SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ શોધી કાઢેલ વાતોનાં મૂળ જ્ઞાની ભગવંતે બતાવ્યા છે. ઉપરાંત પણ એવું પદાર્થ સ્વરૂપ બતાવ્યું છે કે જેમાં એમને પ્રયોગ-અખતરો કરવા પડ્યા નથી, અને આજના વૈજ્ઞાનિકો હજી જેને સ્પર્શી શક્યા નથી, એવું એવું બતાવીને પણ એના પર મોહના ઉન્માદ નહિ કિન્તુ તત્ત્વદ્દષ્ટિ-જ્ઞાનદ્દષ્ટિ વધે એ રીતનાં નિરૂપણ કર્યા છે. પ્રભુનાં લોક અંગેના વચનો કે આવાં નરકસ્થાનો છે, આવા દેવલોક છે, વગેરે, તે શું એમજ માની લેવાય ? આજે ચંદ્રલોક અને મંગળલોકની તો વૈજ્ઞાનિકો જુદી વાત કરે છે. પ્રભુના વચન જરૂ૨ માની લેવા જોઇએ. વિજ્ઞાનની વાતો તો દહાડે દહાડે ફરે છે. ૨૫-૫૦ વરસ પહેલાં કેવી વાતો હતી ? ને આજે કેવી છે ? ગુરૂત્વાકર્ષણના નિયમ ૫૨ કેટલો બધો મદાર હતો ? ત્યારે પ્રો. આઇન્સ્ટાઇનની Theory of Relativity સાપેક્ષવાદ અને પરસ્પર સંબંધના સિદ્ધાન્તે એમની માન્યતાઓને કેવી ફેરવી નાંખી ? વૈજ્ઞાનિકોનાં સંશોધન અધૂરાં છે, અને સદા અધૂરાં રહેવાનાં. માટે એના પર મદાર ન બાંધતાં જિનવચન પર જ મદાર બાંધવા જેવો છે, જે ત્રિકાળસત્ય છે. ભલે એની નરક-દેવલોક જેવી વસ્તુ પ્રત્યક્ષ ન દેખાય. પરંતુ જ્યારે પહેલાં કહી તેવી અણુ-પરમાણુની વાત, છાયાપુદ્ગલની વાત, શબ્દપુદ્ગલની વસ્તુ, પાણીની યોનિભૂત વાયુની હકીકત વગેરે વિજ્ઞાન સંશોધનથી સાચી પડે છે, તે ઉપરાંત પણ બીજી કેટલીક કર્મફળ વગેરેની વાતો, તેમજ જીવનને મહા શાંતિ-સ્ફૂર્તિભર્યું બનાવનાર વ્રત-નિયમ દેશવિરતિ, સર્વવિરતિની વાતો પ્રત્યક્ષ સંગત કે બુદ્ધિસંગત બને છે, તો પછી બીજી અતીન્દ્રિય વસ્તુઓ પણ જિને કહેલી કેમ ન માની લેવી ? સારી સુશીલ નિ:સ્વાર્થ માતાના કેટલાંક વચન પ્રત્યક્ષ હિતકર અને માતાની ભરપૂર પ્રેમલાગણી જોઇ બાળક એનાં બીજાં પણ વચન માત્ર શ્રદ્ધાથી માની લઇને જ મોટો થાય છે, ગુણિયલ થાય છે. તો અહીં જિનેશ્વર ભગવાન તો પરમ સુશીલ, પરમ નિ:સ્વાર્થ અને પરમજ્ઞાની છે. વળી આપણને કઠિન આરાધના Jain Education International ૧૦૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004962
Book TitleTarkna Tankna Shraddhanu Shilpa
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy