________________
કામ છે?” તો એ સમજદાર ગણાય?” કે અજ્ઞાન પાગલ ગણાય?
પોકળ નિશ્ચયવાદીનું અજ્ઞાન :
એટલે, “આપણે તો વીતરાગ બનવાનું છે, શુદ્ધ ભાવવાળા બનવાનું છે ત્યાં શુભ ભાવનું શું કામ છે ?” એમ કહેનારો. કહેવું પડે કે એ ખરેખર સમજ્યો જ નથી કે વીતરાગભાવ કઇ અવસ્થા છે, એ કેવી રીતે આવે છે, એની પૂર્વે કષાયોની કેવી કેવી અનેકવિધ ઉતરતી માત્રાઓ છે. એ કેવી કેવી રીતે પસાર કરવી પડે છે. એ માત્રાઓને ઘટાડતા જવા ક્યા ક્યા શુભ ભાવ ઉપયોગી થાય છે ?... વગેરે વગેરે એ સમજ્યો જ નથી.
હ૦
જગદ્ગુરૂ મહાવીર ભગવાન ચંડકોશિયા પર કરૂણા કરીને સરળ નિરુપદ્રવ રસ્તો છોડી વિકટ ટૂંકા રસ્તે પધાર્યા. આમા પ્રભુને
ચંડકોશિયાના તીક્ષ્ણ હંસ ખાવા પડ્યા, તો પણ એ ખાઇને પણ પ્રભુએ દિલમાં કરૂણા વહેતી રાખી. જ્યારે હવે સવાલ બીજો છે કે, મહાવીર ભગવાને જીરણ શેઠ ચાર-ચાર મહિનાથી પારણે પધારવી વિનંતી કરતો હતો છતાં ચાર મહિનાના અંતે આંગણે તીવ્ર રાહ જોઇને ઉભેલા શેઠને લક્ષ્યમાં ન રાખ્યા અને પારણું બીજા અભિનવ શેઠને ત્યાં કરી લીધું. ખેર ! જીરણ શેઠને પારણાનો લાભ તો ન આપ્યો પરંતુ ત્યાં જીરણ શેઠ જે પારણાની રાહ જોતા હતા અને ભાવવૃદ્ધિમાં ઉપર ઉપરના દેવલોકનું આયુષ્ય બાંધવા ટાણે દેવદુંદુભિવાગી એટલે જીરણ શેઠ સમજી ગયા કે પારણું બીજે થઇ ગયું. તેથી ભાવનાની શ્રેણિ ત્યાં અટકી પડી. હજી જો દુંદુભિ ન વાગી હોત તો ભાવના અને ગુણસ્થાનની શ્રેણિ ચઢતી-ચઢતી અનુત્તર વિમાનને વટાવી ક્ષપકશ્રેણિ પર લાગત અને એ જ અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામી જાત. આ થવા માટે મહાવીર પરમાત્માએ અભિનવ શેઠને ત્યાં એટલી માત્ર અંતર્મુહૂર્ત (હેજ ઓછી બે ઘડી) વિલંબ કરવાની જરૂર હતી તો એટલી દયા પ્રભુએ કેમ ન કરી?
અહીં ભગવાનનો અંતરાત્મભાવના-અંતર્મુખતાનો ધર્મ આગળ આવે છે. ભગવાન સદા અંતરાત્મ ભાવમાં રહેતા, સદા અંતર્મુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org