SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂલાતું નથી ! એટલે ત્યાં આપણું અહંત્વ અખંડ ઊભું રહે છે. મનને એમ લાગે છે કે ‘પ્રભુ ! હું તમારી ભક્તિ કરૂં છું, આમાં અહંત્વની ગંધ છે. નહિતર પ્રભુની આગળ આપણે કોણ ? આપણે ક્યા મોટા ભગત ? પૂર્વના મહાકવિઓ મહર્ષિઓ પ્રભુના જે ભક્ત હતા, એમાંનો અંશ પણ આપણામાં દેખાતો નથી. પૂજા કે ચૈત્યવંદન કરતાં કરતાં એક મચ્છર પણ શરીર પર બેસે, એક માખી પણ મોં પર બેસે, તો ઝટ ખ્યાલ આવે છે કે ‘મને મચ્છ૨-માખી કરડે છે.' જો પૂજા-ચૈત્યવંદનમાં લયલીનતા હોય તો શરીર પરનો આ ક્ષુદ્ર ઉપદ્રવ ધ્યાનમાં જ શાનો આવે ? એટલે બધું ય ભૂલી જવું એ અહીં આત્મઅપર્ણ સમજવું. છેલ્લા રાજર્ષિ ઉદયન છે તેવું પ્રભુમુખે જાણ્યા પછી અભયકુમાર તરત જ દીક્ષા લેવા ઉતાવળા કેમ થયા ? તેમના આયુષ્યની પ્રભુને તો ખબર છે, તો પ્રભુને પછી ન લેવાય કે ‘મારૂં આયુષ્ય કેટલું ? એ જો આયુષ્ય લાંબુ બતાવે. તો હમણાં નહિ, પણ પછીથી દીક્ષા લઇ શકાય ને? ૭૫ T ના, (૧) એક તો જો સોપક્રમ આયુષ્ય હોય તો સંભવ છે. ઉપક્રમ લાગતાં આયુષ્ય વ્હેલું ય તૂટી જાય, એટલે કે આયુષ્યકર્મના દળિયાં બધાં જ એકી સાથે ભોગવાઇ જાય ! એમ જો ઉપક્રમ લાગે તો વ્હેલા મ૨વાનું થાય, અને વાયદે રાખેલ દીક્ષા લેવાની રહી જાય. (૨) બીજી વાત એ છે કે આવો સવાલ જ્ઞાનીને પૂછવા પાછળ આશય એ છે કે ‘જ્ઞાની જો લાંબુ આયુષ્ય બતાવે તો તો પાછળથી દીક્ષા લઇશું. અર્થાત્ હમણાં ને હમણાં ચારિત્ર લેવાની શી ઉતાવળ કરવી ?’ (૩) હમણાં ને હમણાં ચારિત્ર લેવાની ભૂખ નથી. ને (૪) સંસારના પાપો પ્રત્યે ‘પાપ મહા ખરાબ’ એવી ઘૃણા નથી, તેમજ (૫) એવો ભય નથી કે આ સંસારના સમય સમયના જંગી પાપોથી Jain Education International ૯૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004962
Book TitleTarkna Tankna Shraddhanu Shilpa
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy