________________
કરતી વખતે “એ પાપો તદ્દન કરવા જેવા નહિ' એવું હૈયામાં સચોટ કયાંથી લાગે ? એ સચોટ લગાડવા માટે ભૂતકાળમાં પાપો કરેલા પણ અત્યારે ખોટા લાગવા જ જોઇએ. તેથી વર્તમાનમાં પાપત્યાગની પ્રતિજ્ઞા વખતે ભૂતકાળના પાપોનું પ્રતિક્રમણ કરવું જ જોઇએ. માટે જ તસ્મ ભંતે પડિકમામિ' અર્થાતું, ભૂતકાળમાં સેવેલાં પાપોનું પ્રતિક્રમણ કરું છું એ વસ્તુ કરેમિ ભંતે સામાઇય' એ વર્તમાનની પ્રતિજ્ઞાના સૂત્રમાં ભેગી મૂકી.
૧૦.
| ધર્મ ક્રિયા તો શરીર કરે છે. શરીરની ક્રિયાથી શરીરને લાભ થાય.
દા.ત. કસરત એ શરીરની ક્રિયા છે. માણસ કસરત કરે તો શરીરને
લાભ થાય છે. આત્માને લાભ શી રીતે ? આત્માને લાભ તો શુભ ભાવથી, શુભ પરિણતિથી થાય, ને એ શુભ ભાવ જ્ઞાનથી જાગે છે. ત્યાં શરીરની ક્રિયા શી રીતે લાભ કરે?
ત્યારે અહીં આનું રહસ્ય સમજવા જેવું છે કે શરીરની ક્રિયાથી આત્માને લાભ શી રીતે?
મૂળ વાત એ સમજી લેવાની છે કે આત્માની ઉન્નતિ-અવનતિ આત્માની શુભ-અશુભ પરિણતિ યાને શુભાશુભ ભાવ ઉપર મપાય છે. જેટલી શુભ પરિણતિ જોરદાર, એટલી આત્માની ઉન્નતિ ઊંચી, અને જેટલી અશુભ પરિણતિ જોરદાર, એટલી આત્માની અવનતી વધુ. આ શુભ-અશુભ ક્રિયા સાથે સંકળાયેલી રહે છે. માટે જ્ઞાનીઓએ મોહમાયાની ક્રિયાઓ ઓછી કરી ધર્મક્રિયાઓ બહુ કરવાનું કહ્યું.
આના પર ચાલુ જીવનનો દાખલો જાઓ. છોકરો મા-બાપની કોઇ સેવાના પ્રસંગે હરામ હાડકાં કરી આંખ-મિચામણા કરે અને સેવા નથી બજાવતો, એમ શિષ્ય ગુરૂની સેવા નથી બજાવતો, હવે આમાં જાઓ એણે શું કર્યું ? સેવાનું કામ ન બનાવ્યું એટલે શરીરની ક્રિયા ન કરી. આની સાથે હૈયામાં કેવા મલિન ભાવ રહ્યા તે જાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org