________________
પરમાત્માનું ધ્યાન બે રીતે, - (૧) સંભેદ પ્રણિધાન, અને
(૨) અભેદ પ્રણિધાન.
(૧) સંભેદ પ્રણિધાન એટલે ? પ્રણિધાન અર્થાત્ ધ્યાન. વીતરાગ પરમાત્માને આપણા આત્માથી ભિન્ન તરીકે આપણી નજર સામે રાખીને જે એમનું એકાગ્ર ચિંતન કરાય એ સંભેદ પ્રણિધાન. આનામાં તન્મયતા વધારતા જવાનું, તે એટલે સુધી કે મનમાંથી જગતનું બીજું બધું, યાવત્ પોતાની કાયા પણ વિસરાઇ જાય, અને વીતરાગ પરમાત્મા સાથે પોતાની એકાકારતા તન્મયતા જોરદાર જામી જાય. ત્યાં મનને એમ થયા કરે, કે ‘અહો ! અહો ! કેવા અનુપમ આ વીતરાગ અરિહંત ભગવાન !'
(૨) અભેદ પ્રણિધાન : -એ તન્મયતા ને એકાકારતા પરમાત્મા પર હૃદયના અતિશય પ્રેમ અને બહુમાનથી ઊભી કરેલી છે. તેથી એમાં હવે એ ભૂલાઇ જાય છે કે ‘આ સામે વીતરાગ પરમાત્મા, અને એમનું હું ધ્યાન કરનારો.' આ વાત ભૂલવાનું કારણ પોતે પરમાત્મ-સ્વરૂપમાં ગળાડૂબ ડૂબી ગયો છે. સાંસારિક વ્યવહારમાં એવું બને છે, કે ભાગીદાર વેપારીને ગાઢ મિત્રતા હોય તો એમાના એકને વેપાર અંગેના ચિન્તનમાં, બીજો ભાગીદાર જાણે અત્યારે સામોસામ હોય ! એવું એનું ધ્યાન લાગે છે. પછી એ સામાની સાથે માનસિક વાતચીતમાં સામાની અત્યંત પ્રેમભરી ભારે ઉદારતા ચિંતવતો હોય તેમાં જાણે એવો ભાસ થાય છે કે પોતે સામા સ્વરૂપ બની ગયો એટલે પોતાને મનમાં સામા તરીકે જ દેખે છે. એમ અહીં પરમાત્માનાં સંભેદ પ્રણિધાનને ઉત્કૃષ્ટ આકર્ષણ-મમતા અને બહુમાન સાથે કરતાં કરતાં પોતે વીતરાગને એટલો બધો નિકટ થઇ જાય છે, કે વચમાંથી ભેદ ઊડી જાય છે, ને પોતે વીતરાગ છે, એ ખ્યાલ ઊભો થાય છે. આ ખ્યાલ જો ઉગ્ર તન્મયતાથી . ઉત્કૃષ્ટ કોટિનો બને, તો ત્યાં હવે વીતરાગ જુદા અને પોતે જુદો એવું ભાન નથી રહેતું, ને વીતરાગનું અભેદ-પ્રણિધાન લાગે છે. પછી એમાંથી પોતે વીતરાગ જ છે એવો ખ્યાલ ઊભો થાય છે.
સારાંશ, વીતરાગનું ધ્યાન કરતાં કરતાં એમનામાં એકાકારતા
Jain Education International
८०
For Private & Personal Use Only
www.jainelibrary.org