાય. ત્યારે, (૪) સંસ્થાનવિચય:- કાંઇ ને કાંઇ દેખીને મન ખોટા વિચારમાં ચડવા જતું હોય અને “સંસ્થાનવિચય' નામના ધર્મધ્યાનમાં જોડવાનું. એમાં આવું ચિંતન રહે કે “જગતમાં કેવા કેવા શાશ્વતા ભાવો છે ! કેવા કેવા અશાશ્વતા ભાવો કામ કર્યું જાય છે..... આમ શુભ ધ્યાનમાં મુનિ લીન રહે છે. 0 | કોઇ જીવની હિંસા આચરીયે ત્યારે તે દુઃખી થાય છે તેવું હાલતા ચાલતા જીવમાં તો દેખાય છે. કેમકે એ જીવો મરતા કંપે છે, થરથરે છે. પરંતુ એકેન્દ્રિય જીવ, અગ્નિ, પાણી, વનસ્પતિ.. વગેરે જીવોને એવું દુઃખ થતું ક્યાં દેખાય છે? તો એની હિંસામાં શું પાપ? અનંતજ્ઞાની તીર્થકર ભગવાન કહે છે, “એ જીવોને ત્રસ જીવો કરતાં અનંતગુણ દુઃખ થાય છે. પછી એ બિચારા ભલે “સ્થાવર-નામ Page #89 -------------------------------------------------------------------------- ________________ કર્મ' નામના પાપકર્મના ઉદયના હિસાબે હાલી શકે નહિ, કંપી શકે નહિ, જેમકે પેલા સખી બનેલા યુવાન સખાને રાજાએ પોતાની રાણી સાથે દુરાચાર કરતો જોઇ સજા એવી કરી કે ‘એના જીભનાક-કાન કપાવ્યા ! આંખો ફોડાવી ! મોમાં ડુચા ભરાવ્યા. પછી એની જીવતાં જ ચામડી ઉઝરડાવી ! એના પર દંડાના જોરદાર ફટકા મરાવ્યા !' બોલો, આ સજા પામેલો જીવ કંપી શકે ? ચીસ પાડી શકે ? મોત કરતા ભયંકર ને ?’ બસ, એવું એકેન્દ્રિય જીવોને દુ:ખ,' એમ આચારાંગ શાસ્ત્ર કહે છે. સ્થાપનાચાર્યજીના પડિલેહણના બોલમાં આચાર્યને માટે શુદ્ધજ્ઞાનમય, શુદ્ધસ્વરૂપમય વગેરે વિશષણો છે. આચાર્ય શુદ્ધ જ્ઞાનમય-શુદ્ધ સ્વરૂપવાળા બની ગયા તો શું અત્યારથી તેઓ જીવનમુક્ત વીતરાગ સર્વજ્ઞ થઇ ગયા ? હજી તો એ કર્મોથી આવૃત્ત છદ્મસ્થ છે. વાત સાચી કે તદ્દન શુદ્ધ સ્વરૂપ તો સર્વજ્ઞ ભગવંતનું છે પણ આચાર્યને એ વીતરાગ સર્વજ્ઞતાના અર્થાત્ જીવન-સિદ્ધપણાના પોતાના સાધ્યનો નિર્ધાર છે, એટલે કે ‘મારો આત્મા તદ્દન શુદ્ધ, જ્ઞાનમય અને પછી નિત્ય આનંદમય થાય' તે સાધ્ય નિશ્ચિત છે અને એવા મુખ્ય સાધ્યના લક્ષ્ય સાથે એ માટેની સાધના એમની એવી જોરદાર છે કે દુનિયાના બીજા જીવોની અપેક્ષાએ એમનામાં શુદ્ધ જ્ઞાનદ્દષ્ટિ એટલી બધી વિકસેલી છે કે એમનું જીવન વિશુદ્ધ જ્ઞાનમય અને નિવૃત્તિના વિશુદ્ધ આનંદમય દેખાય છે. ૬૧ સિદ્ધ ભગવાનને ક્ષાયિક ભાવના વિશુદ્ધ જ્ઞાન, આનંદ છે પરંતુ આચાર્યને ક્ષયોપશમના ઘરની જ્ઞાન-દર્શન-ચારિત્ર ને વીર્યની સાધના જોરદાર હોવાથી ક્ષયોપશમ કક્ષામાં એ વિશુદ્ધ જ્ઞાન-આનંદવાળા બની ગયા કહેવાય તેમાં સર્વે સર્વા વ્યાવૃત એટલે કે પરોવાઇ ગયેલા હોવાથી ઉપચારથી વિશુદ્ધ જ્ઞાન-આનંદમય જીવન જીવનારા કહી શકાય. Page #90 -------------------------------------------------------------------------- ________________ પહેલ-વહેલું સમ્યક્ત્વ પામે ત્યારે જીવને અપૂર્વ આનંદ થાય છે. ‘અપૂર્વ’ એટલે પૂર્વે કદી નહીં અનુભવેલ. તો શું ૭મી નરકના ત્રાસમાંથી છૂટે ત્યારે એવો ભરપૂર આનંદ ન થયો હોય ? અથવા કોઇ તીર્થંકર ભગવાનનું કલ્યાણક થાય એ વખતે એવો આનંદ ન થયો હોય ? અહીં આનંદ આનંદમાં ફ૨ક છે. પેલા બે આનંદ પૌદ્ગલિક છે, આ સમ્યક્ત્વ-પ્રાપ્તિનો આનંદ આત્મિક આનંદ છે. નરકમાંથી છુટવાનો આનંદ એ એક જ જન્મની કેદમાંથી છૂટવાનો આનંદ છે, જ્યારે સમ્યક્ત્વનો આનંદ, અનંત જન્મની કેદમાંથી છૂટવાના વિશ્વાસનો આનંદ છે. સમ્યક્ત્વ છે. “ભવ-ચારક-પલાયન કાલઘંટા' અર્થાત્ ભવના કેદખાનામાંથી પલાયન થઇ જવાના સમયનો ઘંટ વાગવા બરાબર છે. જીવ સમ્યક્ત્વ પામ્યો એટલે જાણે ઘંટ વાગ્યો કે ‘કેદીઓ ! જાવ, અહીંથી તમારે ભાગી જવાનો સમય આવી ગયો છે.' કોઇ માણસ જનમકેદની સજા પામ્યો હોય અને મહારાણી ગર્ભવતી થઇ હોય ત્યારે કેદીને આશા બંધાય છે કે મોટા રાજપુત્રનો જનમ થશે અને કેદખાનામાંથી છુટી જવાનો ઘંટ વાગશે. એ કેદી હજી ૫-૭ મહિના પછી ય છૂટશે ત્યારે છૂટશે, પરંતુ છૂટવાનો નિશ્ચિત ભરોસો બેસવાથી અપૂર્વ આનંદ પામે છે. એવું સમ્યક્ત્વ પામનાર જીવને ભરોસે બેસે છે કે ‘આ સમ્યક્ જ્ઞાન-દર્શન-ચારિત્રથી હવે મારે અનંત અનંત કાળથી ચાલી આવેલી ભવોની કેદની પરંપરાનો અંત આવી જવાનો !’ આના ઉપ૨ એને કેમ આનંદ ન થાય ? (૧) કમઠનાં લાકડાના સાપને કયાં એવા તે ક્યા શુભ પરિણામ હતા ? છતાં એ મનુષ્ય તો શું, પણ એથી ઊંચી પુણ્યાઇવાળા ધરણેન્દ્ર દેવનો અવતાર કેમ પામ્યો ? તેમજ (૨) તીર ભોંકાયેલી શિકારી સમડી અને (૩) મરવા પડેલા બળદને પણ ક્યાં એવા શુભ પરિણામ હતા ? કે સમડી મરીને સુદર્શના રાજકુમારીનો તથા બળ મરીને ક્રમશઃ આગળ જતાં વાલિ રાજાનાં ભાઇ સુગ્રીવનો અવતાર પામ્યા ? ૮૧ ૬૩ Page #91 -------------------------------------------------------------------------- ________________ (૧) પહેલી વાત એ છે, કે એ ત્રણેય જે નવકાર શ્રવણમાં એકતાન ' '' થયા, એણે એમના પરિણામ કોમળ બનાવ્યા. (૨) બીજી વાત એ, કે સાથે પોતે પોતાને બાળી નાખનાર તાપસ પ્રત્યે હેજ પણ રોષ ન રાખ્યો, એ એનાં કોમળ શુભ પરિણામનું સૂચક છે. એવું જ સમડીએ પોતે બાણથી પોતાને ભેદી નાખનાર શિકારી પ્રત્યે રોષ ન રાખ્યો, તેમજ બળદને મરણાંત પીડામાં ત્યાં રસ્તેથી પસાર થતા સેંકડો માણસોમાંથી કોઇને પણ જે બળદને જરાક આશ્વાસન આપવાની ય પરવા જ ન્હોતા કરતા, એમના પ્રત્યે રોષનો પરિણામ ન થયો, અને આ બધા નવકાર મંત્ર સાંભળવામાં એકતાન બની ગયા, એ એમનો મહાનું ધર્મ હતો. - અંતકાળે બીજા પ્રત્યે રોષ વગેરે ટાળીને નવકાર મંત્રમાં એકતાન થવું, એ એક અદ્ભુત ધર્મ-સાધના છે! જે તિર્યંચ જેવાને ય મનુષ્ય અવતાર અને આગળ વધીને દેવ અવતાર અપાવે છે! સમડી અને બળદને સાપની જેમ જ એ જ નવકાર સાંભળવા મળેલો. એમાં સમડીને સાધુમહારાજના મુખે તથા બળદને શ્રાવકનાં મુખે નવકાર બોલાતો સાંભળવા મળેલો, છતાં કેમ એમને મનુષ્ય અવતાર? જ્યારે સાપને તો પાર્થકુમારના નોકર માણસનાં મુખે બોલાતો નવકાર સાંભળવા મળેલો, છતાં એને દેવનો અવતાર કેમ? સાપને અંતકાળે નવકાર-શ્રવણ ઉપરાંત એવી તે શી વિશેષતા મળેલી જે એને ઇન્દ્રનો અવતાર આપે? અહીં વિશેષતામાં બે કારણ છે. (૧) એક તો નવકાર ગમે તેનાં મુખે સાંભળવા મળે પરંતુ પોતાની નવકારના અક્ષર પર શ્રદ્ધા કેટલા પ્રમાણમાં છે, એના પર ફળનો મોટો આધાર છે. શ્રદ્ધા કહેવાથી, એ એક જ સ્વરૂપની નથી હોતી, પણ એની સાથે ભક્તિ-બહુમાનસંવેગ કેટલા પ્રમાણમાં છે, એનાં પર શ્રદ્ધાની ટકાવારી, શ્રદ્ધાની તરમતા મપાય છે. તો અહીં સાપને વિશેષતામાં એક કારણ તો આ કે સંભવ છે કે સાપને ઊંચી કોટિની શ્રદ્ધા થઇ ગઇ હોય ! એવી સમડી અને બળદને ન થઇ Page #92 -------------------------------------------------------------------------- ________________ હોય, તેથી આ બેને મનુષ્ય અવતાર, અને સાપને દેવ અવતાર મળ્યો. (૨) બીજું કારણ એ છે કે સાપને નવકાર-શ્રવણ સાથે તીર્થંક૨ થના૨ ખુદ પાર્શ્વકુમારના દયા અને શમરસ ભરેલાં મુખારવિંદનું દર્શન મળ્યું ! આ દર્શન પણ એનાં શ્રદ્ધા-સંવેગ-ભક્તિ-બુમાનનાં પરિણામમાં ખૂબ જ વૃદ્ધિ કરી નાંખી ! એટલે દેવનો ય માત્ર સામાન્ય અવતાર નહીં કિન્તુ ઇન્દ્રપણાનો અવતાર મળ્યો. આ પરથી આ શીખવા મળે છે કે તમે મરવા પડેલાને માત્ર નવકાર શ્રવણ કરાવો એટલેથી બસ નથી, પરંતુ એની સાથે એની નજર સામે જો અરિહંતનો ફોટો રાખો, ફોટાનું દર્શન યાને અરિહંતનું દર્શન કરાવતા રહો, એની મોટી વિશેષતા થાય છે. એવું જાતને માટે પણ. એવા મૃત્યુ જેવા કપરા અવસરે સામે અરિહંતના દર્શન કરતાં કરતાં નવકા૨ મંત્રને યાદ કરો, એની મોટી વિશેષતા થાય છે. વેરાગી ખાય-પીએ-ભોગવે તો બધું, છતાં વૈરાગી શી રીતે ? મોટી કરોડપતિ શેઠાણીને એકનો એક યુવાન પરણેલો પુત્ર અકસ્માતમાં એકાએક મરી જાય. તો પછી એ ખાતી-પીતી કે બીજાં સુખ ભોગવતી નથી ? પણ કેવા દિલે એ બધું કરે છે ? કહો, એ ખાન-પાન આદિના બધા પદાર્થ એના દિલને જાણે ખાવા ધાતા હોય ! એવા લાગે. વારે વારે દિલને એમ લાગ્યા કરે કે ‘બળ્યું' આ ખાવાનું ! ને બળ્યું આ ભોગવવાનું ! બળ્યો આ બંગલો ! ને બળી આ મોટ૨ ! મારે તો હૈયાના પ્રાણરૂપ, હાય ! મારો દીકરો ચાલી ગયો !” એવું વૈરાગીને ખાય, પીએ બધું પરંતુ જાણે એ ખાવા ધાતું હોય ! એમ લાગે. બધું ય બળ્યું લાગે ! આ બળ્યું બળ્યું લાગે એ જ વૈરાગ્ય. .. એટલે જ આવા વૈરાગીને અવસ૨ આવતાં એ સંસારમાંથી ઊભો થઇ જતાં વાર નહિ. પછી જેમ સાપ સુંદર કાંચળીને છોડી જાય એમ એ સંસારના જડ-ચેતન પદાર્થોને દિલમાં કોઇ દુભામણ વિના આસાનીથી છોડી જાય છે. ૮૩ Page #93 -------------------------------------------------------------------------- ________________ જુઓ, તીર્થકરના જીવ સંસાર કેવો સહેલાઇથી છોડી જાય છે ! (૬૭) જડ પાષાણની મૂર્તિ પૂજ્ય કેમ? (૧) પાણીને ઝેરની ભાવના આપતાં ઝેરનું કામ કરે. અમૃતની ભાવના આપતાં અમૃત થાય. તો મૂર્તિને પરમાત્માની ભાવના દેતાં પરમાત્માનું કામ કેમ ન કરે ! આજે દેખાય છે કે શંખેશ્વર ભગવાનની મૂર્તિ, અલૌકિક પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ વગેરે ચમત્કારિક કામ કરે છે ! માત્ર પૂજ્યભાવે એને આવકારવી જોઇએ. (૨) જગતની દરેક વસ્તુ ચાર વિભાગે હોય : (૧) વસ્તુનું નામ, (૨) વસ્તુની આકૃતિ, (૩) વસ્તુની પૂર્વોત્તર અવસ્થા, (૪) વસ્તુનું સ્વરૂપ. આ ચારેયમાં એ વસ્તુ તરીકેનો વ્યવહાર થાય છે. દા.ત. દેવ-દાનવ-માનવ-ઇન્દ્ર વગેરે અનેક નામોમાંથી “ઇન્દ્ર” નામને લઇ પૂછાય કે “આ કોણ” તો બોલાય ઇન્દ્ર'. ઇન્દ્રનું નામ પણ ઇન્દ્ર કહેવાય છે. એ નામ-ઇન્દ્ર. એમ બ્રહ્મા-શિવઇન્દ્ર વગેરેની મૂર્તિ માટે પૂછાય કે “આ કોણ?” તો કહેવાય “ઇન્દ્રી. ઇન્દ્રની મૂર્તિ પણ ઇન્દ્ર એ સ્થાપના ઇન્દ્ર. ઇન્દ્રનું સ્વરૂપ દેવસભામાં મુખ્ય સિંહાસને છત્ર, ચામર વગેરે શોભાવાપણું. કિન્તુ સિહાસને ન બેઠા હોય ત્યારે પણ ઇન્દ્ર કહેવાય છે. એ દ્રવ્ય ઇન્દ્ર છે. ને એ સ્વરૂપમાં હોય ત્યારે તો ઇન્દ્ર છે જ, એ ભાવ ઇન્દ્ર. આમ ચાર વિભાગને ચાર નિક્ષેપા કહેવાય, નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્યનિક્ષેપ, ભાવ નિક્ષેપ. પૂજ્યના ચારે નિક્ષેપા પૂજ્ય છે. ભગવાનનું જો નામ પણ આદરણીય છે, તો ભગવાનની મૂર્તિ કેમ આદરણીય નહિ? - (૩) કરન્સીનોટ કાગળિયું છે. છતાં આ “સો રૂપિયા” “પાંચસો રૂા.” એમ વ્યવહાર થાય છે અને એના પર એવું માન થાય છે. (૪) સમવસરણ પર પૂર્વ દિશામાં સાક્ષાત્ જીવંત તીર્થંકર ભગવાન બેસે છે. બાકી ૩ દિશામાં દેવો દ્વારા એમના બિંબ જ સ્થાપેલા વંદાય છે, પૂજાય છે. શું એ વાંદનારા ગાંડા ? (૫) હજારો લાખો વરસની મૂર્તિઓ મળે છે ને એ પૂજાતી આવી છે. એ Page #94 -------------------------------------------------------------------------- ________________ પૂજનારા બધા જ મૂર્ણ ન્હોતા. (૬) ગુરૂના ફોટા તરફ આદર થાય છે તો પ્રભુ-મૂર્તિ પર કેમ નહિ ? પંજાબમાં દયાનંદના આર્યસમાજ ધર્મનો પ્રચારક કહે, - “મૂર્તિ તો પત્થર છે, મૂર્ખાઓ એને જ ભગવાન માની બેઠા...” વગેરે ભાષણ કરતાં. એક જણા દયાનંદના ફોટા પર થુંકવાનું ને લાતાલાતી કરવાનું કરતાં, એ વિરોધ કરતા જતાં ઝંખવાણો પડી ગયો. એની હુરિયા બોલાય. (૭) આજે પણ મૂર્તિપૂજાના પ્રભાવ દેખાય છે, - શંખેશ્વર પાર્શ્વનાથની મૂર્તિની પ્રભુ તરીકે આદર પૂજાના ચમત્કાર દેખાય છે. ગઇ ચોવીસીમાં આષાઢી શ્રાવકે ભવિષ્યમાં પોતે પાર્શ્વપ્રભુના ગણધર થઇ મોક્ષ પામશે એમ સાંભળી પાર્શ્વપ્રભુની મૂર્તિ ભરાવી. તે જ આજે શંખેશ્વર પાર્શ્વનાથ છે. એના સ્નાત્ર-જલથી કૃષ્ણની મૂર્ણિત સેના જાગ્રત થઇ ગયેલી. (૮) જનમથી ભોયરામાં જ ઊછરેલ, જેણા સાચી નહિ પણ પત્થરની ય ગાય નહિ જોયેલ. તે મોટો થતાં બહાર જંગલમાં મુકાયો. ત્યાં સાચી ગાય છતાં ભૂખે મરે. પરંતુ જેણે ભોયરામાં પત્થરની ગાય જોઇ, ઓળખી છે, એ હવે ગાયને જોઇ સાચી ગાયને દોહી દૂધ પી શકે. (૯) રાષ્ટ્રધ્વજ લુગડાનો છતાં એની રાષ્ટ્ર તરીકે પૂજા થાય છે. સારાંશ, પ્રભુની મૂર્તિ પણ પ્રભુ જ છે, પૂજ્ય જ છે. પરિણામે બંધ' ના હિસાબે તો શુભ અધ્યવસાયથી શુભ કર્મ બંધાય. થિી પરંતુ અશુભ કર્મનો ક્ષય પણ થાય ખરો? શી રીતે થાય? કર્મક્ષય આ રીતે, કે શુભ અધ્યવસાયમાં ત્રણ તત્ત્વ છે,-આશ્રવ, સંવર અને નિર્જરા (૧) શુભ અધ્યવસાયમાં શુભ મનોયોગ છે, અને યોગ એ આશ્રવ છે, આશ્રવથી કર્મબંધ થાય, એ હિસાબે શુભ મનોયોગથી શુભ કર્મ બંધાય. (૨) શુભ મનોયોગથી અશુભ મનોયોગઆશ્રવનો નિરોધ થાય તેથી અશુભ કર્મ બંધાતા અટકે, તેમજ (૩) શુભ અધ્યવસાય એ અશુભ મનોવૃત્તિનો સંક્ષેપ, તથા મનની સલીનતારૂપ બાહ્ય Page #95 -------------------------------------------------------------------------- ________________ તપ છે, તેમજ અનુપ્રેક્ષા સ્વાધ્યાય રૂપી આભ્યન્તર તપ છે, તેથી કર્મની નિર્જરા થાય એ સહજ છે. કર્મસંયોગ ભલે અનાદિથી ચાલુ છે, પરંતુ તે તો પ્રવાહથી અનાદિ છે, બાકી તો આત્મા પર કોઇ કર્મ અનાદિના ચોંટેલા હોતા નથી જ. દરેક કર્મ નવાં જ ચોંટે છે, નવાં જ બંધાય છે, ને એ ઉદય પામતાં ભોગવાઇને નષ્ટ થાય છે. એટલે છેલ્લે અયોગ અવસ્થામાં યોગ નથી એટલે નવાં કર્મ બાંધવાના જ નથી, અને જુનાં કર્મ બધાં જ ભોગવાઇ જઇ નષ્ટ થવાનાં છે, તેથી હવે કર્મસંયોગ સર્વથા નષ્ટ થયો કહેવાય. પરંતુ તથાભવ્યત્વ તો કર્મસંયોગની જેમ પ્રવાહથી અનાદિનું નથી, કિન્તુ આત્માના અનાદિ સ્વભાવરૂપ છે, તો જેમ જ્ઞાન, જીવત્વ વગેરે આત્માના અનાદિ સ્વભાવરૂપ હોઇ એનો મોક્ષમાં નાશ થતો નથી, તો પછી આત્માના અનાદિ સ્વભાવ રૂપ આ તથા ભવ્યત્વનો નાશ કેમ થાય ? ૬૮ અહીં બંને વચ્ચે ફરક સમજવાનો છે, જ્ઞાન, જીવત્વ વગેરે એ યોગ્યતારૂપ નથી, કિન્તુ આત્માનું સ્વરૂપ છે, જ્યારે ભવ્યત્વ તથાભવ્યત્વ એ મોક્ષ પામવાની યોગ્યતારૂપ છે. જેમ કાષ્ઠામાંથી કે પાષાણમાંથી શિલ્પી પ્રતિમા બનાવે છે, ત્યાં પહેલાં એ કાષ્ઠ કે પાષાણમાં પ્રતિમા બનવાની યોગ્યતા જુએ છે. જો યોગ્યતા જુએ તો જ એના પર ઓજાર લગાવી એને ઘડી ઘડીને પ્રતિમા બનાવી શકે છે. જ્યારે કાષ્ઠ કે પાષાણ પ્રતિમારૂપ બની ગયા પછી એમાં કાંઇ પ્રતિમા બનવાની યોગ્યતા નથી કહેવાતી. પૂરી પ્રતિમા બની ગઇ એ કાષ્ઠમય કે પાષાણમય હોવા છતાં હવે એમ નથી કહેવાતું કે આ કાષ્ઠ કે પાષાણમાં પ્રતિમા બનવાની યોગ્યતા છે, કેમકે હવે કાંઇ એના પર ઓજાર પ્રયોગથી બીજી નવી પ્રતિમા ઘડી શકાતી નથી, ઘડી શકાય એવું રહ્યું નથી. એ સૂચવે છે કે પ્રતિમા બની ગઇ પછી એનામાં હવે પ્રતિમા બનવાની યોગ્યતા નથી, યોગ્યતા નષ્ટ થઇ ગઇ. 1 } ૮૬ Page #96 -------------------------------------------------------------------------- ________________ ૬૯ પ્રશસ્તનો રાગ જમાવ્યે જવામાં તો પછી રાગ જામ્યો, તો વીતરાગ કેમ બની શકાય ? આનો ઉત્તર સરળ છે. પહેલું આ સમજી રાખો કે, અપ્રશસ્તનો રાગ સંસાર માટે એટલે કે બંધન માટે છે, ત્યારે પ્રશસ્તનો રાગ મોક્ષ માટે છે. માણસને ઘ૨ કેમ ગમે છે ? સંસારમાં બંધાયા રહેવા માટે. પણ મંદિર કેમ ગમે છે ? સંસારના બંધન તૂટી મોક્ષ મળે એ માટે, એટલે હવે પ્રશસ્તનો રાગ ક૨શે એમાં લક્ષ્ય મોક્ષનું છે. અર્થાત્ બંધનથી છૂટવાનું છે. એટલે હવે સ્પષ્ટ છે કે જેમ જેમ પ્રશસ્તનો રાગ વધતો જશે, તેમ તેમ મોક્ષનું લક્ષ્ય વધુને વધુ ઘનિષ્ઠ યાને દ્રઢ ને સતેજ બનતું જશે. તે એક દિવસ એવો આવશે કે જ્યારે મોક્ષનું લક્ષ્ય એટલે કે બંધનથી આસક્તિથી છૂટવાનું લક્ષ્ય મનમાં ઉત્કૃષ્ટ કોટિએ પહોંચી જતાં આસક્તિ માત્ર છૂટી જશે. ત્યાં પ્રશસ્તના રાગ પણ સહેજે ઓસરી જવાના. આમ પ્રશસ્ત રાગનો જે ઉદ્દેશ, બંધનથી મૂક્તિ, એ ઉદ્દેશ ઉત્કૃષ્ટ (દ્દઢ) થતાં આસકિત માત્ર ટળી જવાથી વીતરાગ બનાય છે. એટલે એ રાગની વૃદ્ધિ વીતરાગને નિકટ કરે છે. દુનિયાના શેઠ તો રીઝે, પણ ભગવાન તો વીતરાગ છે, ને મોક્ષમાં ૭૦ અક્રિય થઇને બેઠા છે. એ શાના રીઝે ? ગૌતમને ભગવાન પર રીઝ હતી, પણ ભગવાનને ગૌતમ પર ક્યાં રીઝ હતી ? ‘રીઝ્યો સાહિબ સંગ ન પરિહરે’ એમ કેમ કહ્યું ? કવિઓ અને ભક્તો ભગવાનને રીઝ્યો કેમ પ્રયત્ન કરે છે ? કેમ પ્રાર્થા કરે છે ? કવિઓ પ્રભુને એટલા માટે પ્રાર્થે છે કે ભગવાન જો રીઝી જાય તો કામ થઇ જાય. પણ આ લોકોત્તર શાસન છે, એની રીઝ જુદી જાતની છે. અહીં લોકોત્તર શાસનમાં ભગવાનની રીઝ એટલે ભગવાનના જ્ઞાનમાં આપણી યોગ્યતા દેખાય તે. દા.તા. જેમ દુકાનમાં પાંચ નોકર હોય, એમાં ૪ નોકર લોભિયા હોય એટલે શેઠની પાસે અવારનવાર પગાર વધા૨વાની ને બોનસની માગણી કર્યા કરતા હોય, જ્યારે ૮૭ Page #97 -------------------------------------------------------------------------- ________________ એક નોકર હોંશિયાર છે, તે મારે કાંઇ માંગવું જ નથી' એમ મનમાં નક્કી રાખે છે. શેઠે એને ક્યારે પૂછે કે, “આ બધા માગે છે કે તું કેમ કાંઇ માંગણી કરતો નથી?” ત્યારે આ હોંશિયાર નોકર કહે “શેઠજી ! તમે આપો છો એ ઘણું છે. બસ, આપની મહેર છે, પછી બીજું શું જોઇએ ?” એટલે શેઠનાં મનમાં થાય છે કે, “આ એક નોકર ખરો છે, લાયક છે, બાકી બધા ક્યારે ખોટા થઇ બેસશે એનું કાંઇ કહેવાય નહિ.” એટલે શેઠના દિલમાં આ નોકરની જે ભારે યોગ્યતા દેખાય છે, એ યોગ્યતા એજ શેઠની રીઝ છે અવસર આવે ત્યારે શેઠની પાસે આ નોકરે કાંઇ માંગવું ન પડે, ને એનું બધું કામ થઇ જાય ! શેઠની નજરમાં એની યોગ્યતા છે. બસ, ભગવાનની રીઝ એટલે ભગવાનના જ્ઞાનમાં આપણી મોટી યોગ્યતા દેખાય. જેમકે મહાવીર ભગવાનના જ્ઞાનમાં ગૌતમની મોટી યોગ્યતા દેખાતી હતી. એજ ભગવાનની મોટી રીઝ કહેવાય. પ્રશ્ન :- વાત ઠીક છે, આપણી યોગ્યતા એ જ ભગવાનની રીઝ, પરંતુ આ યોગ્યતા તો આપણે જ પરિશ્રમથી ઊભી કરવી પડે ને ? એમાં ભગવાને શી રીઝ કરી ? હા, આપણી યોગ્યતા જો ભગવાન ઊભી કરી આપતા હોય તો તો કહેવાય કે ભગવાને આ યોગ્યતારૂપી રીઝ કરી. પણ એવું તો છે નહિ, યોગ્યતા તો આપણે જ ઊભી કરવી પડે છે, પછી ભગવાને રીઝ ક્યાં કરી? ઉત્તરઃ- ભગવાને રીઝ આ રીતે કરી- કે આપણી યોગ્યતા ભલે આપણે ઊભી કરીએ, પરંતુ એ શી રીતે ઊભી કરી શકવાના ? અરિહંત ભગવાનના દશર્ન-વંદન-સ્તવન-ચિંતન-સ્મરણ-સન્માન-બહુમાન વગેરેથી જ યોગ્યતા ઊભી થવાની એ થવામાં ભગવાન દર્શન-વંદનાદિના વિષય બનીને કારણ બનવાના. એટલે કહેવાય કે- “આમ યોગ્યતા ભગવાને જ ઊભી કરી આપી ! જો બીજા મિથ્યા દર્શન-વંદનાદિના વિષય બન્યા હોત, અર્થાત્ જો રાગ-દ્વેષી મિથ્યા દેવાદિના જ દર્શન વંદનાદિ કર્યો ગયા હોત તો તેવી યોગ્યતા ન આવત. કિન્તુ વીતરાગ દેવાધિદેવ અરિહંતનાં જ દર્શન-વંદનાદિના પુરુષાર્થનું મહત્ત્વ નથી, કિન્તુ દર્શનાદિના વિષયનું જ મહત્ત્વ છે. મિથ્યાદેવનું દર્શન કરો એનું એવું ફળ આવે નહિ, વિતરાગ દેવાધિદેવનું દર્શન કરો એનું જ એવું અમાપ ફળ આવે ! એટલે કહેવાય કે આપણી યોગ્યતા વિતરાગનું આલંબન લેવા હિસાબે જ આવી, માટે એ યોગ્યતા ભગવાને જ ઊભી કરી આપી કહેવાય. એ જ ભગવાનની રીઝ ગણાય. Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્ર. તો શું આપણે વીતરાગ ભગવાનનાં દર્શન-વંદનાદિ કરીએ એટલા માત્રથી આપણામાં યોગ્યતા ઊભી થઇ જાય ? ઉ. ના, એ દર્શનાદિ તો કરવાના ખરા જ, પરંતુ વિશેષ તો આપણે પણ આપણી યોગ્યતા વધારવાના પ્રયત્નમાં, - જેમ નોકર શેઠની નજરમાં પોતાની યોગ્યતા વધારવા માટે બીજું બધું છોડીને શેઠનું કામ પહેલું કરે, શેઠના વધુને વધુ કામ કરે, તેમ આપણે ભગવાનના તાનમાં આપણી યોગ્યતા વધારવા માટે બીજું બધું છોડીને પહેલું કામ ભગવાનની ભક્તિનું કરવાનું, અને એવા ભાવોલ્લાસ કરવાના, કે “ભગવાનની ભક્તિ વધુને વધુ કરું, ભગવાનની આજ્ઞા વધુ ને વધુ સારી રીતે પાળું.” આમ જે વધારે ને વધારે ભગવાનને ભજવાનું ને ભગવાનની આજ્ઞા પાળવાનું મન થાય, તે જ ભગવાનની રીઝ છે. એ રીતે ભગવાનને આપણા દિલમાં એવા ઓતપ્રોત કરવાના છે કે તેમના ગુણોનો જ વિચાર આવે, ને તેમના જેવા જ બનવાનું મન થાય. એટલે ભગવાનનાં અત્યંતર દર્શન થયા પછી આપણે એમાં એવા ઠરીએ, તો પછી તેમના જેવા બનવાનું મન થાય. ભગવાનના ગુણોની પ્રીતથી આપણે જેટલા રંગાયા, જેટલા ભાવિત થયા, તેટલી ભગવાનની રીઝ કહેવાય. જેમ સતી સ્ત્રીને પોતાના પતિ તરફથી રીઝ છે, પછી પરપુરુષનો વિચાર સરખો પણ નહીં કરે. આ ખાસ ધ્યાનમાં રહે, કે - દેવ-ગુરુની કૃપા યાને રીઝ દેવગુરૂ પાસેથી નથી મળતી, પણ આપણા દિલમાંથી ઊભી થાય છે. I૭૧ OT પરમાત્મા એ પણ બાહ્યતત્ત્વ છે, તો એની રમણતામાં અત્યંતર તત્ત્વ જે સ્વાત્મા, એમાં રમણતા શું થાય? ને એ વિના સ્વાત્માનું વિશુદ્ધ સ્વરૂપ પ્રગટ શી રીતે થાય ? અથવા કહો, પરમાત્મરમણતામાંથી સ્વાત્મ-રમણતામાં કેવી રીતે અવાય? પરમાત્મ-રમણતામાં જગતનું. બધું ભૂલીને માત્ર પરમાત્મામાં એકાકાર થઇ ધ્યાન કરવાનું છે ને એ ધ્યાનમાંથી અંતે સ્વાત્મરમણતામાં જવાય છે. તે આ રીતે - Page #99 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માનું ધ્યાન બે રીતે, - (૧) સંભેદ પ્રણિધાન, અને (૨) અભેદ પ્રણિધાન. (૧) સંભેદ પ્રણિધાન એટલે ? પ્રણિધાન અર્થાત્ ધ્યાન. વીતરાગ પરમાત્માને આપણા આત્માથી ભિન્ન તરીકે આપણી નજર સામે રાખીને જે એમનું એકાગ્ર ચિંતન કરાય એ સંભેદ પ્રણિધાન. આનામાં તન્મયતા વધારતા જવાનું, તે એટલે સુધી કે મનમાંથી જગતનું બીજું બધું, યાવત્ પોતાની કાયા પણ વિસરાઇ જાય, અને વીતરાગ પરમાત્મા સાથે પોતાની એકાકારતા તન્મયતા જોરદાર જામી જાય. ત્યાં મનને એમ થયા કરે, કે ‘અહો ! અહો ! કેવા અનુપમ આ વીતરાગ અરિહંત ભગવાન !' (૨) અભેદ પ્રણિધાન : -એ તન્મયતા ને એકાકારતા પરમાત્મા પર હૃદયના અતિશય પ્રેમ અને બહુમાનથી ઊભી કરેલી છે. તેથી એમાં હવે એ ભૂલાઇ જાય છે કે ‘આ સામે વીતરાગ પરમાત્મા, અને એમનું હું ધ્યાન કરનારો.' આ વાત ભૂલવાનું કારણ પોતે પરમાત્મ-સ્વરૂપમાં ગળાડૂબ ડૂબી ગયો છે. સાંસારિક વ્યવહારમાં એવું બને છે, કે ભાગીદાર વેપારીને ગાઢ મિત્રતા હોય તો એમાના એકને વેપાર અંગેના ચિન્તનમાં, બીજો ભાગીદાર જાણે અત્યારે સામોસામ હોય ! એવું એનું ધ્યાન લાગે છે. પછી એ સામાની સાથે માનસિક વાતચીતમાં સામાની અત્યંત પ્રેમભરી ભારે ઉદારતા ચિંતવતો હોય તેમાં જાણે એવો ભાસ થાય છે કે પોતે સામા સ્વરૂપ બની ગયો એટલે પોતાને મનમાં સામા તરીકે જ દેખે છે. એમ અહીં પરમાત્માનાં સંભેદ પ્રણિધાનને ઉત્કૃષ્ટ આકર્ષણ-મમતા અને બહુમાન સાથે કરતાં કરતાં પોતે વીતરાગને એટલો બધો નિકટ થઇ જાય છે, કે વચમાંથી ભેદ ઊડી જાય છે, ને પોતે વીતરાગ છે, એ ખ્યાલ ઊભો થાય છે. આ ખ્યાલ જો ઉગ્ર તન્મયતાથી . ઉત્કૃષ્ટ કોટિનો બને, તો ત્યાં હવે વીતરાગ જુદા અને પોતે જુદો એવું ભાન નથી રહેતું, ને વીતરાગનું અભેદ-પ્રણિધાન લાગે છે. પછી એમાંથી પોતે વીતરાગ જ છે એવો ખ્યાલ ઊભો થાય છે. સારાંશ, વીતરાગનું ધ્યાન કરતાં કરતાં એમનામાં એકાકારતા ८० Page #100 -------------------------------------------------------------------------- ________________ એટલી બધી બનાવીએ કે આપણે વીતરાગમાં ગુમ થઇ જઇએ. દા.ત. ભમરી માટીના ઘરમાં ઇયળને પૂરી એની આસપાસ ગુંજારવ કરતી એવી ઘુમરી લે છે, કે ઇયળ એ ગુંજારવમાં ગુમ થઇ જાય છે, અને પરિણામે ભમરી બની જાય છે. એ ન્યાયથી આપણે વીતરાગમાં ગુમ થઇએ, તે ત્યાં સુધી કે વીતરાગ પોતાનાથી જુદા છે એવો ખ્યાલ જ નીકળી જાય અને જાણે પોતે જ વીતરાગ છે એવો એ ખ્યાલ આવી જાય તો એ રીતે વીતરાગને આપણા આત્મામાં ઉતારવાના છે. આ રીતે પરમાત્મરમણતામાંથી સ્વાભરમણતામાં જવાય છે. O. 1 “વીતરાગ ભગવાન લલા કરે નહિ કારણ કે પ્રભુને રાગ-દ્વેષ [૭રી નથી,' એમ તમે કહો છો. તો પછી મહાવીર ભગવાને પતન પામેલા બે ય આત્મા મેવકુમાર અને જમાલી, એમાંથી મેઘકુમારનું બાવડું પકડ્યું અને એને ઊંચક્યો, પણ જમાલી તરફ દુર્લક્ષ્ય કર્યુંઆમાં શું એક પર રાગ અને બીજા પર અરૂચિ નથી? એ શું લીલાની ચેષ્ટા નથી? ના. નિશાળનો શિક્ષક કુંભારના છોકરાને ભણાવવા લે, અને એના ગધેડાને ન લે, એમાં કાંઇ શિક્ષકને છોકરા ઉપર રાગ અને ગધેડા -1 પર દ્વેષ નથી. તો કેમ ભેદ પાડે છે ? કહો, એટલા જ માટે, કે ભણવા માટેની છોકરામાં યોગ્યતા દેખે છે, અને ગધેડામાં યોગ્યતા દેખતો નથી, માટે શિક્ષકની બન્ને પ્રત્યેની પ્રવૃત્તિમાં ફરક પડે છે એમ જ કહેવાય. એવી રીતે પ્રસ્તુતમાં જમાલિમાં બચવા અને તરવા માટેની યોગ્યતા ન્હોતી તેથી એને ભગવાને કાંઇ કહ્યું નહીં. જ્યારે મેઘકુમારમાં એ યોગ્યતા હતી માટે કહ્યું. એથી બન્ને પ્રત્યેની પ્રવૃત્તિમાં ફરક પડ્યો. કુશળ શિલ્પી યોગ્ય પાષાણને ઘડવા લે અને પ્રતિમા બનાવે, કિન્તુ માટીના ઢેફા જેવા ઉપર પોતાનું શિલ્પ ન ચલાવે એથી કાંઇ કારીગર પાષાણને માટી પ્રત્યે રાગ-દ્વેષ નથી. એવું અરિહંત પરમાત્માના અચિંત્ય પ્રભાવ અંગે સમજવાનું છે. એને જ અજ્ઞાન માણસો લીલા તરીકે ઓળખી, “એ લીલા અગમ અગોચર અકળ છે, આપણી ધારણા બહાર વાંછિતને પૂરનાર છે,’ એમ કહે તો એ ખોટું નથી. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૩ આનંદઘનજી મહારાજે સ્તવનમાં ગાયું કે “ચિત્તપ્રસન્નીને પૂજન ફળ કહ્યું રે પૂજા અખંડિત એહ તો, જિનપૂજાથી પ્રસન્નતા થઇ એમાં પૂજા અખંડિત શી રીતે રહે? ચિત્તની પ્રસન્નતા થાય તો પૂજા સાનુબંધ બને છે, અર્થાત્ પૂજાની પરંપરા ચાલે છે. એ ન ચાલે તો નિરનુબંધ કહેવાય. આપણે પૂજન એવું બનાવવું છે, કે એ સાનુબંધ હોય. અંતરમાં જિન-પૂજાનો ભાવ જાગ્યો, એ દર્શન મોહનીયનો ક્ષયોપશમ થયો. એથી એક પૂજન કર્યું. એમાંથી વળી ક્ષયોપશય વધ્યો, એનાથી આગળ પૂજન કર્યું. એટલે ક્ષયોપશમ ઓર વધ્યો, એનાથી આગળ પૂજન કર્યું. એટલે ક્ષયોપશમ ઓર વધ્યો.. એક ઉત્તરોત્તર ક્ષયોપશમ વધે એ સાનુબંધ ક્ષયોપશમ કહેવાય. એનાથી પૂજામાં ભંગ ન પડે, પૂજામાં પૂર્ણવિરામ ન આવે, પણ પૂજા અખંડ ચાલે, માટે “પૂજા અખંડિત એ કહ્યું. 