________________
જાળવવાથી જ તકેદારી રહે અને તેથી ઠામોઠામ સુખ લાગે એટલે જ પૂર્વે કહેલા દાખલામાં મુડી નથી એમાં પ્રભુનો અલ્પ-પરિગ્રહ એ મહાન ગુણસંપત્તિ હોવાનો ઉપદેશ યાદ કરી આનંદ હોય. અથવા, સારી પત્ની કરતા સારા પ્રભુ મળ્યાની ભા૨ે હુંફ હોય, નોકરીમાં બાકીના સમયે વેપારાદિની કોઇ ચિંતા વિચારોના લફરા નહીં, પ્રભુને નિરાંતે ભજી શકાય એનો આનંદ હોય. રોગમાં ય જિનભક્તિ ભગવત્સ્યરણ, શ્રદ્ધા, વ્રતનિયમ તત્ત્વભાવના વગેરે કે જે પશુઆદિને અને કેટલાય માણસોને મળ્યા નથી એ અમુલ્ય ધન મળ્યાનો આનંદ આનંદ હોય. એમ પૂર્વોક્ત આત્મસુવર્ણશુદ્ધ, સત્ત્વવિકાસ સંયમસાધના, ક્ષમાસમતાદિ સમૃદ્ધિની કમાઇ વગેરે પ્રભુના દ્દષ્ટાન્તથી કમાતા રહેવાનું લક્ષ્ય હોય એટલે ઠામ ઠામ સુખ લાગે.
યોગદ્દષ્ટિમાં ધર્મસન્યાસની વાત આવે છે. તેનો શું અર્થ ? શું ૧૦૬ ધર્મયોગ યાને ધર્મનો યોગ એ ધર્મ ? કે ધર્મનો ત્યાગ એ ધર્મ ? ધર્મસન્યાસનો અર્થ તો ધર્મનો ત્યાગ થાય, એ ધર્મ કેમ બને ?
અહીં ‘ધર્મયોગ પદમાં' શબ્દનો અર્થ સમજી રાખવા જેવો છે. ધર્મ
Om એ અત્યંતર રીતે ચિત્તની શુભ પરિણતિરૂપ છે અને બાહ્ય રીતે શુભ પ્રવૃત્તિમય છે.
દા.ત. વીતરાગ પ્રભુના દર્શન-પૂજનની પ્રવૃત્તિ એ બાહ્ય ધર્મ છે અને પ્રભુ પર ચિત્તમાં ભક્તિભાવની પરિણતિ એ અત્યંતર ધર્મ છે. એ પરિણતિ કર્મના ક્ષયોપશમથી થતી ક્ષાયોપશમિકરૂપ ને ક્ષયથી થતી ક્ષાયિકરૂપ હોય. આ હિસાબે અહીં ધર્મસન્યાસમાં ધર્મ શબ્દથી અહીં આગળ બતાવે છે તે ‘ક્ષાયોપમિક પરિણતિરૂપ ધર્મ' લેવાના છે. એનો સન્યાસ, અર્થાત્ ત્યાગ કરીને ક્ષાયિક પરિણતિરૂપ ધર્મમાં જવાનું છે એટલે આ ધર્મનો ત્યાગ એ તો મોટો ધર્મ બને છે કેમકે એ ધર્મસન્યાસ એવો મહાન ચિત્તપરિણામ, આત્મપરિણામ છે કે જે હવે ક્ષાયિક આત્મપરિણામરૂપ બનવાનો છે, ક્ષાયિક કેવળજ્ઞાન ક્ષાયિક વીર્ય આદિરૂપે પ્રગટ થવાનો છે.
Jain Education International
૧૩૦
For Private & Personal Use Only
www.jainelibrary.org