________________
પ્રભુએ આપ્યા છતાં જીવને એ બધું મામુલી લાગે છે ! ને સંસાર-વિષયો અને પત્ની આદિ પરિવાર જે સુખ આપે છે તે એને બહુ કિંમતી લાગે છે.એટલે એ, એ બધાને હૃદયથી નિકટ છે, પ્રભુને નિકટ નહિ. પછી એની વંદના આદિથી શી કિંમત ?
પ્રદક્ષિણા હૃદયથી પ્રભુની નિકટ થવા માટે છે. કેમકે વીતરાગ પ્રભુને સતત ૩ વાર પ્રદક્ષિણા દઇએ ત્યારે અંતરમાં ‘હે વીતરાગ ! હે અનંતોપકારી !' એવો સતત નાદ ગુંજે તો જેવી રીતે ઇયળની આસપાસ ઘુમઘુમ કરતી ભમરી સતત ઘુમે છે અને ગુંજે છે તો ઇયળમાં ભમરીની હૈયાથી એટલી બધી નિકટતા વધે છે કે અંતે ઇયળ ભમરી બની જાય છે. એ રીતે વીતરાગને પ્રદક્ષિણા દેતાં ‘હે વીતરાગ, હે વીતરાગ !' નું ગુંજન ચાલ્યા કરે એ આત્મામાં એના આકર્ષણના ઊંડા સંસ્કાર નાંખે છે, જે વીતરાગતાના પ્રયત્નમાં ચડાવી અંતે વીતરાગ બનાવે છે.
આ પ્રદક્ષિણામાં જે વીતરાગનું ગુંજન થયા કરે એથી વીતરાગતાનું આકર્ષણ વધે. એમાં હૃદયથી વીતરાગની નિકટ આવવાનું થાય છે. વીતરાગ કિંમતી લાગે છે, વિષયો, સંસાર કિંમતી નહિં, એ તો માલ વિનાના લાગે છે. હૃદયમાં જેને વહાલાં કરીએ, હૃદયથી એને આપણે નિકટ થયા. વીતરાગને વહાલા કર્યા તો આપણે વીતરાગને નિકટ થયા, વિષયોને અળખામણાં કરીએ એટલે વિષયોથી આપણે અંતરથી દૂર થયા.
એમ વીતરાગને વધુ નિકટ થઇએ એટલે પછી જે વંદન-સ્તુતિ પ્રાર્થના થાય એ વાસ્તવિક કોટિના થાય. માત્ર કાયાથી નિકટ થઇને વંદન-પૂજન કરે છે પરંતુ એની પૂજાની કશી તેવી કિંમત હોતી નથી.
મંદિરમાં પ્રભુને દેવાતી ત્રણ પ્રદક્ષિણામાં વીતરાગને નિકટ થવાનું થાય છે. માટે જ એની બહુ કિંમત છે. એથી જ જ્ઞાનીઓએ પહેલાં પ્રભુને પ્રદક્ષિણા દેવાની કહી, પછી પ્રભુને પ્રણામ-સ્તુતિ વગેરે કરવાનું કહ્યું. મંદિરમાં આ પ્રદક્ષિણા ફરવા માટેની સગવડ જોઇએ જ. આજના શિલ્પીઓને આ મંદિરવિધિની ગમ નથી એટલે મંદિર બાંધતા અંદરમાં ફરવાની પ્રદક્ષિણા રાખતા નથી. કહે છે, ‘ઓટલા પર પ્રદક્ષિણા ફરી શકાય ને ?” પરંતુ એમને
Jain Education International
૫૭
For Private & Personal Use Only
www.jainelibrary.org