0 1 સ્તવનની પંક્તિ છે. “કપટરહિત થઇ આતમ અરપણા આનંદઘન પદરેહ આપણો આત્મા તો પ્રભુના આત્માથી જુદો જ રહે છે. તો એમાં પ્રભુમાં આપણા આત્માનું સમર્પણ શું આવ્યું? અહીં આત્મ-સમર્પણ કરવાનું એટલે કે સ્વકીય આત્માનું વિસર્જન કરવાનું છે. અર્થાત્ વીતરાગને વધુ ને વધુ વળગતા જઇએ તેમ તેમ આપણો આત્મા વધુ ને વધુ ભૂલાતો જાય. આત્મા ભુલાતો જાય એટલે શું? આપણો આત્મા ભુલાતો જાય એટલે પ્રભુધ્યાનમાં આપણા દૈહિક ધર્મો ભૂખ-તરસથાક, માન-અપમાન, શાતા-અશાતા, ત્રાસ-તકલીફ વગેરે બધું જ ભુલાઇ જાય. એટલું જ નહિ, પણ આપણી રૂચિ-અરૂચિ, ઇષ્ટઅનિષ્ટ, અનુકૂળ-પ્રતિકૂળ, કશાનો વિચાર નહિ. આપણી માલમિલ્કત, સ્નેહી સંબંધી શત્રુ-મિત્ર, ઇત્યાદિ બધું વિસરાઇ જાય. અરે! આપણું વ્યક્તિત્વ પણ વધુ ને વધુ ભૂલાતું જાય. આમ તો આપણે પ્રભુની પ્રીત તો કરીએ છીએ, પરંતુ જો તપાસીશું તો દેખાશે કે પ્રભુ સાથે પ્રીત કરવા છતાં આપણું વ્યક્તિત્વ ૫ ૯૨ Page #102 -------------------------------------------------------------------------- ________________ ભૂલાતું નથી ! એટલે ત્યાં આપણું અહંત્વ અખંડ ઊભું રહે છે. મનને એમ લાગે છે કે ‘પ્રભુ ! હું તમારી ભક્તિ કરૂં છું, આમાં અહંત્વની ગંધ છે. નહિતર પ્રભુની આગળ આપણે કોણ ? આપણે ક્યા મોટા ભગત ? પૂર્વના મહાકવિઓ મહર્ષિઓ પ્રભુના જે ભક્ત હતા, એમાંનો અંશ પણ આપણામાં દેખાતો નથી. પૂજા કે ચૈત્યવંદન કરતાં કરતાં એક મચ્છર પણ શરીર પર બેસે, એક માખી પણ મોં પર બેસે, તો ઝટ ખ્યાલ આવે છે કે ‘મને મચ્છ૨-માખી કરડે છે.' જો પૂજા-ચૈત્યવંદનમાં લયલીનતા હોય તો શરીર પરનો આ ક્ષુદ્ર ઉપદ્રવ ધ્યાનમાં જ શાનો આવે ? એટલે બધું ય ભૂલી જવું એ અહીં આત્મઅપર્ણ સમજવું. છેલ્લા રાજર્ષિ ઉદયન છે તેવું પ્રભુમુખે જાણ્યા પછી અભયકુમાર તરત જ દીક્ષા લેવા ઉતાવળા કેમ થયા ? તેમના આયુષ્યની પ્રભુને તો ખબર છે, તો પ્રભુને પછી ન લેવાય કે ‘મારૂં આયુષ્ય કેટલું ? એ જો આયુષ્ય લાંબુ બતાવે. તો હમણાં નહિ, પણ પછીથી દીક્ષા લઇ શકાય ને? ૭૫ T ના, (૧) એક તો જો સોપક્રમ આયુષ્ય હોય તો સંભવ છે. ઉપક્રમ લાગતાં આયુષ્ય વ્હેલું ય તૂટી જાય, એટલે કે આયુષ્યકર્મના દળિયાં બધાં જ એકી સાથે ભોગવાઇ જાય ! એમ જો ઉપક્રમ લાગે તો વ્હેલા મ૨વાનું થાય, અને વાયદે રાખેલ દીક્ષા લેવાની રહી જાય. (૨) બીજી વાત એ છે કે આવો સવાલ જ્ઞાનીને પૂછવા પાછળ આશય એ છે કે ‘જ્ઞાની જો લાંબુ આયુષ્ય બતાવે તો તો પાછળથી દીક્ષા લઇશું. અર્થાત્ હમણાં ને હમણાં ચારિત્ર લેવાની શી ઉતાવળ કરવી ?’ (૩) હમણાં ને હમણાં ચારિત્ર લેવાની ભૂખ નથી. ને (૪) સંસારના પાપો પ્રત્યે ‘પાપ મહા ખરાબ’ એવી ઘૃણા નથી, તેમજ (૫) એવો ભય નથી કે આ સંસારના સમય સમયના જંગી પાપોથી ૯૩ Page #103 -------------------------------------------------------------------------- ________________ પરલોકમાં મારું શું થાય ? (૬) આમ દીક્ષાની ઉતાવળ ન હોય તો પાપધૃણા-પાપભયના અભાવે પાપનિર્ભીકતા રાખતાં કદાચ સમ્યક્ત્વના વાંધા પડે. તેમ, માનો કે પાછળથી દીક્ષા લે, પરંતુ (૭) પહેલેથી પોષેલી આ પાપ-નિર્ભોક્તા ચારિત્રજીવનમાં જોરદાર ચારિત્ર ન પાળવા દે. પાપ-નિર્ભીક્તાના સંસ્કારથી નાનાં નાનાં પાપની ધૃણા ન થાય. સારાંશ, જો પાપની જોરદાર ધૃણા છે, પાપનો જોરદાર ભય છે, તો ચારિત્રની ઉતાવળ હોવી જ જોઇએ. એટલે પ્રભુ પાસેથી આયુષ્ય જાણી લેવાની વૃત્તિમાં ચારિત્ર વિલંબમાં નાંખવાની વૃત્તિ છે, એ કનિષ્ઠ વૃત્તિ છે. જો ચારિત્રની તીવ્ર ભૂખ અને ઉતાવળ છે, તો એવી કનિષ્ઠ વૃત્તિ પોષી શકાય નહિ, માટે પ્રભુ પાસેથી કે જ્યોતિષી પાસેથી આયુષ્ય જાણી લેવાનો અભરખો જ ખોટો છે. અભયકુમારને ચારિત્રની તીવ્ર ભૂખ જાગી છે, અને “કાળચોર ક્યારે પ્રાણ લૂંટી જાય એનો ચોક્કસ હિસાબ નથી. માટે ચારિત્ર હમણાં ને હમણાં જ લઇ લેવું' એવો હિસાબ અભયકુમારે રાખ્યો અને પિતાને સંમત કરી તરત જ ચારિત્ર લઇ લીધું! ભગવાન તો જાણતા હતા કે “પરમ શુદ્ધ ભાવવાળા વિતરાગ જે થવાય છે, તે તો બાહ્ય કષ્ટમય ધર્મપ્રવૃત્તિ પર નહિ, પરંતુ અંતરના ભાવ શુદ્ધ શુદ્ધતર થવા ઉપર થવાય છે, તો એ ભાવ શુદ્ધ કરવા પર જ જોર લગાવવું જોઈતું હતું, પણ ભગવાને તપ-કાયોત્સર્ગપરિષહસહન.... વગેરે બાહ્ય ધર્મપ્રવૃત્તિ પર કેમ જોર લગાવ્યું? ભગવાને બાહ્ય ધર્મપ્રવૃત્તિ ખૂબ કરવા ઉપર જોર એટલા માટે લગાવ્યું કે પ્રભુ જાણે છે કે અંતરના ભાવ શુદ્ધ શુદ્ધતર થશે તે આ કડક અને ખૂબ ખૂબ ધર્મપ્રવૃત્તિઓ કરવા પર થશે. અનાદિ કાળના Page #104 -------------------------------------------------------------------------- ________________ પૈધેલા કાયા-માયા પરના રાગ-આસક્તિ-મમતા વગેરે અશુદ્ધ મલિન ભાવો જ ઓછા થતા આવશે, તે આ કડક ધર્મપ્રવૃત્તિ ખૂબ કરવાની રાખવાથી જ ઓછા થતા આવશે, પણ નહિ કે સુંવાળી ધર્મપ્રવૃત્તિથી અને પ્રમાણમાં ઓછી ધર્મપ્રવૃત્તિથી યા માત્ર માનેલા અંતરના ભાવથી. કઠોર તપસ્યાઓ ન રાખી અને કાયમી રોજના આહાર-પાણી વાપરવાના રાખ્યા, તો આહારનો ને રસનો રાગ કાંઇ નામ શેષ ન થાય. એ તો કઠોર તપ આદરતાં રાગ મરતો આવે, ઘસાતો આવે. એમ સુખે ગુફામાં બેસીને ધ્યાન કરવાથી કાયાનો રાગ મટે નહિ, એ તો કાયાને ખડખડી રાખી ધ્યાન ધર્યા હોય, પછી ભલે એમાં ટાંટિયા દુઃખે, કમર તુટે માથું ભમવા જેવું લાગે, તો પણ એ બધું આનંદથી સહી લઇને કાયાને કાઉસ્સગ્નમાં જ ખડી રાખવાનું કર્યું હોય તો આ નિર્ધારિત કડક ધર્મપ્રવૃત્તિથી દેહાધ્યાસ યાને કાયાની મમતા-આસક્તિ ઘસાતી આવે. આટલા જ માટે તીર્થકર ભગવાન જેવાએ પણ આ જ કરવાનું રાખેલું. એમ સુધા, પિપાસા, ટાઢ, તડકા, ડાંસ, મચ્છર, હલકાં માણસોનાં ટોણાં-અપમાન-પ્રહાર વગેરે પરિષહો સહવાનો ધર્મ સ્વેચ્છાથી આનંદપૂર્વક આચર્યે જવાનું રાખ્યું હોય, તો એ કષ્ટો પ્રત્યેના અંતરના ખેદ-દ્વેષ-અરૂચિના મલિનભાવ મોળા પડતા આવે. પ્રભુએ આ ખૂબ રાખેલું. ના આ કશી કષ્ટમય ધર્મપ્રવૃત્તિ કરવી નથી, ને અંતરના ભાવ ચોખ્ખા કરવા છે, શી રીતે ? મનમાની ભાવના કરીને કે “હું આત્મા છું, મારાથી કાયા ભિન્ન છે, મારા ગુણો ક્ષમાદિ છે, કાયાની ક્રિયાથી મારું કશું ભલું ન થાય.મારૂં તો શુદ્ધ આત્મદષ્ટિ વગેરે આત્માની ક્રિયાથી ભલું થાય.” તે શું બાહ્યની આરંભાદિ પાપપ્રવૃત્તિઓ, આહારદિને કષાયોની સંજ્ઞાની પ્રવૃત્તિઓ, અને મોહમય કુટુંબ-પરિવાર-સંપર્કની પ્રવૃત્તિઓ ધૂમ ચાલી રાખીને પેલી મનમાની આત્મષ્ટિની ભાવના કરતાં કરતાં વીતરાગ થવાશે ? અરે ! વીતરાગ થવાની વાત તો ક્યાંય દૂર છે, સાચા વિરાગી ય નહિ થવાય. શુદ્ધ ભાવની ભ્રમણામાં અસત્ પ્રવૃતિઓ ધૂમ ચાલુ રાખીને ધૂમ મલિન ભાવો અને રાગ ષના સંક્લેશો પોષી, તથા એના સંસ્કારો સારી રીતે દ્દઢ કરીને અહીંથી Page #105 -------------------------------------------------------------------------- ________________ રવાના થશે! ત્યારે ખૂબ અને કડક ધર્મ-પ્રવૃત્તિઓને મુખ્ય કરી એનું રાત ને દિવસ સેવન કરનારો ભાવ ચોખા કરતો કરતો સત્ પ્રવૃત્તિના બળ પર સાચા નિર્મળ હૈયામાં કેળવતો જશે. મુક્તિમાં તો સર્વમોહ-સર્વકર્મથી રહિત સ્થિતિ છે. એને ભક્તિ સાથે શો મેળ? કેમકે ભક્તિ કરનારો જીવ તો બીજી બાજુ મોહ અને કર્મબંધમાં તરબોળ હોય છે. મુક્તિ સાથે ભક્તિને એ મેળ છે કે વીતરાગની ભક્તિ કરવા માટે પહેલાં તો વીતરાગનું મૂલ્યાંકન કરવું પડે, વીતરાગનું મહત્ત્વ સમજવું ને હૈયે વસવું જોઇએ. જે પુત્રને માતાપિતાનું ઊંચું મહત્ત્વ નજર સામે હશે, એજ એમની ભક્તિ માટે સદા સજ્જ રહેવાનો, માટે તો ચાર ભાઇઓમાંથી જેને આ મહત્ત્વ હૈયે વસ્યું છે એ માતા-પિતાની ભક્તિ કરવામાં ખડે પગે રહે છે, બીજાઓ એમાં સુસ્ત રહે છે. આપણી જાતનું મહત્ત્વ આપણા હૈયે વસ્યું હોય છે તો જાતની સેવા-સરભરા કેટલી બધી કરીએ છીએ ? આમ વીતરાગ પ્રભુનું મહત્ત્વ જેનાં હૈયે વસે એ જ પ્રભુની ભક્તિ કરવા હંમેશા તત્પર હોય. ત્યારે વિતરાગ પ્રભુનું મહત્ત્વ હૈયે વસાવ્યું તે એવું કે મન પોકારે છે કે “વીતરાગ તીર્થંકર પ્રભુમાં એવી એવી વિશેષતાઓ છે કે જગતમાં જેનો જોટો નથી, માટે મારે તો હદયનાથ એ અરિહંત” આ ભાવ સમ્યકત્વ તાણી લાવે છે, ને પછીથી સમ્યકત્વ ક્રમશ: મુક્તિને તાણી લાવે છે, એટલે કહેવાય કે ભક્તિને મુક્તિ સાથે મળે છે. એના મૂળમાં અરિહંતનું અનન્ય મૂલ્યાંકન છે, ને એ અરિહંત પ્રભુની ભક્તિમાં વ્યક્ત થાય છે, તેથી ભક્તિ મુક્તિને બોલાવી લાવનારી દૂતી ગણાય એમાં નવાઈ નથી. તેથી જ કોઈ પણ મોક્ષાર્થી જીવને અરિહંત ભક્તિ એ મહાન શું, અનન્ય કર્તવ્ય બની જાય છે. વારેવારે કરવા પડતા જનમ-મરણથી થાક્યા છો ? તો અરિહંતને ભજો, અરિહંતની ભક્તિ કરો. Page #106 -------------------------------------------------------------------------- ________________ [ 0 ] કહ્યું છે કે પૂનાલોટિસ તો સ્તોત્રોટિસપ ના जपकोटिसमं ध्यानं, ध्यानकोटिसमो लयः॥ “તો પછી, અમે સીધી લયભક્તિ કે ધ્યાન ભક્તિ જ કરીએ તો પૂજા કરતાં ક્રોડ ક્રોડ ગણું ફળ મળે ને ? પછી પૂજા-સ્તોત્ર જાપ કરવાની શી જરૂર ? આ ક્રમ બતાવે છે કે પૂર્વના પૂજા-સ્તોત્ર જાપ ભક્તિના પ્રકારો આદર્યા વિના ધ્યાન-ભક્તિ ન આવી શકે. એનું કારણ એ છે કે જેને સારો ધનવ્યય-સમયવ્યય – નમ્રતા પૂર્વકના પૂજા વિધિ શ્રમવ્યય કરવા પૂર્વે દ્રવ્ય-પૂજા કરવી નથી, એનામાં બીજા પગથિયે સ્તોત્ર અર્થાત્ અરિહંતના સંગીત ગુણગાન કરવાને યોગ્ય દિલ જ નથી હોતું. તો એવા દિલનાં દિલથી ગુણગાન વિના અહોભાવ એકાગ્રતા-ગદ્ગદ્ દિલનો અરિહંત જાપ નથી બની શકતો. કેવી મજાની ગોઠવણ ! પ્રભુ ભક્તિ કરવી છે ? તો પહેલાં અનંત કાળની મમતાની વસ્તુ કિંમતી સ્વદ્રવ્ય-સ્વશરીર-સ્વસમય-સ્વસુખશીલતા અને અહત્વનો પ્રભુના ચરણે ભોગ આપી પ્રભુની પૂજા કરો. પછી જ આગળ પ્રભુના સ્તોત્ર-સન્માન-ગુણગાન કરો. કેમ વારૂં ? અરિહંત પ્રભુના ગુણો ત્યાગ-વૈરાગ્ય-સ્તોત્ર-સ્તવન ગાવા છે, તો પહેલા નક્કર આત્મભોગ આપવો જોઇએ. એ ભોગ અપાય તો જ પ્રભુમાં ને પ્રભુના ગુણોમાં મન ઠરે. ભોગ નથી આપવો તો મન એ પોતાની મમતાની વસ્તુઓ કિંમતી સ્વદ્રવ્યોસ્વકાયા-આરામી વગેરેમાં મન ઠરેલું છે, એવું મન પ્રભુમાં શે ઠરે ? એમ ભોગ આપીને મનને પ્રભુના ગુણોમાં અને પ્રભુમાં ઠરતું કર્યું, પછી જ મન પ્રભુના નામના જાપમાં ઠરે નહિતર મન પ્રભુ અને પ્રભુના નામમાં ઠર્યા વિના આગળ પ્રભુનું ધ્યાન પણ શી રીતે થાય ? ધ્યાન માટે તો મન પ્રભુમાં એકાકાર થવું જોઇએ... પરંતુ એ મનને બિચારાને જો સ્વદ્રવ્યાદિમાં એકાકાર રાખ્યું હોય અને પ્રભુના ગુણોમાં મસ્ત ન બનાવ્યું હોય, તેમજ પ્રભુના નામમાં એકાકાર ન કર્યું હોય, તો અહીં પ્રભુમાં એકાકાર શી રીતે થાય? એ વિના પ્રભુના ધ્યાનમાં મસ્ત શી રીતે બને ? Page #107 -------------------------------------------------------------------------- ________________ એ જ પ્રમાણે મનને પ્રભુમાં એકાકાર કર્યા વિના ‘“લય” અવસ્થા શી રીતે આવે ? લય પામવો એટલે મન પ્રભુમાં ધ્યાનથી એકાકાર થયા પછી અનુભવજ્ઞાન દ્વારા પ્રભુમય થઇ જાય. અર્થાત્ પ્રભુના ઉચ્ચ ગુણોનું સ્વાત્મામાં પ્રતિબિંબ પકડી જાણે એ ગુણોનો સ્વાત્મામાં સાક્ષાત્ અનુભવ કરવો, તે એટલે સુધી કે પ્રભુ ય વીતરાગ અને જાણે પોતે ય વીતરાગ, એમ સ્વાત્મામાં પરમાત્માનો અભેદ લાગે, હવે પોતે જ વીતરાગ પરમાત્મા છે એવો ભાસ થાય એ ધ્યાન પછીની લય અવસ્થા છે. આવી જાપ ધ્યાન અને લય ભક્તિને પમાડનાર છે સ્તોત્રભક્તિ. પ્રભુની દ્રવ્ય-પૂજાની ભક્તિ કરીને પણ સ્તોત્ર ભક્તિમાં જવાનું છે, કેમકે દ્રવ્ય-પૂજાનું ફળ સ્તોત્ર સ્તવનાદિથી ભાવભક્તિ છે. બાહ્યમાં રખડતા જીવને ભાવ ભક્તિથી પ્રભુના સ્વરૂપમાં રમતો કરી શકાય. માટે પ્રભુના સ્વરૂપમાં ને પ્રભુના ગુણોમાં ૨મતું કરાવનાર સ્તોત્ર ભક્તિ, ચૈત્યવંદના, ભક્તિ ગીતો અને ભક્તિમય પૂજા-ભાવનાઓ ગાવી એ આ ઉત્તમ જનમનું ઉત્તમ કાર્ય છે. આમ ક્રમશઃ કરતા જવું. પરમાત્માને કેવળજ્ઞાન પ્રગટ્યું છે, એનાથી પોતાનું અનંત સુખ ૭૯ પ્રત્યક્ષ જુએ છે તો તેને સંવેદે કેમ નહિ ? તાવવાળો ધનવંતરી વૈદ્ય હોય, ‘આરોગ્ય શું છે ?' તેને જાણે, પણ તેને તે વેદી ન શકે, તેવી રીતે કેવળજ્ઞાની અનંત સુખ શું છે તે જુએ, પણ વેદી ન શકે, જ્યાં શાતા અશાતાના અનુભવરૂપ તાવ છે ત્યાં સુધી. ‘નમનારો પ્રભુને ગમે એમ કહેવાય છે. તો શું વીતરાગ પ્રભુને એના પર રાગ થાય ? નમનારો ગમે એટલે નમનારા પર રાગ થાય, એ તો ઉપલકિયો • પદાર્થ છે. ખરેખર તો નમનારો ગમે એટલે નમનારાનું મૂલ્યાંકન થાય, એ ગમવાની ખરી વસ્તુ છે. માટે તો સારી નોકરી ભરનાર ८८ Page #108 -------------------------------------------------------------------------- ________________ નોકર શેઠને ગમ્યો એટલે કે શેઠે એના પર રાગ કર્યો, શેઠ રાજી થયા, એટલો અર્થ નથી. કેમકે જો શેઠ એનું મૂલ્યાંકન નથી કરતા અને બીજા ગરબડયાં પણ ‘મારતે મિંયા’ નોકરનું અવસરે બક્ષિસ વગેરેથી મૂલ્યાંકન કરે છે, તો કોણ કહેશે કે ‘પેલો સારો નોકર શેઠને ગમ્યો ?’ સારાંશ:, ગમવું એટલે ખરૂં મૂલ્યાંકન કરવું. પ્રસ્તુતમાં ‘જે નમે, તે પ્રભુને ગમે, નો અર્થ એ છે કે તે નમનારનું પ્રભુ સારૂં મૂલ્યાંકન કરે છે. પ્રભુનું ઊંચું મૂલ્યાંકન એટલે પ્રભુના જ્ઞાનમાં સારા વિષય તરીકે સ્થાન પામવું. પ્રભુ પહેલાં એ નમનારાને કેવળજ્ઞાનમાં અહંકારી વગેરે તરીકે જોતા હતા, તે હવે નમનથી એને વિનમ્ર સારા જીવ તરીકે એટલે કે આત્મોન્નતિના પગથિયા ચઢનાર તરીકે જુએ છે. જો કેવળજ્ઞાનીનું આ પ્રમાણપત્રક મળતું હોય તો આત્માનું કેટલું મોટું સૌભાગ્ય ગણાય ? તીર્થંકરને નમન કરતાં એ ભગવાનને કેવો સરસ ગમ્યો ગણાય ? એકેન્દ્રિય જીવ અનંતા દુ:ખ સહ્યા કરે છે, તેના પર ભગવાને શો ઉપકાર કર્યો ? શી કરૂણા કરી ? ભગવાને જગતને ષટ્કાય જીવોનું પુરૂં જ્ઞાન કરાવ્યું અને અભયદાન શીખવ્યું, તે અભયદાનના જ્ઞાનથી ભવ્ય જીવો એકેન્દ્રિય જીવની રક્ષા કરે છે, માટે ભગવાને એકેન્દ્રિય જીવો પ૨ કરૂણા કરી ગણાય. પ્ર. પણ એકેન્દ્રિયનું પોતાનું શું કલ્યાણ કરે ? ઉ. એકેન્દ્રિયનું હિતરૂપ એટલા માટે કે ભગવાન એકેન્દ્રિય આદિ લોકનું યથાર્થ પ્રતિપાદન કરનારા છે. જેમ કે તમે ફૂંક મારો તો તે એકેન્દ્રિયને શસ્ત્ર સમાન બને છે. પાણીને અડવાથી તેને કંપ થાય તેથી કેટલાય અપ્લાય જીવ ખલાસ થાય છે. આવું વસ્તુનું યથાર્થ નિરૂપણ ભગવાન કરે છે અને ત્યાં વસ્તુનું યથાર્થ નિરૂપણ એ પારમાર્થિક દ્દષ્ટિએ વસ્તુનું હિત છે એમ ૯૯ Page #109 -------------------------------------------------------------------------- ________________ નમુત્થણ” ના “લોગહિઆણં' પદની લલિતવિસ્તરા ટીકામાં લખ્યું છે. તેથી વળી બીજા જીવો તેને અભયદાન આપે છે. એ બીજું હિત થયું. ૮૨ અરિહંત-નમસ્કાર માત્રથી અનિકાચિત પાપકર્મોના ઝુંડ સાફ થાય એ કેમ બને ? કારણ કે કર્મો દીર્ઘકાળના મિથ્યાત્વ, અવિરતિ, કષાયો તથા અહિંસાદિ પાપયોગોથી ઊભા થયેલા હોય છે. એનો નાશ કરવા માટે તો એવા પ્રચંડ સમ્યકત્વ આદિની દીર્ઘકાળની આરાધના જોઇએ. પ્રભુને નમસ્કાર માત્રથી એ કેમ તૂટે? (૧) અરિહંત ભગવાનને નમસ્કારનો ભાવ જો ચગાવતાં આવડે " તો એમાં પ્રભુ પ્રત્યે અનન્ય શ્રદ્ધાનો ભાવ હોવાથી જ્વલંત સમ્યકત્વનો ભાવ છે. (૨) વીતરાગ અરિહંત તરફના હૈયાના અનહદ ઝુકાવથી વિષયો પ્રત્યેની આસક્તિ તૂટી જતાં વાર ન લાગે. મહાન વિરતિનો ભાવ આપી શકે છે. (૩) ઉપશમ રસથી ખીચો ખીચ ભરેલા અરિહંત તરફ ધ્યાન જતાં મન એવા ઉપશમ ભરેલા અરિહંતમાં ઠરી જવાથી સ્વયં ઉપશમનો અનુભવ કરે એ પણ સહજ છે. (૪) અરિહંતને નમસ્કાર એ એવો મહાન પવિત્ર ધર્મયોગ છે, કે જેમાં હિંસા, અસત્ય, વગેરે કોઇ જ પાપયોગ નથી, અને એ એકાંત શુભ યોગ છે. આ ચાર એ અરિહંત-નમસ્કારમાં જીવંત જાગ્રત રહેવાથી અશુભ કર્મોના ઢેર ઉખેડી નાખે એ સહજ છે. વિજ્ઞાને ફોટોગ્રાફીની શોધ કરી. પરંતુ પુગલમાંથી છાયાણું નીકળ્યા જ કરે છે. તે વાત જૈન તત્ત્વજ્ઞાન તો પરાપૂર્વથી કહેતું આવ્યું છે. તો પછી સર્વજ્ઞ બધું જ જાણતા હતા તો માત્ર છાયા 1 બતાવીને એ ઝીલવાની ફોટો-પ્લેટ કેમ ન બતાવી? એટલે શું એમ કહેવું છે કે એ છાયા જાણતા હતા અને ફોટાની ૧૦૦૦ Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્લેટ કેમ બને એ ન્હોતા જાણતા ? એવું કાંઇ નથી. સર્વજ્ઞના જ્ઞાનમાં કશું અજ્ઞાત નથી. માત્ર એ જોતા હતા કે આવું અણુનું વિશ્લેષણ અને એમાંથી ઉત્પન્ન થતી ઇલેક્ટ્રિસિટિ, ટેલિફોન, ટેલિવિઝન, રેડિયો, ફોટોગ્રાફ વગેરે તો જીવોના અહિતમાં છે, વિલાસી વૃત્તિના પોષક કે ઇન્દ્રિયોને બહેકાવનારા તથા આત્મદ્રષ્ટિ પરલોકદ્દષ્ટિ વગેરેથી દૂર પાડનારા છે, માટે જગતના બચાવ અર્થે એ બધું જાણતાં છતાં બતાવ્યું નહિ. પરંતુ મિથ્યાત્વનો કેફ હોય ત્યાં આ વાત નથી સમજાતી કે જ્ઞાનીઓએ કહ્યું નહિ, બતાવ્યું નહિ માટે એ હોતા જાણતા એમ નહિ. જાણતા તો હતા જ, પરંતુ અહિત ન થઇ જાય એટલા માટે બતાવ્યું નહિ, જીવોનું અહિત એટલા માટે કે જીવો અનાદિરૂઢ મોહની વાસનાઓથી ભરેલા છે, પાછા મૂઢ છે તેથી જડની આસક્તિને લીધે જડની વધારે સગવડ કરવા જતાં અહિત થાય એ સમજતા નથી. આજે દેખો છો ને કે યંત્ર, રેલગાડી, મોટર, વિમાન, ટેલિફોન, રેડિયો વગેરે વગેરેની સગવડો થવાથી માણસની જરૂરિયાતો એટલે કે લોભ કેટલો વધ્યો છે ? એ મેળવવા પાપપ્રવૃત્તિ કેટલી બધી વધી પડી ? સારા ગણાતા શ્રાવકો પણ રાત્રિભોજન કરતા થઇ ગયા છે ને ? ટેક્સચોરી ધૂમ ચાલી પડી છે ને ? બજાર, ધંધા અને બીજાને મળવા કરવાની બહુ લપમાં શ્રાવકનાં અનુષ્ઠાન પ્રતિક્રમણ-પૌષધ વગેરેની બેપરવાઇ કરી રહ્યા છે ને ? આમ પાપવૃત્તિ કેટલી બધી વધી પડી ? ત્યારે લક્ષ્મી અને જડસરંજામ વધાર્યા પછી એને સાચવવા પાછળ કેટકેટલા આર્તરૌદ્રધ્યાન, પાપવિકલ્પો, મમત્વના આવેશ, માયા પ્રપંચ વગેરે વધી પડ્યા છે? તો ભોગવવામાં લંપટતા મદ-અહંકાર વગેરે કેટલા ? આજે તો સામાન્ય સ્થિતિના માણસોને ય ઉદ્ભટ ભોગ સુલભ થઇ ગયા ! ત્યાં આત્માની કેટલી બધી દુર્દશા ? પૂર્વના કાળે લક્ષ્મી તો હતી, પરંતુ વિજ્ઞાને શોધેલ સગવડો નહોતી એ વખતે જીવનમાં જડના વિચાર-વાણી-વર્તાવ કેટલા ઓછા ને આજે કેટલા ફાલ્યા-ફૂલ્યા? એ તફાવત લક્ષ્યમાં લઇએ તો સમજાઈ જાય કે જ્ઞાની ભગવંતોએ જાણવા છતાં આ ચીજો ન બતાવી એમાં જીવોનું હિત હતું. બાકી વિજ્ઞાને Page #111 -------------------------------------------------------------------------- ________________ શોધી કાઢેલ વાતોનાં મૂળ જ્ઞાની ભગવંતે બતાવ્યા છે. ઉપરાંત પણ એવું પદાર્થ સ્વરૂપ બતાવ્યું છે કે જેમાં એમને પ્રયોગ-અખતરો કરવા પડ્યા નથી, અને આજના વૈજ્ઞાનિકો હજી જેને સ્પર્શી શક્યા નથી, એવું એવું બતાવીને પણ એના પર મોહના ઉન્માદ નહિ કિન્તુ તત્ત્વદ્દષ્ટિ-જ્ઞાનદ્દષ્ટિ વધે એ રીતનાં નિરૂપણ કર્યા છે. પ્રભુનાં લોક અંગેના વચનો કે આવાં નરકસ્થાનો છે, આવા દેવલોક છે, વગેરે, તે શું એમજ માની લેવાય ? આજે ચંદ્રલોક અને મંગળલોકની તો વૈજ્ઞાનિકો જુદી વાત કરે છે. પ્રભુના વચન જરૂ૨ માની લેવા જોઇએ. વિજ્ઞાનની વાતો તો દહાડે દહાડે ફરે છે. ૨૫-૫૦ વરસ પહેલાં કેવી વાતો હતી ? ને આજે કેવી છે ? ગુરૂત્વાકર્ષણના નિયમ ૫૨ કેટલો બધો મદાર હતો ? ત્યારે પ્રો. આઇન્સ્ટાઇનની Theory of Relativity સાપેક્ષવાદ અને પરસ્પર સંબંધના સિદ્ધાન્તે એમની માન્યતાઓને કેવી ફેરવી નાંખી ? વૈજ્ઞાનિકોનાં સંશોધન અધૂરાં છે, અને સદા અધૂરાં રહેવાનાં. માટે એના પર મદાર ન બાંધતાં જિનવચન પર જ મદાર બાંધવા જેવો છે, જે ત્રિકાળસત્ય છે. ભલે એની નરક-દેવલોક જેવી વસ્તુ પ્રત્યક્ષ ન દેખાય. પરંતુ જ્યારે પહેલાં કહી તેવી અણુ-પરમાણુની વાત, છાયાપુદ્ગલની વાત, શબ્દપુદ્ગલની વસ્તુ, પાણીની યોનિભૂત વાયુની હકીકત વગેરે વિજ્ઞાન સંશોધનથી સાચી પડે છે, તે ઉપરાંત પણ બીજી કેટલીક કર્મફળ વગેરેની વાતો, તેમજ જીવનને મહા શાંતિ-સ્ફૂર્તિભર્યું બનાવનાર વ્રત-નિયમ દેશવિરતિ, સર્વવિરતિની વાતો પ્રત્યક્ષ સંગત કે બુદ્ધિસંગત બને છે, તો પછી બીજી અતીન્દ્રિય વસ્તુઓ પણ જિને કહેલી કેમ ન માની લેવી ? સારી સુશીલ નિ:સ્વાર્થ માતાના કેટલાંક વચન પ્રત્યક્ષ હિતકર અને માતાની ભરપૂર પ્રેમલાગણી જોઇ બાળક એનાં બીજાં પણ વચન માત્ર શ્રદ્ધાથી માની લઇને જ મોટો થાય છે, ગુણિયલ થાય છે. તો અહીં જિનેશ્વર ભગવાન તો પરમ સુશીલ, પરમ નિ:સ્વાર્થ અને પરમજ્ઞાની છે. વળી આપણને કઠિન આરાધના ૧૦૨ Page #112 -------------------------------------------------------------------------- ________________ માર્ગ બતાવતા પહેલાં એથી ય કેઇ ગુણો મહાકઠિન આરાધનામાર્ગ એમણે સ્વયં આરાધ્યો છે, પછી કેવલજ્ઞાન પામ્યા બાદ જ એ ઉપદેશ કરે છે, તો પછી એમનાં સમસ્ત વચન કેમ જ ટંકશાળી સત્ય ન માની લેવાં ? નહિ માનીએ તો દોરંગી દુનિયાના રવાડે ચડી ખુવાર થવાનું થશે ! અહીં પણ સાચી શાંતિ સ્વસ્થતા ઉન્નતિ નહિ, અને પરલોકમાં તો વાતે ય શી ? માટે પ્રભુનાં વચન અટલ શ્રદ્ધા-બહુમાન અને જ્વલંત સંવેગ-ધર્મરંગથી સાંભળજો. જમાનાની અસર લેશો નહિ. નહિતર જો એ વચમાં આવી તો એમાં તો વિજ્ઞાનના ચમત્કારો, નવી ઉદ્ભટ જીવન પદ્ધતિઓ કષાયપ્રેરિત નવા સિદ્ધાન્તો વગેરે આવવાનું. એની અસર નીચે આવી જતાં મહાજ્ઞાનીઓનાં શાસ્ત્રની વાતો પર સંવેગ-ધર્મદંગ વધવાને બદલે કુતર્કો, કુ-વિકલ્પો, ઉપેક્ષાભાવ વગેરે ઊભા થશે. માટે આપણે તો એકજ વાત, કે જગતમાં તો કાળે કાળે પરિવર્તનો આવ્યાં જ કરે છે, એની વચમાંથી, આપણે પસાર થવાનું છે. ત્યાં ત્રિકાળસત્ય જિનવચન જ પ્રમાણ કરીને ચાલવાનું. ૮૫ વીતરાગભાવની નજીક જવા માટે આંતરિક ક્ષમાદિ-ભાવની જરૂ૨ ગણાય, કિન્તુ બાહ્ય ક્રિયાની શી જરૂ૨ ? એથી શું વળે ? ક્રિયા એ પેલી ઊભી સીડીના કઠેડા જેવો ટેકો છે. કઠેડાનો આધાર પકડી ઉપર ઉપરના પગથિયા ચડાય છે. એમ ક્રિયાના આલંબને ઉપર ઉપરના ભાવમાં ચડાય છે. જો બાહ્ય અશુભ ક્રિયાના આધારે કષાયના ભાવ જાગે છે પોષાય છે અને વધે છે તો બાહ્ય શુભ ક્રિયાના આલંબને ક્ષમાદિ શુભ ભાવો જાગી-વધી ન શકે ? કૃત્રિમ નિશ્ચયવાદીનું જ વર્તન જુઓ ને કે એમનો પોકળ નિશ્ચયવાદ પ્રચારવા માટે એમણે પહેલાં ભાષણની ક્રિયા શરૂ કરી ! એથી ચાર માણસો જોડાતા દેખ્યા એટલે એમને પ્રચારનો લોભ લાગ્યો, ને માસિક પત્ર પ્રચારવાની ક્રિયા ચલાવી ! એથી વળી એમનામાં વધુ જોડાવાનું દેખ્યું એટલે લોભ ઓર વધ્યો, ને દૈનિક પત્રિકા શરૂ કરી ! એનું ધાર્યું ફળ જોઇ પાછો આંતરિક લોભ વિકસ્યો તે ટેપ રેકોર્ડિંગ ચલાવ્યું, એને પણ પ્રચારવાની ક્રિયા કરે છે ! આ શું ૧૦૩ Page #113 -------------------------------------------------------------------------- ________________ છે? બાહ્ય ક્રિયાના આધારે આંતરિક લોભની માત્રા વધવાનો સ્પષ્ટ પુરાવો. એમ નિશ્ચય-વ્યવહાર ઉભયને ન્યાય આપનાર મતની શ્રદ્ધારાગવાળો કોઇ એમને કહે કે “આ તમારૂ કહેલું ગળે ઉતરતું નથી, તો એ એને કહે છે કે “એનું કારણ એ છે કે તમે પેલો મિથ્યારાગ ધરી બેઠા છો એટલે ક્યાંથી ગળે ઉતરે ? એ તો એ મિથ્યારાગ હટે તો સાચી વસ્તુ ગળે ઉતરે પણ ફિકર ન કરો, જરા ધીરજ ધરી અહીં રોજ પ્રવચન સાંભળો, અહીંવાળાનો સત્સંગ કરો, એટલે તમારો ભ્રમ ભાંગી જશે ને સાચું સમજાશે.” આ એમણે શું સમજીને સલાહ આપી? એજ કે “બાહ્ય પ્રવચનશ્રવણ અને સત્સંગની ક્રિયા કરતા આવવાથી જેમ બીજાઓ બુક્યા છે, અર્થાત્ એના આંતરિક મિથ્યા રાગ તૂટયા છે, એમ આ ભાઇને પણ એ બાહ્ય ક્રિયાના આલંબને મિથ્યારાગ કપાતો આવશે, સાચી સમજ-શ્રદ્ધા વધતી આવશે.” આવું એ દ્દઢપણે માનીને એને એવી સલાહ આપે છે. આમાં પણ શું આવ્યું ? એ જ કે બાહ્ય ક્રિયાના આધારે મિથ્યારાગ કપાતો આવે ને સાચી સમજ-શ્રદ્ધા વધતી ચાલે. આવી રીતે પોકળ નિશ્ચયવાદી બન્ને માને છે, બાહ્ય ક્રિયાથી લોભ વધતો આવવાનું અને બાહ્ય ક્રિયાથી રાગ ઘટતો આવવાનું. પછી એ કયા મોંઢે બોલે છે કે “બાહ્ય ક્રિયા અંદરના ભાવ પર કશી અસર કરતું નથી માટે એની શી જરૂર પડે ? એથી શું વળે ?” વાત સાચી છે કે ગધેડાને બાહ્ય તાલીમ ગમે તેટલી આપે છતાં એ અંદરથી ઘોડાના જેવા ભાવવાળો ન બને, કિન્તુ એ પણ એટલું જ સાચું છે કે ઘોડામાં એકને બાહ્ય તાલીમ મળી તો એ અંદરથી સાર ઘડતરવાળો બને છે, ને બીજો એવી તાલીમ વિનાનો એવા ઘડતરવાળો નથી બનતો, જંગલી ઘોડા જેવો રહે છે. પેલા પોપટના બે બચ્ચાની વાત આવે છે ને ? એકને વાઘરીના ઘરે રાખ્યું, બીજાને પંડિતના ઘરે. પછી રાજા જોવા નીકળ્યો તો વાઘરીના ઘરવાળો પોપટ ગાળો ને “મારો કાપો' બોલતું હતું ! ને પંડિતના ઘરવાળો “આવો, પધારો, જય જય’ કહેતું હતું. ૨૦૦૫ ૧૦૪૦૨- ૨૦૧૦ Page #114 -------------------------------------------------------------------------- ________________ એમ ક્ષમાશીલ પુરુષોના સંસર્ગમાં રહેવાથી ક્રોધી પણ થોડો શાંત બને છે. એમ પોતે જાતે જ ક્ષમાના પુસ્તક કે ક્ષમાશીલ કોઇનું ચરિત્ર વાંચે તો એને પોતાનામાં અંતરમાં પોતાની ક્રોધિષ્ઠતા ઉપર ખટકો પસ્તાવો થાય છે. ને કંઇક પણ ક્રોધ દબાય છે, ક્ષમાભાવ થોડો પણ વિકસે છે. આ સત્સંગવાંચનની ક્રિયાનું ફળ છે. એમ બાહ્ય રસત્યાગ ભક્ષ્યદ્રવ્ય-સંકોચ અને તપસ્યા કરતાં કરતાં અંદરમાંથી ખાનપાનના રાગ ઓછા થતાં આવે છે. વિરાગભાવ વધે છે, એ પણ દેખાય છે, અનુભવથી અનુભવી શકાય છે. એવી રીતે પહેલાં અંતરમાં બહુ અભિમાન-અક્કડતા-સ્વોત્કર્ષ (આત્મગૌરવ) રહેતા હોય, કિન્તુ નમ્ર, મૃદુ, અને લઘુતા ધરનારા સારા માણસોના સંપર્કમાં આવે, એવાના ચરિત્ર સાંભળે, તેમ જાતે એવાને નમનપ્રણામ-નમસ્કાર કરતો રહે, તો પોતાનામાં નમ્રતા-મૃદુતા-લઘુતા અંશે અંશે પણ આવતી જાય છે. આ બાહ્ય ક્રિયાની જ અસર છે. ૮૬ પ્રભુનું નામ લેવા માત્રથી રાગનો તાપ શી રીતે મટે ? આનો જવાબ ૨-૩ દ્દષ્ટાન્તથી સ્પષ્ટ થશે. ચંડકોશિક સાપને વીર Gm પ્રભુએ ડાહ્યો કર્યા પછી કીડીઓએ વીંધવા માંડયો, આનો કેટલો બધો તાપ-ત્રાસ ? છતાં ચંડકોશિક પ્રભુનામની રટણ રાખી તો એને એવી ઠંડક આવી કે મનને એમ થયું કે મારે સંબંધ શરીર સાથે શો છે ? મારે તો સંબંધ પ્રભુની સાથે છે. પ્રભુના શરીરને મેં ઝેરી બટકા ભર્યા, તો મારા પ્રભુએ શરીરની પરવા ન્હોતી કરી, તો પછી પ્રભુના સેવક મારે પણ દેહની શી પરવા ?' આમ કીડીઓ પર દ્વેષનો તાપ ઊઠવા જ ન દીધો. પ્રભુ નામની આ શીતલતા. ચંદનબાળાના પિતા રાજા લડાઇમાં મર્યા, રાજ્ય ગયું, માતા સાથે એને સિપાઇ ઉપાડી જાય છે. સિપાઇના ‘તને હું પત્ની બનાવીશ,' એમ કહેવા પર માતા જીભ કચડીને મરી. સિપાઇએ પછી ચંદનાને બજારમાં ધનાશેઠને વેચી; એમાં વળી ધનાશેઠની ઇષ્યાળું પત્ની મૂળાએ ચંદનાનું માથું મુંડાવી ૧૦૫ Page #115 -------------------------------------------------------------------------- ________________ પગમાં બેડી નાંખી ભોંયરામાં પૂરી; જ્યાં ત્રણ દિવસ ભૂખી તરસી રહેવું પડયું. આમ ચંદના ૫૨ કેટલું દુ:ખ ત્યાં મનને શું એમ ન થાય કે ‘હાય ! બાપ ગયા, મા ગઇ, રાજ્ય ગયું, પછીય અહીં ધનાશેઠને ત્યાં શાંતિ ન મળી ? આ મજેનો કેશકલાપ કપાઇ જઇ ભોંયરે બેડીએ જકડવાનું આવ્યું ? મારે ઘરનું કોઇ નહિ એટલે આ ? આવા કોઇ ઓશિયાળા નહિ. રુદન નહિ, સંતાપ નહિ, પણ ત્રણ દિવસ-રાત મહાવીર પ્રભુનું નામ જપવા ૫૨ મહાન શીતલતા, શાન્તિ. તેથી તો ત્રણ દિવસે પત્તો મળતાં ધનાશેઠ ત્યાં આવી ‘હાય ! દીકરી ! તારી આ દશા?' બોલતાં ધ્રુસકે રડી પડયા, તો ચંદના એમને આશ્વાસન આપે છે, “રુઓ શું કામ ? મારે તો મારા પ્રભુનું નામ અખંડ રટવાની ભારે અનુકૂળતા અને મજા થઇ, એમાં દુઃખ શું ?’ પ્રભુનામની કેવી શીતલતા ? પાલક પાપીએ મુનિસુવ્રત ભગવાનના શિષ્ય બંધકસૂરિના ૪૯૯ શિષ્યોને ઘાણીમાં પીલી નાંખ્યા પછી બાળમુનિનો વારો આવ્યો. એ ગભરાયા નહિ, પૂર્વ મુનિઓનાં પરાક્રમ જોઇ એમને શૂરાતન ચડયું, તે ઘાણીમાં જાતે કૂદી પડયા. પીલાતાં શરીર ભચડભચ છૂંદા થઇ રહ્યું છે. કેટલો અતિ ભયંકર ત્રાસ ? પરંતુ એમણે ઝાઝું ભણેલા નહિ છતાં મુનિસુવ્રત પ્રભુનું નામ ૨હ્યા કર્યું. એ નામે એવી શીતલતા આપી, અંતરના દ્વેષનો તાપ ખત્મ કર્યો કે પાલક પર એમને દ્વેષ ન જાગ્યો, હાયવોયનો તાપ ન અડયો. ભગવાનના નામની કેવી લગન લગાડી કે બસ, જાણે મન બોલે છે. ‘અહાહાહા ? કેવું પ્યારૂં પ્રભુનું નામ ! મુનિસુવ્રતનાથ ! મુનિસુવ્રતનાથ ! ... મારે સંબંધ પ્રભુ સાથે, શરીર સાથે શો સંબંધ ? પ્રભુનામ સાથે સંબંધ, શરીરપીડા સાથે શો સંબંધ ? આમ પ્રભુના નામથી ઠંડક એવી થઇ કે કારમી વેદનાના તાપ સંતાપ ઊઠયા જ નહિ, ખેદ ન થયો, ધ્યાનમાં ચડી મોક્ષે ગયા. બસ, પ્રભુનું નામ જબ્બર શ્રદ્ધા સાથે રટાય તો અંતરના તાપ સંતાપ મિટાવી અલૌકિક શીતલતા મળે છે. ૮૭ સમ્યક્ત્વ વિના સમ્યક્ ચારિત્ર ન હોઇ શકે, એવું કેમ ? આનું કારણ સ્પષ્ટ છે. સમ્યક્ચારિત્ર મૂળમાં બે વસ્તુ માગે છે : ૧૦૬ Page #116 -------------------------------------------------------------------------- ________________ (૧) સંસાર અને સંસારના વિષયો ઉપર શુદ્ધ વૈરાગ્ય અને (૨) વીતરાગ સર્વજ્ઞ ભગવાને પોતાના અનંત જ્ઞાનમાં જેવું ચારિત્ર મોક્ષસાધક તરીકે પ્રત્યક્ષ જોયું છે, કે આવા સ્વરૂપવાળાં ચારિત્રથી સર્વ કર્મના ક્ષયરૂપ મોક્ષ થાય, અને જગતને એ બતાવ્યું છે. એવા ચારિત્ર માટે ચારિત્રના એમણે કહેલ મૂળ ગુણો અને ઉત્તર ગુણો જોઇએ, મહાવ્રત અને તત્ત્વપોષક ચર્યા જોઇએ. સમ્યકત્વના બે અંશઃ હવે જુઓ કે સમ્યગ્દર્શનમાં જ આ બેના અંશ મળે છે. સમ્યત્વ ભવનિર્વેદના મૂલક છે. ભવનિર્વેદ હોય તો જ સમ્યકત્વ આવે. ભવનિર્વેદ એટલે સંસાર તથા સંસારના વિષયો અને એની ખાતર કરાતા ક્રોધાદિ કષાયો ઉપર ભારે નફરત-અરૂચિ-ગ્લાનિ. મનને એમ થાય કે “ મારા જીવને પરપદાર્થોની આ શી વિટંબણા ? હું તો શું મારા શુદ્ધ જ્ઞાનસ્વરૂપમાં નિરાંત ઝીલતો રહું ? કે આ પર વસ્તુઓની વેઠ કર્યા કરું ? ભ્રમણાથી માનું છું કે મને એનાથી સુખ-આનંદ મળે છે !' પરંતુ એ ક્યાં મારે સ્વાધીન છે ? જોતજોતામાં વણસી જાય છે. પાછા એ તરતમતાવાળા છે. એટલે મળેલા કરતાં બહાર ઊંચા પદાર્થ દેખાતાં, આનો આનંદ કપાઇ જાય છે! પેલાના ઓરતા થાય છે! વળી એ ભાગ્યને પરાધીન હોઇ ભાગ્ય કરે તે જ બને, એટલે એ મારી ઇચ્છા અને પ્રયત્નને બહુ ગણતા નથી. તો પછી મારે નાહક શેકાવાનું જ ને ? તો શા સારૂં એની ઝંખનાઓ અને દોડધામ કર્યા કરું સારાંશ, કાંઇ માલ નથી એ સંસારના વિષયોમાં. એમ કષાયોમાં ય કાંઇ માલ નથી, કેમકે એને ય પલટતા રહેવું પડે છે. વળી એમાં હૈયું સ્વસ્થ નહિ, પણ ઉકળતું રહે છે. તો શું એની વેઠ કરવી અને વિહ્વળતા હોરાવી ?” આમ વિષયો અને કષાયો સ્વરૂપ સંસાર પ્રત્યે નફરત થાય ગ્લાનિ થાય, આસ્થા ન રહે, આ ભવનિર્વેદ. સમ્યકત્વ (૧) એક તો આ ભવનિર્વેદ માંગે છે, ને (૨) બીજાં યથાર્થ તત્ત્વ અને મોક્ષમાર્ગની સચોટ શ્રદ્ધાની અપેક્ષા રાખે છે, અને એ તો સર્વ ૨૦૦૫ ૧૦૭ Page #117 -------------------------------------------------------------------------- ________________ કહેલાં જ સાચા હોય. એટલે સર્વજ્ઞનાં વચનની તથા એ વચને કહેલ તત્ત્વો અને મોક્ષમાર્ગની અટલ શ્રદ્ધા જોઇએ. એ શ્રદ્ધા હોય તો જ સર્વજ્ઞે કહ્યા મુજબ મોક્ષમાર્ગ ચારિત્રનું યથાર્થ પાલન દિલથી થાય. શ્રદ્ધા ન હોય તો (૧) ય (૧) યથાર્થ ચારિત્ર હાથમાં જ ન આવે, અગર (૨) કદાચ આવે તો ય એનું પાલન બરાબર ન કરે, અથવા (૩) બરાબર કરે તો પણ મોક્ષની ઇચ્છાથી નહિ, કિન્તુ કોઇ સંસાર સુખના ઇરાદે. આ એકે ય વાતે મોક્ષ ન થાય. મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ પ્રભુને સ્તવે છે કે, ‘તુજ અક્ષય સુખની રસવતી, તેહનો લવ દીજે મુજ, ભૂખ્યાની ભાંગે ભૂખડી, શું અધિકું- કહીયે તુજ ? સુન્ન સુગુણ સનેહી સાહિબા.’ અહીં પ્રશ્ન થાય છે કે અર્નિંહત પ્રભુની અક્ષય સુખરૂપી રસોઇમાંથી એક લવમાત્ર મળતાં જીવની બધી ભૂખ શી રીતે ભાંગે ? તો પછી મહાન્યાયાચાર્ય આ વિધાન શા હિસાબે કરે છે ? ८८ આનો ખુલાસો વિવિધ રીતે થઇ શકે. (૧) જીવને કાંઇને કાંઇ જાણવાની આતુરતા યાને ભૂખ રહ્યા કરે છે. ત્યારે પ્રભુનું અક્ષય સુખ અનંત જ્ઞાનનું લેવાનું છે. કેમકે અધુરા જ્ઞાનમાં જ જીવને દુ:ખ દુ:ખરૂપ લાગ્યા કરે છે. જો જ્ઞાન પૂર્ણ છે તો હવે આગામી અનંતાનંત કાળનાં શાશ્વત સુખને જોઇ લીધું છે. પછી વર્તમાન અતિઅલ્પ કાળનું દુ:ખ, કે જે ભોગવાયે, એ શાશ્વત સુખને પ્રગટ થવા અવસર દે છે. પછી એ દુ:ખ દુ:ખરૂપ શાનું લાગે ? દા. ત. જો કોઇ શાહુકારે દેવાદારને દેવું ભરી દે તો પછી વેપારમાં મોટો ભાગીદાર બનાવવાની ખાતરી આપી હોય તો પછી એ દેવાદાર દેવું ભરતાં જરા ય દુ:ખ નથી માનતો. એમ અહીં અનંત જ્ઞાનમાં વર્તમાન અલ્પ દુ:ખ પૂર્ણ થયેથી અનંતાનંત કાળના અક્ષય સુખનું દર્શન થતું હોય, ત્યાં દુઃખ દુઃખરૂપ લાગે જ શાનું ? એટલે જ, જાણે અત્યાચારથી જ અક્ષય સુખ, પછી ભલે ખરેખર અક્ષય સુખનો અનુભવ મોક્ષ પ્રાપ્તિથી શરૂ થાય. ad ૧૦ Page #118 -------------------------------------------------------------------------- ________________ હવે જો પ્રભુના આ અનંત જ્ઞાનના અક્ષય સુખનો લવલેશ મળે તો આપણી નવું નવું જાણવાની ભૂખ આ રીતે ભાંગે-પ્રભુનું કેવળજ્ઞાન સર્વ અનંતાનંત દ્રવ્યોનાં સમસ્ત પર્યાયો (ત્રિકાળની સમસ્ત અવસ્થાઓ) જાણે છે. આમાંના માત્ર એક જ દ્રવ્યનું એના સર્વ પર્યાયો સહિતનું જ્ઞાન એ પ્રભુનાં જ્ઞાનનો લવલેશ કહેવાય. એ મળે તો ભૂખ એટલા માટે ભાંગે, કે શાસ્ત્ર કહે છે કે ‘જે એગં જાણઇ સે સવ્વ જાણઇ’ અર્થાત્ જે એક દ્રવ્યનું સંપૂર્ણપણે જાણે છે. તે સર્વ દ્રવ્યોને સંપૂર્ણપણે જાણે છે, કેમકે એ એક દ્રવ્યનો સ્વ-પર પર્યાયોથી અર્થાત્ અનુવૃત્તિ-વ્યાવૃત્તિ સંબંધથી સમસ્ત દ્રવ્યો સાથે સંબંધ છે. એટલે એક દ્રવ્યને સંપૂર્ણપણે જાણવામાં સર્વદ્રવ્યોની સંપૂર્ણ જાણકારીનો સમાવેશ થઇ જ જાય. આ રીતે પ્રભુએ જાણેલ અનંતાનંત દ્રવ્યોમાંના લેશભૂત એક દ્રવ્યનું જ્ઞાન સંપૂર્ણ જ્ઞાન મળવાથી નવું નવું જાણવાની બધી ભૂખ મટી જાય. (૨) જીવને ઇન્દ્રિયોના વિષયોની ભૂખ રહે છે. એ પણ પ્રભુના અક્ષય સુખના લેશથી આ રીતે ભાંગે-પ્રભુનું અક્ષય સુખ વીતરાગતા પર છે. કેમકે વીતરાગ થયાથી એમને કોઇ પણ દુઃખ પર દ્વેષ જ નહિ હોવાથી દેખીતું શારીરિક દુઃખ દુઃખરૂપ જ નથી લાગતું. એ જ જાણે અત્યાચારથી અક્ષય સુખ. હવે એ વીતરાગતાનો આપણને લેશ મળે, અર્થાત્ વીતરાગતા તો અનંતાનંત મોહનીય કર્મના નાશરૂપ છે. એમાંનો લેશ એટલે કે માત્ર દર્શન મોહનીય કર્મનો સર્વનાશ મળે, તો ક્ષાયિક સમ્યગ્દર્શન પ્રગટ થાય, એથી વિષયો ખરેખર વિષરૂપ લાગી જવાથી એની તૃષ્ણા મટી જાય. કહ્યું છે, ‘તાણી આણે રે સમકિત વિરતિને.' વિરતિ એટલે વિષયેચ્છાની નિવૃત્તિ. (૩) જીવને પોતાનું અહંત્વ ઊંચું રાખવાની આકાંક્ષા અને માનાકાંક્ષા બહુ રહે છે એ પણ આકાંક્ષા મોટી ભૂખ છે ત્યારે પ્રભુનું અક્ષય સુખ, અનંત નમ્રતા અને અનુત્કર્ષ (માનની નિસ્પૃહા) ના ઘરમાંથી ઊભું થયેલું છે. કેમકે એમને તો જનમતાં દિક્કુમારીઓએ હુલરાવ્યા, કોટિગમે દેવો ઇંદ્રોએ મેરુ પર હવરાવ્યા-સન્માન્યા અને સુરેન્દ્ર-નરેન્દ્રોએ દીક્ષા વરઘોડે પાલખીમાં ઊંચકાયા-શોભાવ્યા તથા તીર્થંકરપણે પ્રાતિહાર્ય, નવકમળ, સમવસરણ આદિથી ઉત્કૃષ્ટ માન-સન્માન મળ્યાં, છતાં પ્રભુએ લેશમાત્ર ન ૧૦૯ Page #119 -------------------------------------------------------------------------- ________________ વડાઇ માની કે ન એની સ્પૃહા કરી. હવે જો આમાંથી લવલેશ જેવી નમ્રતા અને અનુત્કર્ષ મળે, એટલી જ કે પરિચિત સગા-સ્નેહી આદિ બહુ થોડા મનુષ્યો પ્રત્યે ન તો અહત્વની કે ન સન્માનની ભૂખ અપેક્ષા રહે, તો એના પર તો વિશુદ્ધ ધર્મસાધના થઇ જીવની ઘણી ઉચ્ચતા થાય. દેખાય છે કે, જીવ ઘણાં પાપો કરે છે તેમ ધર્મ પણ સાધે છે. એ અહત્વ અને માનાકાંક્ષા ઉપર. તે ય કોની આગળ? ગણતરીના સ્વાર્થી મનુષ્યો આગળ. આ જો નીકળી જાય તો વિશુદ્ધ ધર્મ સધાઇ, બધી ભૂખ ભાંગી જતાં શી વાર? (૪) જીવને એક ભૂખ આહારસંજ્ઞાની છે. પ્રભુનું અક્ષયસુખ એ અને બીજી સંજ્ઞાઓના અનંત નાશના ઘરનું છે તો એમાંથી લવલેશ મળે, તો જીવની માત્ર આહારસંજ્ઞા દબાવા પર પણ એવા તપ સ્વાધ્યાયાદિ મહાન ધર્મોની સાધના થાય એવી છે કે જે એને બહુ ઊંચે ચડાવી સર્વ સંજ્ઞાનાશે પહોંચાડી દે. (૫) જીવની એક ઇચ્છા પોતાના પૂર્વ ભવ જાણવાની રહે છે. પ્રભુનું અક્ષયસુખ પહેલાં કહ્યું તેમ અનંતા જીવોના ભૂતભાવી અનંતાનંત ભાવોના જ્ઞાન પર ઊભું છે. એમાંથી માત્ર લવમાત્ર જો મળે અને જીવને પોતાના સંખ્યાતા ચારે ગતિના ભવોનું સ્મરણ મળી જાય, તો ય એની નરકાદિ ભવોની વેદના જાણી તથા દેવાદિ ભવોના બહુ ઊંચા સુખોના પણ અંત પછીની દુર્દશા જાણી મહાવૈરાગ્ય આવે અને કઠોર સંયમાદિ ધર્મસાધના થઇ કામ નીકળી જાય. આમ જીવને અનેક રીતે પ્રભુનાં અક્ષય સુખમાંથી લેશ પણ મળતાં જીવની વાસનાઓ શમી જાય છે. અને એના પર પાપમાત્રના ત્યાગ થઇ મહાતેજસ્વી શુદ્ધ ધર્મસાધનાઓ સધાય એવી છે કે જેથી પછી બધી ય ભૂખનો સર્વથા નાશ થઇ વીતરાગ-સર્વજ્ઞતા અને મોક્ષ મળે એવા છે. માટે કવિએ માંગ્યું કે “તુજ અક્ષય સુખની રસવતી, તેહનો લવ દીજે મુજ, ભૂખ્યાની ભાંગે ભૂખડી....' એમ અક્ષયસુખના લવથી સર્વભૂખ ભાંગે એ વસ્તુ સુસંભવિત છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ અવંતી સુકુમાલને જાતિસ્મરણજ્ઞાનમાં નલિનીગુલ્મ વિમાન ૮૯ દેખાયા પછી આલોકના ભવ્ય મહેલાત, કરોડોની સંપત્તિ અને બત્રીસ રમણીઓના સુખ ઉપરથી એકાએક મન કેમ ઊઠી ગયું ? અવંતી સુકુમાલે એ વિચાર્યું કે પુણ્ય અહીંના સુખ આપે છે પણ જાણે નાલેશી કરીને, અપમાન કરીને. દા.ત. આપણે કરોડપતિ હોઇએ અને કોઇએ આપણને જમવા નોતર્યા હોય : આપણને એ ચાંદીના પાટલે બેસાડી પંખો ચલાવી આગ્રહ કરી-કરીને સોનાના થાળમાં પકવાન્ન પીરસી જમાડે. પછી કોઇક બીજી વખતે આપણે ગરીબ થઇ ગયા અને પેલો પાછો કોઇક પ્રસંગે આપણને જમવા નોતરે પણ એવી રીતે જમાડે કે બહુ સન્માન પૂર્વકના કાલાવાલા કર્યા વિના; તેય સીમેંટના ગુણપાટ પર દરવાજા પાસે બેસાડીને કાંસાની થાળીમાં કોદરી પીરસીને કહે, “આરોગો” ! તો ત્યાં જમવું ગમે ? કેવું અપમાન લાગે ? બસ, દેવલોકની પુણ્યાઇ આગળ મનુષ્યની પુણ્યાઇ આવી અપમાનભરી છે. કર્મે આપણને એકવાર દિવ્ય સુખથી જે સન્માન્યા તેણે હવે આપણને અહીં જે આપ્યું છે, તે જો વિચારીયે તો આપણું અપમાન છે, ક્રૂર મશ્કરી છે. તેથી અહીંના સુખ પરથી મન ઉઠી જાય. શાસ્ત્રમાં કહ્યું છે : “ચરણ-કરણવિપ્પહીણો, બુડ્ડઇ સુબહું પિ જાણંતો !” બહુ વિદ્વાન પણ જો ચરણ-કરણ વિનાનો હોય તો ડૂબી જાય છે. ક્રિયા ન હોય તો શું જ્ઞાન નકામું ? વ્યવહારમાં પણ જોઇએ છીએ કે : | (૧) તરવૈયા કેમ તરી જવું એનો સારો જાણકાર હોય છતાં જો પાણીમાં પડ્યા પછી હાથ-પગ હલાવવાની ક્રિયા ન કરે તો અંદરમાં ડૂબી જાય છે. (૨) વૈદ્યને પોતાને રોગ થયો. એને રોગનું જ્ઞાન છે અને દવા ઉપચારનું પણ જ્ઞાન છે, કિન્તુ જો એ દવા-ઉપચાર કરવાની ક્રિયા ન કરે તો એ સાજો થાય ? (૩) હોંશિયાર વેપારીને નફો થાય એવા સોદા કેમ ક૨વા એનું જ્ઞાન છે પણ ૧૧૧ Page #121 -------------------------------------------------------------------------- ________________ જો એ સોદાની ક્રિયા ન કરે તો એને નફો મળે? (૪) ઘાંચીને ઘાણીમાં તલ કેમ નાંખવા, કેમ ઘાણી ચલાવવી... વગેરે જ્ઞાન છે પરંતુ જો એ તલ નાંખી ઘાણી ચલાવવાની ક્રિયા ન કરે તો તલ કે ઘાણી એમજ પડ્યા અને તેલ આપે ? (૫) શિલ્પી પ્રતિમા સુંદર ઘડવાના જ્ઞાનવાળો છે. પરંતુ પથ્થર પર ટાંકણો ચલાવવાની ક્રિયા ન કરે તો એ પ્રતિમા તૈયાર કરી શકે ? (૬) બાઇ રસોઇ કરવામાં ઘણી હોંશિયાર હોય, પરંતુ રસોઇ કરવાની ક્રિયા ન કરે તો બનાવી શકે ? (૭) જાઓ, જગતમાં જાઓ, એકલા જ્ઞાન માત્રથી કયાં કાર્ય નીપજે છે ? શિક્ષક-ગુરુમાં ઘણું ય જ્ઞાન છે પરંતુ ભણાવવાની ક્રિયા કરે તો જ વિદ્યાર્થીમાં જ્ઞાન પેદા કરવાનું કાર્ય કરી શકે છે. પણ એ ક્રિયા કર્યા વિના નહિં. માટે જ અહીં જ્ઞાન મહાપુરુષે કહ્યું કે “સુબહુપિ જાણતો”—બહુ જાણકાર હોય પરંતુ ચરણ-કરણની ક્રિયા કરે તો જ સંસાર સાગરમાં નીચે ડૂબે નહિ. એ ક્રિયા વિનાનો ડૂબી જાય છે. ૯૧ R | દેવદેવીનો કાઉસ્સગ્ન સમકિતી સામાયિકમાં-વિરતિમાં બેઠેલા શા માટે કરે? ઔચિત્યવૃત્તિથી કરે છે : દેવી-દેવા વિપ્નનિવારણ આદિ દ્વારા આરાધનામાં સહાય કરે છે તેથી એમની એની પ્રેરણા જાગે એ માટે કાયોત્સર્ગ કરવો ઉચિત છે. એથી કાયોત્સર્ગ કરનારને ઊભું થતું શુભ જ એવું છે કે પેલાને પ્રેરણા જગાડે. દા.ત. આપણા યશનું શુભ કર્મ બીજાને આપણો યશ ગાવામાં પ્રેરે છે ને ? કાયોત્સર્ગ ઉપર એ જ દેવતાની થોય પણ એટલા જ માટે. ૧૧૨ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૯૨ સમજાય ખરાં, પણ (૧) કાળે-કાળે માતૃભાષા ફરતાં સૂત્રો ફેરવવા પડે, (૨) એમાં અધિક સારી રચના વાળા સૂત્ર બન્યું એકસૂત્રતા નહિ રહે. (૩) ગણધર કૃત સૂત્ર જેવું બહુમાન ન રહે. (૪) કોઇ તીર્થયાત્રા-ઉપધાનાદિ પ્રસંગે એકત્રિત થયેલ ભિન્ન માતૃભાષાવાળામાં પ્રતિક્રમણ ક્રિયાની એકતા ન ૨હે. ત્યારે ગણધર કૃત સૂત્રમાં આ કોઇ આપત્તિ નહિ ને શાસન ચિરકાળ વ્યવસ્થિત ચાલે. ૯૩ ? પ્રતિક્રમણનાં સૂત્રો પ્રાકૃત-માગધી ભાષા કરતાં માતૃભાષામાં હોય તો ઝટ સમજાય ને ? ૯૪ પ્રતિક્રમણમાં રસ નથી આવતો તો રસ વિનાની ક્રિયા તો મજૂરી જ થાય ને ? ૨સ ને વસ્તુ પર આધારિત નથી પણ તેવી સમજ અને વિવેકવાળા દિલ પર આધારિત છે. દા.ત. જમણમાં પહેલાં મિઠાઇ પર રસ હોય છે. ભાત પર નિહ : પણ મિઠાઇ ખાઇ લીધા પછી દિલ ફર્યું, હવે મિઠાઇ પર નહિ ને ભાત ૫૨ ૨સ હોય છે. આમાં ય જેણે સમજી રાખ્યું છે કે માલથી શક્તિ મળે, ભાતના કૂચાથી નહિ એને વળી ભાત પીરસવા ટાણે ય મિઠાઇમાં ૨સ છે. આમ વસ્તુમાં ૨સ નિશ્ચિત નથી. પણ રસ સમજવાળા દિલમાં છે. જો પ્રતિક્રમણની ઉપયોગિતા અને મહાલાભની સમજ થઇ જાય અને એની આગળ ટહેલ-ટપ્પાદિ અસાર હોવાનો વિવેક આવી જાય તો પ્રતિક્રમણમાં ભારે રસ ઉભો થઇ જશે. બાકી રસ વિના પણ ગાડીમાં બેઠેલા સ્ટેશને પહોંચે છે. એમ અહીં રસ વિના પણ પ્રતિક્રમણ-ક્રિયા કરનારને એટલો સમય પાપથી બચવાનું મળે તથા સારા ક્રિયાના સંસ્કાર પડે છે, એ એને આગળ પણ ઉપયોગી થાય છે. આમ તો પચ્ચક્ખાણ એ છેલ્લું આવશ્યક છે તો સાંજના પ્રતિક્રમણમાં વ્હેલું કેમ ? ૧૧૩ Page #123 -------------------------------------------------------------------------- ________________ એમ છ આવશ્યકના ક્રમે પચ્ચક્ખાણકરવા જતાં સૂર્યાસ્ત વીતી જાય. તેથી સૂર્યાસ્ત પહેલાં જ દિવસચરિમનું પચ્ચક્ખાણ કરવું જરૂ૨ી અને સાર્થક બને. એ માટે અહીં સામાયિક લઇને બે વાંદણા લઇ તરત એ કરી લેવાય છે. કર્મ અને રાગાદિની પરંપરાનો ભવિષ્યમાં કદી અંત જ ન આવે. કેમકે અહીં રાગાદિ ભાવથી નવાં રાગ મોહનીય કર્મ ચોંટવાના અને એ કર્મના ઉદયથી ભવિષ્યમાં રાગાદિ ભારે જાગવાના. એથી વળી નવાં કર્મ અને એનાથી આગળ પણ રાગાદિ ભાવ.... આમ અંત જ શાનો આવે ? ને એ વિના મોક્ષ પણ શાનો જ થાય ? સોપાધિક મામલો અનાદિ કાળથી ચાલ્યો આવે છે તે શાશ્વત કાળ ચાલ્યા કરવાનો ? 1. ૯૫ રાગાદિથી કર્મ બંધાય છે એ વાત સાચી, પરંતુ એને જેવા અનુકૂળ વિચાર-વાણી-વર્તાવ પુરુષાર્થનો સહારો મળે તે પ્રમાણે કર્મ બંધાય છે. વિચારણા ઉગ્ર કોટિની હોય તો ઉગ્ર કોટિના કર્મ બંધાય, મંદ કોટિની હોય તો મંદ કોટિનાં કર્મ બંધાય. વિવેકથી વિચારણા કરતા જો રાગાદિને પ્રતિકૂળ હોય તો એ રાગાદિ નિષ્ફળ જાય, અર્થાત્ તેવાં કર્મ ન બંધાવે. વિચારણાના પુરુષાર્થ ૫૨ કર્મબંધનો મોટો આધાર છે. પૈસા પર રાગને અનુકૂળ વિચારણા, દા. ત. પૈસા સારા કમાયા ને અંત૨માં પૈસા પર રાગ ઊઠ્યો. હવે જો એના પર એને અનુકૂળ ઉગ્ર વિચારણા ચાલે દા.ત. ‘બસ, શું પૈસા મળ્યા છે, કમાલ થઇ ગઇ ! હવે આને બરાબર સાચવી રાખું કેમકે પૈસા છે તો બધું છે. આ પૈસા ૫૨ જ પત્ની વગેરે બરાબર અનુકૂળ વર્તવાના, ખૂબ સેવા આપવાના બીજું ય બધું પૈસાના આધારે મન માન્યું બનવાનું માટે એને મારે બરાબર સાચવવાના, આજકાલ માંગણિયા ઘણા આવે છે પણ એક પૈસો ન ૫૨ખાવું ને લૂંટવા આવે તો લમણું તોડી નાખું. વાહ પૈસા ! વાહ ! આ ઉગ્ર કોટિની વિચારણા પર ચીકણાં કર્મ બંધાય, અને એમાં ચીકણું મોહનીય-કર્મ ખાસ બંધાય. એથી જો મંદ કોટિની વિચારણા હોય તો કર્મ મંદ બંધાય. "" ૧૧૪ Page #124 -------------------------------------------------------------------------- ________________ પૈસા પર રાગને પ્રતિકૂળ વિચારણા પરંતુ જો વિવેકથી રાગને પ્રતિકૂળ વિચારે કે “અરે ! આ ગોઝારા પૈસા પર રાગ કરૂં છું ? જે પૈસા મગજમાં આવે ત્યારથી ધર્મની વિચારણા ભૂલાવે ! આત્મા પરમાત્માને ભૂલાવે, જે પૈસે દાનને બદલે સંગ્રહ કરી રાખવાનું શીખવે, એવા જાલિમ પૈસા પર રાગ ? જેનાથી દેવ-ગુરૂની ભક્તિને બદલે મોહાંધ કુટુંબનાં જ વધુમાં વધુ પોષણ થાય અને એ રીતે મારાં આત્માને જે ઉલ્લુ બનાવે, એવા પૈસા પર રાગ ?'' આ કેવી વિચારણા? રાગને તોડનારી, ત્યાં પછી રાગનું બહુ ઉપજે નહિ. રાગ મુડદાલ નિષ્ફળ જેવો બની જાય. એમાંથી કર્મ નહિવત્ જ બંધાય. એ પણ કર્મ આગળ પ્રર પાકીને નહિવતું જ રાગ કરાવે, ને એમ કરતાં એક દિવસ આત્માનો રાગ સર્વથા નષ્ટ થતાં વીતરાગતા આવે ને સંસારનો અંત થાય. માટે કહેવાય કે રાગ-કર્મ અને રાગની અનાદિની પરંપરાનો ય અંત આવી શકે છે. શ્રદ્ધા તો આંતરિક ભાવ છે, એ બાહ્ય એવા આચાર-પાલન કે અનુષ્ઠાન સેવનથી શોભિત બને ? શી રીતે ? બને. એ રીતે બને કે જેમ પુત્રને માતા પર આંતરિક પ્રેમ-ભક્તિ છે પરંતુ જો એ માતાની બાહ્ય સેવા કરે, માતાનું કામકાજ બજાવે તો જ ' અંતરની પ્રેમ-ભક્તિ દેદીપ્યમાન બને છે. એમ અહીં આંતરિક માર્ગ-શ્રદ્ધા બાહ્ય માર્ગપાલનથી દેદીપ્યમાન બને એમાં નવાઈ નથી. તત્ત્વની માર્ગની શ્રદ્ધા તો કરી કે “આ વ્રત-નિયમ એ જ તારણહાર છે, દુન્યવી આસક્તિ અવિરતિ છોડી વ્રત-નિયમ જ કર્તવ્ય છે. પરંતુ એની સાથે વ્રતનિયમ લઇ પાળી જાઓ તો મનમાં વ્રત-નિયમોથી છોડેલા વિષયો પર એવી આસક્તિ ન ઊભી થાય અને પોતાના અહોભાગ્ય માને કે 'હાશ ! મારે આટલી આસક્તિ ટળી. કેવું આ બતાવનાર કલ્યાણકારી જિનશાસન! કેવું પાપથી અને પરલોકના દુ:ખથી બચાવનાર સુંદર જિન શાસન!” જિન-જિનશાસન માટે અહોભાગ્ય માન્યું એ શું કર્યું ? એમના ૧૧૫ Page #125 -------------------------------------------------------------------------- ________________ પરની શ્રદ્ધાને જ્વલંત બનાવી. ત્યારે જો જીવમાં અલ્પ પણ વ્રત નિયમોથી તે તે વિષયોને આસક્તિ છોડવાની વાત જ ન હોય આસક્તિની ગુલામી અને વિટંબણા પ્રત્યે અફસોસી ન હોય તો આસક્તિને મહાપાપ લેખાવનાર જિનશાસન પર શ્રદ્ધા શી રીતે જ્વલંત બને ? એ તો કાંઇ ને કોઇ વ્રત નિયમ હોય, તો “અહો કેવું સરસ જિનશાસન ! અહો કેવી સુંદર એની વ્રત-નિયમ પદ્ધતિ ! કે વિષયાસક્તિ પર નિયંત્રણ મુકાય છે !” – એમ જિનશાસન પર અહોભાવ થાય ને જિનશાસનની શ્રદ્ધા જ્વલંત બને. એટલા માટે તો યોગદ્દષ્ટિ શાસ્ત્રમાં સમ્યકત્વની યોગષ્ટિ પામવા પૂર્વે પાંચ યોગબીજોનો સંગ્રહ કરવાનું કહ્યું, એમાં એક બીજા ‘દ્રવ્યાભિગ્રહપાલન” મૂક્યું છે, અર્થાત્ દેવગુરુની સેવાના અને વિષયત્યાગના વ્રતનિયમ કરે. ભલે હજી એવા શ્રદ્ધાના ભાવ ન જાગ્યા હોય, મનમાં ભાવથી અભિગ્રહ ન ઊઠતા હોય, છતાં દ્રવ્યથી અભિગ્રહ કરે. દ્રવ્ય અભિગ્રહો કરવાનું કેમ કહ્યું ? કારણ એ, કે એ અભિગ્રહો પાળતાં પાળતાં આત્માથી જીવને એનો આનંદ ઊભો થાય છે. વળી શ્રદ્ધા ઊભી થયા પછી પણ વ્રતનિયમ કરવાનું ચાલું છે તો એ શ્રદ્ધા દીપ્તિમાન બને છે. જ્વલંત બને છે. જેવું વ્રતનિયમનું છે એવું જિનશાસને ફરમાવેલ ધાર્મિક આચાર અનુષ્ઠાનનું છે એનો આદર-અમલ કરતાં કરતાં પણ જિનશાસન જૈન ધર્મ પ્રત્યેની શ્રદ્ધા જ્વલંત બને છે. આ અનુભવવાની વસ્તુ છે. ાિને ને શ્રદ્ધાને શો સંબંધ કે ક્રિયા કરતાં કરતાં શ્રદ્ધા વધે? નવા સ્નેહી બનેલાને અવારનવાર જમાડતાં જમાડતાં પ્રેમ વધે છે ને ? તો પછી જિનભક્તિ આદિ ધર્મ કરતાં કરતાં ધર્મપ્રેમ-ધર્મશ્રદ્ધા ન વધી શકે ? એમ કહો, - ધર્મશ્રદ્ધાને વ્યક્ત થવાનું ધર્મક્રિયામાં મળે છે. ધર્મશ્રદ્ધાને પુષ્ટ થવાનું ધર્મસેવનમાં બને છે. માત્ર ક્રિયામાં કુશળતા જોઇએ. ૧૧૬ Page #126 -------------------------------------------------------------------------- ________________ ચંદનબાળાને ભોંયરામાં ભૂખી ભૂખી પુરાવાનું આવ્યું. તો ત્યાં એણે ભૂખમરાથી સોસાવાને બદલે ઉપવાસ તપનો આચાર પાળવા માંડયો. તે પણ હાય ! ભૂખે મરવાનું આવ્યું તો તપ ન કરું તો બીજું શું કરું? એમ દીન હીન બનીને નહિ, પરંતુ “વાહ ! મારા પ્રભુ કેવા ઉપકારી કે આવા સંયોગમાં ઉપવાસ તપ કમાઇ લેવાનું દેખાડયું!” એમ વિચારી પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા પુષ્ટ કરી. પછી એ ઉપવાસમાં ય પ્રભુ નામની “નમો મહાવીરાય, નમો મહાવીરાય” આવી કોઇ રટણા અને કર્મવિપાક વગેરે પ્રભુનું તત્ત્વચિંતન જમાવ્યું. એથી પછી શ્રદ્ધા કેમ જ્વલંત ન બને ? બસ, આ વાત છે - જિનશાસનની કુશળતા એ શ્રદ્ધા-દેહને દેદીપ્યમાન કરનારો અલંકાર છે. આજના બહુવિધ ભૌતિક પ્રવૃત્તિના યુગમાં આપણી દેવ-ગુરૂ-ધર્મની શ્રદ્ધાને સુશોભિત કરવા માટે જિનશાસને ફરમાવેલ આચાર-અનુષ્ઠાનો કુશળપણે આરાધવાની પ્રવૃત્તિ અત્યંત આવશ્યક છે. કારણ એ છે કે ભૌતિક પ્રવૃત્તિઓથી મન ભૌતિકતાથી રંગાય છે. તો એવા મનને આધ્યાત્મિકતાથી રંગવું હોય તો ખાલી કોરી ધર્મશ્રદ્ધાથી નહિ ચાલે. પણ ધાર્મિક પ્રવૃત્તિઓ દિલ દઇને કુશળપણે આરાધવી જોઇએ. એ ખૂબ ખૂબ આરાધતાં મન ધર્મપ્રેમધર્મપ્રવૃતિથી રંગાય છે. પ્રવૃત્તિ બધી જ દુન્યવી હોય ત્યાં રંગ એના જ ચડે, ધર્મના નહિ, એ સ્પષ્ટ છે. પ્રભુએ પોતાના નિમિત્તે સંગમ દેવતા બિચારો કર્મ બાંધી ગયો | Iો એવો દયાનો વિચાર ઉપસર્ગો પત્યા પછી કર્યો એના કરતાં પહેલાં જ કેમ વિચાર કરીને એને પાપથી બચાવી ન લીધો? એ એટલા માટે, કે પહેલા પ્રભુની ઉપસર્ગ-સહનની અને કષાયઉપશમની સાધના ચાલતી હતી : એ ભયંકર કષ્ટમય સાધનામાં જાત પર કઠોર દિલ રાખવું પડે ત્યારે સામા પર દયા ચિંતવવી હોય તો દિલને અતિ કોમળ બનાવવું પડે. કષાયો દબાવવા મનમાં કઠોરતા જોઇએ. કરૂણા