________________
૫૭
પૂર્વે મહામુનિઓ રાજ્યસભામાં વાદ કરીને વાદીઓને પરાસ્ત કરતા, તો સભ્યજ્ઞાનથી વાદીઓની માન્યતાઓનું નિરાકરણ કરી એમને હરાવવામાં રાગદ્વેષ ન થાય ?
ન થાય, કેમકે મુનિના હૈયે સદા મૈત્રી આદિ ભાવ જાગતા હોય છે. ♦ તેથી કોઇ ઇર્ષ્યાદિ ભાવ હોતા નથી. હરાવવાની બુદ્ધિ ઇર્ષામાંથી
જન્મે છે. અહીં એ છે નહિ. અહીં તો સામા પર જીવ તરીકે સ્નેહભાવ છે અને એ ભૂલતો હોય તો એના પર કરૂણાભાવ હોય છે. એમ તો ભગવાન પણ ધર્મશાસન સ્થાપે છે એમાં મિથ્યામતની અસત્યતા અને સત્તત્ત્વોની સત્યતા બતાવે છે. તો તેથી શું ભગવાનને રાગદ્વેષ થાય છે ? અસત્યનું નિરાકરણ કરવામાં સામા જીવ પર અને એમાં અસત્ય માર્ગથી ભૂલા પડતા જીવો ૫૨ ભાવદયાનો ભાવ રહે છે.
૫૮ જ્યારે ગોશાળો ધમધમતો અને મહાવીર પ્રભુને કહેતો આવ્યો કે “હું તમારો શિષ્ય ગોશાલો નથી પરંતુ સિદ્ધ યોગી પુરુષ છું અને મેં તો મરેલા ગોશાળાનું સશક્ત શરીર યોગશક્તિથી ધારણ કરેલું છે,” ત્યારે પ્રભુએ કેમ એને સાચાનું સાચું કહ્યું કે “તું જ ગોશાલો છે. શા માટે જાતને છૂપાવે છે ?’’ પ્રભુએ એવું કહેવાથી તો એને તેજોલેશ્યા મૂકવા સુધીનો કષાય થઇ ગયો ! પ્રભુનું વચન ગોશાળાને કષાયવૃદ્ધિમાં નિમિત્ત ન બન્યું ?
-
ના. ગોશાળો પહેલેથી એવો દુર્જન હતો કે એ કષાયથી ધમધમતો રહેતો જ હતો. એની આંતર પરિણતિ જ કષાયમય હતી. એટલે પ્રભુએ એને નવા કષાયનું નિમિત્ત આપ્યું એવું નથી, પ્રભુએ તા બીજા જીવોને આ નાલાયક ગોશાળાના સંપર્કથી બચવા એની ઓળખ કરાવી.
એ તો કષાયનું નિમિત્ત આવ્યું ત્યારે કહેવાય કે સામો શાંત હતો યા અલ્પ કષાયવાળો હતો, ને આપણા શબ્દથી એને કષાય જાગ્યો, યા વધી ગયો હોય, ત્યાં આપણા શબ્દ સામાના કષાયમાં નિમિત્ત બન્યા કહેવાય. અહીં તો આવેશી નાલાયક ગૌશાળો કષાયનો ભરેલો જ હતો.
ત્યારે પ્રશ્ન એ થાય કે,
Jain Education International
૭૭
For Private & Personal Use Only
www.jainelibrary.org