________________
આવું અનુભવમાં આવે છે. દા.ત. કોઇના પર એના અપમાનજનક શબ્દથી ગુસ્સો ઊઠી આવ્યો પરંતુ ત્યાં જો ગુરૂ સમજાવનાર મળી આવ્યા તો ગુસ્સો દબાવાય છે. મંદ કરી દેવાય છે. અલબત્ત, મનની અંદર સહેજ દબાવાય છે પરંતુ ઉગ્રતા નથી. આનો અર્થ શું થયો ? આજ કે મંદ રસવાળા ક્રોધ મોહનીય કર્મનો વિપાકોદય ચાલ્યો અને પેલા અધિક રસવાળા કર્મ આમાં ભેગા મળી માત્ર પ્રદેશોદયથી ભોગવાય, પરંતુ એનો વિપાકોદય ગિત થઈ ગયો.
એમ બજારમાં ગયા. બજારનો રંગ જોઇ તીવ્ર રસવાળો લોભ મોહનીય સળવળ્યો. મોટો સોદો કરી નાંખવાનું મન થયું. પરંતુ ત્યાં કોઇ સારી વિચારણા આવી. અગર શંકાથી ભય લાગ્યો કે કદાચ આમ કરવામાં પછીથી બજાર પડતાં લપડાક પડે તો ? એટલે મોટો સોદો કરતાં અટક્યા અને નાના સોદાથી પતાવ્યું. આ શું કર્યું ? અધિક રસવાળા લોભમોહનીય કર્મનો મંદરસવાળામાં સ્તિબુક સંક્રમ કર્યો, ભેળવણી કરી, એટલે એનો વિપાકોદય દબાયો અને પેલા મંદરસવાળાની સાથે આ કર્મ ભોગવાયું, પરંતુ માત્ર પ્રદેશોદયથી.
સારાંશ, કષાય મોહનીય કર્મ ઉદયમાં આવનાર હોય, એની સ્થિતિ પાકે એટલે ઉદયમાં તો આવે જ. પરંતુ જો એના વિપાકોદયને સ્થગિત કરી દેવામાં આવે તો પછી ભલેને એ પ્રદેશોદયથી ઉદય પામે પણ ભય નહિ. ત્યાં ઉદયને રોક્યો કહેવાય. ઉદયને અર્થાત્ એના વિપાકોદયને રોક્યો. એટલે કષાયને જાગતો અટકાવ્યો કહેવાય.
સુદર્શન શેઠને રાજાએ ખોટા આરોપસર ફાંસીની સજા ઠોકી ત્યારે સુદર્શન શેઠને એવો વિચાર કેમ ન આવ્યો કે જો અહીં સત્ય હકીકત કહી દઉં અને સાથે અભયા રાણી માટે અભયદાન માગી લઉં તો હુંય બચી જઉં ને એ પણ બચી જાય અને હું જીવતો રહીશ તો પછી ઘણો ધર્મ આરાધી શકીશ? | એમ કરવામાં નિશ્ચિત નથી કે અભયાનો એવો ઘોર પ્રપંચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org