ચિન્તવવા મનમાં સામા જીવ પ્રત્યે કૂણાશ જોઇએ. ૧૧૭ Page #127 -------------------------------------------------------------------------- ________________ કષાય-નિગ્રહ વખતે એ કૂણાશ કેમ બને ? વળી પ્રભુને સહન કરવાનું આવી પડયે સહિષ્ણુતા ગુણ એવો હોય છે, કે ત્યાં સમભાવમાં જે રહેવાની લગન, પોતાની ચિત્ત-સમાધિ જાળવવાની જ તત્પરતા, એટલે ત્યાં સામો શું કરે છે ? શાનો જુલ્મ કરે છે એવો પરનો કશો વિચાર જ નહિ? તેથી ઉપસર્ગ-સહનની સાધનાના કાળમાં પોતાના આત્માનો વિચાર હોવાથી સામાની પરિસ્થિતિનો વિચાર ક્યાંથી કરે ? આરાધક આત્માને દુઃખ વખતે પોતાના આત્માને સમભાવમાં રાખવાનો જ વિચાર હોય, પણ દુ:ખદાતા પરનો વિચાર નહિ. બીજી વાત એ છે કે સંગમને પાપથી બચાવવાનું પ્રભુથી શક્ય ન્હોતું, કેમકે એ જીવદળ જ ભયંકર પાપ-પરિણતિવાળું હતું. [0] મૂર્તિ તો સાકાર છે; એ સાકાર મૂર્તિને ભજવાથી વળી નિરાકાર પરમાત્માની પ્રાપ્તિ થતી હશે ? સાકારને ભજો એટલે મન સાકારમાં જ રમ્યા કરે, એ નિરાકારમાં જઈ જ શી રીતે શકે? પરમાત્માની મૂર્તિના આલંબને મન સાકારમાંથી નિરાકારમાં બાદબાકી કરતો કરતો જાય છે; તે આ રીતે, - ભક્ત મંદિરે દર્શન પૂજન કરવા નીકળે ત્યારે એના મગજમાંથી દુનિયા બાદ થઇ જાય છે. મંદિર દેખતાં આંખ બીજા-ત્રીજા પરથી હટી મંદિર પર ચોંટે છે. આ બીજા-ત્રીજાની બાદબાકી થઇ. મંદિરની અંદર પેસતાં ભગવાન દેખાય એટલે મંદિરની બીજી વસ્તુ બાદ થઇને આંખ ભગવાન પર ચોંટે છે. પછી ભગવાનનાં દર્શન કરતાં આંખ ભગવાનની કાયા પરથી મુખ પર, મુખમાંય આંખ પર, અને આંખમાંય વીતરાગની કીકી પર ચોંટે છે. આમ એકેક બાદ થતાં કીકી ઉપર પહોંચાયું. હવે વીતરાગની કીકીમાં ય વીતરાગતાનીનિર્વિકારતા-ઉદાસીનતા જોવાની છે. વીતરાગની કીકીમાં નિર્વિકારતા જોવા આમ વિચારાય, N૧૧૮૦ ૧૧૮ Page #128 -------------------------------------------------------------------------- ________________ ‘“પ્રભુ ! ધન્ય તમને, કે શત્રુ-મિત્રને સમદ્દષ્ટિથી જોવો છો ! મુશળધાર વરસાદ વરસાવી આપને ડુબાડી દેવા મથનાર કમઠ જીવ દેવતા જેવાને માટે ‘આ ખરાબ માણસ' એટલો વિચાર પણ લાવતા નથી ! ને એમાંથી ઉગારી લેનાર ધરણેન્દ્ર-પદ્માવતી જેવા ભક્તને માટે ‘આ સારા ભક્તો' એમ સમજતા નથી ! કોઇને ય ઇષ્ટ કે અનિષ્ટ તરીકે જોવાની વાત નહિ. (૨) પ્રભુ ! આપની નિત્ય સેવામાં રહેનાર મહા વિનયવંત ગણધર ગૌતમસ્વામી જેવા તરફ આ ‘મારો સારો શિષ્ય' એવી નજર નથી ! તેજોલેશ્યા મૂકનાર ગૌશાળા જેવા તરફ ‘આ દુષ્ટ માણસ છે !' એવી નજર નથી ! પછી ગૌતમ જેવા પર રાગ-રુચિનો વિકાર અને ગૌશાળા જેવા પર દ્વેષ-અરુચિનો વિકાર હોવાની વાતે ય ક્યાં ? આપની કીકીમાં આ નિર્વિકારતા છે. “પ્રભુ ! ભવ્ય જીવોને આકર્ષવા માટે દેવતાઓ ચાંદી-સોના-રત્નોના ત્રણ મોટા ગઢનું સમવસરણ રચી ઉપર અશોક વૃક્ષના થડની ચારે બાજુ એકેક રત્નમય સિંહસન રચે છે. એના પર બિરાજી આપને દેશના દેવાની હોય છે. છતાં એ સમવસરણ ‘સારું હાઇક્લાસ’ એમ આપ જોતા નથી ! ને દેશના માટે જમીન પરના ઓટલા પર બેસવાનું હોય તો ‘એ આટલો માલ વિનાનો; આ સમવસરણ સારું.' એવી નજર આપની થતી નથી ! એવી આપની કીકીમાં નિર્વિકારતા છે. “પ્રભુ ! મોટી ઇંદ્રાણીઓ અપ્સરાઓ-મહારાણીઓ આપના મુખને ટગર ટગર જોઇ રહી હોય છતાં આપ એમના તરફ કોઇ જ રાગની નજર કરતા નથી, કીકીમાં કેવી નિર્વિકારતા ! પ્રભુ ! દેશના સાંભળી બૂઝનારા ભવ્ય જીવો માટે ‘આ સાજા જીવો,’ યા નહિ બૂઝનારા પત્થર જેવા અભવી વગેરે જીવો માટે ‘આ ખરાબ જીવો', એવી રીતે આપ જોતા નથી, કેવી નિર્વિકારતા ! આમ કીકીમાં પ્રભુની નિર્વિકારતા જોઇએ, એ શું કર્યું ? સાકારમાંથી નિરાકારતા પર ગયા. આખી મૂર્તિથી કીકી સુધી બધું સાકાર છે, નિર્વિકારતાદિ ગુણ એ નિરાકાર છે. આમ મંદિરે નીકળ્યા ત્યારથી બાદબાકી ૧૧૯ Page #129 -------------------------------------------------------------------------- ________________ કરતાં કરતાં સ્કૂલમાંથી સૂક્ષ્મ-સૂક્ષ્મતર તરફ જતા ગયા ને અંતે સાકાર કીકીમાંથી નિરાકાર નિર્વિકારતા પર પહોંચ્યા. એ બતાવે છે કે, - સાકાર પરમાત્મામાંથી નિરાકાર પરમાત્માની પ્રાપ્તિ થાય. એ માટે સાકાર પ્રભુ-મૂર્તિ એ જબરદસ્ત આલંબન છે, પ્રબળ કામ કરે છે : માટે પરમાત્માની મૂર્તિનાં દર્શન-પૂજન-સ્તવન-સ્મરણ આદિ ખાસ આદરવા જોઇએ. મૂર્તિપૂજા નહિ માનનારને પણ પ્રભુનું સ્મરણ કરવું હોય ત્યારે મનની સામે પ્રભુનું શરીર લાવવું પડે છે, ને એ શરીર જડ છે, સાકાર જ છે, પછી જડ સાકાર શરીરને ભજવું, ને જડ સાકાર મૂર્તિને નહિ ભજવું એ કેવું ઘોર અજ્ઞાન? સાકારથી નિરાકાર પ્રાપ્તિના દાખલા : (૧) નિરાકાર સુગંધ હોય તો સાકાર પુષ્પ આદિને જ ભજવું પડે છે. (૨) નિરાકાર વિદ્યા જોઇએ છે તો સાકાર ગુરૂ કે સાકાર શાસ્ત્રને વળગવું જ પડે છે. (૩) વિદ્યાર્થીમાં નિરાકાર જાણકારી-જ્ઞાન-બુદ્ધિ છે કે નહિ, એ માટે શિક્ષક પ્રશ્ન પૂછી એના ઉત્તરમાં એ શબ્દ કેવા કાઢે છે એ જુએ છે. શબ્દ સાકાર છે. વિદ્યાર્થીના સાકાર શબ્દ પરથી એનામાં નિરાકાર બુદ્ધિ કેટલી છે એનું માપ કાઢે છે. અર્થાત્ સાકાર શબ્દથી નિરાકાર બુદ્ધિ સુધી પહોંચાય છે. એમ (૪) કોઇનો નિરાકાર પ્રેમ જોઇતો હોય તો એના સાકાર શરીરની સેવા-ભક્તિ કરવી પડે છે. એની સાકાર વસ્તુથી અને સાકાર ક્રિયાથી સરભરા કરવી પડે છે. એમ સાકારથી નિરાકાર પ્રેમ પ્રાપ્ત થયા છે. આટલું સ્પષ્ટ છતાં એમ કહેવું “સાકાર પ્રભુ-મૂર્તિને ભજવાથી નિરાકાર પરમાત્માની પ્રાપ્તિ કેમ થાય? એ શું અજ્ઞાન મૂઢ દશા નથી ? 1 મુક્ત અવસ્થામાં કેવળજ્ઞાન યાને સર્વશતા હોવાથી, તો આત્મામાં ૧0 દુઃખ, દ્વેષ, શોક વગેરેની આપત્તિ આવશે તેવું કેમ? કારણ એ છે કે જગતમાં દેખાય છે, કે વાદળી રૂ૫, પીળું રૂપ, ખાટો રસ, મધુર Page #130 -------------------------------------------------------------------------- ________________ રસ વગેરે બાહ્ય વસ્તુધર્મ જોઇ જોઇને તો જીવ દુઃખી થાય છે, સુખી થાય છે, દ્વેષ કરે છે, રાગ કરે છે, શોક થાય છે, હર્ષ થાય છે, તો પછી મુક્તાવસ્થામાં સર્વશતા-સર્વદર્શિતા માનવા જતાં, એ બાહ્ય વસ્તુધર્મ જાણતી વખતે સર્વ દુઃખ, દ્વેષ વગેરે લાગણીનો અનુભવ કરવાનું આવી પડશે ! જગતમાં જોયાનું ઝેર છે. ન જુએ, ન જાણો તો કોઇ દુઃખ, કોઇ ચિંતા નથી. થોડું જાણ્યાનું થોડું દુઃખ, તો સર્વ જાયામાં તો કેટલું બધું દુઃખી . આ શંકા ખોટી છે, તમને દુ:ખનાં નિદાનની ખબર નથી, દુઃખનું કારણ જ્ઞાન નથી. તલવારના જ્ઞાન માત્રથી કપાવાનું દુઃખ નથી થતું, દુઃખમાં કારણ કર્મના ઉદય છે, કર્મની ઔદયિક ક્રિયા છે. કર્મ બંધાય છે ત્યારે બંધાવાની ક્રિયા, અને ઉદયમાં આવે ત્યારે ઔદયિક ક્રિયા કહેવાય. એ ક્રિયાની આત્મા પર અસર થાય છે, આત્મા પર પરિણામ થાય છે, એને ઔદયિકભાવ કહેવાય, કર્મની ઔદયિક ક્રિયાનો ભાવ કહેવાય. દા. ત. અશાતાવેદનીય કર્મ છે, એ હવે સ્વસ્થિતિકાળ પાકીને ઉદય પામ્યું, તો આત્મા પર ઔદયિક અશાતાભાવ અશાતા પરિણામ થયો, એથી આત્માને અશાતાદિ વેદના થાય છે. દુ:ખનો અનુભવ થાય છે. પણ તે આવા ઔદયિક ક્રિયાના પરિણામ વિના વસ્તુને કાંઈ જાણવા માત્રથી દુઃખનો અનુભવ ન થાય. કરો ધારદાર જામ્યો-જોયો તેથી થોડી જ વેદના થાય છે ? છરીનો ઘા લાગે, અશાતા વેદનીય કર્મ ઉદયમાં આવે, એટલે જ વેદનાનું સંવેદન થાય છે. એમ સાકર ખાઇ, શાતાવેદનીય કર્મનો ઉદય થાય ત્યારે સુખનો અનુભવ થાય છે: કાંઇ સાકરને જાણવા માત્રથી અનુભવ નહિ. એવી રીતે દ્વેષમોહનીય કર્મ ઉદય પામે તો જ ઠેષ થાય છે, રાગમોહનીય કર્મ ઉદય પામે તો જ રાગ થાય છે. જેને એ મોહનીયકર્મ નથી, અથવા જેણે એ દબાવી દીધું છે, એને ભલે સારી-નરસી વસ્તુ જાણી, છતાં દ્વેષ કે રાગ નહિ થાય. અહી પણ મહાત્માઓમાં આ દેખાય છે કે વસ્તુનું જ્ઞાન, વસ્તુનું દર્શન, જાણકારી હોવા છતાં એમને રાગ-દ્વેષ થતા નથી. તો પછી મોક્ષમાં તો આત્મા સર્વથા કર્મરહિત છે એટલે આત્મસ્વભાવે ભલે આખા જગતનું જ્ઞાન કરે પણ તેથી કોઇ રાગ, દ્વેષ, હર્ષ શોક વગેરે થવાને અવકાશ જ નથી. દુઃખ, દ્વેષ વગેરે તો ૧૨૧) Page #131 -------------------------------------------------------------------------- ________________ કર્મના ઔદયિક પરિણામ સ્વરૂપ છે. 0 | શું એક અરિહંતને નમસ્કાર કરાય એ મોક્ષ આપવા સમર્થ નથી તે T૧૦૧ી બહુ અરિહંતને નમસ્કાર કરવો? જો એકને નમસ્કારમાં સામર્થ્ય નહિ હોય તો અનેકને નમસ્કારમાં પણ સામર્થ્ય ક્યાંથી આવશે? જો એક રેતીના કણમાં તેલ ન હોય તો તેવા હજાર કણોને પીલવાથી ય તેલ ક્યાંથી મળે? એક અરિહંતને નમસ્કાર પણ મોક્ષ આપવા સમર્થ છે જ; I'm પરંતુ જેવી રીતે એક જ તલ પીલી તેલ કાઢવું મુશ્કેલ પડે છે છતાં હજાર તલ એક સાથે પીલી સરળતાથી તે કાઢી શકાય છે, એમાં તલની ખામી નથી, કિંતુ તેલ કાઢનારની તેવી શક્તિ નથી, એવી રીતે નમસ્કાર કરનાર ભવ્યાત્મા એક જ અરિહંતને નમીને મોક્ષ પામવા માટે જરૂરી શુભાશયનો વિસ્તાર પામવા જેટલો શક્તિમાન ન હોય ને બહુ અરિહંતને નમસ્કાર કરવામાં પામી શકે. પ્રશ્ન: પહેલઠેલી વાર પરમાત્માની ભેટ થવા ઉપર તો આવું થાય, પરન્તુ રોજને રોજ પ્રભુને મળવામાં આ બધું શી રીતે થાય? ઉત્તર : મોટા ટી.બી., કેન્સર જેવા દર્દોવાળો માણસ રોજને રોજ ડોક્ટરને ભેટતાં ગળગળો થઇ જાય છે.મોટા દેવામાં ફસાયેલો માણસ રોજને રોજ કોઇની પાસેથી ભારે સહાય મળતી હોય તો ત્યાં સહાયકના રોજના દર્શને ગળગળો થાય છે ! એમ અહીં પણ જ્યાં સુધી ઘોર સંસાર - દુઃખ મટે નહિ ત્યાં સુધી મહાસહાય કરનારા પ્રભુના રોજ-રોજ દર્શન મળે ગળગળા જરૂર થવાય. અરે! સહાય તો પછી, તે વિના પણ દુનિયામાં જાઓ, કે ગરીબ માણસ કોઇ મહાશ્રીમંતને અપ્સરા જેવી સ્ત્રીઓ સાથે મોટર-વિમાનમાં મહાલતો, રોજનો હજારો કમાતો... વૈભવ, વિલાસની સ્થિતિમાં રમતો જ્યારે જ્યારે જુએ છે, ત્યારે ત્યારે ગદ્ગદ થઇ જાય છે! તો પછી પ્રભુને રોજ રોજ જોતાં કેમ ગદ્દગદ ન થવાય ? એ પણ અનંતા અવ્યાબાધ સુખમાં મહાલે છે, અનંતજ્ઞાનાદિ ગુણોથી સમૃદ્ધ છે ! તો પોતે તેવો ન થાય ત્યાં સુધી આકર્ષણ ૧૦, ૧૨૨ ૦૦૦૦૦૦૦ Page #132 -------------------------------------------------------------------------- ________________ જરૂર બન્યું રહે. વાત એટલી છે કે આ વસ્તુ, જડ વૈભવ-વિલાસ નહિ પણ અનંતા આત્મવૈભવ-વિલાસની ઉત્કટ ભૂખ લાગી હોય તો બને. ૧૦ર હેય અને ઉપાદેય તત્ત્વોનું જ્ઞાન જીવનમાં અશુભની નિવૃત્તિ અને શુભની પ્રવૃત્તિ માટે ઉપયોગી બને. પણ, જે તત્ત્વો માત્ર શેય છે તેને ' જાણીને શું કરવાનું? | | શેય તરીકે માન્યા પછી એટલે કે ખાલી જાણવા લાયક માન્યા પછી ' હૈયાને લાગે કે આના પર રાગ-દ્વેષ કરવા લાયક નહીં. ગમતા પ્રત્યે રાગ અને અણગમતા પ્રત્યે દ્વેષ કરવા યોગ્ય નહીં. માત્ર ઉદાસીન ભાવે નિરખવા યોગ્ય. આમ હૈયાને લાગી જવાથી પછી એ જાઓ કે સર્વજ્ઞ ભગવાને જે જીવો અને અજીવોનો બોધ આપ્યો છે એ એટલી બધી વિશાળ સંખ્યામાં છે કે એમાં મારી સાથે આવતા વિષયો તો વિસાતમાં નથી તો આના પર શા રાગ દ્વેષ કરવા જેવા છે : જીવો પર રાગદ્વેષ અટકાવવા આમ વિચારાય: દા. ત. મને ગમતા વિષયોમાં જીવ તરીકે પત્ની, પુત્ર, પુત્રી કે સ્નેહી સંબંધીઓ યા જોવા મળતી અમુક ગણતરીની જ સ્ત્રીઓ વગેરે જ નજરમાં આવવાની પરંતુ જ્ઞાનીએ ઓળખાવેલ જીવોમાં તો સ્વર્ગમાં અને મનુષ્ય લોકમાં રૂપાળા કહ્યાગરા સેવાભાવી કેટલાય દેવો દેવીઓ અને નર-નારીઓ છે. એ મહાજાથની આગળ મળેલી સંખ્યા સમુદ્રમાં એક ટીપા તુલ્ય છે તો એમ તો રાગ કરવો હોય તો તો એ બધા ક્યાં ઓછા છે ? પરંતુ ક્યાં હું એના પર રાગ કરવા જાઉં છું? અગર એ કરવા જાઉં તો ય શું વળે ? જોવા ય મળવાના નથી તો ભોગવવાની વાતે ય ક્યાં ? ત્યારે જો એવા મહારમણીય અને કેટલા ય બધા રૂપાળા જીવો પર રાગ કર્યા વિના ચાલી શકે છે તો પછી અહીં મળેલ નિર્માલ્ય અને અતિ અલ્પ જીવો પર રાગ ન કરૂં તો શો વાંધો આવે ? એ સંપર્કમાં આવ્યા તો ભલે આવ્યા. મારે તો માત્ર જોવાના. પણ એના પર રાગથી ઓવારી જવાનું નહીં. એવી રીતે અહીં સંપર્કમાં આવતા અણગમતા જીવો પ્રત્યે દ્વેષ થાય છે Page #133 -------------------------------------------------------------------------- ________________ પરંતુ સર્વજ્ઞ ભગવાને જે વિશાળ વિશ્વ બતાવ્યું એમાં જીવોમાં પરમાધામી સુધીના કેટલાય જીવો અસંખ્ય ખરાબ છે એમના પર હું ક્યાં દ્વેષ કરવા જાઉં છું ? અને નથી કરતો તો ય જીવને તો ચાલે જ છે પછી અહીં મળેલા અણગમતા તો કોઇ આવા પરમાધામી જેવા દુષ્ટ નથી તેમ એવી કોઇ મોટી સંખ્યામાં નથી. પછી એના પર દ્વેષ ન કરું તો એમાં મારું શું બગડે ? કોઇ જ નહીં. માટે તો એ સંપર્કમાં આવ્યા તો માત્ર જોવાના, દ્વેષથી ઉકળવાનું નહીં. આમ અહીં મનગમતા કે અણગમતા અલ્પસંખ્યક જીવો તો ભગવાને બતાવેલ રૂડા-રૂડા જીવોની સંખ્યા અને રૂડી-રૂડી ખાસિયત આગળ વિસાતમાં નથી તો જેમ એ જોય એટલે કે માત્ર જાણવા યોગ્ય, એમ આ પણ શેય એટલે કે માત્ર જાણવા યોગ્ય કિન્તુ રાગ-દ્વેષ કરવા યોગ્ય નહીં. શંકા શેય તત્ત્વ તરીકે અજીવ પર રાગદ્વેષ કેમ અટકે ? સમાધાન : એવું આપણા સંપર્કમાં આવતી ગમતી-અણગમતી અજીવ વસ્તુ માટે ય આમ વિચારવાનું કે મને પ્રાપ્ત જડ ચીજો પણ ભગવાને બતાવેલ વિશ્વની સારી-નરસી અજીવ વસ્તુ આગળ વિસાતમાં નથી. સંખ્યામાં ય નહીં અને ગુણવત્તામાં ય વિસાતમાં નહીં. દા. ત. દેવતાઇ વિમાન-વેશ-અલંકાર ક્યાં ? અને અહીં મળેલું ક્યાં ? પેલાની સુંદરતા કેવી ? એની સંખ્યા કેટલી બધી ? ત્યારે નરકના સ્થાન, નરકની ધરતી, ઠંડી-ગરમી વગેરેની આગળ અહીંનું શું વિસાતમાં ? તો જેમ હું ત્યાં રાગ દ્વેષ કરવા જતો નથી પણ એ વિષયો માત્ર શેય રહે છે, એમ અહીં મળેલા પદાર્થો પણ માત્ર શેય તરીકે જ સમજવાના પણ રાગ કે દ્વેષ કરવા લાયક નહીં. શેયતત્ત્વ તરીકેની શ્રદ્ધાથી આર્તધ્યાન અટકે : બસ, સર્વજ્ઞ ભગવાને બતાવેલ વિશ્વના સમસ્ત જીવ અને અજીવ તત્ત્વની ‘ય’ તરીકે શ્રદ્ધા-ચિંતવનાં કરાય એટલે આપણને મળેલા જીવઅજીવ પદાર્થ પણ એવા એટલે કે માત્ર જોય લાગે, રાગ-દ્વેષ કરવા યોગ્ય નહીં Page #134 -------------------------------------------------------------------------- ________________ એટલે એના પર વૈરાગ્ય સુલભ બને આમ શેય તત્ત્વની ચિંતવના વૈરાગ્યની પ્રેરક બને એ પદાર્થ પર ઉદાસીન ભાવ આવે એટલે પછી એના પરના રાગવેષને લઇને એના જે બહુ વિચારો આવતા હતા, બહુ આર્તધ્યાન થતા હતા તે હવે ઘટી જાય, અટકી જાય. આમ શાસ્ત્રસ્વાધ્યાયમાં મન પકડાયેલું રહે એમાં તત્ત્વચિંતન સુલભ બને અને તેથી જોય તત્ત્વની શ્રદ્ધા પર જીવ અજીવ પર વૈરાગ્ય અને ઉદાસી ભાવ ઉપેક્ષાભાવ આવે તેની એના વિચારો ઓછા થઇ જાય આ કોને બને ? શ્રદ્ધાવાળા સમ્યગ્દષ્ટિ જીવને બને એથી એનું તત્ત્વચિંતન અધ્યાત્મયોગનો અભ્યાસ બને. મિથ્યાષ્ટિને આ લાભ નહીં. ૧૦૩ શ્રદ્ધાથી વૈરાગ્ય થાય કે વૈરાગ્યથી શ્રદ્ધા? સમ્યગ્દર્શનના પાંચ લક્ષણ શમ, સંવેગ વગેરે માટે શાસ્ત્ર કહે છે કે એનો ચાલુ ક્રમ, પુર્વાનુપૂર્વીક્રમ, એ પ્રધાનતાની દૃષ્ટિએ છે. અર્થાતુ, સૌથી પ્રધાન શમ - પ્રશમ એનાથી બીજા નંબરે સંવેગ, પછી નિર્વેદ ત્રીજા નંબરે, અનુકંપા ચોથા નંબરે, આસ્તિક્ય પાંચમા નંબરે, એ રીતે પ્રધાનતાનો ક્રમ છે. પરંતુ આ લક્ષણ-ગુણોનો ઉત્પત્તિ ક્રમ પશ્વાતુપૂર્વીથી છે. અર્થાતું, પહેલા આસ્તિક્ય આવે, પછી અનુકંપા, પછી નિર્વેદ, પછી સંવેગ, છેલ્લો શમ ગુણ ઉત્પન્ન થાય. આમાં દેખાશે કે આસ્તિક્ય યાને જિનવચનની અટળ શ્રદ્ધા પહેલા ઉત્પન્ન થાય ને નિર્વેદ યાને ભવવૈરાગ્ય પછી થાય. આમ શ્રદ્ધાથી વૈરાગ્ય થાય. જાઓ મેઘકુમાર, સુબાહુકુમાર, જંબુકુમાર વગેરે એ જિનવાણી સાંભળી, એના પર શ્રદ્ધા ઉભી કરી તો તેથી જ વૈરાગ્ય ઝળહળી ઉઠ્યો. ઇન્દ્રભૂતિ ગૌતમે મહાવીર પ્રભુના વચન સાંભળ્યા, વચને કહેલ તત્ત્વ પર રૂચિ થઇ એથી વૈરાગ્ય પામી, ત્યાંને ત્યાં ચારિત્ર સ્વીકારી લીધું. આમ શ્રદ્ધાથી વૈરાગ્ય થાય. શ્રદ્ધાયુક્ત તત્ત્વચિંતનમાં અનેરી તાકાત છે. એમાં ઉપાદેય તત્ત્વ પ્રત્યે ઉપાદેય તરીકેની શ્રદ્ધા થાય, અર્થાતુ, પુણ્ય-સંવર-નિર્જરા-મોક્ષ ચારે Page #135 -------------------------------------------------------------------------- ________________ મહાકર્તવ્ય લાગે, સંસાર પર વૈરાગ્ય ઝળહળી ઉઠે. - ઋષભદેવ ભગવાનના જીવ મહાબળ રાજાના ભાવમાં આજ બન્યું. મંત્રીએ બહારથી જ્ઞાની ભગવંત પાસેથી રાજાનું આયુષ્ય માત્ર એક માસનું બાકી જાણી, આવીને રાજાને સાવધાન કર્યા કે “મહારાજા ! સર્વજ્ઞ જિનેશ્વર ભગવાન માનવજીવનમાં અહિંસા-સંયમ, તપ ને જ કર્તવ્ય તરીકે બતાવે છે, પરંતુ રાજાને પહેલા તો આ જિન વચન પર એવી શ્રદ્ધા ન થઇ તેથી વૈરાગ્ય ક્યાંથી થાય ? એનું કારણ એ રંગરાગમાં મસ્ત તો હતા જ. એમાં ખુશામતિયાં મંત્રીઓ સંસાર સુખની વાહવાહ ગાતા હતા એટલે મહાબળ રાજા તો આનંદથી રાજ્યપાટ ભોગવતા બેઠા હતા પરંતુ હવે એક જ માસનું આયુષ્ય બાકી છે એમ મંત્રી દ્વારા જ્ઞાની ભગવંતનું વચન જાણવામાં આવતા જ ચોંક્યા ! મનને થયું કે અરે ? જિનેશ્વરદેવ જીવનમાં કર્તવ્ય શું કહે છે અને શું કરતો બેસી રહ્યો છું ? ઉપાદેય તત્ત્વ પર શ્રદ્ધા થઇ એથી એ સિવાયના સંસાર પર વૈરાગ્યે થયો. મનને થયું કે વિષયોના ભોગ અને રંગરાજ જ જો કર્તવ્ય હોય તો એ તો નાના કીડા મંકોડાથી માંડી મોટા હાથીઓ જેવા પ્રાણીઓ પણ કરી રહ્યા છે. પણ એથી શું જન્મ મરણની જંજાળ મટે ? એમ થતું હોત તો આખી દુનિયા એ જંજાળથી છૂટી મોક્ષ પામી ગઇ હોત. ના, એ વિષયોના રંગરાગ અને એની પાછળ કરાતા ક્રોધાદિ કષાયો તથા હિંસાદિ દુષ્કૃત્યો તો જીવને ચોરાશી લાખ યોનિમાં ભમાવે છે જનમ-મરણ જનમ-મરણ કરાવ્યા જ કરે છે. એટલે વિષયોના રંગરાગ, કષાયો અને હિંસાદિ એ કાંઇ સમજદારીવાળા મનુષ્યભવનું કર્તવ્ય ન હોય, કર્તવ્ય તો એ વિષય-કષાય અને હિંસાદિના ત્યાગ કરી અહિંસા-સંયમ-તપ આરાધના એ જ હોય. તો પછી વિષયસંગ કે કષાયો અને એ હિંસાદિ શા માટે હવે કરૂં ? આમ ઉપાદેય તત્ત્વની શ્રદ્ધાથી વૈરાગ્ય ઝળહળી ઉઠયો. | મરૂભૂતિને તો જીવનમાં નવકારની રટણ ઉપરાંત બીજા ય ઘણા સત્કાર્યોનો સારો અભ્યાસ હતો તો એને કેમ અંતે એની રટણ ન આવી ને પેલા નોકરને પીડા એવી જ ભયંકર છતા નવકારના ૦ ૦ ૦ ૫ ૧૨૬ ૧ ૫ Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પદની રટણ આવી ? બન્નેના સંયોગો પરથી અંતિમ સ્થિતિમાં બન્ને વચ્ચે પડેલા ફરકમાં આ કારણનું અનુમાન થઇ શકે – (૧) સુદર્શન શેઠના જીવ નોકરને ‘નમો અરિહંતાણં’ પદની ૨ટણા એવી લાગેલી કે એમાં એને ઢોરો ચરાવનારા નોક૨પણાની ગરીબ સ્થિતિને લીધે કાયાના સુખસાધનોમાં મ્હાલવાની મમતા ન્હોતી તેથી અકસ્માત જાગેલા મરણાંત કષ્ટમાં એવું કાય-મમત્વ નડયું નહીં કે જે હાયવોય ને આર્તધ્યાન કરાવે. મરૂભૂતિ મહાન ધર્માત્મા શ્રાવક ખરો પણ પુણ્યવંતો હોઇ સુખ સાધનની સગવડવાળો, તેથી એ ભોગવતાં છુપી સામાન્ય પણ કાયમમતા પોષાઇ હોય. જે મમતા અંતિમ સમયે એકાએક આવી પડેલી વેદનાના કાયકષ્ટ વખતે હાયવોય અને આર્તધ્યાન કરાવી ગઇ. (૨) બીજાં કારણ આ હોઇ શકે કે બન્નેને કષ્ટ આવ્યું ખરું, એકને ખોપરી ફાટી, બીજાને પેટ ફાટયું, પરંતુ મરૂભૂતિને જે ગુન્હેગારોની પણ પાસે ક્ષમા માગવા ગયા એના તરફથી ખોપરી ભંગાઇ તેથી હું ક્ષમા માગું છું ને આમ કરે છે ? મારું માથું ફોડે છે ? એમ સ્હેજે કચવાટ આવ્યો હોય, અહંત્વ નડયું હોય કે તું ભારે ગુન્હેગાર અને હું તારા કષ્ટમાં સહેજ નિમિત્ત બનવા રૂપે ગુન્હાવાળો બન્યો ખરો પણ આમ તો સદાચારી અને તને રાજા પાસે સજા ક૨ાવવા કશું કહેનારો ય નહી. અરે ! એવું ચિંતવનારો ય નહીં એવા મને તું આ કરે ? આવી રીતે મરૂભૂતિની સાથે પીડા આપનારો કમઠ ચેતન જીવ હોઇ અભિમાન ઉઠ્યું હોય તેથી મન અશુભ ધ્યાનમાં પડી ગયું ત્યારે પેલા નોકરને પીડા જડ લાકડાના ખુંટાથી આવી એ જડની સામે અભિમાન જાગવા અવકાશ ન રહ્યો તેથી એ નિમિત્ત, અશુભધ્યાનમાં થતું અટક્યું. (૩) બાકી ત્રીજાં કારણ તો એ છે કે કાયા પર એકાએક આવી પડેલી વેદનામાં તત્કાલ હાય કે વોય ન થાય એવા જીવો જગતમાં વિરલ. એ હિસાબે મરૂભૂતિ ભુલો પડે એમાં નવાઇ નથી. છતા એ જ પાછો હાથીના ભવે, એજ રાજા અરવિંદ, જે અવધિજ્ઞાની મુનિ બનેલ, એમનાથી ‘બુજ્સ બુજ્સ મરૂભૂઇ’ના અનેકવા૨ના ઉદ્બોધનથી પૂર્વજન્મનું સ્મરણ પામી પ્રતિબોધ પામ્યો તો પછી ૧૨૭ Page #137 -------------------------------------------------------------------------- ________________ સાવધાની એવી આવી કે આગળ જલચર સાથે એને જોરથી ગંડસ્થલમાં ડંસ માર્યો. મરણની ઘોર પીડા આવી છતાં તત્ત્વના ચિંતન પર એણે આર્તધ્યાન ન કરતા શુભધ્યાન રાખ્યું ને એ મરીને દેવ થયો. ૧૦૫ કવિ એક સ્તવનમાં કહે છે કે - પ્રભુના આશરે ઠામઠામ સુખ છે. તે કેવી રીતે બને? ત્યારે અહીં કવિના કહેવાનો ભાવ સમજીએ તો આ પ્રભુના આશરે ઠામઠામ સુખનો અનુભવ થાય. ભાવ આ છે. પહેલું તો સમજી રાખવું કે દુનિયાના દુઃખ એ દુઃખ નથી પરંતુ આપણા મનને દુ:ખ લાગે એ દુઃખ છે. પરંતુ જો એના મનને એની ચિંતા નથી કેમકે પત્ની સારી મળી છે તો આનંદ-મસ્તીમાં રહે છે. કશું દુ:ખ લાગતું નથી. નોકરિયાતને શેઠની ગુલામી એ દુઃખ છે પરંતુ જો ભાગીદારોના રગડા જોઇને કે ટેક્સના લફરા જોઇ એના મનને લાગે કે આના કરતા મારે નોકરી છે એ બરાબર છે તો એનું દુ:ખ લાગતું નથી. રોગીને રોગનું દુ:ખ છતાં જો બીજી બાજુ ધીકતો ધંધો, ધીકતી કમાઇ હોય અને મનને સમજતો હોય કે રોગ તો તકદીરની વાત છે તો એને રોગનું એવું દુ:ખ લાગતું નથી. પરંતુ :ખ ન લાગવાના આ બધા નિમિત્ત તકલાદી છે. સારી પત્ની જો માંદી પડી ને નોકરીમાં જ જો એવું કાંઇક લફરું ઉભું થયું. ધીકતી કમાઇ જો બંધ પડી તો ઉપરોક્ત સંયોગોમાં દુઃખ લાગવા માંડે છે. ત્યારે અહીં પ્રભુનો આશરો આવે છે. તે આ રીતે કે પ્રભુને આપણા દિલમાં એવી રીતે સ્થાપિત કરીએ કે મારે જીવનમાં મુખ્ય બે જાતના (૧) બાહ્ય સુખ દુઃખનાં (૨) અને આન્તર શુભ-અશુભ ભાવનાં. આ બેમાં મહત્ત્વનો છે આન્તર શુભ-અશુમ ભાવનો અનુભવ. કેમકે બાહ્ય ગમે તેટલા સુખનો અનુભવ હોય છતા જો અંદરમાં ભાવ અશુભ છે, ચિત્ત મદ-માન-વિષયલંપટતા વગેરેથી કલુષિત છે, તો જીવન ધૂળધાણી છે. પુણ્ય વેચીને અઢળક પાપ કમાવાનું થાય છે અને એક આવા સદ્ગતિના ભવમાંથી અનેક દુર્ગતિના ભવો સર્જવાનું થાય છે. તો પછી ૧૨૮૦ Page #138 -------------------------------------------------------------------------- ________________ એ સુખ શું કામનું? ત્યારે જો બાહ્ય દુ:ખનો અનુભવ છે, પરંતુ જો અંતરમાં મૈત્રી આદિ ભાવ વૈરાગ્ય, ત્યાગ-તપના ભાવ, દયા ક્ષમા-નમ્રતા, નિર્લોભતા વગેરે શુભ ભાવનો અનુભવ ચાલી રહ્યો છે, તો બાહ્ય દુ:ખથી પાપ વેચીને અઢળક પુણ્ય ખરીદવાનું થાય તો પછી બાહ્ય દુઃખ શું હોવાનું? અહીં પ્રભુનો આશરો કામ આપે છે, જો આપણે આપણા દિલમાં વિચારીએ કે શાંતિનાથ ચક્રવર્તી જેવા મારા પ્રભુએ જબરદસ્ત કોટિના સુખ શું કે ચારિત્ર જીવનના મહાન કષ્ટ શું અને મહાવીર પ્રભુ જેવાએ વેઠેલ ભયંકર દેવતાઇ ઉપદ્રવના દુઃખ શું ! એ સુખ દુઃખને એમણે કશી વિસાતમાં ગણ્યા નથી પરંતુ અંતરના ભાવને મહત્ત્વના લેખી દિલમાં અભુત લોકોત્તર શુભ ભાવનો પ્રવાહ અખંડ વહેતો રાખ્યો છે, તો હું ધ્યાનમાં રાખી શા સારું બાહ્ય સુખદુ:ખને મહત્ત્વ આપું ને એમ કરીને ચિત્તના ભાવ બગાડવાની મુર્ખાઇ કરૂં ? મારે તો પ્રભુના આલંબને અંતરના ભાવ જ શુભ જાળવી રાખવાનો પ્રયત્ન રહો. સુખના અનુભવ કરતા શુભ ભાવનો જ અનુભવ રાખું. આ જો પ્રયત્ન આવી જાય તો પ્રભુના આશરે બાહ્ય દુ:કમાં ય શુભ ભાવની મસ્તી આવી જવાથી સુખ જ સુખ છે ને એનું પ્રભુના આલંબને બનવાથી કહેવાય કે પ્રભુના આશરે ઠામોઠામ સુખ છે. અલબત્ત, આમાં એ શોધી કાઢવું જોઇએ કે કેવા કેવા દુ:ખ વખતે પ્રભુએ કેવો કેવો શુભ ભાવ રાખ્યો હશે ને એ શોધીને આપણા મનમાં એની કેળવણી કરતા રહેવું જોઇએ. દા.ત. ઘોર તપસ્યાના કષ્ટ વખતે કર્મ અને રાગાદિ કચરો સાફ થતો રહી આત્મસુવર્ણ શુદ્ધ થઇ રહ્યું હોવાનો મહાસંતોષ હોય. દિવસ ઉપરાંત રાત્રિભર કાયોત્સર્ગધ્યાને ખડા રહેવાના કષ્ટ વખતે આત્માનું સત્ત્વ વિકસતું રહેવાનો આનંદ હોય, એવું જ રાતભર ખુલ્લા બદને ઠંડીનું કે ડાંસમચ્છરનું કષ્ટ સહતા સંયમ ખીલવાનો સંતોષ રહે. કોઇનું અપમાન-તિરસ્કાર પ્રહાર આવતા અંતરની ક્ષમા-સમતાની સમૃદ્ધિ કમાવા કરવાનો આનંદ હોય. સારાંશ, પ્રભુના જીવન પ્રસંગોનું આલંબન રાખવાથી શુભભાવ ૨૨૫ ૧૨૯ ૧૨૯ Page #139 -------------------------------------------------------------------------- ________________ જાળવવાથી જ તકેદારી રહે અને તેથી ઠામોઠામ સુખ લાગે એટલે જ પૂર્વે કહેલા દાખલામાં મુડી નથી એમાં પ્રભુનો અલ્પ-પરિગ્રહ એ મહાન ગુણસંપત્તિ હોવાનો ઉપદેશ યાદ કરી આનંદ હોય. અથવા, સારી પત્ની કરતા સારા પ્રભુ મળ્યાની ભા૨ે હુંફ હોય, નોકરીમાં બાકીના સમયે વેપારાદિની કોઇ ચિંતા વિચારોના લફરા નહીં, પ્રભુને નિરાંતે ભજી શકાય એનો આનંદ હોય. રોગમાં ય જિનભક્તિ ભગવત્સ્યરણ, શ્રદ્ધા, વ્રતનિયમ તત્ત્વભાવના વગેરે કે જે પશુઆદિને અને કેટલાય માણસોને મળ્યા નથી એ અમુલ્ય ધન મળ્યાનો આનંદ આનંદ હોય. એમ પૂર્વોક્ત આત્મસુવર્ણશુદ્ધ, સત્ત્વવિકાસ સંયમસાધના, ક્ષમાસમતાદિ સમૃદ્ધિની કમાઇ વગેરે પ્રભુના દ્દષ્ટાન્તથી કમાતા રહેવાનું લક્ષ્ય હોય એટલે ઠામ ઠામ સુખ લાગે. યોગદ્દષ્ટિમાં ધર્મસન્યાસની વાત આવે છે. તેનો શું અર્થ ? શું ૧૦૬ ધર્મયોગ યાને ધર્મનો યોગ એ ધર્મ ? કે ધર્મનો ત્યાગ એ ધર્મ ? ધર્મસન્યાસનો અર્થ તો ધર્મનો ત્યાગ થાય, એ ધર્મ કેમ બને ? અહીં ‘ધર્મયોગ પદમાં' શબ્દનો અર્થ સમજી રાખવા જેવો છે. ધર્મ Om એ અત્યંતર રીતે ચિત્તની શુભ પરિણતિરૂપ છે અને બાહ્ય રીતે શુભ પ્રવૃત્તિમય છે. દા.ત. વીતરાગ પ્રભુના દર્શન-પૂજનની પ્રવૃત્તિ એ બાહ્ય ધર્મ છે અને પ્રભુ પર ચિત્તમાં ભક્તિભાવની પરિણતિ એ અત્યંતર ધર્મ છે. એ પરિણતિ કર્મના ક્ષયોપશમથી થતી ક્ષાયોપશમિકરૂપ ને ક્ષયથી થતી ક્ષાયિકરૂપ હોય. આ હિસાબે અહીં ધર્મસન્યાસમાં ધર્મ શબ્દથી અહીં આગળ બતાવે છે તે ‘ક્ષાયોપમિક પરિણતિરૂપ ધર્મ' લેવાના છે. એનો સન્યાસ, અર્થાત્ ત્યાગ કરીને ક્ષાયિક પરિણતિરૂપ ધર્મમાં જવાનું છે એટલે આ ધર્મનો ત્યાગ એ તો મોટો ધર્મ બને છે કેમકે એ ધર્મસન્યાસ એવો મહાન ચિત્તપરિણામ, આત્મપરિણામ છે કે જે હવે ક્ષાયિક આત્મપરિણામરૂપ બનવાનો છે, ક્ષાયિક કેવળજ્ઞાન ક્ષાયિક વીર્ય આદિરૂપે પ્રગટ થવાનો છે. ૧૩૦ Page #140 -------------------------------------------------------------------------- ________________ ‘ક્યાં શૂળીએ ચડવા ગઇ’તી ? ‘તારા કાંડા કપાઇ ગયા'તા ?” આવી નિષ્ઠુર ભાષા બોલવાથી કુમારને શૂળીએ ચડવું પડયું ને કન્યાના કાંડા કપાઇ ગયા. અહીં બોલવાનું પાપ તો મામુલી જેવું છે, તો એનાથી સજા આટલી બધી ભયંકર કેમ ? શું કર્મસત્તાને ત્યાં અન્યાય છે? ૧૦૭ ના. અન્યાય નથી, પરંતુ આવડી મોટી સજાની પાછળ કારણ જાણો કે પાપ નાનું છતાં કર્મસજા મોટી કેમ ? નાના દેખાતા ગુન્હા પર થતી ભયંકર કર્મસજાની પાછળના કારણો : (૧) બુદ્ધિશક્તિવાળો મનુષ્યભવ એ જીવનો ઊંચો હોદ્દો છે. ઊંચા હોદ્દાવાળાનો ગુન્હો પણ આ દુનિયાની સ૨કા૨માં ય મોટો ગુન્હો ગણાય છે. ન્યાયાધીશો થોડી પણ લાંચ ખાધી સાબિત થાય તો એ હોદ્દા ઉ૫૨થી ડુલ અંને ભારે સજા પામે છે. એમ ઊંચા હોદ્દાવાળો માનવભવ. એમાં નાનો પણ ગુન્હો મોટા જેવો છે. આ એક કારણ. બીજાં કા૨ણ આ - (૨) બોલવાનું કે ક૨વાનું પાપ ભલે બાહ્ય દેખાવમાં નાનું દેખાય, પરંતુ એની પાછળ ધમધમી રહેલો ગુસ્સો યા બીજી વિષય કે કષાયની લાગણી એને મોટો ગુન્હો બનાવી દે છે. દા.ત. જુઓ અંધારામાં સાપ સમજી દોરડા પર લાકડાનો ઘા કર્યો. ત્યાં દેખીતો જીવનાશ થયો નથી છતાં અંતરની સાપ મારવાની લેશ્યાના આધારે દોરડા પરનો ઘા એ મોટો ગુન્હો બને છે ને ત્યાં સાપ માર્યાનું પાપ લાગે છે. એટલે આંતરિક મલિન પરિણામની ઉગ્રતા બાહ્ય નજીવા પણ પાપાચરણને મોટો દોષ બનાવી દે છે. એથી ઉલ્ટુ અંતરમાં એવા ઉગ્ર મલિન પરિણામ ન હોય અને બાહ્ય કાર્ય ભયંકર બન્યું હોય તો ગુન્હો એવો નહીં ગણાય. દા.ત. મજુર ભંગાર, ઘરના રોડા બહાર ફેંકતો હોય એમાં નીચે કોઇ ૧૩૧ Page #141 -------------------------------------------------------------------------- ________________ માણસ અજાણ્યે ભુલભુલમાં નજીક આવી જતા એની ખોપરી પર ઇંટડો પડે ને કદાચ મરે તો પણ કાયદાની દ્દષ્ટિએ પેલો માર ખુની નહીં ગણાય. ત્યારે જો માનવી-સરકાર પણ બાહ્ય બનાવ કરતા અંતરના પરિણામને મહત્ત્વ આપે તો પછી કર્મ-સ૨કાર એને કેમ મહત્ત્વ ન આપે ? (૩) નાનું ય પાપ એ મોટો ગુન્હો બનવાનું ત્રીજાં કારણ એ છે કે નાનું પણ પાપ આચર્યા પછી જો એનો પશ્ચાત્તાપ નથી તો એનો અર્થ એ કે એ આચરેલું ખરાબ લાગતું નથી. તેથી ત્યારે પાપ ખરાબ ન લાગે એનો બળાપો જ ન થાય એ મોટો ગુન્હો બની જાય છે. દા.ત. જુઓ કે છોકરો ઘ૨માંથી થોડા જ પૈસા ચોરી જાય. પછી માબાપને જાણ થતા એને ઠપકો આપે. ત્યાં જો એ છોકરો ચોરી કર્યાનો બળાપો દેખાડે તો તો માબાપ ક્ષમા કરે છે પરંતુ છોકરો જો ઉદ્ધતાઇથી એમ કહે કે ‘એમાં ખોટું શું ? સીધી રીતે પૈસા ન આપો તો ચોરીથી ય લેવાય. એ ચોરી કોઇ ગુન્હો નથી'. આમ જો છોકરો ચોરી ખરાબ ન માને તો માબાપ સમજે છે કે ખલાસ ! આ છોકરો ભયંકર દુષ્ટ બન્યો છે. હવે એને ઘરમાં ન રખાય. નાની પણ ચોરીને ખરાબ ન માનતા કોને ખબર, કાલે એ બધો ય માલ ઉઠાવી જાય તો ? દુનિયાના મા-બાપ સમજે છે કે નાનો ય ગુન્હો ખરાબ ન માને તો એની પાછળ મોટો ગુન્હો ય કરી નાંખે એવી એની મનોવૃત્તિ બગડે. જ્ઞાની ભગવંતો કહે છે – નાના પાપને ય ખરાબ ન માનવામાં મોટો ગુન્હો આ કે ફરીથી એ પાપના કે એથી વધુ મોટા પાપના આચરણ સુલભ બને છે. જીવનમાં જાઓ તો દેખાશે કે ખાવું ખોટું નથી લાગ્યું યા રાત્રે ખાવું ખોટું નથી લાગ્યું તો ખાવા પાછળ કેવાં પાપ ચાલે છે ? આઠમ ચૌદસ જેવી મોટી તિથિ આવી ત્યાં કાં તો એના પર કંટાળો અરૂચિ દ્વેષ થાય છે કે આ ક્યાં આવી ? અગર તેની પરવા જ નથી હોતી. મનને એમ થાય કે આપણે વળી આ તિથિ-ફિથિ શુ ? એ તો વેવલાના ધંધા... કહો, ક્યાં પહોંચ્યો ? તિથિએ ઉપવાસ કરી જરા દુબળા પડનારા પર એ તિરસ્કાર કરે છે એને દયાપાત્ર ગણે ૧૩૨ Page #142 -------------------------------------------------------------------------- ________________ છે. બિચારા મફતના હાથે કરીને કુટાય છે એમ કહે છે ! આ બધું શાના પર ? મૂળમાં ખાવું ખોટું એમ લાગ્યું નથી એના પર. બસ, જે કોઇ નાનું પણ અને અવશ્ય કરવું પડતું પણ પાપ ખોટું, ખરાબ, અકર્તવ્ય એમ ન લાગે, એની ભયંકરતા મોટી છે. (૪) નાનું પાપ મોટો ગુન્હો થવાનું ચોથું કારણ આ-પાપ કદાચ ખોટું ય લાગ્યું અને એના પર સંતાપ પણ થયો છતા માનની લાગણીમાં તણાયા ને માનભંગ થવાના ભયથી ગુરૂ આગળ એનો સ્પષ્ટ એકરાર ન કર્યો, પ્રાયશ્ચિત ન લીધું તો દિલમાં પાપની અને માનની ગાંઠ પડી જાય છે. શલ્ય જામી જાય છે અને એ ભાવી ભવોમાં મદ અને પાપોમા રક્ત રાખે છે માટે એ મોટો ગુન્હો. અહીં જરા ઝીણવટથી જોશો તો દેખાશે કે માનભંગ જેટલું ખરાબ લાગ્યું એટલું પાપ દિલમાં રાખી મુકે છે પણ માનભંગ નથી વ્હોરી લેતો. માન હણાવું ન જોઇએ. પાપ ભલે પડયું રહે. માન કિંમતી પણ પાપશુદ્ધિ એટલી મહત્ત્વની નહીં આવું લાગે છે. આમાં માનની અને પાપની ગાંઠ બંધાઇ જાય એમાં શી નવાઇ ? નાનું પણ પાપ આમ પ્રાયશ્ચિત વિના મોટું બની જાય છે. નવકાર મન્ત્ર એ જિનશાસનનો સાર શી રીતે ? ૧૦૮ નમસ્કારમાં મોક્ષમાર્ગ આ રીતે : . નમસ્કાર ક૨વામાં બે વસ્તુઓ ક૨વી પડે છે, ૧. દ્રવ્ય સંકોચ ૨. ભાવ સંકોચ દ્રવ્યસંકોચમાં શરીરના અવયવો, ઇન્દ્રિયો અને મનરૂપી દ્રવ્યોનો સંકોચ કરવાનો હોય છે. અવયવોનો સંકોચ એટલે એને બીજી ત્રીજી હિલચાલ કે અવસ્થાનમાંથી સંકોચી અમુક સ્થિતિમાં સ્થિર રાખવા. દા.ત. મસ્તક જરા નમેલું રાખવાનું, હાથ અંજલી જોડી મુખની આગળ રાખવા, ચક્ષુ નમસ્ક૨ણીય પરમેષ્ઠી ૫૨ લગાવવી, બેઠા હોઇએ ત્યારે આગળ બે ઢીંચણ અને પાછળ બે પગના આંગળા જમીનને અડે, અથવા ઊભા હોઇએ ત્યારે બે પગની વચમાં આંતરૂં આગળ ચાર આંગળ અને પાછળ ચાર આંગળીથી ૧૩૩ Page #143 -------------------------------------------------------------------------- ________________ ઓછું રહે, મન નમસ્કાર ક્રિયામાં જ સ્થિર રહે, આ બધા દ્રવ્ય સંકોચ કહેવાય. ભાવસંકોચમાં હૃદયના ભાવને બહાર વિષયો વગેરેથી સંકોચી નમસ્ક૨ણીય પ૨ સ્થાપિત કરવાનો; અથવા રાગ-દ્વેષ-મોહ-મદ-મત્સર વગેરે અશુભ ભાવોનો સંકોચ કરી શુભ ભાવમાં આવવાનું, નમસ્કાર સંબંધી શુભભાવ જાગ્રત રાખવાનો. આ ભાવસંકોચની પાયાથી માંડીને ઉપર ઉપર અનેક કક્ષાઓ છે. એમ અપુનર્બંધક અવસ્થાના ભાવથી ઠેઠ વીતરાગ અવસ્થાના ભાવ સુધીના ભાવો પામવાના આવે. એ બધો મોક્ષમાર્ગ છે, મોક્ષ પામવાના ઉપાય છે. માટે કહેવાય છે કે નમસ્કારમાં મોક્ષમાર્ગ છે. (૨) પંચ પરમેષ્ઠીમાં તત્ત્વજ્ઞાન છે તે આ રીતે - અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાયને સાધુ એ પાંચનું સ્વરૂપ વિચા૨વામાં જીવ, અજીવ, આદિ તત્ત્વોની વિચારણા જરૂરી બને છે. દા.ત. સાધુ સુક્ષ્મ બાદર જીવોની હિંસાથી ત્રિવિધે ત્રિવિધ વિરામ પામેલા છે, તો તે જીવો ક્યા ક્યા, એની સમજ કરવી જ પડે. એમ સાધુ આશ્રવના ત્યાગી અને સંવરના ઉપાસક છે, એમાં આશ્રવ-સંવર તત્ત્વની સમજ આવે. સાધુમાં જ્ઞાનાચારાદિ પંચાચાર છે. એમાં તપાચાર આવ્યો, એ નિર્જરા તત્ત્વ આવ્યું. સિદ્ધ ભગવાન મોક્ષ પામેલા છે, ત્યાં મોક્ષ તત્ત્વની સમજ આવી. એમ એમનામાં આઠ કર્મના ક્ષયથી આઠ ગુણ પ્રગટ થયેલા છે. તો ત્યાં આઠેય કર્મ, એનો બંધ, વગેરે બંધ તત્ત્વાદિનું સ્વરૂપ સમજવાનું આવે. ટુંકમાં પાંચેય પરમેષ્ઠીની ઓળખમાં તત્ત્વોની ઓળખ આવે. એટલે કહેવાય કે - નવકાર મંત્રમાં જિનશાસનનું હાર્દ જે મોક્ષમાર્ગ અને તત્ત્વજ્ઞાન તે સમાયેલું છે. માટે નવકાર એ જિનશાસનનો સાર છે. ૧૦૯ શ્રી ભગવતી સૂત્ર કહે છે કે વિરાધક સંયમી મરીને વિરાધિત સંયમના લીધે વધુમાં વધુ પહેલા દેવલોક સુધી જ જાય. જ્યારે મિથ્યાદ્દષ્ટિ સંન્યાસી મરીને ઠેઠ પાંચમાં દેવલોક સુધી જઇ શકે. ૧૩૪ Page #144 -------------------------------------------------------------------------- ________________ અહીં પ્રશ્ન થાય કે આમ કેમ? પેલા સંયમીને તો સંયમ જૈન શાસનનું છે, સર્વ પાપ ત્યાગ યાને સર્વવિરતિના ઘરનું છે, પંચ મહાવ્રતના સ્વીકારવાળું છે, જ્યારે સંન્યાસીને તો મિથ્યાષ્ટિ અસર્વજ્ઞના મતની દીક્ષા છે, સંન્યાસ છે. તો ફળમાં આને અધિકતા અને પેલા વિરાધિત સંયમવાળાને ન્યુનતા કેમ? અલબત્ત, સંયમમાં વિરાધના યાને સંયમમાં સ્કૂલના પહોંચાડે છે તેમાં કદાચ સમ્યકત્વનો પણ નાશ કરી નાંખે એવા અનંતાનુબંધીરાગ-દ્વેષ ઊઠતાં હોય, ને મિથ્યાત્વ ઉદયમાં આવતું હોય, તેથી તો એવો જીવ ભવનપતિ કે જ્યોતિષ દેવલોકમાં પણ જાય. કિન્તુ સમ્યકત્વની હાજરી હોય તો તો વૈમાનિક દેવલોકથી નીચેનું આયુષ્ય બાંધે જ નહિ, ત્યારે આ તો નીચે જાય છે. એ સૂચવે છે કે સમકિત નષ્ટ થયું અને મિથ્યાત્વ ઉદયમાં આવ્યું. છતાં પેલો સંન્યાસી ક્યાં સમ્યકત્વમાં છે ? એને ય મિથ્યાત્વનો ઉદય છે. ઉપરાંત દીક્ષા મિથ્યાશાસ્ત્ર કહેલી છે, ત્યારે સંયમીને સર્વજ્ઞના શાસ્ત્ર મુજબની પંચમહાવ્રતના સ્વીકારવાની છે, તો પછી ફળ ઓછું કેમ ? આના ઉત્તરમાં એમ કહી શકાય કે સંયમીને ભલે સૂક્ષ્મરૂપે ત્રિવિધેત્રિવિધે હિંસાદિત્યાગરૂપ મહાપ્રતિજ્ઞા હોય અને સંન્યાસીને તો સ્થૂલરૂપે વ્રતસ્વીકાર હોય, છતાં સંયમી એ પ્રતિજ્ઞાનો ભંગ કરે છે, - એટલે કે વ્રતની વફાદારી ગુમાવે છે, ત્યારે સંન્યાસી ગુમાવે છે, ત્યારે સંન્યાસી લીધેલ વ્રતને બરાબર વફાદાર રહે છે, તેથી નીચો દેવલોક અને સંન્યાસીને ઊંચુ ફળ, ઊંચો દેવલોક મળે એ સહજ છે. વ્રતપ્રતિજ્ઞાને અખંડ અણિશુદ્ધ પાળ્યાનો આ મહિમા છે કે અભવી જેવા પણ જીવ સમ્યકત્વ નહીં હોવા છતાં જો જિનશાસનની સાધુદીક્ષા લઇ ત્રિવિધે-ત્રિવિધ સ્વીકૃત પંચમહાવ્રત બરાબર પાળે છે, તો ઠેઠ ૧૨ દેવલોકની ઉપર રૈવેયક સ્વર્ગ સુધી જાય છે. જ્યારે સંન્યાસી મિથ્યાશાસ્ત્રોક્ત-સંન્યાસ લઇ એના કહેલાં સ્વીકૃત વ્રતને બરાબર પાળે છે, તો માત્ર પાંચમાં દેવલોક સુધી જ જાય છે. આ ફરકનું કારણ એ છે કે જૈન સાધુ દીક્ષામાં “હું મનથી, ૧૩૫ Page #145 -------------------------------------------------------------------------- ________________ વચનથી કે કાયાથી સુક્ષ્મ પણ હિંસા અસત્યાદિ પાપ સેવીશ નહિ, સેવરાવીશ નહિ-સેવતાને આ ઠીક કરે છે એમ સારો માનીશ નહિ.'' એવી ત્રિવિધે પાપ ત્યાગની ભીષ્મ પ્રતિજ્ઞા હોય છે. ત્યારે જૈનેતર મતની સંન્યાસ દીક્ષામાં એટલી હદ સુધીની પ્રતિજ્ઞા નથી, અતિસૂક્ષ્મ કોટિનો પાપત્યાગ નથી. તેમ આચાર પણ એટલા સુક્ષ્મવિવેકના નથી. સંન્યાસી તો પોતાના માટે બનાવેલ ભિક્ષા મળે તો ય તે લઇ લે છે, ત્યારે જૈન સાધુ એ ન લે, કેમકે એમાં હિંસાની અનુમોદના લાગે. આમ, સમ્યક્ત્વ નથી છતાં સર્વજ્ઞકથિત મહાવ્રતના વફાદારીપૂર્વકનાં પાલનનું ઊંચુ મૂલ્ય, ઊંચુ ફળ છે. છતાં જો એની વિરાધના કરે, ભંગ કરે, તો એમાં વફાદારી-ગુમાવ્યાથી અલ્પવ્રતના વિશુદ્ધપાલનના ફળ કરતા નીચું ફળ આવીને ઉભું રહે છે. એ પૂર્વોક્ત ભગવતી સૂત્રનું તાત્પર્ય છે. Q શું જિનશાસન પામેલાને કોઇ તકલીફ વિટંબણા નથી જ ઊભી થતી ? ભગવાનનું શાસન પામેલો નિર્ભય બને છે તેમ કેમ કહેવાય | ૧૧૦ છે ? مسا ન જ થાય એમ નહિ પરંતુ, (૧) જિનશાસન સમજાવે છે કે ત્રાસ-તકલીફ પોતાના પૂર્વના પાપકર્મ વિના આવતી જ નથી. તમે ત્રાસ ખસી દૂર થતાં નથી. એટલે, એનાં હઠીલા કર્મકચરાને દૂર કરાવી આપનારી ત્રાસ તકલીફ તો સૂજ્ઞને મન ઉત્સવરૂપ છે. એમાં પછી ભય શો ? (૨) બીજ, જિનશાસન પામ્યાથી એ પણ સમજે છે કે બહારના ત્રાસ તકલીફ આત્માનું કશું લૂંટી શકતા નથી, જો આત્મા સાવધાન હોય તો, માટે ભય શો રાખવો ? વળી, (૩) જિનશાસનના પ્રણેતા શ્રી અરિહંત પરમાત્મામાં અચિંત્ય શક્તિ છે કે એમનું સમ્યક્ આલંબન કરનારાના સર્વ ભય દૂર થઇ જાય છે. (૪) માત્ર અટલ શ્રદ્ધા જોઇએ કે જિનશાસન જો આપણી પાસે નથી ૧૩૬ Page #146 -------------------------------------------------------------------------- ________________ તો મહાભય છે. જિનશાસન છે, તો મહાકલ્યાણ છે. જગતમાં અભય અને કલ્યાણનું સાધન હોય તો તે એક માત્ર જિનનું શાસન. સકલ કલ્યાણ એનાથી મળે. ૧૧૧ પ્રભુએ સુનક્ષત્ર અને સર્વાનુભૂતિને શીતલેશ્યાથી કેમ બચાવ્યા નહિ ? પ્રભુ કેવળજ્ઞાની વીતરાગ સર્વજ્ઞ છે. એમની પાસે અંતરાયક્ષયથી અનંત લબ્ધિઓ પ્રગટ છે છતાં વીતરાગ હોઇ એનો ઉપયોગ ન કરે; કેમકે એ સરાગ અવસ્થાનું કાર્ય છે. વીતરાગને રાગદ્વેષ નથી એટલે એવા રાગદ્વેષાધીન અનુગ્રહ-નિગ્રહ અને લબ્ધિના ઉપયોગ કરવાના હોય નહિ. માટે તો કોઇ પૂર્વ કે એ ભવનો વૈ૨ી દેવતા ઉપાડી લવણસમુદ્રમાં ફેંકી આવવાની દુષ્ટતા કરે અને ત્યાં એ મહાત્માને ભાવના ચડતાં કેવળજ્ઞાન થાય, અનંતલબ્ધિધર બને, તો ખુદ પોતે કે બીજા વીતરાગ એનો પ્રતિકાર કરતા નથી. સામે કોઇ લબ્ધિપ્રયોગ કરી બચાવ કરતા નથી. ત્યારે લવણસમુદ્રની ઇંચ ઇંચ જગ્યા પર આત્મા મોક્ષ પામ્યા છે ને ? નહિતર ત્યાં કોણ મહાત્મા અનશન ક૨વા જાય છે ? એ તો કોઇ છહ્મસ્થને દુષ્ટ દેવતા ત્યાં ડુબાડે; એ વખતે એ છહ્મસ્થના ભાવની શુદ્ધિ થઇ પરિણામની ધારા વધે, કેવળજ્ઞાન પામે, અને ત્યાં સર્વ કર્મનો અંત કરી મોક્ષ પામે, એ રીતે લવણ સમુદ્ર પરથી પણ સિદ્ધ થાય. શાશ્વતી પ્રતિમા ૫૨થી પણ દેવ વડે સંહણ કરાઇ લઇ જવાતા આત્માને ભાવના વધતાં કેવળજ્ઞાન થઇ બરાબર પ્રતિમાની ઉપરના આકાશ પ્રદેશમાં હોયે મોક્ષ થાય ! એ રીતે શાશ્વતી પ્રતિમા પરથી પણ મોક્ષે ગયા છે. વીતરાગ જાણે છે પણ લબ્ધિપ્રયોગ કરે નહિ, અને આપત્તિ ભોગવનારાના કર્મની વિચિત્રતાએ બીજા અવધિજ્ઞાની દેવતા વગેરેનો ખ્યાલ જાય નહિ, એટલે દુષ્ટને હટાવવાનું થાય નહિ, તેમ આયુષ્ય આવી રહ્યું હોય એટલે પણ એમ બને. ૧૩૭ Page #147 -------------------------------------------------------------------------- ________________ આત્માને ગુણવાન બનાવો, બાકી ધર્મની દોડાદોડ કરવાથી શું વળે ? બહુ ધર્મક્રિયાઓ તો માણસને અહીંથી કેટલીય ફરજો ચૂકાવે છે. કૌટુમ્બિક ઉપરાંત ઘણીય સામાજિક ફરજો છે. નાગરિક તરીકેની ફરજો છે. ધર્મ ક્રિયાઓની ઘેલછાં શું આ ફરજો તરફ બેદરકાર બનાવતી નથી ? ૧૧૨ આનો ઉત્તર એ છે કે આવું કહેનારને એ ખબર નથી કે જો માણસમાં આત્મગુણ ખીલ્યા છે તો એની સાથે ધર્મક્રિયાએ સંકળાવું જ જોઇએ. કેમકે જેને આત્મગુણ કહેવાય છે એ પામવાનું કારણ ધર્મક્રિયા છે, તેમ એ પામ્યાનું પ્રતીક પણ ધર્મક્રિયા છે. એનું કારણ એ છે કે આત્મગુણો આત્માની અનંતકાળની અવળી ચેષ્ટાઓને પોષનારા દુર્ગુણો કરતાં તદ્દન ઊલટા છે. એથી એ સમ્યક્ પ્રવૃત્તિને પોષે છે. વળી કૌટુંબિક અને સામાજિક નાગરિક વગેરે ફરજો અલ્પ જરૂરિયાતવાળા અને તદ્દન સાદા હતા, એમાં આજની માનેલી ફરજોની ધાંધલનો સવાલ જ ઊભો ન્હોતો થતો. બીજાં એ પણ હતું કે બાલપણથી માણસ જીવન જ એવું પરમાર્થી જીવતો કે કુટુંબ કે સમાજને બાધા જ ન પહોંચે. પછી સૌ કોઇને ધર્મપ્રવૃત્તિ કરવામાં ખૂબ અવકાશ અને ઉલ્લાસ રહેતો. અલ્પ જરૂરિયાતવાળું જીવન બહુધા સ્વાશ્રયી જીવન હોય છે, એમાં બીજાઓની બહુ સેવા લેવાની રહેતી નથી. આજના ખૂબ જરૂરિયાતોવાળા અને ફટાટોપ પ્રવૃત્તિઓ તથા (engagements) રોકાણોવાળા જીવન બહુધા પરાશ્રયી બની ગયા છે. હવે કહે છે એની ભૂખ સંતોષવા ધાર્મિક માણસે પોતાની ધર્મસાધના ચૂકીને આ કહેવાતી સામાજિક ફરજો બજાવવા નીકળી પડવું ! કેમ એમ જ ને ? ધ્યાનમાં રાખવાની જરૂર છે કે એવી ઊભી કરેલી મનમાના સાંસારિક ફરજોમાં ઉચ્ચ કોટિના આત્મગુણો નથી કમાઇ શકાતા. આત્મગુણો એટલે આત્માના પોષક ગુણો એ માટે અનાત્માના અર્થાત્, જડના પોષણ-સ્મરણથી બને એટલું દૂર રહેવું જોઇએ. ધર્મપ્રક્રિયાઓમાં, ધર્મ-પ્રવૃત્તિમાં રચ્યા-પચ્યા રહેવાતાં આ તાકાત છે કે જડના પોષણ છોડાવી આત્માનાં પોષણ વધારી આપે. આજની માનેલી સામાજિક ફ૨જો માણસને જડ સુખો અને જડમાં ઓતપ્રોત બનાવે છે. શુદ્ધ આત્મા અને " ૧૩૮ Page #148 -------------------------------------------------------------------------- ________________ એના વૈરાગ્ય અનાસિક્ત, તત્ત્વ૨મણતા વગેરે ગુણોનું સ્મરણ પણ આવવા દેતા નથી. એ તો જડ પ્રવૃત્તિઓથી જડના વિકાસ બરાબર સધાયાનો સંતોષ આપે છે. શુભ ગુરૂનો યોગ મળી ગયો પછી પણ રોજ અનેક વાર જય (૧૧૩|| વીયરાય’માં ‘સુહગુરૂજોગો' બોલી એ માગવાનો અર્થ શો ? આમાં ‘જોગો’ એટલે કે યોગ-પદાર્થ સમજવા જેવો છે. એ સમજાઇ Om જાય તો પછી એમ નહિ લાગે કે ફરી ફરી આમાં શું માંગવાનું ? ઉલ્ટું ખ્યાલ રહેશે કે આવો યોગ માંગી રહ્યો છું. ‘સહગુરૂજોગો’ નો અર્થ : ગુરૂયોગની પરાકાષ્ઠા : ‘યોગ’ એટલે પ્રાપ્તિ, સંબંધ, શુભ ગુરૂનો સંબંધ, એમની પ્રાપ્તિ એ માત્ર બાહ્ય પ્રાપ્તિ, બાહ્ય સંબંધ નથી સમજવાનો, કિન્તુ આભ્યન્તર પણ લેવાનો છે. ગુરૂનો આવ્યંતર યોગ થયો એટલે દિલમાં ગુરૂને પૂજ્ય યાને પૂજાપાત્ર અને માર્ગદર્શક તથા આજ્ઞાકારક તરીકે સ્થાપિત કર્યા. આ ગુરૂયોગ સ્થાપિત ક૨વાનું પણ એટલે સુધી કે એ ગુરૂયોગમાં ગુરૂ સાથે સ્વાત્માનો ઠેઠ અભેદભાવ ઊભો થાય, યાવત્ પરમ ગુરૂ વીતરાગ પરમાત્માનો અભેદયોગ નીપજે, અર્થાત્ વીતરાગ બનાય. આ ઉપરથી સમજાશે કે પ્રારંભમાં શુભ ગુરૂ હૃદયમાં એ રીતે સ્થાપિત થાય કે “એ મારે ખાસ પૂજ્ય છે અને મારા સત્પંથપ્રદર્શક છે. એમની આજ્ઞા મારે સ્વીકાર્ય છે;’’ પછી એની કક્ષા વધતે વધતે એટલે કે એમને દિલમાં પ્રધાન, અતિ પ્રધાન સ્થાન અપાયે જતે, એમની આજ્ઞા પ્રધાન અતિ પ્રધાન થતી જાય; યાવત્ વીતરાગ ભાવ લાવવાની એમની આજ્ઞા પ્રધાન કરતાં કરતાં ઠેઠ વીતરાગપણા સુધી પહોંચી જવાય. આ ઉત્કૃષ્ટ શુભગુરૂયોગ કહેવાય. એ ન આવે ત્યાં સુધી પ્રભુ પાસે ગુરૂયોગ રોજ માંગતા રહેવું જ પડે; કેમકે અરિહંતના પ્રભાવે જ એ આવવાનો છે. ૧૩૯ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જાના વખતે કાંઇ છુટાછેડાની કોર્ટ ન હતી, તેથી પતિ મારવાનો વિચાર કરે છે. તો એની અપેક્ષાએ આજની ડાયવોર્સ કોર્ટની પદ્ધતિ સારી ને ? શું સારી ? જીવતી મારી નાંખવાનું તો કદાચ હજાર દસહજારે એકાદ માણસ કરે; પરંતુ જો છુટાછેડાની પદ્ધતિ કાયદેસર ચાલુ થઇ, તો ઘે૨ઘે૨ એ વસ્તુ બનવા માંડે એનું શું ? મારવાની બુદ્ધિમાં તો કુલવટ, કાયદો વગેરે આડે આવે છે. પણ છુટાછેડામાં શું આડે આવવાનું હતું ? છુટા છેડામાં, ખરી રીતે, એ વિચારો કે અંદરખાને વિષયલંપટતા કેવી જોર કરી રહી છે ! અને એનું આગળ કેટલું ભયાનક પરિણામ આવવાનું. મહર્ષિઓની ઉક્તિ છે, - 'पूज्यपूजाव्यतिक्रमो महापाताय जायते' અર્થાત્ ‘પૂજા-સન્માનને યોગ્ય મહાપુરુષોની પૂજાનો લોપ કરો, એ મહાપતન માટે થાય છે.' અહીં સવાલ થાય કે, પુજ્યની પૂજા સન્માન કરીએ તો લાભ મળે, ન કરીએ તો લાભ ન મળે, પણ નુકસાન શી રીતે ? ૧૧૫ પૂજ્યની પૂજાનો લોપ કરવામાં (૧) પૂજ્યની પૂજ્યતાની Om અવગણના થાય છે; (૨) હરામ હાડકાપણાંનો દોષ પોષાય છે, (૩) સ્વાર્થાંધતાની સંસારની જડ મજબૂત થાય છે. આ ત્રણે ય ગુન્હા એવા ભયંકર છે કે કર્મસત્તા એની સજામાં જીવને દુર્ગતિઓની જેલમાં પૂરી દે છે. જીવ અત્યાર સુધી સંસારમાં કેમ રખડતો રહ્યો છે ? કહો, (૧) સારી વસ્તુના અવમૂલ્યાંકનથી. (૨) કર્તવ્ય બજાવવામાં હાડકાં હરામ કરવાથી (૩) પરાર્થ ભૂલી સ્વાર્થમાં અંધ બનવાથી. માનનીય અને પૂજનીય મહાપુરુષોની પૂજનીયતાની અવગણના ક૨વી એનો અર્થ જ એ છે કે પોતાને પોતાના જીવનમાં એવા પૂજનીયતા ૧૪૦ Page #150 -------------------------------------------------------------------------- ________________ પાછળના ગુણોનો ખપ જ નથી. જો વિદ્યાનો ખપ હોય છે તો વિદ્યાવાળાના સન્માન કરાય છે. તો પછી અહીં જો ગુણોનો ખપ હોય તો એ ગુણોવાળા પૂજ્ય પુરુષોના સેવા-સન્માન કેમ ન થાય ? સેવા સન્માન ન કરવા એ કર્મસત્તાનો ગુન્હો છે. કર્મસત્તાએ આ અમૂલ્ય માનવ દેહ આપ્યો છે એ ગુણોનો ખપ કરવા, ને એ માટે ગુણીના સન્માન કરવા માટે. હવે જો એ ન કરીએ, તો કર્મસત્તાના ગુન્હેગાર છીએ, ને એ ગુન્હાની સજા દુર્ગતિઓની જેલ છે. (૨) સેવાની વાત આવે ત્યાં હાડકાં હરામ કરવા એ, આપણી આફત વખતે કોઇ સેવા સહાયમાં ન આવે એની નોટિસ છે. માનવ શરીર આરામ માટે નહિ. પણ કામ માટે મળ્યું છે, એ હંમેશા યાદ અને વારે વારે યાદ રાખવા જેવું છે, જેથી કમમાં કમ નવરાશનો સમય ધર્મકાર્યોમાં કામે લગાડાય. એમાંય પૂજ્યોની પૂજા સેવા-સન્માન કરવાના અવસરે આરામ વ્હાલો કરે, શરીરની સુખશીલતા હાલી કરે, કર્મસત્તા અને દુર્ગતિઓમાં દીર્ઘ અશાતા દેખાડે છે. એથી ઊલટું પૂજ્યોની સેવા-ભક્તિ-સન્માન કરનારો પરભવે દીર્ધાતિદીર્ઘ કાળ મહાશાતા પામે છે ! માટે હંમેશા સેવા વૈયાવચ્ચ વગેરેમાં હાડકાં સાજાં રાખો; ઝટ ઊભા થઈ સેવામાં લાગો. એની ટેવ પાડતાં જરાક કઠિનાઈ લાગશે, પણ પછી એની ટેવ પડી જશે એટલે શરીર સેવાનાં કાર્યમાં એરોપ્લેનની જેમ કામ કરશે. (૩) યોગ્યની સેવા ચૂકવાથી સ્વાર્થમાયામાં રમવાનું થાય છે. આ દુનિયામાં ભૂંડામાં ભૂંડી છે સ્વાર્થમાયા. એ આગ વધીને કરપીણ ગોઝારા કામ કરાવે છે. ચૂલણીને પતિ મરી ગયે વાસના પોષવાની સ્વાર્થમાયા લાગી, તો સગા પેટના દીકરા બ્રહ્મદત્તનું ઘર સળગાવી એમાં જીવતો બળી મરે એવો એણે પેતરો કર્યો ! સેવાના વ્યસનથી આ ગોઝારા સ્વાર્થમાયા પર કાપ પડે છે. સેવા અને સ્વાર્થમાયા સ્વર્ગ-નરક જેવા છે. સેવા એ સ્વર્ગ છે. સ્વાર્થમાયા એ નરક છે. ૧૪૧ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શું કોઇના આત્મામાંથી જ્ઞાન દર્શન વગેરે કાઢીને બીજાના આત્મામાં પેસાડી શકાય છે? જગતમાં દ્રવ્યો સ્વતંત્ર છે અને તેના ગુણ-પર્યાયો ય સ્વતંત્ર છે. એમાંથી કાઢીને બીજામાં શી રીતે પેસાડી શકાય ? તો પછી કવિએ સંભવનાથ ભગવાનના સ્તવનમાં કેમ આ માગ્યું કે તમારા ખજાનામાંથી વાંછિત દાન આપો? દૂધમાં સાકર નાંખો તેમ સાકરની મિઠાશ દૂધને મળે છે ને ? એ રીતે પ્રભુની જ્ઞાન વગેરે સંપત્તિમાંથી આપણને કેમ ન મળે? પ્રશ્નઃ સાકર ભળવાથી દૂધમાં મિઠાશ લાગે છે તે અંદર એકમેક ભળેલા સાકરનાં કણિયાની મિઠાશ લાગે છે. એમાં સાકરના કણિયાની મિઠાશ દૂધનાં કણિયામાં ક્યાં આવી? ઉત્તર : એ રીતે આવી કે દ્રવ્યમાં ગુણનું પરિવર્તન થાય છે. એટલે દૂધમાં ફિકાશનો ગુણ હતો તે સાકરના યોગે પલટાઇને મિઠાશનો ગુણ થઇ ગયો માટે જ વ્યવહાર એવો થાય છે કે હવે દૂધ મીઠું થઇ ગયું. પણ એમ નથી કહેવાતું કે “અંદરની સાકર મીઠી લાગે છે, પણ દૂધ તો ફિક્યું લાગે છે.' બસ, આ રીતે જો પ્રભુની દયા થાય તો સાકરની જેમ પ્રભુ આપણા આત્મામાં એવા એકમેક એકરસ બની જાય કે આપણાં મિથ્યાત્વ-અજ્ઞાન-કષાયો વગેરે અસત્ ગુણો પલટાઇને સમ્યકત્વ-જ્ઞાન-ઉપશમ વગેરે સ્વરૂપ સદ્ગુણો બની જાય. આ હિસાબે કવિની માગણી છે કે તમારા ખજાને ગુણોની ખોટ નથી, તો પછી મને વાંછિત ગુણોનું દાન કરો. અર્થાતુ પ્રભુ ! મારી સાથે એવા એકરસ થઇ જાઓ કે મારામાં આપના ગુણોના સંપર્કથી દોષો પલટાઇને ગુણરૂપ બની જાય... પ્રશ્ન : દીજિએ વાંછિત દાન એમ કહીને કવિએ પ્રભુની આગળ વાંછિત માંગ્યું, તે શું માંગ્યા માત્રથી મળી જાય ? કે ખરેખર તો એનો પુરૂષાર્થ કરવો જોઇએ? ઉત્તર : શ્રી લલિતિવિસ્તરા શાસ્ત્રમાં લખ્યું છે કે પ્રાર્થનાતાવ રૂઈ-સિદ્ધિઃ' ૨૦૦૫ ૧૪૨ Page #152 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થનાથી જ ઇષ્ટની સિદ્ધિ થાય છે. એનું કારણ એ છે કે આપણે જે વસ્તુની પ્રાર્થના કરીએ છીએ એની આપણા દિલમાં અહોભાવ આસંશા અભિલાષ હોય છે અને યોગદષ્ટિ સમુચ્ચય શાસ્ત્રમાં લખ્યું છે કે “બીજે સતુપ્રશંસાદિ અર્થાત, કોઇ પણ ધર્મ કે ગુણ સિદ્ધ કરવો હોય, ઉગાડવો હોય, તો એનું બીજ સમ્યક્ પ્રશંસા-અહોભાવ છે. તમે એની દિલથી પ્રશંસાઅનુમોદના કરો, એના પર અહોભાવ રાખો, એ એનું બીજાધાન કર્યું ગણાય. તેમજ એની અત્યંત અભિલાષા થાય એ બીજમાંથી અંકુર ઊગ્યો કહેવાય. પછી આગળ આગળ એ ગુણ કે ધર્મ અંગે શાસ્ત્ર-શ્રવણ વગેરે પ્રવૃત્તિ થયા, એ નાળ, પત્ર, પુષ્પ વગેરે છે; અને છેલ્લે એ ધર્મ કે; ગુણ સિદ્ધ થાય એ પાકિસ્વરૂપ યાને ફળસ્વરૂપ છે. પ્રાર્થનાથી ક્રમશ: આ બધું નીપજે છે. માટે કહેવાય કે પ્રભુ આગળ પ્રાર્થના કરવાથી આમ ક્રમશ: ઇષ્ટની સિદ્ધિ થાય છે. માટે જ, જયવયરાય' સૂત્રમાંની માગણીઓ કરતી વખતે આ ખૂબ જરૂરી છે, તે તે ભવનિર્વેદ-વૈરાગ્ય આદિની માંગણી કરવા પૂર્વે એની અંતરમાં ખૂબ અનુમોદના અને અહોભાવ યાને “અહો ! અહો ! આ કેવો સરસ ગુણ', એવો દિલમાં ભાવ જોઇએ. પછી એ ભવવૈરાગ્ય આદિની તીવ્ર આસંશાઅભિલાષા જોઇએ કે “મારે આ ગુણ જોઇએ છે, મારે એના વિના ચાલે જ નહિ” પછી એના અંગેનું શાસ્ત્રશ્રવણ, એનો બહુવાર પ્રયત્ન... વગેરે જોઇએ. તાત્પર્ય, સાચી માંગણીની સાથે આ બધું જોઇએ; તો જ માંગણી-પ્રાર્થના ફળે. ૧૧૭ અરિહંત અને સિદ્ધ તો વીતરાગ છે. હવે એમને કશું કરવાનું રહેતું નથી, પછી તે કરૂણા કેવી રીતે કરે ? “કરૂણા કરવાનું એટલે દયાથી કશું દેવા કરવાનું, આવી સ્થલજાડી સમજથી આ મશ્કરી કરાય છે કે અરિહંત-સિદ્ધ તે વળી કરૂણા કરતા હશે? પરંતુ કશું નહિ કરનાર એવી પણ વસ્તુના ઉપકારના દાખલા : જાઓ, કરૂણા એટલે ઉપકાર, એ કશું નહિ કરનારી પણ પ્રભાવક SO ૧૪૩ Page #153 -------------------------------------------------------------------------- ________________ વસ્તુનો જગતમાં માનવામાં આવે છે. એવો નિયમ નથી કે કાયાથી કાંઇ ક્રિયા કરે તો જ ઉપકાર કર્યો ગણાય. એવા જગતમાં દાખલા અનેક છે દા. ત. (૧) રસાળધરતી કશી ક્રિયા નથી કરતી, છતાં એમાં બી વાવી ખેડુત પાક ઉપજાવે છે, ને ધરતીમાતાનો ઉપકાર માને છે. (૨) ચિંતામણિરત્ન કશું કરતું નથી, છતાં એના પ્રભાવે ચિંતવ્યું મળે છે. ત્યાં એ મેળવનાર ચિંતામણિનો ઉપકાર સમજે છે, ચિંતામણિની દયા માને છે. એવું કલ્પવૃક્ષમાં પણ મનાય છે. તો પછી તો અરિહંત કે સિદ્ધ આપણા દિલમાં હોય અને કાર્ય સિદ્ધ થાય, તો એમાં એમનો ઉપકાર કેમ ન મનાય ? (૩) ગુરૂ પરની બીજા કરતાં અતિશય શ્રદ્ધાના પ્રભાવે, એને ભણાવ્યાથી બીજાને આવડે એના કરતાં કાંઇગણું વધુ આવડે છે. એમાં એ લાયક શિષ્ય ગુરૂની જ કૃપા, ગુરૂનો જ ઉપકાર માને છે. (૪) માંદો માણસ સાજાને ખભે હાથ મૂકી સિદ્ધગિરિ ચડી જાય છે, એમાં કહે છે ‘મારી તો ચડવાની હામ ન્હોતી, પણ આ ભાઇનો ઉપકાર કે એમણે મને ચડાવી દીધો.' અલબત્ત ચડયો છે પોતાના પગે, પણ સમજે છે કે બીજા ભાઇના ખભાનાં આલંબને ચડી ગયો. એમ દા.