________________
માણસ અજાણ્યે ભુલભુલમાં નજીક આવી જતા એની ખોપરી પર ઇંટડો પડે ને કદાચ મરે તો પણ કાયદાની દ્દષ્ટિએ પેલો માર ખુની નહીં ગણાય.
ત્યારે જો માનવી-સરકાર પણ બાહ્ય બનાવ કરતા અંતરના પરિણામને મહત્ત્વ આપે તો પછી કર્મ-સ૨કાર એને કેમ મહત્ત્વ ન આપે ?
(૩) નાનું ય પાપ એ મોટો ગુન્હો બનવાનું ત્રીજાં કારણ એ છે કે નાનું પણ પાપ આચર્યા પછી જો એનો પશ્ચાત્તાપ નથી તો એનો અર્થ એ કે એ આચરેલું ખરાબ લાગતું નથી. તેથી ત્યારે પાપ ખરાબ ન લાગે એનો બળાપો જ ન થાય એ મોટો ગુન્હો બની જાય છે.
દા.ત. જુઓ કે છોકરો ઘ૨માંથી થોડા જ પૈસા ચોરી જાય. પછી માબાપને જાણ થતા એને ઠપકો આપે. ત્યાં જો એ છોકરો ચોરી કર્યાનો બળાપો દેખાડે તો તો માબાપ ક્ષમા કરે છે પરંતુ છોકરો જો ઉદ્ધતાઇથી એમ કહે કે ‘એમાં ખોટું શું ? સીધી રીતે પૈસા ન આપો તો ચોરીથી ય લેવાય. એ ચોરી કોઇ ગુન્હો નથી'. આમ જો છોકરો ચોરી ખરાબ ન માને તો માબાપ સમજે છે કે ખલાસ ! આ છોકરો ભયંકર દુષ્ટ બન્યો છે. હવે એને ઘરમાં ન રખાય. નાની પણ ચોરીને ખરાબ ન માનતા કોને ખબર, કાલે એ બધો ય માલ ઉઠાવી જાય તો ? દુનિયાના મા-બાપ સમજે છે કે નાનો ય ગુન્હો ખરાબ ન માને તો એની પાછળ મોટો ગુન્હો ય કરી નાંખે એવી એની મનોવૃત્તિ બગડે. જ્ઞાની ભગવંતો કહે છે –
નાના પાપને ય ખરાબ ન માનવામાં મોટો ગુન્હો આ કે ફરીથી એ પાપના કે એથી વધુ મોટા પાપના આચરણ સુલભ બને છે.
જીવનમાં જાઓ તો દેખાશે કે ખાવું ખોટું નથી લાગ્યું યા રાત્રે ખાવું ખોટું નથી લાગ્યું તો ખાવા પાછળ કેવાં પાપ ચાલે છે ? આઠમ ચૌદસ જેવી મોટી તિથિ આવી ત્યાં કાં તો એના પર કંટાળો અરૂચિ દ્વેષ થાય છે કે આ ક્યાં આવી ?
અગર તેની પરવા જ નથી હોતી. મનને એમ થાય કે આપણે વળી આ તિથિ-ફિથિ શુ ? એ તો વેવલાના ધંધા... કહો, ક્યાં પહોંચ્યો ? તિથિએ ઉપવાસ કરી જરા દુબળા પડનારા પર એ તિરસ્કાર કરે છે એને દયાપાત્ર ગણે
Jain Education International
૧૩૨
For Private & Personal Use Only
www.jainelibrary.org