________________
દેવતાઓ પ્રભુ માટે સમવસરણ બનાવતા જ નથી પરંતુ દેવતાઓ જિનપ્રવચનની ઉદ્ભાવના અર્થાત્ પ્રભાવના કરવાનો અર્થ છે
અને એ પ્રવચન-પ્રભાવના કરવાનું તો જ બને કે જો ભવ્યજીવો આવા સમવસરણ જેવા કોઇક આકર્ષણથી અહીં પ્રભુ પાસે દોડતા એટલે કે હરખભેર આવે ને પ્રભુની ધર્મદેશના અહીં પ્રભુનું ધર્મપ્રવચન સાંભળે. એ સાંભળે એટલે એમના દિલમાં પ્રભુનાં વચન જચી જાય, જિનવચન પર શ્રદ્ધા થાય અને તદનુસાર યથાશક્તિ અમલ કરે, એજ પ્રવચનની પ્રભાવના થઇ કહેવાય.
આમ ભવ્યજીવો કેમ ધર્માભિમુખ બને, એ માટે સમવસરણ બનાવે. એ બનાવવાનું ભવ્યજીવો માટે થયું ગણાય પણ પ્રભુ માટે નહિ. એટલે પ્રભુને લેશ પણ આધાકર્મિક સેવનનો દોષ લાગતો નથી. વળી દેવો પણ પોતાને પ્રવચન-પ્રભાવનાનો આત્મલાભ થાય એ માટે જ સમવસરણ બનાવે છે એથી પણ પ્રભુ માટે બનાવવાની વાત જ રહેતી નથી.
આમ પ્રભુને આધાકર્મિક-ઉપભોગ જ નથી તેથી પ્રભુને કર્મનો લેપ શાનો લાગે ?
અભવીનું ઘણું શુદ્ધ ચારિત્રપાલન છે અને અનેકને મુનિમાર્ગમાં લાવવાની દેશના દે છે તો પછી પોતે કેમ સંસારમાં ભટકે છે? અભવમાં બધું છે પણ ખાટલે મોટી ખોડ, પાયો જ નથી! પાયામાં સમ્યકત્વ જ નથી. અરે ! સમ્યત્વ પૂર્વની અપુનબંધક દશા ય
નથી ! કેમકે અપુનબંધકનો મુખ્ય એક ગણ “ન બહુમન્ના ભવ ઘોર.” ઘોર સંસાર પર બહુમાન નહિ,’ એ ગુણ જ એનામાં નથી, એટલે કે પાયામાં વૈરાગ્ય જ નથી તેથી સંસારમાં જ ભટકે ને ? માટે તો “જયવીયરાય” સૂત્રમાં પહેલી માગણીમાં ‘ભવનિર્વેદ' સંસાર પર વૈરાગ્ય માગ્યો. અભવી ચારિત્ર લે ખરો, ચારિત્ર કડક ને શુદ્ધ પાળે પણ ખરો કિન્તુ તે દેવતાઇ વગેરે પૌદ્ગલિક સુખની લાલસાથી, પણ નહિ કે વૈરાગ્યથી, છતાં ચારિત્રપાલન એવું નમુનેદાર કે એના પર લોકોને ઉપદેશ આપે તે અસરકારક બને છે.
N૭૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org