ત. મહાવીર પ્રભુની તપસ્યા કે ઉપસર્ગ નજર સામે રાખી કઠોર તપસ્યા કરી શકીએ, યા કષ્ટ વેઠી શકીએ, એમાં પ્રભુનો ઉપકાર પ્રભુની દયા કેમ ન મનાય ? (૫) લોહચૂંબક કશું કરતું નથી, પણ એના પ્રભાવે લોઢું ખેંચાઇ આવે છે. એમ અરિહંતનું સમવસરણાદિ ઐશ્વર્ય જોઇ ભવી જીવ ધર્મ તરફ ખેંચાય. જેમકે મરીચિ. એમાં અરિહંતનો ઉપકાર કેમ માને ? ત્યાં અરિહંતે પોતે ઉપકારની શી ક્રિયા કરી છે ? (૬) ધ્રુવનો તારો કશું કરતો નથી, જ્યાં છે ત્યાંને ત્યાં જ સ્થિર છે, છતાં નાવિક માને છે કે ‘ધ્રુવતારાનો ઉપકાર છે કે અંધારી રાતે નાવડી એના આધારે બરાબર ચલાવી શકું છું.' એમ દિલમાં અરિહંતની પોતાની સાધના વિચારી, જોમદાર સાધના કરી શકીએ, એમાં અરિહંતનો ઉપકાર કર્યો કૃતજ્ઞ ૧૪૪ Page #154 -------------------------------------------------------------------------- ________________ માણસ ન માને કે ‘આ સાધના તો અરિહંતના પ્રભાવે કરી શકું છું ? (૭) કોઇ નોકરી રાખતું ન્હોતું, એમાં કોઇ શેઠે નોકરી રાખી લીધો, ને નોકર તનતોડ સેવા કરી મહિને મહિને પગાર મેળવે છે, એમાં પગાર તો પોતાની મજુરી અપાવે છે, છતાં એ એમાં શેઠનો ઉપકાર માને છે. કહે છે કે ‘શેઠની દયા છે કે આજીવિકા મળે છે.' એમ સાધનાની મહેનત આપણે કરીએ પરંતુ અરિહંતે કહેલી સાધના છે તેથી એનું ઊંચું ફળ મલે છે. તો એ સાધના કરવામાં અને ફળ મળવામાં અરિહંતનો ઉપકાર ન માનીએ ? (૮) મંત્ર-શબ્દ કશું કરતા દેખાતા નથી, છતાં એનાથી થતી સિદ્ધિમાં મંત્રનો જ ઉપકાર મનાય છે. એમ નવકારના પદ ભલે ગણવાની મહેનત આપણી, છતાં ફળ મળે એમાં નવકારનો ઉપકાર ન માનીએ ? પણ (૯) અદ્ભુત કુંડળ પત્નીને નહિ પણ કોઇ મહારાણીને પહેરાવતાં એનાં પર રાજા ખુશ થઇ કલ્પના બહારનું મોટું ઇનામ આપે, એમાં ઇનામ લેનાર કુંડલનો ઉપકાર માનશે ? કુંડળની શાબાશી માનશે ? રાજાનો ઉપકાર ને રાજાની શાબાશી માનશે ? એમ પ્રગટ ઇતરદેવને કે રાજાને નહિ, અરિહંતને ચડાવીને અથાગ પુણ્ય મળે છે. અનન્ય લાભ મળે એમાં શાબાશી કોની ? મુગટની ? મુગટ ચડવનારની ? કે અરિહંતની ? ભવાંતરે એ અથાગ પુણ્યના ઉદયમાં ઉત્તમ જૈન મનુષ્યભવ તથા અઢળક સંપત્તિ-સન્માન મળે, એ કોના ઉપકારથી ? મુગટના ઉપકારથી ? મુગટ ચડાવનારની પોતાની હોંશિયારીથી ? મુગટ જેને ચડાવ્યો એ અરિહંતના ઉપકારથી ? બસ, પરમાત્માને યા એમની આજ્ઞાને આપણા દિલમાં બેસાડી એમના આલંબને આપણે દર્શન-પૂજન, વ્રતમ-નિયમ, સ્વાધ્યાન ધ્યાન.... કર્યા અને એના પ્રતાપે ઉચ્ચ ફળ પામ્યા, ત્યાં પ્રભાવ-ઉપકાર-કરૂણા ભગવાનની જ ગણાય. ૧૧૮ પ્રભુની કરૂણા પામવી તે આપણા હાથની વાત છે ? કે પ્રભુના હાથની વાત ? ૧૪૫ Page #155 -------------------------------------------------------------------------- ________________ બીજા કોઇને નહિ, ને માત્ર પ્રભુ અરિહંતને ઊંચું સ્થાન આપીએ, એમાં મુખ્યતા આપણી નહિ પણ પ્રભુની છે. કેમકે, ઊંચું સ્થાન આપનારા તો આપણે જ, પરંતુ જો પ્રભુના બદલે બીજાને ઊંચું સ્થાન આપીએ તો કાંઇ વળે નહિ. અરિહંતને જ ઊંચું સ્થાન આપીએ તો જ વળે. એથી પૂરવાર થાય છે કે અરિહંતની કરૂણામાં અરિહંતની એટલે કે અરિહંતના હાથની વાત થઇ ‘હાથની વાત’ એટલે ‘મુખ્ય કારણતા’. એટલા જ માટે ભક્ત આ જ માને કે ‘અરિહંતની કરૂણાથી કાર્યસિદ્ધિ થાય છે; અને તો જ એ અરિહંતનું સાચું શરણ સ્વીકારનારો ગણાય. =} જો એ મુખથી બોલે કે ‘તમારે શરણથી બધું કાર્ય સિદ્ધ થાય છે' પણ મનથી માને કે ‘મારા પુરુષાર્થથી બધું કાર્ય સિદ્ધ થયું. પ્રભુ તો વીતરાગ એટલે આપણું કશું કરે નિહ.' આવી માન્યતામાં કૃતજ્ઞતા ભંગ થાય છે, એથી ઇષ્ટસિદ્ધિ ન થાય માટે તો કહ્યું છે કે, “તુહપ્પભાવઓ ઇઠ્ઠફલસિદ્ધિ’' તમારા પ્રભાવથી ઇષ્ટફળસિદ્ધિ થાઓ. જીવનમાં સુકૃત એ સાચી મૂડી છે, તેમ કહેવાય છે પણ સુકૃત દા. ત. ૧૧૯ કોઇ જિનભક્તિ, કોઇ દાન, કોઇ તપ, એ કર્યું એટલે તો એ સુકૃત કર્યા પછી નષ્ટ થઇ ગયું એ થોડું જ ઊભું રહે છે ? તો એ મૂડી રૂપે શી રીતે ગણાય ? મૂડી તો ઊભી રહેનારી હોય. વાત સાચી, પરંતુ અહીં દિલથી કરેલ સુકૃતના શુભ સંસ્કાર ઊભા થાય છે, ને એ ઊભા રહે છે. એટલે કહો કે સુકૃત નષ્ટ થઇ સુસંસ્કારરૂપે ઊભા રહે છે. સુકૃતના સુસંસ્કારે પરભવે ધન જેમ વધતું ચાલે છે તેમ તેમ આત્મામાં વધેલી સુકૃત-શક્તિથી સુકૃત સુલભ થઇ જાય છે. આવી સુકૃત શક્તિ સારી ઊભી થઇ હોય એટલે જ્યાં સુકૃતનો પ્રસંગ ઊભો થયો ત્યાં ઝટ એ શક્તિ એ સંસ્કાર આત્માને સુકૃત સુલભ કરી દે છે. જીવ સહેલાઇથી સુકૃત આચરે છે જો આ સુકૃત શક્તિ ન હોય તો સુકૃત કરવા ૧૪૬ Page #156 -------------------------------------------------------------------------- ________________ માટે મનને કેટલું ય મનાવવું પડે ! કેમકે મનને તો સ૨ળતાથી દુષ્કૃત કરવું હોય, સુકૃત નહિ. એટલે ત્યાં મનને મારવું પડે, દબાવવું પડે, અને સુકૃત કરવાનું થાય. દા.ત. જાઓ કોઇએ કાંક આપણું પ્રતિકૂળ કર્યું ત્યાં મનને સ૨ળતાથી ગુસ્સો જ ઊપડી આવે છે, ક્ષમા નહિ. કેમ આમ ? કહો હજી ક્ષમા-સુકૃતની એવી શક્તિ નથી ઊભી થઇ, ક્ષમા સુકૃતનું એવું સંસ્કાર ધન નથી ઊભું કર્યું. પૂર્વ ભવોમાં જ્યાં ક્રોધના મોકો આવ્યો ત્યાં ક્રોધ જ કર્યે ગયા છીએ, ક્ષમા રૂપી સુકૃત નહિ. પછી એની મૂડીમાં ક્ષમાના સંસ્કાર એકત્રિત થયેલા નહિ, તેથી અહીં ઝટપટ સહેલાઇથી ક્ષમા શી રીતે સ્ફુરે ? અનામિકા નિયાણું કરીને સ્વયંપ્રભાદેવી થઇ, તો ત્યાં સુકૃતબુદ્ધિ કેમ નષ્ટ ન થઇ ? નથી થઇ એ હકીકત છે, કેમકે પછીથી ઉત્તરોત્તર ઠેઠ શ્રેયાંસ થવા સુધી એના સારા ભવ થાય છે. અહીં સુકૃત બુદ્ધિ તદ્દન નષ્ટ હોત અને ત્રિપૃષ્ઠ, બ્રહ્મદત્ત આદિની જેમ એકલી ભોગબુદ્ધિ ને વિષયાંધતા હોત તો પછીથી સારા સદ્ગતિના ભવ ન મળત. તો નિયાણું છતાં સુકૃતબુદ્ધિ કેમ નષ્ટ નહિં ? ૧૨૦ આનો જવાબ આજ કે અનામિકાએ નિયાણું કર્યું પણ સુકૃતનો સંતાપ કરીને નહિ કે ‘હાય ! આ વ્રત-નિયમ-અનશન શા કામનાં જો લલિતાંગ સાથે દેવતાઇ ભોગસુખો ન મળે ' ભોગસુખો ખાતર વ્રત-નિયમ-અનશન સાથે હાયકારો જોયો ન્હોતો. તો પૂછો, - , પ્ર. પણ એણે સ્વયંપ્રભાદેવી થવાનું તો માંગેલું ને ? ઉ. માંગેલું, પરંતુ તે ભોગસુખો ખાતર નહિ, કિન્તુ લલિતાંગ એક ઉત્તમ આત્મા છે, એનો સુંદર સહયોગ અનુભવ્યો છે, એ ફ૨ીથી મળે તો સારૂં એ માટે સ્વયંપ્રભા થવાનું માંગેલું. આવા પ્રકારની ઉત્તમ આત્માના સહયોગની આશંસામાં ગર્ભિત રીતે લલિતાંગદેવના સદ્ગુણ-સુકૃતની ચાહના પડેલી છે. આવી ચાહનાથી આશંસા કરી હોય ત્યાં સુકૃતના સંતાપ રહ્યો જ ક્યાં ? ઊલટું સુકૃત-સદ્ગુણની ચાહના રહી. પછી ભવાંતર માટે સુકૃતબુદ્ધિ ૧૪૭ Page #157 -------------------------------------------------------------------------- ________________ નષ્ટ થવાની વાત શાની રહે ? વાત આ છે. અહીં સુકૃત-સદ્ગણના સંતાપ વિના ભવાંતર માટે સુકૃત-સદ્ગણની બુદ્ધિ નષ્ટ ન થાય. એવો સંતાપ કરો તો સમજી રાખવાનું કે એથી બુદ્ધિ નષ્ટ થઇ જવાની. ૧૨૧ વિર્યાચારમાં નવું પાળવાનું શું આવ્યું ? જ્ઞાનાચાર વગેરેના જે પ્રકારો છે તે જ વીર્યાચારના પ્રકાર તરીકે ગણેલા છે, કિન્તુ જ્ઞાનાચાર આદિ દરેકમાં એના અવાંતર સ્વતંત્ર પ્રકારો છે, એવું વીર્વાચારમાં એના સ્વતંત્ર પ્રકારો નથી, તો પછી વીર્યાચારને કેમ સ્વતંત્ર પાંચમો આચાર કહ્યો? જેવી રીતે જ્ઞાનાચાર આદિ દરેકના સ્વતંત્ર પ્રકાર બતાવી, આરાધકને માથે એને સ્વતંત્ર આરાધવાનો ભાર મૂક્યો છે, એવી રીતે વર્યાચારને પણ સ્વતંત્ર આરાધવાનો ભાર મૂકવા માટે એને અલગ પાંચમા આચાર તરીકે ગણવામાં આવ્યો છે, અને એને આરાધવા માટે જ્ઞાનાચારાદિમાં જોમ ઉત્સાહ વગેરે વધારવાના છે, એ વીર્યાચાર તરીકે નવું સ્વતંત્ર પાળવાનું આવ્યું જ ને ? જ્ઞાનાચારમાં વિર્યાચાર : પ્ર. જ્ઞાનાચાર આદિ સ્વતંત્ર વિધાન કર્યું તે આચરવા માટે જ કર્યું છે, તો શું એમાં પુરુષાર્થ-વીર્ય-જોમ લગાવવાનું વિધાન ન આવી ગયું? જો પુરૂષાર્થનું વિધાન ન આવ્યું હોય તો પછી આચાર શું આચરવા માટે નહિ, પણ માત્ર જાણવા માટે જ કહ્યા છે ? અને જો આચરવા માટે પણ છે, તો એમાં પુરુષાર્થનું વિધાન તો હોય જ; એટલે કે જ્ઞાનાચાર આદિનાં વિધાનથી એમાં વીર્ય-પુરુષાર્થનું વિધાન આવી જ ગયું, પછી મફતિયો વીર્યાચાર અલગ બતાવવાનું શું કામ ? ઉ. વાત ડહાપણ ભરી છે, પરંતુ અહીં વિવેક સમજવાનો છે કે જ્ઞાનાચારાદિના વિધાનમાં અલબત્ત એના પુરુષાર્થનું વિધાન આવી જાય છે, કિન્તુ તે તો ચાલુ પુરુષાર્થ રખાયા કરાય તો ય જ્ઞાનાચારાદિ પાળ્યા ગણાય. એટલે એમ પાળીને મન સમજશે કે જ્ઞાનાચારાદિ પાળવાનું કર્તવ્ય પૂરું થયું, १४८ Page #158 -------------------------------------------------------------------------- ________________ જ્યારે ખરેખર તો દિનપ્રતિદિન પુરુષાર્થનો વેગ વધારવાનો છે, જોમઉલ્લાહ-ઉલ્લાસ-તન્મયતા વગેરે વધારતા રહેવાનું છે, એ વીર્યાચારના સ્વતંત્ર આચારનો ભાર સાથે આવે તો જ બની શકે. પ્ર. એમ શા માટે ? જ્ઞાનાચારાદિનું વિધાન અધિકાધિક જોમ ઉત્સાહ સાથેનું જ હોય તો તો પછી એ વિધાનથી જ વધતા જોમ-ઉલ્લાસવાળા જ્ઞાનાચાર આદિ સેવવાનો ભાર આત્માને માથે આવી જ જશે ને ? પછી વીર્યાચારના સ્વતંત્ર વિધાનની શી જરૂર ? ઉ. એમ તો ચાર આચારને પણ જાદા બતાવવાની શી જરૂર છે ? એવો સવાલ થઇ શકશે; કેમ કે એકલા જ્ઞાનાચારનું જ વિધાન એવી રીતનું કરે કે દર્શનાચાર આદિના જે પ્રકારો છે, તે સહિત જ જ્ઞાનાચારનું પાલન કરવું, એટલે પછી “આચાર કેટલા ? તો કે “એક જ્ઞાનાચાર; એમ જ આચાર બતાવવો પડે; કિન્તુ એમ નથી ચાલી શકતું. કારણ કે જો કે વિદ્વાન પુરુષ તો એક જ આચારના આ જાતના વિધાનથી બીજા આચાર પાળવાનું સમજી શકે, પણ જન સામાન્ય બાળજીવો એ રીતે સમજી ન શકે. એ તો બિચારા એમ જ સમજી બેસે કે આપણે મુખ્ય પાળવાનો આચાર એક માત્ર જ્ઞાનાચાર જ. તેથી દર્શનાચારો-ચારિત્રાચારો વગેરે પર સ્વતંત્ર ભાર આપવાનું નહિ કરે; ને એથી દર્શનાચાર આદિ એને મન ગૌણ થઇ જશે! અને જો થાય તો તે ખોટું છે, કેમ કે જેટલું જ્ઞાનાચારનું મહત્ત્વ છે, તેટલું જ દર્શનાચારનું, તેટલું જ ચારિત્રાચારનું, ન એટલું જ તપાચારનું મહત્ત્વ છે. બાળ જીવોને આ દરેકનું મહત્ત્વ બરાબર ખ્યાલમાં આવે એ માટે એ દરેકે દરેક આચારનાં સ્વતંત્ર વિધાન કરવા જ જોઇએ. આદિનાથ પ્રભુએ શિલ્પ કળા વગેરે વ્યવહાર શિખવાડયો હતો પણ સાથે સાધુ જીવન અને સુપાત્રદાનનો વ્યવહાર ન શિખવાડ્યો. ઉલ્લે, સુપાત્રદાનમાં તો નિરવદ્ય નિષ્પાપ વ્યવહાર હતો તો એ કેમ બતાવ્યો નહિ? ૧૪૯ Page #159 -------------------------------------------------------------------------- ________________ (૨) દીક્ષા લીધા પછી ગોચરી રોજને રોજ ન મળવા માંડી તો પ્રભુને અફસોસી ય કેમ ન થઇ કે “અરેરે “દિક્ષા લેતા પહેલા લોકોને આ બતાવવાનું રહી ગયું કે જાઓ હું સાધુ થઇશ, સાધુને આ આ ખપે ? આ શિખવાડવાનું રહી ગયું તે ભૂલ થઇ ગઇ?આવો અફસોસ કેમ ન થયો? જો કહીએ કે પ્રભુને કર્મો ખપાવવા હતા એટલે લોકોને આ શિખવાડયું નહિ, તો તો પ્રશ્ન એ થાય કે તો પછી પ્રભુએ લાંબો તપ જ કરી લેવો હતો, એ ન કરતાં રોજને રોજ ગોચરી શું કામ ગયા? (૩) શરીર ટકાવવા આહારની અપેક્ષા હતી એટલે રોજ ગોચરી જતા હતા. હવે જો લોકોને આહાર પાણી દેવાની સમજ નથી; તો પ્રભુએ એ દેવાનું ઇશારાથી પણ કેમ ન સમજાવ્યું? આનું સમાધાન એ છે કે સાધુ એટલે શું? સુપાત્રદાન એટલે શું? એ બધી ધર્મની વસ્તુ છે. ને પ્રભુને કેવળજ્ઞાન થવા પૂર્વે ધર્મનો ' ઉપદેશ દેવો નહોતો તેથી સમજાવ્યું નહિ. પ્ર. ભલે ધર્મ તરીકે એનો ઉપદેશ ન દીધો પરંતુ પોતે સાધુ થઇને લોકોના ઘરે જ ગોચરી જવાના છે, તો એક સારા વ્યવહાર તરીકે ય આહારપાણી દેવાનું કેમ ન સમજાવ્યું? એ સમજાવ્યા વિના જ કેમ દીક્ષા લઇ દીધી ? એમાં આરંભ-સમારંભની વાતે ય ન્હોતી. ઉ. અલબત્ત દીક્ષાનું પચ્ચખાણ કરતા પહેલા પ્રભુ ગૃહસ્થ-ઘરબારી હતા તેથી બીજા વ્યવહારની જેમ હવે ભિક્ષાનો પ્રસંગ આવવાનો છે. તેથી સાધુને આહારપાણીના દાનનો વ્યવહાર શિખવાડી શકતા હતા. પરંતુ દીક્ષા લેવામાં પ્રભુને સાધનાની દષ્ટિ હતી, સગવડની દ્રષ્ટિ નહિ'. દીક્ષા લઇને મારે શું શું સાધવાનું એ તરફ પ્રભુનો ખ્યાલ હતો, પરંતુ દીક્ષા પછી મને સગવડ કેવી રીતે મળશે એ તરફ પ્રભુની દષ્ટિ હોતી. ગોચરી જઇએ અને ભિક્ષા કેમ મળી જાય, ભિક્ષાની કેમ સગવડ થઇ જાય એ જોવું એ સગવડની દ્રષ્ટિ કહેવાય. પ્રભુને સાધનાનું લક્ષ્ય હતું તેથી શું શું સાધી લઉં એજ જોયું હતું, પણ શી શી સગવડ મળશે એ તરફ દૃષ્ટિ જ નહિ, સગવડની દ્રષ્ટિ જ નહિ, લક્ષ્ય જ ૧પ૦ Page #160 -------------------------------------------------------------------------- ________________ નહિ, પછી શાનું જોવાનું ? ત્યારે દીક્ષા લીધા પછી પ્રભુને ભિક્ષા નથી મળતી તો અફસોસી પણ શાની થાય કે ‘અરેરે ! કેમ મેં દીક્ષા લેતા પહેલા લોકોને ન શિખવાડ્યું ? કે સાધુને આવી આવી ભિક્ષા ખપે, અફસોસી ન થવાનું કારણ આ જ કે દીક્ષા લીધા પછી સાધના શી થઇ રહી છે એ તરફ મનની ચોંટ હતી, પણ સગવડ કેટલી મળી કે મળે છે કે નહિ એ ઉપર મનની ચોંટ જ ન્હોતી. ભિક્ષા ન મળી તો તપ સાધનામાં વૃદ્ધિ થઇ તે સારૂં થયું, આ દ્રષ્ટિ હતી. પ્ર. પરંતુ એટલું બધું મહિનાઓના મહિના સુધી સાવ ભૂખ્યા તરસ્યા રહી સહન કરવું પડે ત્યાં શું મનને કંટાળીને એમ ન થાય કે હવે આ ક્યાં સુધી સહન કરવાનું ? જો એમ થાય તો એમાં સગવડનું જ લક્ષ્ય આવ્યું ને ? ઉ. વાર છે, આ તો તીર્થંકર ભગવાન છે, લોખંડી મનના; ને વીતરાગ-સિદ્ધ ન થવાય ત્યાં સુધી સાધના છોડવી નથી, ને સાધનાનું જ લક્ષ્ય જાગતું રાખવું છે, એટલે લક્ષ્ય સગવડમાં જાય જ શાનું ? સગવડમાં જવા શાનું દે ? જેમ સગવડવાળાને એમ થાય કે ‘ક્યાં સુધી સહન કરવાનું ?” તેમ સાધનાવાળાને એમ થાય છે ‘આ જેટલી ક્ષુધા પરિષહ વગેરેની સાધના થતી જાય છે એટલા કર્મ અને કુસંસ્કાર તુટતા જ આવે છે. સહન ક૨વામાં કંટાળો શાનો ?ને ઉદ્વેગ શાનો ? ૧૨૩ જો દ્રવ્યપૂજાથી બારમાં દેવલોક સુધીની સદ્ગતિ મળતી હોય તો શ્રાવકધર્મનાં વ્રત લેવાના જરૂર શી ૨હે ? તેમ ભાવપૂજાથી મોક્ષ મળી શકે તો પછી ચારિત્રધર્મ લેવાની ય શી જરૂર છે ? જરૂ૨ એટલા માટે છે કે શ્રાવકધર્મનાં વ્રતો અને ચારિત્રધર્મ એ, Om દ્રવ્યપૂજા અને ભાવપૂજામાં એટલા ઊંચા ફળ નીપજાવી શકે એવો પાવ૨ પૂરે છે. પૂજા વ્રત પાલનથી કે અવ્રત ની ભારે અફસોસીથી ભાવભરેલી થાય છે. જીવનમાં વ્રતનિયમો ન હોય અને એની અફસોસી પણ ન હોય એનો અર્થ એ, કે દિલ વિષયોમાં અત્યંત લુબ્ધ છે. ૧૫૧ Page #161 -------------------------------------------------------------------------- ________________ એવું દિલ વીતરાગ તરફ ઝુકે શાનું? ત્યારે. વિતરાગ તરફ દિલ ઝૂક્યા વિના દ્રવ્ય પૂજા-ભાવપૂજામાં ભલીવાર શો? રાજા શ્રેણિકના જીવનમાં વ્રત-નિયમ વિરતિ ન્હોતી. છતાં એમને એ અવિરતિનો ભારે અફસોસ હતો, તેથી એમની દ્રવ્યપૂજા ભાવપૂજા માલવાળી હતી એ દ્રવ્યપૂજા કરવામાં એમણે રીતસરનો ખર્ચ રાખેલો. આવી દ્રવ્યપૂજા અને બીજા એવા તન-મન-ધનના ઉલ્લાસ પૂર્વકના ખર્ચથી કરેલા અરિહંતના માન-સન્માનનો એ પ્રભાવ હતો કે એમણે સમ્યદર્શન ક્ષાયિક, અર્થાત્ ઉત્કૃષ્ટ નિર્મળ કર્યું અને ઉપરાંત અરિહંતપણાનું પુણ્ય ઉપાધર્યું. I૧૨૪ અરિહંત ચેઇયાણંના કાઉસ્સગમાં બોધિલાભ અને મોક્ષનો ઉદ્દેશ રખાય છે પણ બોધિલાભ અને મોક્ષ તો પુરુષાર્થથી સાધ્ય છે, એમાં આ કાયોત્સર્ગ શું કરે ? અને જો કાયોત્સર્ગથી એ મળતા હોય તો પછી બીજા પુરુષાર્થની શી જરૂર રહે? બોધિલાભ અને મોક્ષ માટે પુરુષાર્થની જરૂર તો છે જ, પરંતુ આ કાયોત્સર્ગ એ પુરુષાર્થને શીધ્ર પ્રેરે છે અને એને પ્રબળ બનાવે છે. એનું કારણ એ છે કે બોધિલાભ અને મોક્ષ નિમિત્ત પર ખાસ ધ્યાન દઇને એ નિમિત્તે કાયોત્સર્ગ કરવા જતાં એ બોધિલાભ અને મોક્ષની ઉત્કટ આશંસા-અભિલાષા ઊભી થાય છે. “આ મારે જોઇએ છે માટે આના લાભાર્થે કાયોત્સર્ગ કરૂ છું - આવો ભાવ પેદા થાય છે એટલે આની ઉત્કટ આશંસા સહેજે એના પુરુષાર્થને પ્રેરે અને પુરુષાર્થમાં બળ અર્પે એમાં નવાઇ નથી. વળી આના નિમિત્તે કાયોત્સર્ગ કરવાથી એક એવું શુભ ઊભું થાય છે જેના ઉદયે આના પુરુષાર્થને વેગ મળે છે. અલબત્ત, આની શ્રદ્ધા જોઇએ કે આ કાયોત્સર્ગ કરવાનું વિધાન જ્ઞાની જ્ઞાનીઓએ કરેલું છે, માટે એ બીજા મંત્રાદિનાં વિધાનોની જેમ અવશ્ય સફળ છે, અને ફળમાં કોઇ નિર્જરા, ૧૫રે Page #162 -------------------------------------------------------------------------- ________________ ક્ષયોપશમ, કે પુણ્યરૂપ શુભને ઊભું કરે છે.' આ શ્રદ્ધાથી કાયોત્સર્ગ કરાય એટલે એવા શુભના જોરે પુરુષાર્થ સુલભ અને સબળ બને છે. આમ, ‘અરિહંત ચેઇયાણં' સૂત્રનો આ પણ એક ગંભીર ભાવ છે કે (૧) બોધિલાભ અને મોક્ષના પુરુષાર્થ ઉપરાંત આ શ્રદ્ધા ઊભી કરો કે ‘આ બેના નિમિત્તે કાયોત્સર્ગ ક૨વાથી ફળમાં એક અનુકૂળ શુભ ઊભું થાય છે કાયોત્સર્ગ નિષ્ફળ નથી.' વળી (૨) અનેક વાર આ નિમિત્તે કાયોત્સર્ગના પ્રયત્નમાં બોધિલાભની અત્યંત ઉપાદેયતા ધ્યાનમાં લાવો. ૧૨૫ જો ભગવાનનો જ પસાય હોય તો ભગવાનને ભજ્યા વિના ભગવાન એમ ને એમ જ સુખ ન આપી દે ? ના. જુઓ, અગ્નિનો સ્વભાવ ગરમી આપવાનો છે, રસોઇ પકાવવાનો છે, પરંતુ તે અગ્નિથી દૂર રહ્યો નહિ, કિન્તુ અગ્નિને વિધિપૂર્વક સેવાય તો ગરમી મળે છે. એમ અહીં ભગવાન સુખ આપવાના સ્વભાવવાળા ખરા, પરંતુ એમને વિધિપૂર્વક સેવાય તો સુખ મળે તો જ પુણ્ય ઊભું થાય. એટલે, અગ્નિના મૂળભૂત ગરમીના સ્વભાવની જેમ ભગવાનનો મૂળ સ્વભાવ સુખ આપવાનો, પણ સેવો તો. ચિંતામણિનો સ્વભાવ છે, ઇષ્ટ આપવાનો; પરંતુ તે એને વિધિપૂર્વક સેવો તો જ આપે. એ ઇષ્ટ ચિંતામણિએ ન આપ્યું. પણ ચિંતામણીની સાધનાએ કે સાધનાના આપણા પુરુષાર્થે આપ્યું' એવું ન કહેવાય. ‘ગરમીનું દાન કે પાક અગ્નિએ ન કર્યો, પરંતુ માણસની અગ્નિસેવાએ યા અગ્નિ સેવવાના પુરુષાર્થે કર્યો એમ ન કહેવાય. બસ, એવી રીતે સુખ-સતિ અરિહંતે ન આપ્યા પરંતુ માણસની સાધનાએ, સાધનાના પુરુષાર્થે, યા સાધના જન્મ પુણ્યે આપ્યા એમ ન કહેવાય. ૧૫૩ Page #163 -------------------------------------------------------------------------- ________________ એ તો જેમ ચિંતામણિએ ન ઇષ્ટ આપ્યું, ગરમીનું દાન કે પાક અગ્નિએ જ કર્યા, એમ સુખ-સતિ વગેરે અરિહંત જ આપે છે, એમ કહેવાય. એમ જ માનવું જોઇએ માટે તો ‘નમુન્થુર્ણ’ સૂત્રમાં ભગવાનને ‘અભયદાતા’-ચક્ષુદાતા-વગેરે કહીને સ્તવ્યા. સ્તવનોમાં ‘હે સુખકારી! સેવકને સુખ દીજિએ’, ‘તારક તું ભવિજીવને’ ... ‘તિહુઅણ ભવિયણ જનમન વંછિય પૂરણ !’ .... ‘જગચિંતામણિ જગનાહ’ ‘વિસહર વિસનિન્નાસં,... વગેરે વગેરે સ્તુતિ ક૨વામાં આવે છે, એમાં સીધું ભગવાનને જ સુખ કરનારા, સુખ દેનારા, તારનારા, મનવાંછિત પૂરનારા, જગતના ચિંતામણિ, વિષધરસર્પનું વિષ નષ્ટ કરનારા માનીને જ સંબોધ્યા-પ્રાર્થા-સ્તવ્યા. આ કોઇ ઔપચારિક ભાષા નથી. અસત્ય કથન નથી; નહિતર કહેનાર, મૃષાભાષી ઠરે ! કિન્તુ મુખ્ય ભાષા જ છે, સત્ય કથન છે. આત્માનો વિચાર તો અંદરનો ભાવ છે, એને બાહ્ય આહારાદિની ૧૨૬ | પ્રવૃતિ બગાડી શકે ખરી ? અને જો બગાડે તો શી રીતે બગાડે ? બગાડે આ રીતે કે આહારાદિની પ્રવૃત્તિ શું મડદાએ કરી, કે જીવંત આત્માએ કરી ? આત્માના કશા જ ભાવ વિના શું કાયા એમ જ પોતાની મેળે આહાર-વિષય વગેરેમાં પ્રવૃત્ત થઇ ? જમવા બેઠા ત્યાં અંદરમાં ‘હું આહાર લઉં, પૂરીની સાથે પાણીને બદલે દૂધ લઉં ‘આવો મનથી ભેદ પાડયા વિના દૂધ-પૂરીનો સંયોગ કાયાએ શી રીતે કર્યો ? દૂધનો કટો૨ો ને પાણીનો કટોરો બેય પાસપાસે હતા, તો હાથે પૂરીનો કટકો દૂધમાં કેમ ઝબાળ્યો ? પાણીના કટોરામાં કેમ ન ઝબોળ્યો ? એ શું એકલા હાથ કે એકલી કાયાનું કામ છે ? એમ હોય તો તો મડદું કે મડદાનો હાથ કેમ કોળિયો ઊઠાવી ખાવા ન માંડે ? કહેવું જ પડે કે આત્મા જ હાથ કે કાયા દ્વારા એ કોળિયા ઊઠાવે છે, આત્મા જ મોમાં મૂકે છે, મોં દ્વારા આત્મા જ ચાવે છે, ને આત્મા જ ગળે ઊતારે છે. ચાવતાં ચાવતાં કદાચ હાર્ટફેઇલ થયું, દેહમાંથી આત્મા નીકળી ગયો, તો પછી એ ચાવવાનું ય બંધ અને ગળે ઊતારવાનું ય બંધ. આત્મા વિના એકલી કાયા-હાથ-મોંની શી ગુંજાશ કે કોળિયો ઉપાડવા ૧૫૪ Page #164 -------------------------------------------------------------------------- ________________ ચાવવા-ગળવાનું કરી શકે ? હવે જ્યારે આત્માનો પ્રયત્ન-પુરુષાર્થ એમાં કામ કરે છે, તો પછી સવાલ આ છે કે શું આત્મા કશો ભાવ રાખ્યા વિના જ એ પુરુષાર્થ કરે છે ? ના, અંદરમાં તેવા તેવા ભાવ કામ કરે જ છે દા.