SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ છે? બાહ્ય ક્રિયાના આધારે આંતરિક લોભની માત્રા વધવાનો સ્પષ્ટ પુરાવો. એમ નિશ્ચય-વ્યવહાર ઉભયને ન્યાય આપનાર મતની શ્રદ્ધારાગવાળો કોઇ એમને કહે કે “આ તમારૂ કહેલું ગળે ઉતરતું નથી, તો એ એને કહે છે કે “એનું કારણ એ છે કે તમે પેલો મિથ્યારાગ ધરી બેઠા છો એટલે ક્યાંથી ગળે ઉતરે ? એ તો એ મિથ્યારાગ હટે તો સાચી વસ્તુ ગળે ઉતરે પણ ફિકર ન કરો, જરા ધીરજ ધરી અહીં રોજ પ્રવચન સાંભળો, અહીંવાળાનો સત્સંગ કરો, એટલે તમારો ભ્રમ ભાંગી જશે ને સાચું સમજાશે.” આ એમણે શું સમજીને સલાહ આપી? એજ કે “બાહ્ય પ્રવચનશ્રવણ અને સત્સંગની ક્રિયા કરતા આવવાથી જેમ બીજાઓ બુક્યા છે, અર્થાત્ એના આંતરિક મિથ્યા રાગ તૂટયા છે, એમ આ ભાઇને પણ એ બાહ્ય ક્રિયાના આલંબને મિથ્યારાગ કપાતો આવશે, સાચી સમજ-શ્રદ્ધા વધતી આવશે.” આવું એ દ્દઢપણે માનીને એને એવી સલાહ આપે છે. આમાં પણ શું આવ્યું ? એ જ કે બાહ્ય ક્રિયાના આધારે મિથ્યારાગ કપાતો આવે ને સાચી સમજ-શ્રદ્ધા વધતી ચાલે. આવી રીતે પોકળ નિશ્ચયવાદી બન્ને માને છે, બાહ્ય ક્રિયાથી લોભ વધતો આવવાનું અને બાહ્ય ક્રિયાથી રાગ ઘટતો આવવાનું. પછી એ કયા મોંઢે બોલે છે કે “બાહ્ય ક્રિયા અંદરના ભાવ પર કશી અસર કરતું નથી માટે એની શી જરૂર પડે ? એથી શું વળે ?” વાત સાચી છે કે ગધેડાને બાહ્ય તાલીમ ગમે તેટલી આપે છતાં એ અંદરથી ઘોડાના જેવા ભાવવાળો ન બને, કિન્તુ એ પણ એટલું જ સાચું છે કે ઘોડામાં એકને બાહ્ય તાલીમ મળી તો એ અંદરથી સાર ઘડતરવાળો બને છે, ને બીજો એવી તાલીમ વિનાનો એવા ઘડતરવાળો નથી બનતો, જંગલી ઘોડા જેવો રહે છે. પેલા પોપટના બે બચ્ચાની વાત આવે છે ને ? એકને વાઘરીના ઘરે રાખ્યું, બીજાને પંડિતના ઘરે. પછી રાજા જોવા નીકળ્યો તો વાઘરીના ઘરવાળો પોપટ ગાળો ને “મારો કાપો' બોલતું હતું ! ને પંડિતના ઘરવાળો “આવો, પધારો, જય જય’ કહેતું હતું. ૨૦૦૫ ૧૦૪૦૨- ૨૦૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004962
Book TitleTarkna Tankna Shraddhanu Shilpa
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy