________________
હોય તો આ લાભ છે, નહિતર તો “ભાઇ મરી ગયો છે માટે હું મિઠાઇ લેતો નથી' એવા ત્યાગમાં શોકનાં પાપનાં પોષણ થશે, એના કુસંસ્કારનાં પોષણ થશે અને અશુભ કર્મનાં બંધન વધશે. મિઠાઇનો ત્યાગ કરવા છતાં આ સજા! આશ્ચર્ય ન લગાડશો. ઉગ ખોટો છે માટે આ પરિણામ છે.
] શાસ્ત્ર કહે છે,
भावियजिणवयणाणं ममत्तरहियाण नस्थि हु विसेसो।
अप्पाणंमि परंमि य, तो वज्जे पीडमुभए वि॥ એટલે કે જિનવચનથી ભાવિત બનેલા અને મમત્વ રહિત થયેલા પુરૂષોને મન પોતાના અને પરના આત્મા વચ્ચે કોઇ ફરક નથી, તેથી ઉભયની પ્રત્યે પીડાની પ્રવૃત્તિ એ કરતા નથી.
તો તો પછી પીડાકારી ભારે ત્યાગ, તપસ્યા અને પરિષહ-સહન શા માટે કરે? શાસ્ત્ર એ બધું કરવાનું તો કહે છે, તો આ વચન અને જાતને પીડા વર્જવાનું વચન પરસ્પર વિરૂદ્ધ નથી? ખાઈ-પીને મોજ કરવાનું જ કહેવું હતું ને?
સમજફેર છે. ત્યાગ તપસ્યા વગેરે એ પીડાકારી નથી, પરંતુ સાધક એ હોંશથી કરે છે. જેમ ગુમડું હોંશથી કપાવાય છે ને ? પાંચ
પૈસાની પ્રાપ્તિ થતી હોય તો હોંશથી ટાઢ-તડકો કે ભૂખ-તરસ વેઠો છો ને ? એ ક્યાં પીડાકારી લાગે છે ? સ્ત્રીઓને જેઠ મહિનાના ધૂમ તાપ સહીને રસોઇ કરવાની કેટલી હોંશ હોય છે ? એમ કર્મક્ષયના અનુપમ લાભાર્થે ત્યાગ, તપસ્યા વગેરે કરવાની હોંશ હોય છે માટે તે પીડાકારી નથી.
"
II
મૃત્યુ વખતે કેવી દશા થશે એની આજથી ચિંતા શું કામ કરવી? અરે ભાઇ ! આપણું જીવવાનું જ એવું છે કે ભવિષ્યની ચિંતા કરીએ છીએ. દિવસના કામ કરી લો, નહિતર પછી રાતે નહિ થઇ શકે. આ શું
છે?ભવિષ્યની જ ચિંતા ને? .. ༤༤༤༤༤༤ so༤༤༤༤༤༤༤
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org