ત. પાણીને બદલે દૂધનું આકર્ષણ છે, રાગ-આસક્તિનો ભાવ છે માટે તો પૂરી ઊઠાવી હાથ દૂધ તરફ લંબાવાનો પુરુષાર્થ થાય છે, પાણી તરફ નહિ. પૂરી-દૂધ-શાક, મગની દાળ, વગેરેને અલગ અલગ રાખી એના કોળિયા વારા ફરતી ઊઠાવવાનો ચોક્કસ પ્રયત્ન-પુરુષાર્થ શુન્ય મનથી નહિ, પણ સમજપૂર્વક જ થાય છે. અંદરમાં એવી આસક્તિનો ભાવ છે. માટે તો બધુંજ મિશ્રણ કરી પી જવાનું નથી કરતું. આ પરથી સમજી શકાશે કે, બાહ્ય ખરાબ પ્રવૃત્તિ અંદરના ભાવ બગાડે એ પણ સમજાય એવું છે. અલબત્ત, જે મહાત્માને અંદરમાં એવી આસક્તિનો ભાવ નથી, એ બધું ભેગું ભેળવીને ખાઇ જાય છે. બસ, વાત આ છે કે સરાગીને આહારદિમાં પ્રવૃત્તિ અંદરના ભાવ પૂર્વક થાય છે એ હકીકત છે. તેથી યથેચ્છ ખાનપાનાદિ પ્રવૃત્તિમાં આહા૨સંજ્ઞા-૨સસંજ્ઞા-વિષયસંજ્ઞાના ભાવ સારી રીતે પોષાતા રહે છે; અને જેટલા પ્રમાણમાં ત્યાગ-તપ-વ્રત નિયમ આચરતો રહે છે, એટલા પ્રમાણમાં આહા૨સંજ્ઞા વિષયસંજ્ઞા ઓછી પોષાય છે, ત્યારે, જો કશા ત્યાગ-તપ નથી, વ્રત-નિયમ નથી, ને યથેચ્છ આહારપ્રવૃત્તિ છે, વિષય સેવન છે, તો એની સંજ્ઞા અંદરમાં સારી રીતે પોષાતી રહે એમાં શી નવાઇ ? પછી દેવદર્શનાદિ સાધના વખતે તો શું પણ નિશ્ચયધર્મવાદીની આત્મતત્ત્વ વિચારની સાધના વખતે ય પેટમાં કૂકડા બોલતાં અંદરખાને એ સંજ્ઞાના ભાવ કેમ દખલ નહિ કરે ? ૧૨૭ 1 " d અસંયમથી રાગ કે રાગથી અસંયમ ? જો અસંયમથી રાગ કહો તો શું રાગ વિના અસંયમ જન્મે ખરો ? એમ હોય તો વીતરાગને ય તે જન્મવો જોઇએ ! ત્યારે જો રાગથી અસંયમ કહો તો તો મુખ્યપણે રાગ જ દબાવવો જોઇએ ને ? (૧) અસંયમથી રાગ પુષ્ટ થાય છે. ૧૫૫ Page #165 -------------------------------------------------------------------------- ________________ એક વાત અહીં એ જાઓ કે, રાગ વિના અસંયમ ન થાય એ વાત સાચી છે પરંતુ એથી વધારે મહત્ત્વનું તો એ છે કે અસંયમથી રાગ સ્થિર થાય છે, પુષ્ટ થાય છે, વૃદ્ધિ પામે છે. ત્યારે અખંડ ધારાએ સંયમ રખાય તો રાગ ઘસારે પડે છે. એમ તો જો સંયમથી રાગ ઘસારે ન પડતો હોત તો તો મોક્ષ થઇ શકે જ નહિ. માટે વાત આ છે કે જો રાગપ્રેરક પ્રસંગ છતાં અસંયમથી રાગની પુનરાવૃત્તિ કરવાનું ન કરો તો રાગ ઘસારે પડે એવો છે. પરંતુ પ્રસંગે પ્રસંગે મન અને ઇન્દ્રિયોરૂપી ઘોડા છૂટા મૂકાય છે, સંયમ રખાતો નથી, તેથી રાગની પુનરાવૃત્તિ થાય છે અને એ દ્દઢ બનતો જાય છે. એટલે ખરો વાંક અસંયમનો (૨) અસંયમ રોકવાનો પુરુષાર્થ હાથની વાત છે : બીજી વાત એ છે કે રાગ પૂર્વના રાગમોહનીય કર્મના ઉદયથી જાગે છે. ત્યારે અસંયમ અસત્ પુરુષાર્થથી જાગે છે. અહીં જાઓ કે કર્મફળને અટકાવવાં કઠીન છે. ત્યારે અસત્ પુરુષાર્થને દબાવી શકાય છે. માટે અસંયમને દબાવવાનું સહેલું છે, તેમજ કહો કે રાગને દબાવવા માટે પહેલી ભૂમિકા પણ આ જ છે કે અસંયમને દબાવતા આવો. ભલેને અંતરમાંનો રાગ અસંયમને પ્રેર્યા કરતો હોય, પરંતુ જો સંયમ, નિયમ, બાધા રાખી આંખને રૂપ જોવા તરફ, જીભને રસ ચાખવા તરફ ન લઇ ગયા તો, જો લઇ જતે ત્યારે જે રાગ વૃદ્ધિ પામતે, તે આ સંયમમાં નહિ પામે. એ અનુભવ કરવાથી બરાબર સમજાય એવું છે. - વાણી ઉપર સંયમ, કાબુ રાખવાથી થતા મીઠા લાભનો અનુભવ નથી ? કેટલીય વાર ગમ ખાધા પછી આનંદ થાય છે કે “હાશ ન બોલ્યો તો સારું થયું.” આનો અર્થ એ છે કે કર્મના નિર્ધારિત ઉદય ભલે આપણા કાબૂમાં નથી, પણ પુરુષાર્થ આપણા કાબૂની વસ્તુ છે. અસંયમ રોકવાનો પુરુષાર્થ આપણે અજમાવી શકીએ, તો એની મહેનત કેમ ન કરવી? એટલે વાત આ આવીને ઊભી રહે છે કે આપણા જ ઘાતક બને એવા રાગને “એ તો કર્મવશ થયા કરે છે, એવા બહાના હેઠળ પુષ્ટ ન કરીએ; ૦૦૦૦૦- ૦૦ ૫ ૧૫૬ ૨૦૦૦ Page #166 -------------------------------------------------------------------------- ________________ એ માટે ઇન્દ્રિયો વાણી વગેરેના અસંયમ સંબંધી અસત્ પુરુષાર્થની એ રાગાદિને સહાય ન દઇએ. જે પુરુષાર્થ આપણા હાથની વાત છે, એને શા સારૂં ખોટી રીતે ભાગ્યને આધીન ગણીએ ? કોઇના પર ગુસ્સો અંતરમાં ઊઠ્યો, એ ભલે કર્મવશ હોય, પરંતુ હવે મોંની મુદ્રા બગાડવી, આંખની ભ્રમર ચઢાવવી, તોછડા બોલ કાઢવા, એ બધો અસંયમ આપણા પુરુષાર્થને આધીન એટલે કે આપણને આધીન છે. આપણે ક૨વા હોય તો થાય, ન ક૨વા હોય તો ન જ કરીએ. જરા ગમ ખાઇ લીધી, વિચારી લીધું કે ‘શા ગુસ્સા દેખાડવા’તા ? દયા જ ચિંતવો, ભવિતવ્યતાની લાંબી સીરિયલમાં લાંબી કડીબદ્ધ ઘટમાળામાં આ નુકશાન આમ જ નિર્ધારિત થયું હશે.' અથવા ‘જાણે મારી ધર્મગરજ માપવા કસોટી મૂકી હશે.' તો અસંયમનો પુરુષાર્થ જ ન કરીએ આ આપણા હાથની વાત છે. સાત્ત્વિકતા સત્ત્વહીનતાની વહેંચણ : પ્ર. કેટલાકને એમ લાગે છે કે શું એમ ઠંડા રહીએ એમાં સત્ત્વહીનતા નથી? ઉ. ના, એમાં તો ઉલ્ટું સત્ત્વનો વિકાસ છે. જરાક બારિકાઇથી જોઇએ તો દેખાય છે કે અસંયમની પ્રવૃત્તિ કરવામાં જે તાકાત જોઇએ છે, એના કરતાં અસંયમ ન કરવા માટે કઇ ગુણી તાકાત, શક્તિ જરૂરી છે. પોતાનાથી વધુ બળવાન સાથે હિંમતભેર બાઝવામાં શક્તિ જોઇએ છે ખરી, પરંતુ પોતાનાથી નબળાને દબાવવા-ધમકાવવાની તાકાત અને અવસર છતાં નિર્ધારપૂર્વક તેમ ન કરી સંયમ રાખવામાં ઘણી ઘણી તાકાત જોઇએ છે. એમાં સત્ત્વહીનતા છે. અધિકબળી સામે પણ, સંયમ રાખવો એ પણ અંતરના સત્ત્વનું જ કાર્ય છે. એમ વસ્તુ કોઇ બળવાન પાસેથી પણ ઝુંટવી લેવામાં જે તાકાત જોઇએ, એના કરતાં ભલે વસ્તુ નથી મળતી, છતાં એની આશા છોડી મનને વિરક્ત રાખવામાં લાખોગુણી શક્તિ જોઇએ. એ કરતાં પણ વસ્તુ સ્વાધીન છે, ભોગવી શકે એમ છે, છતાં એનાથી વિરક્ત-વિરત બનવામાં કેઇ ઊંચી શક્તિ-સત્ત્વ ખર્ચવું જોઇએ છે. આશાઓમાં તણાવું, મળ્યું ભોગવી લેવું, લેવા મથવું, એમાં તો સત્ત્વહીનતા પોષાય છે. વાત એ જ આવીને ઊભી રહે છે કે ૧૫૭ Page #167 -------------------------------------------------------------------------- ________________ અસંયમ કરતાં સંયમને કેળવવામાં જ મહાસત્ત જરૂરી છે. કહે છે ને કે ભવિતવ્યતામાં ત્રિકાળી પર્યાય નક્કી થઇ ગયેલા છે; તો કર્મના પર્યાય પણ ભવિતવ્યતાથી જનમનારા માનવા જોઇએ ને ? આ કહેનારને “ભવિતવ્યતા પદાર્થ જ નથી સમજાયો. એ બોલે છે ભવિતવ્યતા, પણ કહેવી છે જ્ઞાનીની દ્રષ્ટિ. કિન્તુ એ પણ આમાં સર્જક નહિ, પણ દર્શક છે. જ્ઞાનીની દ્રષ્ટિ ત્રિકાળી પર્યાયની સર્જક નહિ, પણ દર્શક છે. દા.ત. દર્પણમાં વરસાદનું પ્રતિબિંબ દેખાતું હોય તો કહેવાય કે “દર્પણ જેવું દેખાડે છે એવો જ બહાર વરસાદ પડે છે. પરંતુ એટલા માત્રથી દર્પણ કાંઇ એ વરસાદનો સર્જક નથી ગણાતો. દર્પણ તો વરસાદ જે પોતાનાં કારણે જન્મેલો, એનો દર્શકમાત્ર છે. એવી રીતે કેવળજ્ઞાનીનું જ્ઞાન ત્રિકાલવિષયક છે, તેથી એ જ્ઞાનીની દ્રષ્ટિમાં, અર્થાત્ જ્ઞાનમાં ત્રિકાળી માને ત્રણે કાળના પર્યાય દેખાય એ સ્વભાવિક છે પરંતુ એથી કાંઇ એમ ન કહેવાય કે “જ્ઞાનીની દ્રષ્ટિ એ ત્રિકાળી પર્યાયને જનમવામાં કારણભૂત છે, ત્રિકાળી પર્યાયને પેદા કરે છે. એ પર્યાય તો પોતપોતાનાં કારણો મળે એ કારણોને અનુસારે જનમનારા છે; પણ નહિ કે જ્ઞાનની દ્રષ્ટિના અનુસાર યાને તેવી તેવી જ્ઞાનની દ્રષ્ટિના લીધે જનમનારા. નહિતર તો જ્ઞાનીની દ્રષ્ટિને સર્જક માનવામાં જુલમ થાય. કોઇ આત્મા દા.ત. સાતમી નરકમાં જનારો હોય તો એમ કહેવું પડે કે કેમ સાતમીના ઘોર દુઃખમાં પડશે? તો કે “જ્ઞાનીની દ્રષ્ટિ એવી હતી માટે.” શું આમ બોલાય ? શું જ્ઞાનીની દૃષ્ટિ સાતમીની ઘોર રિબામણ અપાવનારી ? જ્ઞાની જો સાતમી નરકની રૌરવ વેદના અપાવનારુ જ્ઞાન કરે તો એ જ્ઞાની કેટલા બધા ક્રૂર ઠરે ? અસલમાં, સાતમી નરક અપાવનાર તો એ જીવની પોતાની પાપલીલા છે. જ્ઞાનીના જ્ઞાનમાં માત્ર એનું પ્રતિબિંબ પડે છે. સારાંશ, જ્ઞાન એ જુએ ་་་༤་་ duc) ་་་་་ Page #168 -------------------------------------------------------------------------- ________________ એટલું જ; પણ એનું સર્જન ન કરે? આ હિસાબે જે લોકો ધર્મ-ઉદ્યમ કરવામાંથી છટકવા એમ બહાનું કાઢે છે કે “જ્ઞાનીએ અમારામાં ધર્મ-ઉદ્યમ જોયો નહિ, માટે અમારે ધર્મ-ઉદ્યમ નથી થતો, જોયો હોય તો કેમ ન થાય?” આ બહાનું પોકળ છે; કેમકે જ્ઞાનીની દૃષ્ટિ ધર્મ-ઉદ્યમની સર્જક નથી, પણ દર્શક છે; એ ધર્મ-ઉદ્યમ હોય તો દેખાડે એટલું જ બાકી ધર્મ-ઉદ્યમ તો એનાં કારણોથી જન્મે. ધર્મ-ઉદ્યમના કારણોમાં (૧) પહેલું કારણ ધર્મની પ્રશંસા-આકર્ષણ (૨) બીજાં કારણ ધર્મશ્રવણ. (૩) ત્રીજાં કારણ ધર્મની રૂચિ ઇચ્છા-ગરજ. ત્યાં જો ધર્મ પર એવી રૂચિ, અર્થાતુ ખાનપાન-વેપાર-વિષયો-લક્ષ્મી આદિની જેમ આકર્ષણ પ્રેમ ન હોય, ધર્મ કરવાની ઇચ્છા જ ન હોય, ગરજ જ ન હોય તો પછી ધર્મપુરુષાર્થ ક્યાંથી થાય ? ખાનપાન-વેપાર આદિમાં એવાં આકર્ષણ-રૂચિ આદિ હોય છે. તો ઝટ એનો પુરુષાર્થ થાય છે. ત્યાં જ્ઞાનીની દૃષ્ટિ ક્યાં જોવાય છે? માટે જ્ઞાનીની દ્રષ્ટિનું બહાનું પોકળ છે. આ તો થઇ જ્ઞાનીની દૃષ્ટિની વાત. પણ, ભવિતવ્યતા એ જ્ઞાનની દ્રષ્ટિથી જુદી વસ્તુ છે. ભવિતવ્યતા એ ચોક્કસ પ્રકારની ઘટના બનવામાં કારણભૂત છે. દા.ત. પાર્શ્વનાથ ભગવાનના જીવને ભવે ભવે કમઠના જ જીવનો યોગ કેમ થતો ગયો? કારણ એવી ભવિતવ્યતા. આમાં પ્રભુના જીવનાં કર્મ એ કારણભૂત ન કહેવાય. એમના અશુભ કર્મ તો એમને અશાતા આપે એટલી જ ખાસિયતવાળાં હતાં; પણ કર્મમાં એવું લખેલું નથી હોતું કે “અમુક જ માણસના હાથે પીડા મળે.” અશાતાવેદનીય કર્મનો સ્વભાવ તો માત્ર પીડા આપવાનો; પછી એ પીડા ગમે તેના હાથે આવો કે ગમે તે વસ્તુથી આવો. એનું કામ માત્ર પીડા આપવાનું. કમઠથી જ પીડા, એમાં કારણભૂત ભવિતવ્યતા છે. મહાવીર ભગવાને ગોશાળાને તેજોવેશ્યા શીખવાડી. એમાં કોણ કારણ ? અજ્ઞાનદશા નહિ; પ્રભુ તો સદા જાગ્રત જ્ઞાની હતા, એમને એવી અજ્ઞાનદશા હતી એમ કહેવાય ન જ નહિ. ત્યારે ત્યાં શાસ્ત્ર ભવિતવ્યતા ૧પ૯ Page #169 -------------------------------------------------------------------------- ________________ કારણ કહી. ભવિતવ્યતા જ એવી કે ગોશાળો પ્રભુને પૂછે, અને પ્રભુ એને તેજલેશ્યાની વિધિ બતાવે. સામાન્ય હિસાબ આ, કે જે ઘટના પ્રત્યે કાળ, સ્વભાવ, કર્મ અને પુરુષાર્થ જવાબ નથી આપી શકતા, ત્યાં કારણભૂત ભવિતવ્યતા છે. આમ ભવિતવ્યતા એ પણ સ્વતંત્ર વસ્તુ છે, કિન્તુ કાળ વગેરેનું સર્જન નહિ, કે એનો પેટભેદ નહિ. કોઈ પણ ધર્મ મન-વચન-કાયાથી કરવાનો કહ્યો છે, પરંતુ શ્રદ્ધા, ભાવના વગેરે તો મનથી જ થવાના, કાયાથી શી રીતે ? એમ દાન, તપ, ક્રિયા વગેરે તો કાયાથી થાય, મનથી કેવી રીતે ? મનથી સાધ્ય જે ધર્મો છે. એને અનુરૂપ કાયાની પ્રવૃત્તિ કરાય તે કાયાથી એને સાધ્યો કહેવાય દા.ત. જિનેશ્વરદેવ પર રાગ છે, તો એમનું નામ સાંભળતાં, મૂર્તિ જોતાં, કે યાદ કરતાં મોં પર હર્ષની રેખા ચમકે, હાથ જોડાઇ જાય, માથું નમી જાય, એ કાયાથી ધર્મ થયો ગણાય. એમ અનિત્ય આદિ ભાવનાઓને અનુરૂપ મોંની ગંભીર સુરત, જડને લેવામૂકવામાં કાયિક બેપરવાઇ, વગેરે થાય તે કાયાથી ધર્મ થયો કહેવાય. ત્યારે જે ધર્મ કાયાથી કરવાનો છે, દા.ત. તીર્થયાત્રા, દાન, તપ વગેરે, એનાં કરેલાનાં સ્મરણ થાય, યા કરવાના મનોરથ થાય, અથવા મનથી જાણે સાક્ષાત્ સેવીએ છીએ એવી ભાવના કરાય દા.ત. તીર્થયાત્રામાં સિદ્ધગિરિનું તળેટીથી ચડાવાથી માંડીને દાદાને ભેટવા-ભજવા સુધીનું ચિંતન કરાય, એ બધું મનથી ધર્મ સાધ્યો કહેવાય. વચનથી સાધવામાં એની પ્રશંસા થાય, સ્તુતિ થાય, એનો ઉપદેશ કરાય, વગેરે આવે. આમ, દરેક ધર્મો મન-વચન-કાયાથી થઇ શકે છે. કર્માશા વગેરેએ રૂપિયા ખર્ચા વિના હૈયામાં શ્રી સિદ્ધગિરિનું | વારંવાર ધ્યાન ધર્યું હોત તો શું એ હૈયેન વસી જાત? ૧૩૦ ૧૬૦ Page #170 -------------------------------------------------------------------------- ________________ ના, રૂપિયા રાખી મૂકીને ધ્યાનથી પતાવવું છે, એનો અર્થ એ કે " હૈયે શ્રીસિદ્ધગિરિ કરતાં રૂપિયા પર વધારે મમત્વ છે. તો જે હૈયામાં આ રૂપિયા જોરદાર વસેલા હોય એ હૈયામાં શ્રી સિદ્ધગિરિને વસવા માટે જગ્યા જ નથી. હૈયામાં વસેલા એ રૂપિયા શ્રી સિદ્ધગિરિને અંદર પેસવા જ ન દે, હૈયામાં વસવા જ ન દે. હૈયામાં વસી જવાનો અર્થ જ એ, કે હૈયે એના પર જોરદાર મમત્વ રહે. પરંતુ “શ્રી સિદ્ધગિરિ ! તમે વ્હાલા, પરંતુ તમારા કરતાં મારા રૂપિયા, મારૂં શરીર, મારા વિષયોપભોગ મને વધારે વહાલા.” એટલે શ્રી સિદ્ધગિરિ ! તમારી ખાતર મારા ધન-શરીર-વિષયોપભોગને ન તોડી નાંખું!' તમારાથી હજી મને રૂપિયા મળતા હો, મારું શરીર તગડું દીર્ઘજીવી થતું હોય, મને સારા સારા વિષયો મળતા હો, તો ભલે મળો, એ મારે ખપે છે. અર્થાત્ તમારી સેવામાં મારાં રૂપિયા-શરીર-વિષયો ન કામ લાગો, ઉપયોગી ન થાઓ; પણ એ ધન આદિની સેવામાં તમે ઉપયોગી થતા હો તો એ રૂડું રૂપાળું.” આમ જો શ્રીસિદ્ધગિરિની સેવામાં, (૧) પાસે રૂપિયા છે છતાં, ખર્ચવા નથી, (૨) પાસે માનવશરીર છે છતાં તપથી શરીર સુકવી નાંખવું નથી, (૩) પાસે જે વિષયો છે એના ઉપભોગ છોડી ત્યાગ નથી કરવા, તો આ તુચ્છ ચીજોથી ભરેલા હૈયામાં અનંત મહિમાસંપન્ન શ્રી સિદ્ધગિરિ શી રીતે વસી જાય ? શું ભીલડાઓથી વસેલા મકાનમાં મોટો ચક્રવર્તી જઇ વસતો હશે ? જે હૈયામાં હાલથી વેશ્યા વસાવી હોય એ હૈયામાં પોતાની સતી પત્ની વસતી હોય ? વાત આ છે, પૂર્વજોએ શ્રી સિદ્ધગિરિ પાછળ ક્રોડો અબજો રૂપિયા ખર્મા તે હૈયામાંથી એનો વસવાટ કાઢી શ્રી સિદ્ધગિરિને હૈયામાં વસાવવા માટે. જેથી અનંતાનો ઉદ્ધારક અનંતાને વિશુદ્ધ પરિણામ કરાવનાર ગિરિરાજ હૈયે વસી જવાથી પોતાને પણ એવા વિશુદ્ધ પરિણામ જાગી જલ્દી મોક્ષ થાય. આવું બીજે પણ લાગુ પાડવાનું છે. આત્માના ઉદ્ધારક જિનમંદિર, ભગવાન, ગુરૂ, શાસ્ત્ર, પર્વ, સંઘ, ધર્મસ્થાનો વગેરેની સેવામાં પોતાની પાસેના ૫ ૧૬૧૦ Page #171 -------------------------------------------------------------------------- ________________ રૂપિયા, શરીર, વિષયોપભોગ વગેરે જતા કરવાની તૈયારી હોય, જતા કરાય, તો જ હૈયે ઉદ્ધારક તત્ત્વો ખરેખર વસી જાય. બાકી રૂપિયા શરીર વગેરે બહુ વ્હાલા કરવાથી એ વસવાના ફાંફા. દા.ત. મહાન પર્વ ચૌદશે પણ હૈયે ઘીદૂધ-મીઠાઇ વ્હાલા રાખી એના ત્યાગ નથી કરવા, તો એ હૈયે ચૌદશ શી રીતે ? મમતાથી વસી જાય ? એવું બીજે. માટે સારી વસ્તુ હૈયે વસાવવા તન-ધનઅમનચમનના ભોગ આપવા પડે. ' III [ 0 ] પાસે પૈસા છતે દાન પુણ્ય કરી શકતા હતા. પૈસા ગયે એ કરવાનું | [૧૩] બંધ પડ્યું ત્યાં દાનમાં આત્માનું સ્વાતંત્ર્ય ક્યાં રહ્યું? કર્મની જ ' આધીનતા રહી ને ?એમ, શરીર સારું છે તે તપ કરી શકતા હતા, શરીર પડયે તપ નથી થઇ શકતો; એમાં ય કર્મની જ આધીનતા રહી ને? ધર્મ કરવામાં આત્માનું સ્વાતંત્ર્ય ક્યાં રહ્યું? અહીં જ ભૂલા પડાય છે. ધર્મ એટલે માત્ર બાહ્ય દાન કે બાહ્ય તપ જ સમજી રાખ્યો તેથી ભૂલા પડ્યા. ધર્મ અનેક પ્રકારે છે. એમાં દા.ત. જેમ બાહ્ય દાન કરવું એ ધર્મ છે, પણ પૈસા ખોવાયે અંતરમાં પૈસાને ચંચળ-તુચ્છ માનવાનું કરવું એ ય ધર્મ છે. “પૈસા પાપ કરાવનારા, પૈસા ચંચળ, આત્માના સમભાવ આગળ પૈસા તુચ્છ, એમ માની પૈસા ગયાનો કશો શોક ન કરાય, ચિત્તમાં સમતા-સમાધિ રખાય, એ મોટો ધર્મ છે. દાન ધર્મ નાનો, પણ પૈસાની મૂર્છાનો ત્યાગ, પૈસાના મહત્ત્વનો ત્યાગ અને સમતાભાવ મોટો. આ ત્યાગમાં આત્માનું સ્વાતંત્ર્ય છે. પૈસાના અભાવમાં શોક નહિ, મૂચ્છ-તૃષ્ણા નહિ, એ પૈસાથી થતાં દાન કરતાં મોટો ધર્મ છે. વળી પૈસા ગયા તો બાહ્ય દાનનો ધર્મ અટક્યો, પણ જિનભક્તિસામાયિક-શાસ્ત્રસ્વાધ્યાય વગેરે ધર્મ હાથમાં છે. એમાં આપણું સ્વાતંત્ર્ય છે. ધારીએ તે પ્રમાણે કરી શકાય. હૈયે મૈત્રીભાવ, કરૂણાભાવ, ગુણાનુરાગ, દેવગુરૂ-ધર્મપ્રીતિરૂપ સંવેગ, વિષયવૈરાગ્ય, સંઘ-વાત્સલ્ય. ઉપબૃહણા વગેરે ધર્મ વધારવામાં આત્માનું સ્વાતંત્ર્ય છે. ત્યાં કર્મની ગુલામી નથી પણ ધાર્યા ૧૬૨ Page #172 -------------------------------------------------------------------------- ________________ મુજબ એ કરવા આત્મા સ્વતંત્ર છે. શરીર નરમ પડયે ભલે બાહ્ય તપધર્મ અટક્યો. પરંતુ દ્રવ્ય-સંક્ષેપ રસત્યાગ ને બીજા વ્રતનિયમ વગેરે ધર્મ કરવામાં આત્મા સ્વતંત્ર છે. એમ, પહેલાં કહ્યું તેમ મૈત્રીભાવ વગેરે ધર્મ વધતો હોય તો વધારી શકીએ. એમાં આત્મા સ્વતંત્ર છે. બોલો, આત્માની ચિંતા કરવી હોય તો કર્મ શું અટકાવી શકે છે ? અંતરનો પુરુષાર્થ જ પ્રગટ કરવાનો છે. અનેકાનેક પ્રકારના શુભ વિચારના, શુભવાણીના, શુભ જ પ્રગટ કરવાનો છે, એ કરવામાં આત્મા સ્વતંત્ર છે. પણ એ પુરુષાર્થ આત્માની ચિંતા પર આધારિત છે. આત્માની ચિંતા હોય તો પુરુષાર્થ શક્ય છે, આપણે એ કરવા સ્વતંત્ર છીએ; એટલે આત્મચિંતા નિષ્ફળ જતી જ નથી. એમાંથી આવા શુભ વિચાર આદિના પુરુષાર્થ થાય. એટલે આત્માની ચિંતા સફળ થઇ અને જ્યાં સફળતા હોય, મનગમતું ફળ આવે, ત્યાં એ ચિંતા એ મહેનત-પીડારૂપ ન લાગે, મનને સતાવનારી ન લાગે. એટલે આત્મચિંતાને બીજી ત્રીજી ચિંતાની હરોળમાં ન મૂકાય. ઘર્મ સમજ્યા પછી એવા કેટલાય માણસ જોવા મળે છે કે જે “હાયી || હું પાપી છું. મેં પાપ બહુ કર્યો છે, વગેરે દુષ્કતગહ કરતા હોય છે. છતાં એમના જીવનમાં ઉજમાળતા, આગળ પ્રગતિ અને પાપસેવનમાં ઘટાડો કેમ નથી દેખાતો? એનું કારણ આ છે કે આરંભ-વિષય-પરિગ્રહનાં દુષ્કત ખટકે છે એવા એને કરાવનારા મલિન ભાવો ખટકતા નથી; મલિન ભાવો પર તિરસ્કાર છૂટતા નથી, એ છૂટીને એ ભાવો દબાવતા ચાલવાનું બનતું નથી. નહિતર ખરેખરી અને સદ્ધર દુષ્કતગહ હોય તો પછી જીવનમાં તુચ્છ પ્રસંગ અને શુદ્ર વસ્તુની પ્રાપ્તિમાં એવા અહત્વ લોભ-મૂછ રાગદ્વેષ વગેરે એમ જ તરવરતા શાના રહે? પ્ર. આવા મલિન ભાવ કરવા એ પણ દુષ્કત છે; જો દુષ્કતગર્તા છે તો આની પણ ગર્લા-તિરસ્કાર થાય ને? Page #173 -------------------------------------------------------------------------- ________________ ઉ. આ જ વાંધો છે કે મૂળભૂત રાગાદિ ભાવો દુષ્કૃતરૂપ લાગતા નથી. હજી આ હિંસાદિ દુષ્કૃત ખટકે છે, કેમકે હિંસા, જૂઠ, મોટો પરિગ્રહ, વિષયસેવન વગેરે દુષ્કૃત છે એવું સમજાય છે, તેથી એની ગર્હ થાય છે, પરંતુ એના મૂળમાં રહેલા લોભ-અહંત્વ-રાગ-દ્વેષ-ઇર્ષ્યા-અસૂયા વગેરે ભાવો એવા દુષ્કૃતરૂપ લાગતા નથી, તેથી એનો તિરસ્કાર એવો જાગતો નથી. હિંસા આરંભ-સમારંભ વગે૨ે ખોટા માનવા છે, પણ એને આચરાવનારા લોભઅહંત્વ વગેરેની તરફ લાલ આંખ કરવી નથી. પછી ઊંચા શી રીતે અવાય ? નિરભિમાન, નિર્લોભતા, પ્રમોદ ભાવના, વૈરાગ્ય વગેરે વિકસતા ક્યાંથી ચાલે ? મૂળભૂત તામસભાવો જેવા કે ઇન્દ્રિયગુલામી, દેહાધ્યાસ, દેહમમત્વ, દેહમાં આત્મબુદ્ધિ, જડનાં મૂલ્યાંકન વગેરે પર તિરસ્કાર ન છુટે, પછી ઇન્દ્રિયગણની બેપરવાઇ, દેહની નિરપેક્ષતા, અને જડની તુચ્છતાના સાત્ત્વિક ભાવ શો જાગે ? વિનાવિરતિએ સાધુજીવન હોય ? ભરતચક્રી વગેરે ઘ૨માં | ૧૩૩ કેવળજ્ઞાની બન્યા પછી સાધુ તરીકે બહાર નીકળ્યા, ત્યાં હિંસાદિ પાપોના ત્યાગની પ્રતિજ્ઞા તો કરી નહિ, વિરતિ લીધી નહિ, તો શું પ્રતિજ્ઞા, વિરતિ વિના સાધુપણું હોય ? હોય પણ ખરૂં અને ન પણ હોય. એ માટે વિરતિનું રહસ્ય સમજવું • જોઇશે. સામાન્ય રીતે આપણે વિરતિને પાપત્યાગની પ્રતિજ્ઞા કે પ્રતિજ્ઞાપૂર્વક પાપત્યાગ સમજીએ છીએ. હવે એટલું વિચારો કે કરવાની વસ્તુ તો પાપત્યાગ છે, એની પ્રતિજ્ઞાની શી જરૂ૨ છે ? જરૂ૨ આ છે કે મન ચોર છે, આપણને ક્યારે ઠગી જાય એનો પત્તો નહિ ! એટલે પાપત્યાગમાંથી મન પાપસેવનમાં ક્યારેક ચાલ્યું ગયું પછી કાયા પણ એમાં પડવા તૈયાર થઇ તો એને રોકનાર કોણ ? કેમકે પ્રતિજ્ઞા તો છે નહિ, અને કષાયો કરાવનાર કષાયમોહનીય કર્મના ક્યારેક કો'ક ઉદય થઇ જતાં કષાયો જાગવા સંભવિત છે. એ જાગ્યા એટલે મનને પાપમાં લઇ જાય, મનમાં પાપ ૧૬૪ Page #174 -------------------------------------------------------------------------- ________________ લઇ આવે, એ બનવા જોગ છે. આ બધું અટકાવે કોણ? માટે પ્રતિજ્ઞાની જરૂર છે. એથી મન એને બંધાઇ જાય છે કે “મારે તો પ્રતિજ્ઞા છે, હવે એ પાપની દિશા જ મારે નહિ, આ પ્રતિજ્ઞા પેલા મોહનીય કર્મ સાથે ઝગડે છે. એનો વિપાક-ઉદય, રસોદય નથી થવા દેતાં. આમ મનમાં પાપને પેસતું અટકાવે છે. પ્રતિજ્ઞા અર્થાત્ વિરતિનો મન પર ભાર રહે છે. હવે જાઓ કે કેવળજ્ઞાની બનેલાને તો (૧) મનમાં ય પાપ પેસવાનો કે (૨) કષાય-ઉદયને કોઇ જગ્યા જ નથી; કેમ કે, (૧) વિચારણા કરવા જરૂરી ભાવ મન એમનું હોતું જ નથી. પોતે કેવળજ્ઞાની છે, ભૂત-ભવિષ્ય-વર્તમાન બધું જ પ્રત્યક્ષ નિહાળી રહ્યા છે, હવે વિચાર શાના પર કરવાનો ? વસ્તુ નજર સામે તરત દેખાતી નથી એટલે આપણે એનો વિચાર કરવો પડે છે. સર્વજ્ઞને બધું જ નજર સામે છે એટલે વિચાર હોય નહિ, પછી પાપનો વિચાર જાગવાની વાત જ શી ? બીજું. (૨) એમને શિલ્લકમાં કોઇ કષાયાદિ-મોહનીય કર્મ છે જ નહિ, તો ઉદયને જગ્યા જ ક્યાં? અને મોહનો ઉદય જ નહિ તો પાપ કોણ પેસાડે? આમ બન્ને દૃષ્ટિએ જોતાં મનમાં ય પાપ ઉઠવાનો સંભવ જ નથી. તેથી પ્રતિજ્ઞા શાની કરવા બેસે ? ત્યારે આપણે કર્મવશ છીએ, પ્રતિજ્ઞા કરીએ તો કષાય દબાયેલા રહે, પાપ મનમાં ય આવતું અટકે. માટે આપણે વિરતિ ઉચ્ચરવી પડે, કેવળજ્ઞાનીને નહિ. છતાં જીવન કેવું ? કાયાથી તો શું પણ મનના ય પાપ વિનાનું, કારણ કે પાપનો વિચાર કરનારું મન જ નથી, તેમજ પૂર્વે કહી આવ્યા તેમ મુખ્યપણે વિરતિભાવ એટલે કષાયક્ષય એમને છે જ, હવે શાશ્વતો છે. આપણાથી એમનો ચાળો ન કરાય, કેમકે સંકલ્પ-વિકલ્પ અને વિચારો કરનારું મન બેઠું છે, તથા કષાય મોહનીય કર્મ પણ ઊભાં છે. એને દબાવી રાખવા વિરતિ, પાપત્યાગની પ્રતિજ્ઞા કરવી પડે. તેમ પાછો કષાય મોહ જાગે નહિ તેથી મન પર પ્રતિજ્ઞાનો મોટો ભાર સદા રાખવો પડે. પ્રતિજ્ઞાથી કષાયની ચોકડીઓને દાબેલી જ રાખવાની. Page #175 -------------------------------------------------------------------------- ________________ વિતરાગ ભગવાનને સરાગી ઠાકોરજી વગેરેની જેમ અંગરચના કરાય એ શું ઉચિત છે? અહીં સામે પ્રશ્ન ઉઠે કે, બીજા સરાગી દેવની જેમ વીતરાગ નિરંજન દેવની મૂર્તિ બનાવવી પૂજવી ઉચિત છે ? અગર કહો “હા, ઉચિત છે. કેમકે જો કે દેવને પોતાને મૂર્તિ સાથે કાંઇ નિસ્બત લાભાલાભ નથી, પરંતુ ભક્ત પોતાની ભક્તિ માટે વીતરાગની મૂર્તિ બનાવે છે, જેથી દર્શન પૂજન નમન આદિ કરી શકે તો તો આજ હેતુ અંગરચનામાં પણ છે. અહીં એ ખાસ તફાવત સમજવાનો છે કે સરાગી દેવની માન્યતામાં તો એમ મનાય છે કે એમની મૂર્તિ બનાવવાથી તેમજ એના વંદન પૂજન આદિથી એ દેવ તુષ્ટ થાય છે અને ફળ આપે છે. એટલે કે દેવને મૂર્તિ તથા પૂજાદિ સાથે નિસ્બત છે, ખુશી થવાનો લાભ છે, પરંતુ વીતરાગ દેવની માન્યતામાં એવું નથી મનાતું. એમને મૂર્તિ કે વંદન પૂજન આદિથી કશું રીઝવાનું નથી, એમને કોઇ નિસ્બત પ્રયોજન નથી. પ્રયોજન તો ભક્તને પોતાને છે. એને દુનિયાના મોહવર્ધક સગાં-સ્નેહી વગેરે કઆલંબનોથી છૂટી મોહનાશક વીતરાગના સદ્ આલંબનમાં જવું છે. માટે એમની એ મૂર્તિ સ્થાપે છે અને વીતરાગના દર્શનાદિ કરીને એમનું આકર્ષણ બહુમાન વધારે છે. એવી રીતે ધન વગેરેની મૂર્છાથી છૂટવા અને વીતરાગ પર બહુમાન કૃતજ્ઞતાપાલન વધારવા તથા ધનાદિનો ઉત્તમ પાત્રમાં વિનિયોગ કરાવા તરીકે એ વીતરાગની સારા કિંમતી દ્રવ્યોથી પૂજા અંગરચના-તીર્થયાત્રાદિ કરે છે એથી એના અને બીજા પણ દર્શનાદિ કરનારના ભાવ વધે છે, વિશુદ્ધ થતાં આવે છે. તો પછી આમાં અનુચિત જેવું શું આવ્યું ? ઉર્દુ ધન-મૂચ્છ કુટુંબ-મૂચ્છ પાપક્રિયામાં સમયવ્યય, વગેરે ઘટાડવા અને ગુણી તથા ઉપકારી પ્રત્યે પૂજ્યભાવ, ગુણરાગ અને કૃતજ્ઞતા સક્રિય કરવા વીતરાગની અંગરચના વગેરે ઉચિત જ છે. ૧૩૫ મહાકવિ શ્રી જ્ઞાનવિમળસૂરિજીએ શ્રી અજિતનાથ ભગવાનનાં સ્તવનમાં ગાયું કે “સકલ પદારથ પામીએ, દીઠે તુમ દેદાર; ૫ ૧૬૬૨૨ Page #176 -------------------------------------------------------------------------- ________________ સોભાગી મહિમાનીલો, વિજયામાત મલ્હાર, રે જિનસેવના, ભવોભવ તાહરી હોજો એ મનકામના.” શું કહું? પ્રભુ! તારું મુખ, તારી વીતરાગ મુદ્રા, એનું દર્શન મળે તો સકલ પદાર્થ પામી જઈએ. શું વીતરાગ ભગવાનના મુખદર્શનનો આટલો મોટો લાભ ?સકલ પદારથ એટલે તો મોટી રાજઋદ્ધિ ઇન્દ્રપણું ચારિત્ર અને ઠેઠ કેવળજ્ઞાન તથા મોક્ષ સુધીના પદાર્થ ગણાય. એ શું વીતરાગની મુદ્રાનાં દર્શનથી મળે? હા, આમાં અતિશયોક્તિ નથી. દર્શન કરતાં આવડવાં જોઇએ. જેટલી ચડિયાતી શ્રદ્ધા, જેટલા ચડિયાતા ભક્તિભાવ સાથેનાં વીતરાગ મુદ્રાનાં દર્શન, એટલા ઊંચા પદાર્થની પ્રાપ્તિ. એની પરાકાષ્ઠાએ પરાકાષ્ઠાનું ફળ. આનું કારણ સ્પષ્ટ છે. (૧) જેવા જેવા શુભ કે અશુભ ભાવ, એવું એવું પુણ્ય કે પાપ બંધાય એમ ઉપદેશમાળા શાસ્ત્ર કહે છે. આ હિસાબે ઊંચા શુભ ભાવથી ઉચ્ચ કોટિનું પુણ્ય બંધાઇને એના ફળમાં ઊંચી કોટિના પદાર્થ મળે એમાં નવાઈ નથી. વળી, (૨) જેટલા ઊંચા વિશુદ્ધ અધ્યવસાય, એટલી ઊંચી ગુણસ્થાનકની પાયરીએ ચડાય, એ નિયમ છે. એ હિસાબે અધ્યવસાયની વિશુદ્ધિ વધતાં વધતાં ગુણસ્થાનકોના ઘરના સમ્યકત્વ, દેશવિરતિચારિત્ર, સર્વવિરતિચારિત્ર.. વગેરે વગેરે ઊંચા પદાર્થ મળતાં રહે અને વિશુદ્ધિની પરાકાષ્ઠાએ વીતરાગભાવ તથા કેવળજ્ઞાન મળે, પછી મોક્ષ તો હાથબેંતમાં થાય, એ સહજ છે. હવે જોઇએ તો વીતરાગ અરિહંત ભગવાનની મુખમુદ્રાનાં દર્શનમાં જો એવા પરાકાષ્ઠાના શુભ ભાવ ઉલ્લાસાવાય, તો આ જગતની પરાકાષ્ઠાની સંપત્તિ મળે, તેમજ પરાકાષ્ઠાના વિશુદ્ધ અધ્યવસાય ઉલ્લાસાવાય, તો પરાકાષ્ઠાની આત્મસંપત્તિ વીતરાગ સર્વજ્ઞતા મળે એ સહજ છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ પ્ર. પણ આમાં તો શુભ ભાવ અને શુદ્ધ અધ્યવસાયનું જ મહત્વ આવ્યું ને? આમાં દર્શનનું મહત્ત્વ ક્યાં આવ્યું? ઉ. ભૂલ થાય છે. દર્શનનું મહત્ત્વ એ રીતે છે કે અહીં દર્શન કોનાં કરાય છે ? વીતરાગનાં. ત્યારે જો રાગીનાં દર્શને રાગ અને રાગને લગતા અશુભ-અસતું ભાવો જાગે છે ને વધે છે, તો વીતરાગનાં દર્શને વૈરાગ્ય અને એને લગતા શુભ ભાવો જાગે અને વધે એમાં નવાઈ શી? અનુભવાય છે કે (૧) કામી માણસ રૂપાળી યુવાન સ્ત્રી યા એનું ચિત્ર ફોટો જોતાં રાગના ઉન્માદમાં ચડે છે. (૨) કોઈના પર વૈર-અંટસવાળો માણસ એને કે એના ફોટાને જોઇ ષના ભાવમાં ચડે છે. (૩) લડવૈયો પૂર્વના કોઇ પરાક્રમી નરવીરનાં બાવલાને કે ફોટાને જોઇ શૂરતાના ભાવમાં ચડે છે. તો પછી વિતરાગ ભગવાન કે એમના ચિત્ર યા મૂર્તિનાં મુખને જોઇને વૈરાગ્યભાવ ઉપશમભાવમાં ચડે એ સહજ છે. આ વસ્તુ મૂર્તિનું મહત્ત્વ સૂચવે છે, એનો અપલાપ કરવો એ મહા અજ્ઞાનદશા અને ઘોર પાપ છે. હવે સવાલ એટલો રહ્યો કે ઠીક છે, વીતરાગની મુદ્રાનાં દર્શને વૈરાગ્ય-ઉપશમભાવ આવે, પણ એ એટલા બધા ઊંચા અને પરાકાષ્ઠાના આવે, એ શી રીતે બને ? ઉત્તર આ છે કે વીતરાગનાં દર્શને શ્રદ્ધા અને ભક્તિ વધારતાં શુભ અને શુદ્ધ ભાવ વૃદ્ધિગત થાય છે. એ હકીકત મનમાં બરાબર ઠસે તો વીતરાગ પરમાત્મા ઉપર શ્રદ્ધા વધારતાં જવાય કે “પ્રભુ “ તું જ તારણહાર છે. વિના ઉદ્ધાર નથી અને તારાથી અમારો ઉદ્ધાર અવશ્ય છે.” આ શ્રદ્ધા વધારતાં મન જગત ઉપરથી વધુ ને વધુ ઊભગતું-ઊઠતું જાય છે. તેમ વીતરાગ ઉપર ભક્તિ વધારતાં મન વીતરાગની નિકટ અને નિકટ થતું જાય છે. પ્રભુની સાથે સાથે વધુ ને વધુ એકાકાર થતું જાય છે. “ભક્તિ' એટલે ભજવું, આશ્રય લેવો, એકમેક થતા જવું. એ થતું જાય એમ તે તે જગતના વિષયો પરની આસક્તિ ઘટતી આવે, હિંસાદિ પાપોને કષાયોને વોસિરાવતા અવાય. ત્યાં જો પરાકાષ્ઠાની ભક્તિ ઊલસે તો વીતરાગમાં પોતાના આત્માની તન્મયતા ઉત્કૃષ્ટ બનવાથી જાણે પોતાનો આત્મા વીતરાગ બન્યો, એવો અભેદભાવ ૨૦૦૦૦ ૧૬૮૦૦૦૦૦૦૦ Page #178 -------------------------------------------------------------------------- ________________ ઊભો થાય છે. બીજી બાજુ વિષયાસક્તિ અને કષાયોથી તદ્દન અલિપ્તતા ઊભી થાય છે. એમ શુદ્ધ અનાસક્તભાવ પરાકાષ્ઠાએ આત્માને વિતરાગ બનાવે છે. વીતરાગ પ્રભુના દર્શન માત્રથી આ ? હા, એ દર્શને પ્રભુની વીતરાગ મુદ્રમાં આકર્ષણ-લયલીનતા વધે છે. વીતરાગની મૂર્તિને જોતાં વીતરાગ પ્રભુ જે રીતે વીતરાગ બન્યા એ રીતનું એમનું જીવન નજર સામે ખડું થાય છે, અને એના આલંબને પોતાનામાં જોમ વધતાં રાગાદિ બંધનો તોડતા અવાય છે એની પરાકાષ્ઠાએ વીતરાગ બનાય એ સહજ છે. કેટલાક કહે છે, બહુ સત્યવૃત્તિ તો ઠીક પણ જિનભક્તિ માટે મૂર્તિપૂજા કરવી બરાબર નથી. એમાં હિંસા થાય છે. એનું કેમ? અહીં પણ હજી જીવનનો આ મુખ્ય આશય નથી સમજાયો, જે પૂ. ઉપા. શ્રી યશોવિજયજી મહારાજે ઉપદેશરહસ્ય શાસ્ત્રમાં અંતિમ સાર તરીકે મૂક્યો છે. "तह तह पयट्टियव्वं, जह जह रागद्दोसा विलिज्जंति" એવી એવી રીતે પ્રવર્તવું કે જેથી રાગ-દ્વેષ ઓછા થતા આવે. માનવજીવનનો ઉદ્દેશ રાગ-દ્વેષનો ઝેર મોળાં પડવાનો, મોળાં પડે એવી પ્રવૃત્તિમાં રહેવાનો છે. હવે જો મૂર્તિપૂજાને વ્યાપક રીતે વિચારીયે, તો ખ્યાલમાં આવે કે એ અંગેની પ્રવૃત્તિમાં કેટકેટલી જાતના રાગને અટકાવવાનો અવસર મળે છે ! બાકી સંસારની પ્રવૃત્તિઓમાં લખલૂટ હિંસા કરવી, ને ધર્મપ્રવૃત્તિની વાત આવે ત્યાં મનમાની અહિંસાનું પૂંછડું અને તારણહાર ધર્મપ્રવૃત્તિઓ ગુમાવવી, એ કેટલું ન્યાયયુક્ત છે? જુઓ, મૂર્તિપૂજામાં કેટકેટલી ધર્મપ્રવૃત્તિઓ અને ધર્માશયો છે ! (૧) પહેલું તો મંદિર, મૂર્તિનું નિર્માણ-સુશોભન તથા મૂર્તિની પૂજાભક્તિ માટે અનેક પ્રકારનાં દ્રવ્યોની ખરીદી તેમજ પૂજાસ્નાત્રાદિ-મહોત્સવમાં આવેલાને પ્રભાવના, તીર્થયાત્રિકોની ભક્તિ વગેરે વગેરે કાર્યમાં પૈસાનો ખર્ચ ૦૦૫ ૧૬૯ ૨ Page #179 -------------------------------------------------------------------------- ________________ થવાનો, એટલા પૈસાની મમતા છૂટી રાગ છૂટ્યો. (૨) એ પૈસા જો ત્યાં ન ખચ્ય હોય તો વિષયવિલાસમાં કે સાંસારિક આરંભ-સમારંભમાં ખર્ચાઇ એ વિષયોના રાગ પોષાત અને તે પોષણથી જ નવા વિષયોની લગન પણ લાગત... એ બધા રાગથી બચવાનું મૂર્તિપૂજા દ્વારા થયું. (૩) મૂર્તિપૂજાના સમયમાં બહારનાં આરંભસમારંભો અને વિષયસેવન-વિકથાકુથલી આદિ પ્રમાદોથી ને ફજુલ પ્રવૃત્તિથી બચવું એ એટલું રાગપોષણથી બચવારૂપ છે. (૪) મૂર્તિપૂજાની સમસ્ત પ્રવૃત્તિઓમાં મન વીતરાગ પરમાત્માની પ્રીતિ-ભક્તિ બહુમાનમાં લાગ્યું રહે છે, ત્યાં કાંઇ મનને એમ નથી થતું કે પત્થર કેવો સરસ! આ પત્થરના કેવા સરસ પૂજન કર્યા ! ઠાઠ બનાયા!”