________________
એમ ક્ષમાશીલ પુરુષોના સંસર્ગમાં રહેવાથી ક્રોધી પણ થોડો શાંત બને છે. એમ પોતે જાતે જ ક્ષમાના પુસ્તક કે ક્ષમાશીલ કોઇનું ચરિત્ર વાંચે તો એને પોતાનામાં અંતરમાં પોતાની ક્રોધિષ્ઠતા ઉપર ખટકો પસ્તાવો થાય છે. ને કંઇક પણ ક્રોધ દબાય છે, ક્ષમાભાવ થોડો પણ વિકસે છે. આ સત્સંગવાંચનની ક્રિયાનું ફળ છે.
એમ બાહ્ય રસત્યાગ ભક્ષ્યદ્રવ્ય-સંકોચ અને તપસ્યા કરતાં કરતાં અંદરમાંથી ખાનપાનના રાગ ઓછા થતાં આવે છે. વિરાગભાવ વધે છે, એ પણ દેખાય છે, અનુભવથી અનુભવી શકાય છે.
એવી રીતે પહેલાં અંતરમાં બહુ અભિમાન-અક્કડતા-સ્વોત્કર્ષ (આત્મગૌરવ) રહેતા હોય, કિન્તુ નમ્ર, મૃદુ, અને લઘુતા ધરનારા સારા માણસોના સંપર્કમાં આવે, એવાના ચરિત્ર સાંભળે, તેમ જાતે એવાને નમનપ્રણામ-નમસ્કાર કરતો રહે, તો પોતાનામાં નમ્રતા-મૃદુતા-લઘુતા અંશે અંશે પણ આવતી જાય છે. આ બાહ્ય ક્રિયાની જ અસર છે.
૮૬ પ્રભુનું નામ લેવા માત્રથી રાગનો તાપ શી રીતે મટે ?
આનો જવાબ ૨-૩ દ્દષ્ટાન્તથી સ્પષ્ટ થશે. ચંડકોશિક સાપને વીર
Gm પ્રભુએ ડાહ્યો કર્યા પછી કીડીઓએ વીંધવા માંડયો, આનો કેટલો
બધો તાપ-ત્રાસ ? છતાં ચંડકોશિક પ્રભુનામની રટણ રાખી તો એને એવી ઠંડક આવી કે મનને એમ થયું કે મારે સંબંધ શરીર સાથે
શો છે ? મારે તો સંબંધ પ્રભુની સાથે છે. પ્રભુના શરીરને મેં ઝેરી બટકા ભર્યા, તો મારા પ્રભુએ શરીરની પરવા ન્હોતી કરી, તો પછી પ્રભુના સેવક મારે પણ દેહની શી પરવા ?' આમ કીડીઓ પર દ્વેષનો તાપ ઊઠવા જ ન દીધો. પ્રભુ નામની આ શીતલતા.
ચંદનબાળાના પિતા રાજા લડાઇમાં મર્યા, રાજ્ય ગયું, માતા સાથે એને સિપાઇ ઉપાડી જાય છે. સિપાઇના ‘તને હું પત્ની બનાવીશ,' એમ કહેવા પર માતા જીભ કચડીને મરી. સિપાઇએ પછી ચંદનાને બજારમાં ધનાશેઠને વેચી; એમાં વળી ધનાશેઠની ઇષ્યાળું પત્ની મૂળાએ ચંદનાનું માથું મુંડાવી
૧૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org