________________
વિનંતી છે અને એને હું પારણું અંતર્મુહૂર્ત લંબાવું તો એને લાભ થાય એવો છે' આ વિચાર સ્વાત્મરમણતામાં ન ગણાય. એટલે ભગવાન જીરણ શેઠનો વિચાર જ શા માટે કરે ?
આ પરથી ધર્મસાધકે સ્વાત્મચિંતા મુખ્ય રાખવાની છે અને પ્રાસંગિક કોઇક પરિસ્થિતિ ઊભી થાય તો સામાની ભાવદયા વિચારવાની છે. દા.ત. પ્રભુના દર્શનની આડે કોઇ આવીને ઊભું તો અસલમાં તો ત્યાં “ચાલો મારે આંખ મીંચી પ્રભુદર્શન કેવા થયા એ યાદ કરી લેવાનું થયું એ વિચારવું. જો ત્યાં ધીરજ ન રહે તો આપણે સૌમ્યતાથી એ ભાઇને જરાક બાજુએ ઊભા રહેવાનું કહેવાનું. સારાંશ, સ્વાત્મરમણતા એ પ્રધાન સાધના છે. એથી આપણે અસમાધિ અને સંક્લેશથી બચી જવાય છે.
ON
સેચનક હાથીએ માલિક દુરાગ્રહી થવા છતાં એમની પ્રત્યે વફાદારી જાળવી અને એમનાં અજ્ઞાન પર એમની દયા કરી એમને બચાવી લીધા. પરોપકાર કર્યો તો પછી એ નરકે કેમ ગયો? આના ઉત્તર એ છે કે (૧) પરોપકાર માત્રથી બચાવ નથી મળતો, તેમ (૨) આશ્રિત જીવના નાશમાં અજ્ઞાનતાથી નિમિત્ત બનવાનું
પાપ કરવા માત્ર પર દુર્ગતિ નથી થતી. કિન્તુ (૧) પરોપકાર કરવા છતાં જો પોતે કોઇ દુર્બાન હાયવોય કષાયના પાપમાં પડી જાય તો દુર્ગતિ સર્જાય છે. ત્યારે (૨) આશ્રિતનો ઘાત નીપજવામાં અજાણ્યે નિમિત્ત બનવા છતાં ભારે પશ્ચાતાપ અને સંયમ સાધના સાથે ઉચ્ચ ભાવના અને ઉત્તમ શુભધ્યાનમાં ચડી જાય તો સદ્ગતિ મળે છે.
આ ઉપરથી શીખવા મળે છે કે પરોપકાર તારક છે જરૂર, કિન્તુ એથી હવે દુર્બાન અને કષાય કરવાનો હક્ક નથી મળતો. એમ કરવામાં તો સ્વોપકાર હણાય છે. સ્વોપકારમાં પરોપકાર સમાય, કિન્તુ પરોપકારમાં સ્વોપકાર સમાવાનો નિયમ નહિ. એનો અર્થ એ કે, પરોપકાર કરનાર સ્વોપકાર તો સાચવવો જ પડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org