________________
માર્ગ બતાવતા પહેલાં એથી ય કેઇ ગુણો મહાકઠિન આરાધનામાર્ગ એમણે સ્વયં આરાધ્યો છે, પછી કેવલજ્ઞાન પામ્યા બાદ જ એ ઉપદેશ કરે છે, તો પછી એમનાં સમસ્ત વચન કેમ જ ટંકશાળી સત્ય ન માની લેવાં ? નહિ માનીએ તો દોરંગી દુનિયાના રવાડે ચડી ખુવાર થવાનું થશે ! અહીં પણ સાચી શાંતિ સ્વસ્થતા ઉન્નતિ નહિ, અને પરલોકમાં તો વાતે ય શી ? માટે પ્રભુનાં વચન અટલ શ્રદ્ધા-બહુમાન અને જ્વલંત સંવેગ-ધર્મરંગથી સાંભળજો. જમાનાની અસર લેશો નહિ. નહિતર જો એ વચમાં આવી તો એમાં તો વિજ્ઞાનના ચમત્કારો, નવી ઉદ્ભટ જીવન પદ્ધતિઓ કષાયપ્રેરિત નવા સિદ્ધાન્તો વગેરે આવવાનું. એની અસર નીચે આવી જતાં મહાજ્ઞાનીઓનાં શાસ્ત્રની વાતો પર સંવેગ-ધર્મદંગ વધવાને બદલે કુતર્કો, કુ-વિકલ્પો, ઉપેક્ષાભાવ વગેરે ઊભા થશે. માટે આપણે તો એકજ વાત, કે જગતમાં તો કાળે કાળે પરિવર્તનો આવ્યાં જ કરે છે, એની વચમાંથી, આપણે પસાર થવાનું છે. ત્યાં ત્રિકાળસત્ય જિનવચન જ પ્રમાણ કરીને ચાલવાનું.
૮૫
વીતરાગભાવની નજીક જવા માટે આંતરિક ક્ષમાદિ-ભાવની જરૂ૨ ગણાય, કિન્તુ બાહ્ય ક્રિયાની શી જરૂ૨ ? એથી શું વળે ?
ક્રિયા એ પેલી ઊભી સીડીના કઠેડા જેવો ટેકો છે. કઠેડાનો આધાર પકડી ઉપર ઉપરના પગથિયા ચડાય છે. એમ ક્રિયાના આલંબને ઉપર ઉપરના ભાવમાં ચડાય છે. જો બાહ્ય અશુભ ક્રિયાના આધારે કષાયના ભાવ જાગે છે પોષાય છે અને વધે છે તો બાહ્ય શુભ ક્રિયાના આલંબને ક્ષમાદિ શુભ ભાવો જાગી-વધી ન શકે ? કૃત્રિમ નિશ્ચયવાદીનું જ વર્તન જુઓ ને કે એમનો પોકળ નિશ્ચયવાદ પ્રચારવા માટે એમણે પહેલાં ભાષણની ક્રિયા શરૂ કરી ! એથી ચાર માણસો જોડાતા દેખ્યા એટલે એમને પ્રચારનો લોભ લાગ્યો, ને માસિક પત્ર પ્રચારવાની ક્રિયા ચલાવી ! એથી વળી એમનામાં વધુ જોડાવાનું દેખ્યું એટલે લોભ ઓર વધ્યો, ને દૈનિક પત્રિકા શરૂ કરી ! એનું ધાર્યું ફળ જોઇ પાછો આંતરિક લોભ વિકસ્યો તે ટેપ રેકોર્ડિંગ ચલાવ્યું, એને પણ પ્રચારવાની ક્રિયા કરે છે ! આ શું
Jain Education International
૧૦૩
For Private & Personal Use Only
www.jainelibrary.org