________________
આધ્યાત્મિક લાભોની સાથે બુદ્ધિ શક્તિની તીક્ષ્ણતાનો ઉઘાડ અને વિકાસ પણ અવશ્ય થશે. તેની જામિન લેવા સંપાદક તૈયાર છે.
ધારદાર પ્રશ્નો સ્વયં ઉઠાવવા અને પછી તર્કની ધરી પર રચાયેલા અને વૈરાગ્ય-ભક્તિ રસથી રસાયેલા સચોટ સમાધાન પેશ કરવા એ કાંઇ હેલી વાત નથી. સવાલો અજબના છે તો જવાબો ગજબના છે. માત્ર શાસ્ત્રવચનો તો કાષ્ઠ કે પત્થર જેવું રો-મટીરિયલ છે. તર્કના ટાંકણે તેમાંથી ઔદમ્પર્ધાર્થ સુધીની ડેન્સિટિ ધરાવતું મનોહર શિલ્પ ઘડાય છે ત્યારે તેને જોતા ધરપત થતી નથી. પ્રસ્તુત પુસ્તકમાંનો પ્રત્યેક પ્રશ્ન પણ એક ટાંકણું આપણાં આત્મા પર મારતો જાય, અશ્રદ્ધા, સંશય, કદાગ્રહ, હઠાગ્રહની કરચો ખરતી જાય અને આત્મામાં જ તિરોહિત પડેલી ક્ષાયિક શ્રદ્ધાની યોગ્યતાનું ભવ્ય શિલ્પ ઉપસી આવે તો ઘણું.
પ્રસ્તુત સમ્પાદન કાર્યમાં પૂજ્ય પંન્યાસજી પાસેનવિજયજી મહારાજાએ સુંદર સહકાર આપ્યો તથા અનેક રીતે સહાય-માર્ગદર્શન પુરૂ પાડનારા આત્મીય કલ્યાણમિત્ર પૂજ્ય મુનિરાજ શ્રી મુક્તિવલ્લભવિજયજી મ. સા.નો ઉપકાર પણ ભૂલાય તેવો નથી. તે સહુનો ઋણી છું.
મુનિ મેઘવલ્લભવિજયનો શિષ્યાણ મુનિ ઉદયવલ્લભવિજય વિ.સં. ૨૦૫ર, વિજયાદશમી,
સાબરમતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org