________________
પ્ર. તો શું આપણે વીતરાગ ભગવાનનાં દર્શન-વંદનાદિ કરીએ એટલા માત્રથી આપણામાં યોગ્યતા ઊભી થઇ જાય ?
ઉ. ના, એ દર્શનાદિ તો કરવાના ખરા જ, પરંતુ વિશેષ તો આપણે પણ આપણી યોગ્યતા વધારવાના પ્રયત્નમાં, - જેમ નોકર શેઠની નજરમાં પોતાની યોગ્યતા વધારવા માટે બીજું બધું છોડીને શેઠનું કામ પહેલું કરે, શેઠના વધુને વધુ કામ કરે, તેમ આપણે ભગવાનના તાનમાં આપણી યોગ્યતા વધારવા માટે બીજું બધું છોડીને પહેલું કામ ભગવાનની ભક્તિનું કરવાનું, અને એવા ભાવોલ્લાસ કરવાના, કે “ભગવાનની ભક્તિ વધુને વધુ કરું, ભગવાનની આજ્ઞા વધુ ને વધુ સારી રીતે પાળું.” આમ જે વધારે ને વધારે ભગવાનને ભજવાનું ને ભગવાનની આજ્ઞા પાળવાનું મન થાય, તે જ ભગવાનની રીઝ છે. એ રીતે ભગવાનને આપણા દિલમાં એવા ઓતપ્રોત કરવાના છે કે તેમના ગુણોનો જ વિચાર આવે, ને તેમના જેવા જ બનવાનું મન થાય. એટલે ભગવાનનાં અત્યંતર દર્શન થયા પછી આપણે એમાં એવા ઠરીએ, તો પછી તેમના જેવા બનવાનું મન થાય. ભગવાનના ગુણોની પ્રીતથી આપણે જેટલા રંગાયા, જેટલા ભાવિત થયા, તેટલી ભગવાનની રીઝ કહેવાય. જેમ સતી સ્ત્રીને પોતાના પતિ તરફથી રીઝ છે, પછી પરપુરુષનો વિચાર સરખો પણ નહીં કરે. આ ખાસ ધ્યાનમાં રહે, કે -
દેવ-ગુરુની કૃપા યાને રીઝ દેવગુરૂ પાસેથી નથી મળતી, પણ આપણા દિલમાંથી ઊભી થાય છે.
I૭૧
OT પરમાત્મા એ પણ બાહ્યતત્ત્વ છે, તો એની રમણતામાં અત્યંતર
તત્ત્વ જે સ્વાત્મા, એમાં રમણતા શું થાય? ને એ વિના સ્વાત્માનું
વિશુદ્ધ સ્વરૂપ પ્રગટ શી રીતે થાય ? અથવા કહો, પરમાત્મરમણતામાંથી સ્વાત્મ-રમણતામાં કેવી રીતે અવાય?
પરમાત્મ-રમણતામાં જગતનું. બધું ભૂલીને માત્ર પરમાત્મામાં એકાકાર થઇ ધ્યાન કરવાનું છે ને એ ધ્યાનમાંથી અંતે સ્વાત્મરમણતામાં જવાય છે. તે આ રીતે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org