________________
રહેતા હતા તેથી જ જીરણ શેઠનો વિચાર ન કર્યો કે, “આ બિચારો ૪-૪ મહિના સુધી ગોચરીની વિનંતિ કરતો રહ્યો હતો અને હવે આજે પારણાની રાહ જોતો ઉચ્ચ ભાવનામાં ચડી રહ્યો છે, તો હું પારણું જરાક મોડું વ્હોરું તો આ કેવળજ્ઞાન પામી જાય એવું છે.” માત્ર આ વિચાર જ નહિ કિન્તુ જીરણ શેઠ ૪-૪ મહિના રોજ વિનંતિ કરતા હતા તે પણ પ્રભુ જોતા ન હતા કેમ કે પ્રભુ પોતે સદા અંતરાત્મભાવમાં ઝીલતા ને અંતર્મુખ રહી પોતાના સંયમ અને તત્ત્વચિંતનમાં જ તન્મય રહેતા હતા એટલે મન એમાં જ એવું ચોંટેલું રહેતું કે બીજા કોઇ વિચાર માટે મન નવરું જ ન્હોતું.
જ્યાં ચાર ચાર મહિના સુધી જીવણ શેઠની રોજની વિનંતી પર પ્રભુએ એક દિવસ પણ મન લગાવ્યું નથી ત્યાં હવે પારણાના દિવસે પણ જીરણ શેઠનો વિચાર કરે જ શી રીતે ?
તો પછી અહીં કેમ એવો પ્રશ્ન ન થાય કે હંમેશાં અંતર્મુખ હોવાને કારણે પ્રભુએ સર્પ માટે એના કલ્યાણનો વિચાર શી રીતે કર્યો ?
ઉત્તર સરળ છે.
અરિહંત ભગવાન હંમેશા નિરંતર કરૂણાના ભરેલા હોય છે એટલે એમની દરેક પ્રવૃત્તિ કરૂણાથી સંમિશ્રિત હોય. તેથી જ જ્યારે ચંડકૌશિકના સ્થાન પર પધારતા હતા ત્યારે જ એમને જ્યાં ગોવાળીયાઓએ નિર્દેશ કર્યો કે આ ટૂંકા રસ્તે જતા આગળ મહા ઝેરી મોટો ચંડકોશિયો ભોરિંગ રહે છે. માટે આ રસ્તે મત જાઓ. ફરીને બીજા લાંબા રસ્તે જાઓ. આમ કહ્યું ત્યારે જ એ વિચાર પ્રાસંગિક હતો કે નિર્દોષ જીવોને બિચારાને મારી મારી ખતમ કરનારો આ ચંડકોશિયો અસલમાં કોણ છે ? એ જો જાણું તો કદાચ એની એવી મહાહિંસક દારૂણ વૃત્તિને મારી જાત પર ગમે તેટેલું ઉગ્ર સહન કરીને બદલાવવાની કરૂણા કરી શકાય. આ હિસાબે પ્રભુને માટે ચંડકોશિકનો પ્રસંગ પ્રાસંગિક ગણાય. એટલે જેમ વિહારમાં કોઇ એવા પ્રાસંગિક અવસર આવે અને પ્રભુ યોગ્ય આચરી લે તો એમાં ૫૨-૨મણતા નથી કહેવાતી પરંતુ સ્વાત્મરમણતા અખંડિત કહેવાય છે. એમ અહીં પણ ચંડકોશિકના વિચારમાં સ્વાભરમણતા જ હતી. જ્યારે જીરણ શેઠના પ્રસંગમાં ‘જીરણ શેઠની ખાસ
Jain Education International
પૂર
For Private & Personal Use Only
www.jainelibrary.org