ના, આવું નથી થતું, પણ એમ થાય છે કે “પ્રભુ કેવા સરસ દીપે છે! કેવી એમની સૌમ્ય મુદ્રા! કેવી સુંદર શાંતસુધારસભરી એમની “ચક્ષુ!” આમ, લક્ષ્ય પાષાણ પર નહિ કિન્તુ પરમાત્મા પર, અને એમના ગુણો પર જાય છે. તેથી પ્રભુ પ્રત્યે મમત્વ-આકર્ષણ પોષાય છે; ને એ ધીમે ધીમે સાંસારિક જડ-ચેતન પદાર્થનાં રાગ-આકર્ષણ મમત્વ ઓછા કરે છે. એમ પણ રાગથી બચવાનું મળે છે. (૫) મનને મૂર્તિપૂજામાં જોડયું તેથી જે એ મન આમ નવરું પડયું હોય તો કેટલાય રાગદ્વેષાદિભર્યા વિચારોમાં પડત, એને બચાવ્યું, તેમજ કાયા અને ઇન્દ્રિયો પણ બહારમાં તણાતી અટકી, એ પણ એટલા બહારના રાગના પોષણથી બચવાનું મળ્યું. આમ વિચાર કરીએ તો દેખાય કે એક મૂર્તિપૂજા ઊભી થવાથી કેટકેટલા રાગદ્વેષાદિ મલિન ભાવોથી બચવાનું મળે છે. ૧૩૭. ભગવાન પ્રત્યેની એટલી ભક્તિથી સંસ્કારિત નહિ થયેલ માણસને એમ લાગ્યા કરે છે કે વીતરાગ ભગવાનને પૂજામાં એટલા બધાં દ્રવ્યો અર્પવાની શી જરૂર છે? કેમકે એક તો ભગવાન વિતરાગ છે. અને બીજું એ કે ભગવાન સાક્ષાત્ તો હાજર નથી, એમની મૂર્તિમાત્ર છે. વળી મંદિરમાં દૂધ ચંદન-અગરબત્તી વગેરે તૈયાર હોય, એનાથી પૂજા કરી Page #180 -------------------------------------------------------------------------- ________________ લેવાય ને ? આમાં ભૂલભૂલામણી એ થાય છે કે પહેલું તો ભગવાનની દૃષ્ટિએ વિચાર થાય છે એવો પોતાનાં દ્રવ્યની દ્દષ્ટિએ વિચાર જ નથી થતો કે મારાં દ્રવ્યનો સારામાં સારો ઉપયોગ શો થઇ શકે ? દ્રવ્ય તો ષટ્કાય જીવ સંહાર અને કેટલીય તૃષ્ણા, ઓઠકોઠ, તથા કિંમતી સમયનાશ કરીને આવ્યું છે. તો હવે એ દ્રવ્ય ક્યાં ધરાય તો સારૂં લેખે લાગ્યું ગણાય ?’ જો આ રીતે વિચાર થાય તો લાગે કે આ દ્રવ્ય પરમપાત્ર પરમાત્માના ચરણમાં જાય એ એનો શ્રેષ્ઠ ઉપયોગ છે અને એ શ્રેષ્ઠ વિનિયોગ છે, શ્રેષ્ઠ સ્થાને લેખે લાગ્યું ગણાય. સંસારી જીવ કપડું નોકરના અંગે જાય એના કરતાં છોકરાના અંગ પર જાય એને વિશેષ લેખે લાગ્યું ગણે છે, અને છોકરા કરતાં પત્નીના અંગ પર જાય એને વિશેષ લેખે લાગ્યું ગણે છે. માટે નોકરને જાડું કપડું પહેરાવે છે, પુત્રને જીણું અને પત્નીને રેશમી પહેરાવે છે. નોકરને દાગીનો નહિ, છોકરાને સોનાનો, અને બૈરીને મોતી હીરાનો દાગીનો પહેરાવે છે. બસ, એ રીતે ધર્માત્મા અનુકંપા કરતાં શ્રાવક-શ્રાવિકાની ભક્તિમાં દ્રવ્યનો વિશેષ સારો ઉપયોગ માને છે. એના કરતાં સાધુ-સાધ્વીની ભક્તિમાં વળી વિશેષ અને પરમાત્માની ભક્તિમાં સૌથી સારો ઉપયોગ લેખે છે. એ સમજે છે. દ્રવ્ય અર્પવાનું ઊંચામાં ઊંચુ સ્થાન પ૨માત્મા : ત્યાં દ્રવ્ય ગયું એ સૌથી વધુ કૃતાર્થ થયું. અરે ! ઘરે સારી ચીજ બનાવી હોય અને જમાઇ કે સમાજનો કોઇ સારા માણસ આવી ચડે, તો એના ભાણામાં એ ચીજ પીરસીને હ૨ખભેર માને છે કે ‘વાહ ! આજ આ સારા ઠેકાણે કામ આવી.' જો આ રીતે વિચાર થાય તો પરમાત્માની ભક્તિમાં ગયેલી વસ્તુ ‘સારામાં સારી લેખે લાગી !' એમ હ૨ખ હ૨ખ થાય. પ્ર. વ્યવહારમાં તો કોઇની ભક્તિ કરીએ તો એ ખુશી થાય છે, પરંતુ વીતરાગ પ્રભુ કાંઇ ખુશી થતા નથી, તો પછી એમની ભક્તિનું મન શી રીતે થાય ? ઉ. જો જો, અહીં એક ખાસ જોવાનું છે કે આપણે આપેલી ચીજને ૧૭૧ Page #181 -------------------------------------------------------------------------- ________________ સામો કેટલા હ૨ખથી વધાવે છે એ નથી જોવાનું. નહિતર તો નોકરને કિંમતી ચીજ આપતાં એ છોકરા કરતાં વધુ ખુશી થાય ને વધુ કામ કરે એમ છે, પરંતુ એ રીતે જોવાનું નથી; પણ પોતાને પ્રેમ ક્યાં અધિક છે, એ આગળ થાય છે, ને એના હિસાબે અર્પણ થાય છે. આ હિસાબ જો લક્ષ્યમાં રહે તો પછી એ ન જોવાય કે આપણા અર્પણથી પરમાત્મા ક્યાં રાજી થવાના છે ? ના, દ્રવ્યનું અર્પણ સામાના રાજીપાના ટકાથી નહિ, પણ આપણા પ્રેમના ટકાથી થાય છે. આ હિસાબ ઉપર જ પત્ની ૫૨ સૌથી વધુ પ્રેમ, એટલે ત્યાં પ્રેમી પતિ હીરા-માણેકના દાગીના ચડાવે છે, ભલે પછી કદાચ એવી પૂર્વભવની સુસંસ્કા૨ી પત્ની ને એનો મોહ ન ય હોય, એનો એવો રાજીપો ન ય હોય. પત્નીને દાગીનાનો બહુ રાજીપો છે ? એ એનામાં આસક્ત પતિ જોવા બેસતો નથી. પોતાને એના પર અથાગ પ્રેમ છે માટે એના પર કિંમતી દ્રવ્યનું અર્પણ કરે છે, કરીને પ્રેમ દ્દઢ કરે છે. બસ, એ રીતે અહીં ભક્તિમાં ય ૫રમાત્મા રીઝે છે કે નહિ, તરફ દ્દષ્ટિ જ ન જાય પણ પોતાને ૫રમાત્મા ઉપર અથાગ પ્રેમ છે માટે સહેજે સારાં કિંમતી દ્રવ્યોનું એમના ચરણે અર્પણ થઇ જ જાય; અને એમ ક૨વાથી પરમાત્મા પરનો પ્રેમ દ્દઢ થાય છે. દર્શનથી દુષિત યાને અંતરાયનો નાશ થવાથી તો વાંછિતે ય મળે, ૧૩૮ અને શ્રી–સંપત્તિ ય મળે, પછી વંદન-પૂજનની શી જરૂ૨ ? જરૂર એટલા માટે કે આપણે એકલા દર્શનથી એવા ભાવોલ્લાસ • જગાવવા સમર્થ નથી, તેથી વંદન-પૂજનની આવશ્યકતા છે. નહિતર તો દર્શનનું ય શું કામ ? એમ ને એમ ભાવોલ્લાસ જગાવીએ તો ન ચાલે ? પરંતુ ના, પ્રભુદર્શનનું જો આલંબન ન હોય તો તો જીવ બાહ્ય જડ પદાર્થોનાં દર્શનાદિમાં રચ્યોપચ્યો રહેવાનો, એથી તો ચિત્તમાં રાગાદિના અશુભ ભાવો જ ચાલે. એમ, પ્રભુનંદન યાને ચૈત્યવંદન, પ્રભુનાં ગુણગાન ન હોય તો પાપકથા જડનાં ગુણગાન અને અભિમાનમાં ડૂબ્યો રહેવાનો. એમ, સ્વદ્રવ્યથી પ્રભુપૂજનની ક્રિયામાં નહિ જોડાય, તો ૧૭૨ Page #182 -------------------------------------------------------------------------- ________________ ધનમૂર્ચ્છ અને દુન્યવી પાપક્રિયાઓ અને વિષયવિલાસોમાં લાગ્યો રહેવાનો. એ બધી ખરાબીઓ ટાળવા માટે અને દર્શનથી થતા શુભ ભાવોલ્લાસ ઉપરાંતના શુભ ભાવો જગાવવા માટે વંદન-પૂજન અત્યન્ત જરૂરી છે. અશુભ ભાવોથી પાપના થોકની જેમ શુભ ભાવોથી પુણ્યના થોક જન્મે એ સહેજ છે. માટે જિનેશ્વર ભગવાનનાં દર્શન-વંદન-પૂજનનાં ફળ બતાવ્યાં એમાં અતિશયોક્તિ નથી. ૧૩૯ પ્રતિજ્ઞા લઇને ભાંગીએ એના કરતાં, વિના પ્રતિજ્ઞાએ પાપ ન આચરીએ એ સારૂં ને? પાપ ન આચરો એ સારૂં ખરૂં, પણ ‘પ્રતિજ્ઞા કદાચ ભંગાઇ જાય’ Om એવો ડર કેમ લાગે છે ? કહો, એવા કોક અવસરે પાપ સેવવું પડે એવો દિલમાં ભાવ બેઠો છે. એ ભાવ રાખ્યો એટલે પાપની અપેક્ષા રાખી, છૂટ રાખી. બસ, એટલી પાપ અપેક્ષા એ પણ પાપ જ ગણાય. કોઇકને પૈસા ધીરતાં કેમ લખાવી લો છો ? સમજો છો કે કદાચ સામાના દિલમાં અત્યારે તો એમ હોય કે લીધેલા પૈસા પાછા આપી દઇશું,’ પણ લખાણનું બંધન ન હોય તો કાલે ઊઠીને એને એમ થાય કે ‘ન અપાય તો સામો શું કરવાનો છે ?’ લખાણ હોય તો એના મન પર ભાર રહે કે એ લોકને લખાણ દેખાડી લેણું શાહજોગ મનાવશે, યા કોર્ટે જશે. માટે પૈસા દઇ જ દેવા જોઇએ.’ આમ મન પર ભાર રહી પૈસા પાછા દેવાનો નિર્ધાર કોણ કરાવે છે ? લખાણ. એમ પાપ નહિ જ સેવવાનો નિર્ધાર કોણ કરાવે છે ? પ્રતિજ્ઞા, પ્રતિજ્ઞા હોય, વ્રત-વિરતિ હોય, તો મન પર હંમેશા ભાર રહે કે ‘મારાથી પાપ આચરાય જ નહિ.' ૧૪૦ ॥ ॥ દોષ તો માત્ર અઢાર દૂર થાય છે, તો ગુણ અઢાર જ કેમ નહિ ? હિંસા જવાથી અહિંસા ગુણ. રાગ જવાથી વીતરાગતા ગુણ. એમ અઢાર જ થાય ને ? અનંતા કેવી રીતે ? ૧૭૩ Page #183 -------------------------------------------------------------------------- ________________ એ વાત સાચી છે કે અઢાર દોષનો નાશથી એના પ્રતિપક્ષી અઢાર ગુણો જન્મે. પરંતુ દોષ અઢાર એ સ્થૂલ ગણત્રી છે, દરેક દોષના અવાન્તર ભેદ એટલા બધા છે કે કુલ દોષો અનંતા થાય. પ્ર. અનંત દોષોની સમજ કેમ કરવી? ઉ. આ કઠિન છે; પણ સમજો કે. દા.ત. અજ્ઞાન નામનો દોષ છે, તે અજ્ઞાન દોષમાં ત્રણેય કાળના તે તે પદાર્થનું અને એના તે તે પર્યાયોનું અજ્ઞાન જુદું જુદું ગણતાં, અનંત જાતના અજ્ઞાન દોષ થાય કે નહિ ? એવી રીતે કામચેષ્ટાની કેટલીય જાતો છે ! એ દરેક જાતની પાછી અવાન્તર જાતો છે! એમાંય કામ સંબંધી કેટકેટલી જાતના વચનો, કેવી કેવી વિચારણાઓ, અને કેટલીય જાતના આંખના કટાક્ષોથી માંડીને જાદા જાદા અંગની જાદી જુદી ચેષ્ટાઓ, આ બધું તો પાછું એક સ્ત્રીના એમ ભવના અવતાર સંબંધી, પણ જગતભરની સ્ત્રીઓના જુદા જુદા ભાવ સંબંધી એ દોષો ગણવા જતાં કેટલા દોષો થાય ? એવું રાગ દોષના પણ અનંત ભેદ પડે. દા.ત. એક વસ્ત્ર પર રાગ છે. તે ય એના સુતર કે રેશમના પુમે પુમે જુદો જુદો રાગ છે. કેમકે, ધારો કે એના પર કોઇની કલમની ટાંકની સહેજ અણી જો લાગી ગઇ, તો માત્ર એક ઝીણી પુમ પર ડાઘ લાગ્યો પણ તે ય મનને ખૂંચે છે. જો કે બાકીની હજારો પુમ હજી તો નિષ્કલંક ઉજ્જવળ છે, છતાં આ એક પુમ પરના જાદા રાગના લીદે અતિ ઝીણો ડાઘ પણ ખમાતો નથી. એમ એક જ ઘરમાંની અનેકાનેક ઘર-વખરીની અને એજ રીતે જગતભરની વસ્તુઓના રાગેરાગના થોક છે ! તેંમ દરેક વસ્તુના ખૂણે ખૂણાના રાગ, રૂપના રાગ, રસના રાગ, ગંધના રાગ, સ્પર્શના, આકૃતિના...ઇત્યાદિ અનંત અંશના રાગ જુદા જુદા છે. માટે જ એક કેરીમાં ય, રંગ, સ્વાદ વગેરેના રાગ અલગ અલગ હોવાથી તેથી રંગે લાલ-પીળી જ ગમે છે, સ્વાદે મીઠી જ ગમે છે, ગંધે સુગંધિત જ ગમે છે, પાછી સ્પર્શે તે સુંવાળી જ વધુ ગમે છે. એમાં ય આકૃતિએ ગોળમટોળ જ સારી ગમે છે. આ બધામાં ય પાછું જુદી જુદી જાતની લાલાશે રાગ જુદો જુદો ! જુદી જુદી મીઠાશે રાગ જુદો જુદો ! આમાં રાગના ય હિસાબ નથી. એટલે જ બીજાં બધું બરાબર છતાં એકાદ રંગ કે રસ બરાબર ન હોય તો ખેંચે છે. રાગ-દ્વેષ અજ્ઞાનાદિના દોષો ૧૭૪ ૨ ૦૦૦ Page #184 -------------------------------------------------------------------------- ________________ અનંતા છે. આ તો બાળજીવોને સમજવાની ગણત્રી છે. પણ અનંત દોષોની સૂક્ષ્મ સમજ તત્વજ્ઞ પુરુષ આમ કરી શકે. એ જાણે છે કે આત્મામાં જ્ઞાનાવરણીયાદિ કર્મના અનંત દલિકો છે, તેમજ રાગદ્વેષાદિના સંક્લેશના અસંખ્ય સ્થાનકના પ્રત્યેકમાં વૃદ્ધિ પામતો અનંત અનંત રસ છે. તેથી આ અનંત દલિક અને અનંત રસના કાર્ય રૂપે અનંતા દોષો થાય, તેમજ તેના નાશથી અનંત ગુણ પ્રગટ થાય એમાં નવાઈ નથી. પત્થરની મૂર્તિ પૂજ્ય કેવી રીતે ? જેમાં અપકાય વગેરે જીવોની હિંસા રહેલી છે તેવી જિનપૂજા ધર્મ કેવી રીતે કહેવાય? (૧) શું આદ્રકુમાર, શય્યભવ, હરિભદ્ર, દેવપાલ, વગેરેનાં જિનમૂર્તિ-દર્શન અને એના પ્રભાવની કથાઓ જોડકણાં છે, કે જિનમૂર્તિ-દર્શનથી ઉન્નતિ પામેલાની બનેલી હકીકત છે? જો સાચી બનેલ હકીકત હોય તો મૂર્તિ માન્ય-પૂજ્ય ન કરાય? (૨) શું હજારો લાખો વરસ જૂની પ્રતિમાઓ તીર્થો અને મંદિરો એમ જ મોજશોખ માટે બનાવેલી વસ્તુ છે ? કે હૃદયના સાચા શુભ ભાવથી બનાવેલી અને એનાં દર્શન-પૂજનાદિથી થતા ભવ્યોના ઉદ્ધાર અર્થે બનાવેલી વસ્તુ છે ? (૩) શું સ્ત્રીની નગ્ન મૂર્તિ રાગ કરાવે, ને વીતરાગની મૂર્તિ વૈરાગ્ય ન કરાવે? (૪) શું પોતાના ગુરૂના ફોટાને કોઇ પગે પડે, હાથ જોડે, હાર ચડાવે તો એ સારો માણસ?ને જિનભૂર્તિને પગે પડનાર, હાર ચડાવનાર ખોટો ? (૫) શું નકશાથી અમેરિકા કેવો, ક્યાં આવ્યો વગેરે આબેહૂબ નજર સામે આવે, ને જિનેશ્વર ભગવાનની મૂર્તિથી ભગવાન કેવા એ ખ્યાલમાં ન આવે ? બોલો બોલો, આનો ઇન્કાર કરો ને? (૬) શું આજે પણ શંખેશ્વર ભગવાન વગેરેની મૂર્તિને માનનારા, Page #185 -------------------------------------------------------------------------- ________________ પૂજનારા, આપત્તિમાં ગેબી સહાય પામે છે, અચિંત્ય સંપત્તિ મેળવે છે, એ બધું બોગસ? (૭) શું જિનદર્શન ને જિનભક્તિએ ભાવિકોને શુભ અધ્યવસાયો જાગે છે, ત્યાગ, સંયમ, દયા, વગેરેના પરિણામ વધે છે, એ નજરે દેખાય છે, એ બધું ખોટું ? (૮) શું જિનનો નામનિક્ષેપો પૂજ્ય ? અને સ્થાપના-નિક્ષેપો પૂજ્ય નહિ ? શું જિનનું નામ રટાય એ ધર્મ ? ને જિનની મૂર્તિ ભજાય એ ધર્મ નહિ? મૂર્તિ જો જડ પાષાણરૂપ કહો છો, તો નામ એ જડ શબ્દ રૂપ નથી ? (૯) સમવસરણમાં એક જ બાજુ જિનેશ્વર ભગવાન બેસે કે બાકીની ત્રણ દિશામાં દેવતાઓ, જિનેન્દ્ર ભગવાનના આબેહૂબ બિંબ સ્થાપે, ત્રણે; દિશામાંથી આવનાર એ બિંબને હાથે જોડે પ્રાર્થના કરે, શું એ બધા જ મૂખ? ભૂલા પડશો નહિ. જિનમૂર્તિની અવગણના-દ્વેષ-અરૂચિ કરશો નહિ. જિનદર્શન ને જિનભક્તિની કિંમત જરાય ઓછી આંકશો નહિ, ભૂલા પડતા નહિ. કદાચ પૂછો, પ્ર. પણ મૂર્તિ બનાવવામાં અને પાણીથી અભિષેક કરવામાં તેમ જ પુષ્પથી પૂજવામાં હિંસા થાય છે એનું કેમ? એવી હિંસા કરીને કરાય એ ધર્મ કહેવાય ? ઉ. એ હિંસા એ સ્વરૂપ હિંસા છે. સ્વરૂપમાં દેખાવમાં હિંસા ખરી, પણ એટલા પૂજાના સમય પૂરતું એ ઘર-દુકાનના મહાઆરંભ અને વિષય વિલાસોથી બચાવનાર છે, તેમ જ પરિણામે વીતરાગની માયા વધારી મહા અહિંસામાં લઇ જનાર છે આવા મહાન લાભ આગળ એ પૃથ્વી-પાણીવનસ્પતિની હિંસા શી વિસાતમાં ? શું ત્યારે બીજી ધર્મપ્રવૃત્તિમાં હિંસા નથી થતી ? હિંસાવાળી પણ પ્રવૃત્તિ ધર્મરૂપ હોવાના દાખલા અનેક : (૧) એમ તો મુનિને વહોરાવવા તપેલી ખોલે તો એમાંથી નીકળતી બાફથી વાયુકાય જીવોની હિંસા થાય છે, છતાં એ કરીને કરાતાં સુપાત્રદાનને ་་་་་་་ q9༴ ་་་་་་་ Page #186 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કહીએ છીએ-પાપ નહિ. (૨) વરસાદમાં ઘરેથી મુનિ પાસે વંદન કરવા-જિનવાણી સાંભળવા જતાં પાણીની હિંસા થાય છે. છતાં એવી હિંસા કરીને પણ કરાતું મુનિવંદનજિનવાણી શ્રવણ એ ધર્મ કર્યો કહેવાય છે. પાપ કર્યું નથી કહેવાતું. (૩) ભૂખે મરવા પડેલી ગાયને લીલું ઘાસ ખાવા આપો કે તરસે મરતા જીવને પાણી પાઓ એમાં વનસ્પતિની અને અપ્લાય જીવની હિંસા થાય છે, છતાં હિંસા કરીને કરાતી અનુકંપા એ ધર્મ કહેવાય છે, પાપ નહિ. (૪) લોકોને ધર્મ કરવા ધર્મસ્થાન બનાવાય એમાં પકાય જીવોની હિંસા થાય છે, તો એવી હિંસા કરીને ધર્મસ્થાન બનાવો તે ધર્મ કર્યો કહેવાય છે, પાપ કર્યું નથી કહેવાતું. (૫) લાંબા ઉપવાસ કરાય એમાં શરીરની અંદરના કૃમિ ખોરાક વિના મરી જાય છે, છતાં એવી હિંસાવાળા ઉપવાસને ધર્મ જ કહેવાય છે. પાપ નહિ. () સાધુ વિહારમાં નદી-નાળું લંઘે એમાં પાણીની હિંસા થાય છે, તો એવી હિંસા કરીને નદી ઊતરે છતાં એ સાધુએ ધર્મ કર્યો કહેવાય છે, પાપ નહિ. મુનિનો એ વિહાર પાપક્રિયા નથી ગણાતી. (૭) સાધુ કદાચ કોઇક પાણીમાં પડી ગયા, કિનારે રહેલો શ્રાવક જો એમને પાણીમાંથી ઊંચકી લેવા જાય તો પાણીના અસંખ્ય જીવ મરે છે, છતાં એવી હિંસા કરીને પણ સાધને બચાવવા એ ધર્મ ગણાય છે, પાપ નહિ. જો આ બધે હિંસા થવા છતાં એ (૧) સુપાત્રદાન, (૨) જિનવાણી શ્રવણ (૩) સાધુવંદનાર્થે ગમન (૪) ધર્મસ્થાનનિર્માણ (૫) તપસ્યા (૬) સાધ્વાચાર પાલન અને (૭) સાધુ રક્ષા એ ધર્મ છે, તો પછી જિન મૂર્તિપૂજન એ ધર્મ કેમ નહિ ? એમાં પાપ કઇ જીભે બોલાય? જિનમૂર્તિ એ સ્થાપનાથી જિન જ છે. માટે એનાં દર્શન એ જિનદર્શન છે. જિનદર્શન એ મહા મંગળ છે, એનો પ્રભાવ અલોકિક છે. એની આગળ દુન્યવી મહાસંપત્તિ અને ચિંતામણી-રત્ન પણ વિસાતમાં નથી. ૧૭૭ Page #187 -------------------------------------------------------------------------- ________________ જે મહાલાભ ચિંતામણિ અને સંપત્તિઓ ન આપી શકે, એ જિનદર્શનાદિ આપે છે. પ્રતિક્રમણ કરવા છતાં ઘરવાસના એનાં એ પાપ તો થયા જ કરે છે, I૧૪૨) તો એમાં ક્યાં ફરક પડ્યો? ફરક એ પડે છે કે જો ખરેખર પાપના પશ્ચાત્તાપપૂર્વક પ્રતિક્રમણ કર્યું હોય તો પ્રતિક્રમણ પહેલાં પાપ જે દુષ્ટ ભાવે કરેલાં તેવા દુષ્ટ ભાવથી પાપ ફરીથી નહિ થાય. આમ પ્રતિક્રમણથી હવે પછીથી પાપાચરણના ભાવમાં ફરક પડે એ મહત્ત્વનો ફરક છે. કેમકે એમ જ ભાવમાં ફરક પડતો જવાથી પાપાચરણમાં દુષ્ટ ભાવ મંદ પડતા આવે. ત્યારે એક દિવસ એવો આવીને ઊભો રહે છે કે જ્યારે દુષ્ટભાવ નામશેષ થઇ જાય છે. તેથી પાપાચરણ જ બંધ પડી જાય છે, ને દુષ્ટભાવ નામશેષ થઇ જાય છે, ને દુષ્ટભાવના સ્થાને નિર્મળ ભાવ આવવાથી પાપાચરણને બદલે કેવલ સુકૃતાચરણ જ ઊભાં થાય છે. શાસ્ત્ર આ જ કહે છે કે ઉત્સર્ગ માર્ગ આ; કે પાપ કરીએ નહિ, એ જ પ્રતિક્રમણ માટે ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે કહ્યું : પ્રથમ પદે પડિક્કમણું ભાડું, પાપતણું અણ કરવું.” પ્રથમ પદ એટલે ઉત્સર્ગ માર્ગ, દ્વિતીય એટલે અપવાદ માર્ગ. ઉત્સર્ગ માર્ગે પ્રતિક્રમણ શું? આજ કે પાપનું આજરણ જ નહિ. ત્યારે – અપવાદ માર્ગે પ્રતિક્રમણ આ, કે (૧) થઇ ગયેલા પાપાચરણોનો હૃદયથી સંતાપ અને (૨) પાપમાં અત્યન્ત અકર્તવ્ય બુદ્ધિ, સાથે (૩) પાપકારી પોતાના આત્માની પાકી ધૃણા. બીજા શબ્દમાં કહીએ Page #188 -------------------------------------------------------------------------- ________________ તો પાપકારી પોતાના આત્માને વોસિરાવવો. આ રીતે પ્રતિક્રમણ કરે એ પછીથી સંયોગવશ કર્મવશ પાપ કદાચ કરે તો પણ એમાં પૂર્વના જેટલો જ મલિન ભાવ ન હોય. આ ઓછો ફ૨ક છે ? આમ જ મિલન ભાવ ઘસાતા આવે, એ સરવાળે આત્માને મલિન ભાવ વિનાનો કરી મૂકે. મહાવીર પ્રભુના સ્તવનમાં કવિએ લખ્યું : “કારક ષટ્ક થયાં, તુજ ૧૪૩ આતમતત્ત્વમાં, ધારક ગુણ સમુદાય સયલ એકત્વમાં” તો આત્મત્ત્વમાં છ કારક કેવી રીતે થયા કહેવાય ? વ્યાકરણ-શાસ્ત્રમાં ૭ વિભક્તિઓ આવે છે, કર્તા-કર્મ-ક૨ણ♦ સંપ્રદાન-અપાદાન-સંબંધ અને અધિકરણ. આમાં ૬ઠ્ઠી ‘સંબંધ’વિભક્તિ એ ઉપપદ વિભક્તિ અર્થાત્ પદને લાગુ થનારી વિભક્તિ છે. દા.ત. રામનું રાજ્ય, સીતાનો વિનય. ત્યારે કર્તાથી માંડી અધિકરણ સુધીની બાકીની ૬ વિભક્તિ એ કારક-વિભક્તિ કહેવાય છે, કેમકે કારણ એટલે કારણ, ક્રિયામાં કારણભૂત નિમિત્તભૂત હોય તે કારક-વિભક્તિ. દા.ત. ‘ઓરડામાં બાળક આનંદ માટે ડાબડામાંથી હાથેથી લાડુ લઇ ખાય છે,’ આમાં ક્રિયા ખાવાની છે. એ ખાવાની ક્રિયા કરનાર (કર્તા) બાળક ક્રિયામાં કારણ બન્યું; એ ‘કર્તૃકારક.’ આ ખાવાની ક્રિયા પણ ખાવાની વસ્તુ, દા.ત. લાડુ હોય તો જ થાય છે, માટે લાડુ એ કર્મ તરીકે ક્રિયાનું કારણ ‘કર્મકારણ' બન્યું. ખાવાની ક્રિયા હાથેથી કરે છે, તો ક્રિયાનાં કા૨ણ તરીકે હાથ એ ‘કરણ-કારક’ બન્યો. ક્રિયાનું પ્રયોજન આનંદ જન્મે એ છે તેથી જ લાડુ ખાવાની ક્રિયા કરે છે, માટે આનંદ એ પણ ક્રિયાનું કારણ ‘સંપ્રદાન-કારક’ બન્યું. ખાવા માટે લાડુ ઉઠાવવાની ક્રિયા ડાબડામાંથી ઊઠે છે, માટે ડાબડો પણ ક્રિયાનું કારણ ‘અપાદાન કારક' બન્યું. ખાવાની ક્રિયા ઓ૨ડાભૂત આધા૨અધિકરણ ઉપર થાય છે, તેથી ઓરડો એ પણ ક્રિયાનું કારણ ‘અધિક૨ણકારક’ બન્યું. એમ એક ક્રિયા પ્રત્યે ૬ કા૨ક થયા. પ્રભુને ૬ કા૨ક આત્મતત્ત્વમાં શી રીતે ? : ૧૭૯ Page #189 -------------------------------------------------------------------------- ________________ પ્રભુને છએ કારક પોતાના આત્મતત્ત્વમાં થાય છે. દાત. “પ્રભુનો આત્મા, આત્માને, આત્મા વડે, આત્મા માટે, આત્મામાંથી, આત્મામાં રહીને જાણે છે.” એટલે ? જાણકાર જ્ઞાન કરનાર પ્રભુનો પોતાનો આત્મા છે, એ કર્તા-કારક. જાણવાની વસ્તુ પોતાનો આત્મા, એ કર્મકારક. પ્ર. તો શું પરના આત્માને ન જાણે ? ન જાણે તો અહિંસા શી રીતે પાળે ? ઉ. પર આત્માને પોતાના આત્મા જેવા જ જાણે છે. “આત્મવત્ સર્વભૂતેષ'. માટે તો આચારાંગ શાસ્ત્રમાં કહ્યું, - 'जं हन्तुमिच्छति तं अप्पाणमेव जाणाहि.' અર્થાત્ “જેની હિંસા કરવા હું તૈયાર થયો છે, તેને મારા જ આત્મા તરીકે દેખ.” જો આ દેખે તો હિંસા થાય ? બીજા જીવને પોતાનો જીવ જાણ્યો એટલે પોતાના જીવ જેવી એના પર મમતા થાય, પછી હિંસા શાની થાય ? પોતાની હિંસા કોણ કરે છે? કોઇ નહિ. પોતાની હિંસા ન થાય એ માટે હજી કાંટાથી બચાય છે, “કાંટો ન વાગે એ માટે જોઇ જોઇને ચલાય છે, પણ “કીડી ન મરે' એ માટે જોઇ જોઇને ક્યાં ચલાય છે ? કેમ નહિ ? કીડી એ પોતાનો જીવ છે એમ લાગતું નથી. પ્રભુને એ પરજીવમાત્ર પોતાના જીવ જેવા જ લાગે છે. તેથી પોતાના આત્માને જાણ્યો એટલે પર જીવને જાણી જ લીધા. તો શું જડને જાણે ? જાણે, પણ તે સ્વાત્માના જ “પરપર્યાય' તરીકે જાણે. એટલે એમાં ય જાણ્યો તો પોતાનો આત્મા જ. પ્રભુનો આત્મા પોતાનું સ્વરૂપથી અનંતજ્ઞાન દર્શન સુખમય જાણે આત્મા આત્માને જાણે છે આ કર્તકારક-કર્મકારક. (૩) આત્માને આત્મા વડે જાણે છે, શાસ્ત્ર વડે નહિ. પ્રભુ તત્ત્વચિંતન કરે એમાં શાસ્ત્ર આમ કહે છે એમ એમને ન વિચારવું પડે. એ તો સ્વયં ફુરણાથી તત્ત્વ ચિંતન કરે છે. અલબત્ત તે ચિંતન શાસ્ત્રાનુસારી જ હોય છે, શાસ્ત્રબાહ્ય સ્વતંત્ર કલ્પના રૂપ નહિ. ૧૮૦ Page #190 -------------------------------------------------------------------------- ________________ (૪) આ જાણવાનું પણ શાના માટે ? તો કે કોઇ વિદ્વત્તા લેવા કે આનંદ માણવા માટે નહિ, કિન્તુ પોતાના આત્મા માટે જાણે છે, અર્થાત્ આત્માને કર્મમુક્ત કરવા, વિભાવમુક્ત કરવા માટે જાણે છે. (૫) ક્યાંથી જાણે છે ? તો કે શાસ્ત્રમાંથી નહિ (શાસ્ત્રના આધારે નહિ) કિન્તુ પોતાના આત્મામાંથી જાણે છે, અંતરાત્માને તપાસતાં એમાંથી સ્વાત્મદર્શન સ્વાત્માનું પરમાત્મ-સ્વરૂપ-દર્શન ઊઠે છે. (૬) પ્રભુ આત્માને જાણવાનું ક્યાં રહીને કરે છે ? તો કે કોઇ ગામ નગર કે જંગલમાં રહીને નહિ, કિન્તુ સ્વાત્મનિષ્ઠ બનીને જાણે છે. અર્થાત્ બાહ્ય સ્થાન કેવું છે ? અનુકૂળ કે પ્રતિકૂળ ? એના તરફ લેશ માત્ર ધ્યાન આપ્યા વિના પોતાનું સત્-ચિત્-આનંદમય શુદ્ધ જ્ઞાન દર્શનમય આત્મસ્વરૂપ ખ્યાલમાં રાખીને એટલે કે એ આત્મસ્વરૂપમાં રહીને જાણે છે, તત્ત્વ ચિંતન કરે છે. માટે જ બીજા આત્માઓને પણ મૂળ સ્વરૂપમાં એવા સત્-ચિ આનંદમય તરીકે પૂર્ણ જુએ છે. “જ્ઞાનસાર”માં કહ્યું છે, “દિવાનપૂર પૂઈ નવ જગતના જીવોનું પૂર્ણ તરીકેનું દર્શન એ પોતાની આત્મનિષ્ઠતાને લઇને થાય છે. આમ “કારક ષક થયાં તુજ આતમતત્ત્વમાં એવી પ્રભુની સ્તુતિ કરી. આઠમી પરાષ્ટિમાં આવી આત્મ દશા હોય છે. ત્યાં “ધારક ગુણસમુદાય સયલ એકત્વમાં' અર્થાત્ આત્મામાં ક્ષાયિક ક્ષમા આદિ ગુણોનો સમૂહ છે, પરંતુ એ બધા ગુણને એકરૂપે ધારણ કરે છે. જે ક્ષમા એ જ નમ્રતાનિરહંકાર, એ જ નિર્લોભતા. ગુણો આત્માના સ્વભાવમાં એટલા બધા એકરસ થઇ ગયેલા છે. ૧૮૧૦૦૦૦૦૦૦૦ Page #191 -------------------------------------------------------------------------- ________________ Page #192 -------------------------------------------------------------------------- ________________ શેરીનો કૂતરો, કોઇની પાછળ દોડે.. ખૂબ દોડે.. ખૂબ દોડે 5 પણ, શેરીની સરહદ આવતા અટકી જાય. તેનાથી આગળ તે વધી શકતો નથી. ' તર્ક, શેરીના કૂતરા જેવો છે.. તેની પાસે વેગ છે.. તીણતા છે. પણ, તેની એક મર્યાદા છે. તર્કનો સીમાડો કયાંક પૂરો થાય છે. તર્ક તેનાથી આગળ વધી શકતો નથી. તે સરહદની પેલે પાર પહોંચવું હોય તો શ્રદ્ધાથી પહોંચાય છે.. તર્ક વામણો છે. શ્રદ્ધા વિરાટ છે. પણ, શ્રદ્ધાના નિર્માણ માટે તર્ક કામનો છે. તર્કનાં ટાંકણે શ્રદ્ધાનું મનોહર શિલ્પ રચાય છે. આ પુસ્તક એટલે એક વિરાટ શિલ્પશાળા. ARHAD PRINTS 98209 2