________________
મોહાંધ માણસ કોઇ ધર્મ જીવોને પૌષધ કરવા જતા જોઇને, “આ બધા ભગતડાઓએ આમ ને આમ દેશને પાયમાલ કરાવ્યો છે,” એમ વિચારે બબડે, ત્યાં પોષધ એ લોકવિરૂદ્ધ ન ગણાય?
ના, કેમકે એ અશુભ અધ્યવસાય ધર્મી જીવોએ નથી કરાવ્યો, તે તો : |
તેની અંદર પડી રહેલો જ હતો, તે જરા પ્રગટ દેખાયો. પણ
પૌષધવાળો લઘુનીતિ ગમે ત્યાં કરવા બેસે, તેનાથી લોકોને જે ધૃણા થાય અને ધર્મ-ધર્મી ઉપર અભાવ થાય, તે તો આ અનુચિત પ્રવૃતિ નિમિત્તે થયું કહેવાય; માટે એનો ત્યાગ કરે.
કોઇ માણસ નવકારશી (જમણ) કરીને ઘણાં સાધર્મિકને જમાડે તે કેટલાકને ન રુચતું હોય, તો તે પ્રવૃત્તિ લોકવિરૂદ્ધ ખરી કે નહિ? ના, તે લોકવિરૂદ્ધ નહિ, પરંતુ જ્યારે કોઇ માણસ તેની જ પાસે ગરીબી અવસ્થાને અંગે પાંચ રૂપિયાની મદદ માગે, અને છતી
શક્તિએ તે ન આપે તો તે લોકવિરૂદ્ધ કહેવાય. ધર્મકાર્યમાં આમ ઘણા પૈસા ખર્ચવા છતાં પાંચ રૂપિયા માટે આનાકાની કરે, ન આપે, તો એ જાણવામાં આવતાં લોકો એની નિંદા કરે, “જોયો ધર્મદંભી !' આગળ વધીને લોક ધર્મને વખોડે કે “આમનો ધર્મ જ એવો છે, અને એમ ધર્મ પ્રત્યે દ્વેષી પણ થાય. તેથી આવી કૃપણતા-કઠોરતા એ લોકવિરૂદ્ધ ગણાય.
કેટલીક સામાન્ય પ્રવૃત્તિથી એકાદ માણસને એની અણસમજ કે મૂર્ખતાને લીધે તે માટે સમાધાન રહેવું ઘટે. ગુણનો ઉપાસક તો સામાન્ય પ્રવૃત્તિની પણ ઘણી જ કિંમત આંકે. લોક બિચારા અધર્મ ન પામે, ધર્મની નિંદા-ધૃણા કરનાર ન બને, ધર્મ પર તિરસ્કાર ન કરે, અવહેલના ન કરે, એ દયા ધર્મને નહિ આવે તો કોને આવશે ? તેને આવવી જ જોઇએ, અને તેથી જ લોક અધર્મમાં પડી ન જાય તેવી તે સાવચેતી રાખે. પોતે બીજાને ધર્મ પમાડવો તો દૂર રહ્યો, પણ બીજાઓ પોતાના જ રહ્યા સહ્યા ધર્મને ધર્મ પ્રત્યેનો આદર-સદ્ભાવને ગુમાવે, ઉપરાંત અનાદર-તિરસ્કારવાળા બને એવું કેમ જ આચરાય ? એ અનાદર વગેરે અશુભ ભાવ હોઇ સંકલેશરૂપ છે, ને બોધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org