________________
રોગ આપત્તિ વગેરે હવે જીવને દુઃખી, રાંકડો રોતલ નથી કરી શકતા, તેમજ બીજાં એ, કે ભાવી દુઃખદૌર્ગત્યને ઊભા કરનારાં પાપનો લેપ લાગવા દેતા નથી. દેવગુરૂ ધર્મના શરણે ગયાથી મળેલાં આશ્વાસન તો મહાન વીરતા, મહાન વૈર્ય, મહાસમતાની બક્ષીસ કરે છે. જેના ઉપર આપત્તિને ઉત્સવ મનાવી હસતે હૈયે વધાવી લેવાનું સહજ બને છે. મહાવીર પ્રભુએ પુણિયા શ્રાવકની ગરીબી દૂર ન કરી કે ન કરાવી, પરંતુ એને એવું તત્ત્વજ્ઞાન, માનસિક વલણ અને જીવન-પદ્ધતિ આપી હતી કે પુણિયાને એ ગરીબી દુઃખરૂપ લાગી જ કયાં હતી? ગરીબી ટાળવા એને શરણની જરૂર જ ન્હોતી! પછી એ સવાલ જ નથી રહેતો કે “દેવગુરૂ પણ ગરીબીમાં શરણ ક્યાં આપી શકે છે ?
ત્યારે જગતના ભરોસે રહેવામાં એનું શરણું પકડી રાખવામાં આ હૃદય, આ તત્ત્વજ્ઞાન, આ જીવન-પદ્ધતિ મળતી નથી, મળે છે વાતવાતમાં દુ:ખ કરવાનું, હલકું વિચારવાનું અને આરંભ-વિષય-પરિગ્રહોને જ જીવનસાર માની એનું જીવન જીવવાનું. પછી પુણ્ય દુબળું પડી પાપ સબળ જાગતાં હોય તે હાયવોય થાય છે, અને પાપનાં સખ્તપ્રતિબંધને લીધે સ્નેહી જગતનું કાંઇ ઉપજે નહિ, એટલે અશરણ નિરાધારપણે રોવાનું રિબાવાનું અને અંતે રૅસાઇ જવાનું થાય છે.
સ્વજનના મૃત્યુ નિમિત્તે કોઇ ત્યાગ કરીએ તે પણ કર્મબંધનનું કારણ બને?ભાઇ કે પિતા કે છોકરો મરી ગયો અને મિઠાઇ ત્યાગ કરવી છે તો શો વિવેક કરવો જેથી કર્મ ન બંધાય? હાં વિવેક એ, કે આપણે એ મરનારને મોહ કરાવી પાપ બંધાવ્યા, તેમ ધર્મની તેવી પ્રેરણા કે સહાય યા અનુકૂળતા ન કરી આપી,
માટે એના દંડરૂપે મિઠાઇ ત્યાગ. આ કરો, તો જ્યારે જ્યારે મિઠાઇનો સંયોગ આવશે ત્યારે ત્યારે એને ત્યજતાં એ સ્વદુષ્કત યાદ આવી એની હાર્દિક નિંદા થશે, તેમ મરનાર પર ભાવદયા સ્ફરશે “બિચારાએ ધર્મ ન કર્યો અને પાપસ્થાનક સેવ્યાં, એનું શું થયું હશે ? ભલું થાઓ એનું !' વિવેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org