________________
‘બારણું કે નકૂચો તૂટ્યો છે તો' દિવસના એને ઠીકઠાક કરાવી લો. જેથી રાતે દ્વાર બંધ કરી નિરાંતે સૂઇ શકીએ ?’
‘શિયાળામાં અનાજ ભરી લો જેથી બાર મહિના નિરાંત !'
‘કમાઇમાંથી બને તેટલું બચાવો તો આગળ કોઇ મંદવાડ કીકા-કીકીનાં લગ્નમાં કે ઘડપણમાં કામ લાગે....’
‘આમ લાંબા-ટૂંકા ભવિષ્યનો વિચાર ક્યાં નથી ? ‘એક સીડી પણ સરખી રીતે ઉતરો નહીંતર પડીએ તો હાડકાં ભાંગે, વાગે, ન આઠ દહાડા ભોગવવું પડે-આ વિચાર રહે છે જ.’
હવે જો આ ક્ષણ પર બીજી ક્ષણનો વિચાર, આજના દિવસે બીજા દિવસનો વિચાર, આ માસ-વર્ષમાં આવતા માસ-વર્ષનો વિચા૨ અને આ કુમાર-યુવાન અવસ્થામાં યુવાન-વૃદ્ધ અવસ્થાનો વિચાર રહેતો હોય તો વર્તમાન જીવન વખતે મૃત્યુનો અને મૃત્યુ પછીના જીવનનો વિચાર કેમ ન રહે ?
રસ્તો ઓળંગતા પહેલાં એમ થાય છે કે સરખું જોઇને ચાલો નહિતર કોઇ બસની હડફેટમાં મોત આવીને ઊભું રહેશે.
આ સાવધાની રહે છે જ તો પછી એવો વિચાર કેમ નહિ રાખવાનો કે ‘જ્ઞાનદ્દષ્ટિ, અને તત્ત્વગણતરીએ એવું જીવન જીવું કે જેથી મૃત્યુ વખતે હાયવોય કાયરતા અને દુર્ધ્યાન ન થાય ?
‘આજથી જ સહન કરવાની ટેવ પાડવા દો જેથી કષ્ટ કે મૃત્યુ વખતે સારી રીતે સહી શકાય.
‘એવું જીવવા દો જેથી મૃત્યુ ન બગડે.’
હાથમાં રહેલ વર્તમાન ક્ષણ, વર્તમાન દિવસ, વતમાન માસ-વર્ષ અને વર્તમાન વય જો ભાવિ ક્ષણ, ભાવિ દિવસ, ભાવિ માસ-વર્ષ અને ભાવિ વયનો વિચાર કરાવે છે; તો વર્તમાન જીવન વખતે ભાવિ જીવનનો વિચાર કેમ ન કરવો ?
ન
Jain Education International
૩૧
For Private & Personal Use Only
www.jainelibrary.org