________________
હોવા છતાં એ ગોથાં ખાત, એમ અરિહંત છે તો જ એમનું ધ્યાન રાખીને સાચી સાધનાને વિશિષ્ટ ફલ પ્રાપ્તિ થાય છે. માટે એમાં અરિહંતનો જ પ્રભાવ છે ને તે સાક્ષાત છે.
અરે ! અરિહંતનાં જ દર્શન, પૂજન, વંદન, સ્તુતિ, પ્રાર્થના, આજ્ઞાપાલન આદિ વિશિષ્ટ ફળ આપે છે. ને બીજામાં દર્શન આદિ એવું ફળ નથી આપતા એ શું સૂચવે છે ? એ જ કે અરિહંત વસ્તુ જ કોઇ એવી પ્રભાવવંતી છે, કે એના દ્વારા વિશિષ્ટ ફળ મળે. એટલે ફળમાં સાક્ષાત્ પ્રભાવ અરિહંતનો છે.
કોઇનાં કર્મ બીજાની બુદ્ધિ બગાડે ?
હા, જુઓ સીતાજીને અપયશનામ કર્મ વગેરે કર્મ ઉદયમાં આવ્યા 1 ત્યારે એ કર્મે શોક્યને રાણીઓ વગેરેની બુદ્ધિ બગાડી ને ? રામની Om પણ મતિ ફેરવી નાંખી ને ? મહાવીર પ્રભુને કાનમાં ખીલા ઠોકવાનું કર્મ ઉદયમાં આવ્યું ત્યારે ગોવાળિયાની બુદ્ધિ બગાડી કે નહિ ? શોક્ય રાણીઓએ મહાજનને ચડાવીને રામ પાસે મોકલવાથી મહાજને રામચંદ્રજીને કહ્યું કે ‘લોક વાત કરે છે કે પા૨કે ઘેર રહી આવેલા સીતાજીને આપ જેવાએ રખાય નહિ.” છતાં સીતાજીને લેશમાત્ર પણ અસતી માનવા રામ તૈયાર નથી.
૪૧
તો પછી કેમ એવી બુદ્ધિ થઇ કે ‘સીતાજીને ત્યજીને સારા રાજા તરીકેની નામના અખંડ રાખું ?'
સીતાજીએ કાઢી મૂકવા હતા તો એમના પિતા જનક રાજાને ઘેર મોકલાવી દેવા હતા. દૂર જંગલમાં કેમ મૂકાવી દે છે ?
કહેવું જ જોઇશે કે સીતાજીનાં એવા કર્મ જ એ કરાવી રહ્યાં છે. એમ પેલા ખીલા ઠોકનાર ગોવાળિયાને આટલી હદ સુધીની ક્રૂરતા વાપરવાની બુદ્ધિ પણ મહાવીર પ્રભુનાં પૂર્વ કર્મ કરાવી રહ્યાં છે.
અહીં જરાક પૂછો :
:
તો પછી શું ગોવાળિયો નિર્દોષ ? એ તો પ્રભુનાં કર્મ જ એવી ક્રૂરતા
૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org