________________
(૧) સંસાર અને સંસારના વિષયો ઉપર શુદ્ધ વૈરાગ્ય અને (૨) વીતરાગ સર્વજ્ઞ ભગવાને પોતાના અનંત જ્ઞાનમાં જેવું ચારિત્ર મોક્ષસાધક તરીકે પ્રત્યક્ષ જોયું છે, કે આવા સ્વરૂપવાળાં ચારિત્રથી સર્વ કર્મના ક્ષયરૂપ મોક્ષ થાય, અને જગતને એ બતાવ્યું છે. એવા ચારિત્ર માટે ચારિત્રના એમણે કહેલ મૂળ ગુણો અને ઉત્તર ગુણો જોઇએ, મહાવ્રત અને તત્ત્વપોષક ચર્યા જોઇએ.
સમ્યકત્વના બે અંશઃ
હવે જુઓ કે સમ્યગ્દર્શનમાં જ આ બેના અંશ મળે છે. સમ્યત્વ ભવનિર્વેદના મૂલક છે.
ભવનિર્વેદ હોય તો જ સમ્યકત્વ આવે.
ભવનિર્વેદ એટલે સંસાર તથા સંસારના વિષયો અને એની ખાતર કરાતા ક્રોધાદિ કષાયો ઉપર ભારે નફરત-અરૂચિ-ગ્લાનિ. મનને એમ થાય કે “ મારા જીવને પરપદાર્થોની આ શી વિટંબણા ? હું તો શું મારા શુદ્ધ જ્ઞાનસ્વરૂપમાં નિરાંત ઝીલતો રહું ? કે આ પર વસ્તુઓની વેઠ કર્યા કરું ? ભ્રમણાથી માનું છું કે મને એનાથી સુખ-આનંદ મળે છે !' પરંતુ એ ક્યાં મારે સ્વાધીન છે ? જોતજોતામાં વણસી જાય છે. પાછા એ તરતમતાવાળા છે. એટલે મળેલા કરતાં બહાર ઊંચા પદાર્થ દેખાતાં, આનો આનંદ કપાઇ જાય છે! પેલાના ઓરતા થાય છે! વળી એ ભાગ્યને પરાધીન હોઇ ભાગ્ય કરે તે જ બને, એટલે એ મારી ઇચ્છા અને પ્રયત્નને બહુ ગણતા નથી. તો પછી મારે નાહક શેકાવાનું જ ને ? તો શા સારૂં એની ઝંખનાઓ અને દોડધામ કર્યા કરું સારાંશ, કાંઇ માલ નથી એ સંસારના વિષયોમાં. એમ કષાયોમાં ય કાંઇ માલ નથી, કેમકે એને ય પલટતા રહેવું પડે છે. વળી એમાં હૈયું સ્વસ્થ નહિ, પણ ઉકળતું રહે છે. તો શું એની વેઠ કરવી અને વિહ્વળતા હોરાવી ?” આમ વિષયો અને કષાયો સ્વરૂપ સંસાર પ્રત્યે નફરત થાય ગ્લાનિ થાય, આસ્થા ન રહે, આ ભવનિર્વેદ.
સમ્યકત્વ (૧) એક તો આ ભવનિર્વેદ માંગે છે, ને (૨) બીજાં યથાર્થ તત્ત્વ અને મોક્ષમાર્ગની સચોટ શ્રદ્ધાની અપેક્ષા રાખે છે, અને એ તો સર્વ ૨૦૦૫ ૧૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org