________________
નમુત્થણ” ના “લોગહિઆણં' પદની લલિતવિસ્તરા ટીકામાં લખ્યું છે. તેથી વળી બીજા જીવો તેને અભયદાન આપે છે. એ બીજું હિત થયું.
૮૨
અરિહંત-નમસ્કાર માત્રથી અનિકાચિત પાપકર્મોના ઝુંડ સાફ થાય એ કેમ બને ? કારણ કે કર્મો દીર્ઘકાળના મિથ્યાત્વ, અવિરતિ,
કષાયો તથા અહિંસાદિ પાપયોગોથી ઊભા થયેલા હોય છે. એનો નાશ કરવા માટે તો એવા પ્રચંડ સમ્યકત્વ આદિની દીર્ઘકાળની આરાધના
જોઇએ. પ્રભુને નમસ્કાર માત્રથી એ કેમ તૂટે? (૧) અરિહંત ભગવાનને નમસ્કારનો ભાવ જો ચગાવતાં આવડે " તો એમાં પ્રભુ પ્રત્યે અનન્ય શ્રદ્ધાનો ભાવ હોવાથી જ્વલંત
સમ્યકત્વનો ભાવ છે. (૨) વીતરાગ અરિહંત તરફના હૈયાના અનહદ ઝુકાવથી વિષયો પ્રત્યેની આસક્તિ તૂટી જતાં વાર ન લાગે. મહાન વિરતિનો ભાવ આપી શકે છે. (૩) ઉપશમ રસથી ખીચો ખીચ ભરેલા અરિહંત તરફ ધ્યાન જતાં મન એવા ઉપશમ ભરેલા અરિહંતમાં ઠરી જવાથી સ્વયં ઉપશમનો અનુભવ કરે એ પણ સહજ છે. (૪) અરિહંતને નમસ્કાર એ એવો મહાન પવિત્ર ધર્મયોગ છે, કે જેમાં હિંસા, અસત્ય, વગેરે કોઇ જ પાપયોગ નથી, અને એ એકાંત શુભ યોગ છે.
આ ચાર એ અરિહંત-નમસ્કારમાં જીવંત જાગ્રત રહેવાથી અશુભ કર્મોના ઢેર ઉખેડી નાખે એ સહજ છે.
વિજ્ઞાને ફોટોગ્રાફીની શોધ કરી. પરંતુ પુગલમાંથી છાયાણું નીકળ્યા જ કરે છે. તે વાત જૈન તત્ત્વજ્ઞાન તો પરાપૂર્વથી કહેતું આવ્યું છે. તો પછી સર્વજ્ઞ બધું જ જાણતા હતા તો માત્ર છાયા 1 બતાવીને એ ઝીલવાની ફોટો-પ્લેટ કેમ ન બતાવી? એટલે શું એમ કહેવું છે કે એ છાયા જાણતા હતા અને ફોટાની
૧૦૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org