________________
કહેલાં જ સાચા હોય. એટલે સર્વજ્ઞનાં વચનની તથા એ વચને કહેલ તત્ત્વો અને મોક્ષમાર્ગની અટલ શ્રદ્ધા જોઇએ. એ શ્રદ્ધા હોય તો જ સર્વજ્ઞે કહ્યા મુજબ મોક્ષમાર્ગ ચારિત્રનું યથાર્થ પાલન દિલથી થાય. શ્રદ્ધા ન હોય તો (૧) ય (૧) યથાર્થ ચારિત્ર હાથમાં જ ન આવે, અગર (૨) કદાચ આવે તો ય એનું પાલન બરાબર ન કરે, અથવા (૩) બરાબર કરે તો પણ મોક્ષની ઇચ્છાથી નહિ, કિન્તુ કોઇ સંસાર સુખના ઇરાદે. આ એકે ય વાતે મોક્ષ ન થાય.
મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ પ્રભુને સ્તવે છે કે, ‘તુજ અક્ષય સુખની રસવતી, તેહનો લવ દીજે મુજ, ભૂખ્યાની ભાંગે ભૂખડી, શું અધિકું- કહીયે તુજ ? સુન્ન સુગુણ સનેહી સાહિબા.’ અહીં પ્રશ્ન થાય છે કે અર્નિંહત પ્રભુની અક્ષય સુખરૂપી રસોઇમાંથી એક લવમાત્ર મળતાં જીવની બધી ભૂખ શી રીતે ભાંગે ? તો પછી મહાન્યાયાચાર્ય આ વિધાન શા હિસાબે કરે છે ?
८८
આનો ખુલાસો વિવિધ રીતે થઇ શકે.
(૧) જીવને કાંઇને કાંઇ જાણવાની આતુરતા યાને ભૂખ રહ્યા કરે છે. ત્યારે પ્રભુનું અક્ષય સુખ અનંત જ્ઞાનનું લેવાનું છે. કેમકે અધુરા જ્ઞાનમાં જ જીવને દુ:ખ દુ:ખરૂપ લાગ્યા કરે છે. જો જ્ઞાન પૂર્ણ છે તો હવે આગામી અનંતાનંત કાળનાં શાશ્વત સુખને જોઇ લીધું છે. પછી વર્તમાન અતિઅલ્પ કાળનું દુ:ખ, કે જે ભોગવાયે, એ શાશ્વત સુખને પ્રગટ થવા અવસર દે છે. પછી એ દુ:ખ દુ:ખરૂપ શાનું લાગે ? દા. ત. જો કોઇ શાહુકારે દેવાદારને દેવું ભરી દે તો પછી વેપારમાં મોટો ભાગીદાર બનાવવાની ખાતરી આપી હોય તો પછી એ દેવાદાર દેવું ભરતાં જરા ય દુ:ખ નથી માનતો. એમ અહીં અનંત જ્ઞાનમાં વર્તમાન અલ્પ દુ:ખ પૂર્ણ થયેથી અનંતાનંત કાળના અક્ષય સુખનું દર્શન થતું હોય, ત્યાં દુઃખ દુઃખરૂપ લાગે જ શાનું ? એટલે જ, જાણે અત્યાચારથી જ અક્ષય સુખ, પછી ભલે ખરેખર અક્ષય સુખનો અનુભવ મોક્ષ પ્રાપ્તિથી શરૂ થાય.
ad
Jain Education International
૧૦
For Private & Personal Use Only
www.jainelibrary.org