________________
અનંતા છે. આ તો બાળજીવોને સમજવાની ગણત્રી છે. પણ અનંત દોષોની સૂક્ષ્મ સમજ તત્વજ્ઞ પુરુષ આમ કરી શકે. એ જાણે છે કે આત્મામાં જ્ઞાનાવરણીયાદિ કર્મના અનંત દલિકો છે, તેમજ રાગદ્વેષાદિના સંક્લેશના અસંખ્ય સ્થાનકના પ્રત્યેકમાં વૃદ્ધિ પામતો અનંત અનંત રસ છે. તેથી આ અનંત દલિક અને અનંત રસના કાર્ય રૂપે અનંતા દોષો થાય, તેમજ તેના નાશથી અનંત ગુણ પ્રગટ થાય એમાં નવાઈ નથી.
પત્થરની મૂર્તિ પૂજ્ય કેવી રીતે ? જેમાં અપકાય વગેરે જીવોની હિંસા રહેલી છે તેવી જિનપૂજા ધર્મ કેવી રીતે કહેવાય? (૧) શું આદ્રકુમાર, શય્યભવ, હરિભદ્ર, દેવપાલ, વગેરેનાં જિનમૂર્તિ-દર્શન અને એના પ્રભાવની કથાઓ જોડકણાં છે, કે જિનમૂર્તિ-દર્શનથી ઉન્નતિ પામેલાની બનેલી હકીકત છે? જો સાચી
બનેલ હકીકત હોય તો મૂર્તિ માન્ય-પૂજ્ય ન કરાય?
(૨) શું હજારો લાખો વરસ જૂની પ્રતિમાઓ તીર્થો અને મંદિરો એમ જ મોજશોખ માટે બનાવેલી વસ્તુ છે ? કે હૃદયના સાચા શુભ ભાવથી બનાવેલી અને એનાં દર્શન-પૂજનાદિથી થતા ભવ્યોના ઉદ્ધાર અર્થે બનાવેલી વસ્તુ છે ?
(૩) શું સ્ત્રીની નગ્ન મૂર્તિ રાગ કરાવે, ને વીતરાગની મૂર્તિ વૈરાગ્ય ન કરાવે?
(૪) શું પોતાના ગુરૂના ફોટાને કોઇ પગે પડે, હાથ જોડે, હાર ચડાવે તો એ સારો માણસ?ને જિનભૂર્તિને પગે પડનાર, હાર ચડાવનાર ખોટો ?
(૫) શું નકશાથી અમેરિકા કેવો, ક્યાં આવ્યો વગેરે આબેહૂબ નજર સામે આવે, ને જિનેશ્વર ભગવાનની મૂર્તિથી ભગવાન કેવા એ ખ્યાલમાં ન આવે ? બોલો બોલો, આનો ઇન્કાર કરો ને?
(૬) શું આજે પણ શંખેશ્વર ભગવાન વગેરેની મૂર્તિને માનનારા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org