________________
[ ] ધર્મક્રિયા કરતી વખતે દુન્યવી વિચાર જરૂર વર્ય ગણાય. પરંતુ, I 30 પ્રભુદર્શનની ક્રિયા વખતે પૂજાનો વિચાર અને પૂજાની ક્રિયા વખતે
વ્યાખ્યાન શ્રવણનો વિચાર એ તો શુભવિચાર જ છે. તો જે ક્રિયા ચાલુ હોય તેમાં જ ઉપયોગ રાખવાનો આગ્રહ શા માટે?
પહેલી વાત તો એ કે આ રીતે ક્રિયા કરવાની કુટેવ વ્યવહારમાંય ચાલુ છે! માણસ સવારે ઉઠયો ત્યારે કદાચ પ્રભુનું નામ મોંઢેથી લેશે
પણ મનથી તે ન્હાવાનો વિચાર કરશે. પછી હાવા બેસશે, પરંતુ ત્યારે વિચાર નાસ્તાનો કરશે ! અને નાસ્તો કરતી વખતે વિચાર બજારનો કરશે! બજારમાં હશે ત્યારે વળી બીજા જ વિચારોમાં ભાઇસાહેબ ફરતા હશે ! બસ, આ કુટેવ ધર્મ ક્રિયામાં ય નડે છે! એક ક્રિયામાં બીજી ક્રિયાના વિચાર! પ્રભુનાં દર્શન કરતી વખતે પૂજાનો વિચાર ! ને પૂજા કરતી વખતે ચૈત્યવંદન અંગેનો વિચાર ! ત્યારે ચૈત્યવંદન કરતી વખતે વ્યાખ્યાન શ્રવણનો વિચાર ! આ ટેવ સારી નથી. નુકશાનકારી છે. કોઇ વેપારી રસ્તે જતાં કોઇ સારા માણસને બોલાવી સજ્જનતાથી વાત માંડે, પણ અધવચ્ચે વાત પડતી મૂકી બીજાને બોલાવે અને એની સાથે સજ્જનતાથી જ વાત માંડે, એની ય વાત અધવચ્ચે પડતી મૂકી વળી કોઇ ત્રીજા જ સાથે વાત માંડે ! અહીં વિચારજો કે વાત સારી હોવા છતાં પૂર્વના બે સજ્જનોને અપમાન લાગે કે નહિ ? હા, તો એમ જ પ્રસ્તુત ક્રિયામાંથી ચિત્ત ઉઠાવી બીજી ક્રિયાના વિચારમાં લઇ જવું, એ પૂર્વની ક્રિયાનું અપમાન છે. ઉપરાંત આ રીતે ક્રિયા કરવાથી “ક્ષેપ નામનો ક્રિયાદોષ લાગે છે. ક્ષેપદૂષણ ત્યાં લાગે છે કે જ્યાં ચિત્ત એકથી બીજામાં ને બીજામાંથી ત્રીજામાં જાય છે. જેમ ખેતરમાં બીજ નાંખ્યું, છોડ જરા ઊગ્યો ને ઉખેડીને બીજે રોપે, વળી ત્યાંથી ઉખેડી ત્રીજે સ્થળે રોપે, ત્યાંથી ઉખેડીને વળી ચોથે સ્થળે રોપે! કહો જોઇએ, પરિણામે તે છોડ પર ફળ આવે ખરા ? છોડ ખેતરમાં મૂળ સાથે છે, પણ ફળ ન આવે! તેમ શુભ ક્રિયામાં રહેલો આત્મા અન્ય અન્ય શુભ વિચારમાં પણ જો મન લઈ જાય તો એ ક્રિયાનું તેવું ફળ ન આવે. માટે જે ક્રિયા ચાલતી હોય તેમાં જ ચિત્ત પરોવવું જોઇએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org