________________
એક નોકર હોંશિયાર છે, તે મારે કાંઇ માંગવું જ નથી' એમ મનમાં નક્કી રાખે છે. શેઠે એને ક્યારે પૂછે કે, “આ બધા માગે છે કે તું કેમ કાંઇ માંગણી કરતો નથી?” ત્યારે આ હોંશિયાર નોકર કહે “શેઠજી ! તમે આપો છો એ ઘણું છે. બસ, આપની મહેર છે, પછી બીજું શું જોઇએ ?” એટલે શેઠનાં મનમાં થાય છે કે, “આ એક નોકર ખરો છે, લાયક છે, બાકી બધા ક્યારે ખોટા થઇ બેસશે એનું કાંઇ કહેવાય નહિ.” એટલે શેઠના દિલમાં આ નોકરની જે ભારે યોગ્યતા દેખાય છે, એ યોગ્યતા એજ શેઠની રીઝ છે અવસર આવે ત્યારે શેઠની પાસે આ નોકરે કાંઇ માંગવું ન પડે, ને એનું બધું કામ થઇ જાય ! શેઠની નજરમાં એની યોગ્યતા છે. બસ, ભગવાનની રીઝ એટલે ભગવાનના જ્ઞાનમાં આપણી મોટી યોગ્યતા દેખાય. જેમકે મહાવીર ભગવાનના જ્ઞાનમાં ગૌતમની મોટી યોગ્યતા દેખાતી હતી. એજ ભગવાનની મોટી રીઝ કહેવાય.
પ્રશ્ન :- વાત ઠીક છે, આપણી યોગ્યતા એ જ ભગવાનની રીઝ, પરંતુ આ યોગ્યતા તો આપણે જ પરિશ્રમથી ઊભી કરવી પડે ને ? એમાં ભગવાને શી રીઝ કરી ? હા, આપણી યોગ્યતા જો ભગવાન ઊભી કરી આપતા હોય તો તો કહેવાય કે ભગવાને આ યોગ્યતારૂપી રીઝ કરી. પણ એવું તો છે નહિ, યોગ્યતા તો આપણે જ ઊભી કરવી પડે છે, પછી ભગવાને રીઝ ક્યાં કરી?
ઉત્તરઃ- ભગવાને રીઝ આ રીતે કરી- કે આપણી યોગ્યતા ભલે આપણે ઊભી કરીએ, પરંતુ એ શી રીતે ઊભી કરી શકવાના ? અરિહંત ભગવાનના દશર્ન-વંદન-સ્તવન-ચિંતન-સ્મરણ-સન્માન-બહુમાન વગેરેથી જ યોગ્યતા ઊભી થવાની એ થવામાં ભગવાન દર્શન-વંદનાદિના વિષય બનીને કારણ બનવાના. એટલે કહેવાય કે- “આમ યોગ્યતા ભગવાને જ ઊભી કરી આપી ! જો બીજા મિથ્યા દર્શન-વંદનાદિના વિષય બન્યા હોત, અર્થાત્ જો રાગ-દ્વેષી મિથ્યા દેવાદિના જ દર્શન વંદનાદિ કર્યો ગયા હોત તો તેવી યોગ્યતા ન આવત. કિન્તુ વીતરાગ દેવાધિદેવ અરિહંતનાં જ દર્શન-વંદનાદિના પુરુષાર્થનું મહત્ત્વ નથી, કિન્તુ દર્શનાદિના વિષયનું જ મહત્ત્વ છે. મિથ્યાદેવનું દર્શન કરો એનું એવું ફળ આવે નહિ, વિતરાગ દેવાધિદેવનું દર્શન કરો એનું જ એવું અમાપ ફળ આવે ! એટલે કહેવાય કે આપણી યોગ્યતા વિતરાગનું આલંબન લેવા હિસાબે જ આવી, માટે એ યોગ્યતા ભગવાને જ ઊભી કરી આપી કહેવાય. એ જ ભગવાનની રીઝ ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org