________________
જો ભગવાનની તુષ્ટિ-પ્રસન્નતા-કૃપા આપણી યોગ્યતા રૂપ હોય તો તે તો આપણી પાસે હોય પછી ભગવાન પાસે માંગવાનું શું રહ્યું ? અને જો વીતરાગ ભગવાન એ આપતા હોય તો પહેલાં થોડી કૃપા પછી વધારે, પછી વધારે... એમ તરતમતાવાળી કૃપા કેમ આપે ?
અહીં જિનશાસનની આ એક મહાનતા ખૂબ સમજવા જેવી છે કે દેવાધિદેવ વીતરાગ અરિહંત ભગવાનની કૃપા અરિહંત પાસેથી નથી મળતી પરંતુ આપણા દિલમાંથી એ ઊઠે છે. એમ ગુરૂની કૃપા પણ દિલમાંથી એ ઊઠે છે. તે આ રીતે કે આપણા દિલમાં દેવ-ગુરૂને જેટલું ઊંચું સ્થાન, એટલી એમની આપણા પર વધારે કૃપા ગણાય. બીજા શબ્દોમાં કહીએ તો, આપણે દેવ-ગુરૂનું જેટલું ઊંચું મૂલ્યાંકન કરીએ એટલી ઊંચી કૃપા આપણને મળી ગણાય. ત્યારે પ્રશ્ન થાય,
પ્રશ્ન :- જો કૃપા આપણા દિલમાંથી ઊભી કરવાની હોય તો એમાં ભગવાને શું આપ્યું ? એમાં ભગવાનનો ઉપકાર ક્યાં આવ્યો ?
ઉત્તર :- ભગવાનનો ઉપકાર એ રીતે કે આપણા દિલમાં દેવગુરુને ઊંચું સ્થાન આપવામાં, અર્થાત્ એમના પર ઊંચું બહુમાન કેળવવામાં આપણે એમનું આલંબન લેવું પડે છે. જો એમના બદલે બીજા કોઇ ભળતા દેવદેવી કે ભળતા માણસનું આલંબન લઇએ, અર્થાત્ બીજા ભળતા પર બહુમાન રાખીએ તો એમાં કાંઇ વળે નહિ, એવું ઊંચું ફળ મળે નહિ. દા.ત. તમે હૈયામાં વીતરાગ અરિહંતને બદલે કોઇ મિથ્યાત્વી દેવદેવી પર ઓવારી જાઓ, એના પર અહોભાવ ધરો અને નામની નવકા૨વાળી ગણો તો એનું માલદાર ફળ આવે નહિ. શ્રેણિક, સુલસા વગે૨ેએ દિલમાં વીતરાગ અરિહંત મહાવીર ભગવાન પર અથાગ અને સર્વોત્તમ બહુમાન ધરેલું માટે જ એ તીર્થંકર નામકર્મની પુણ્યાઇ પામ્યા. એના બદલે એમણે કોઇ રાગ-દ્વેષભર્યા દેવી-દેવતા પ૨ બહુમાન રાખ્યું હોત તો એ ફળ, એ પુણ્યાઇ ન પામત.
આમ મિથ્યાત્વી દેવી-દેવતા નહિ પણ વીતરાગ મહાવીર પરમાત્મા પર અનન્ય બહુમાન ધર્યું, અર્થાત્ બહુમાન ધરવામાં આલંબન મહાવીર પરમાત્માનું લીધું અને ઉચ્ચ ફળ પામ્યા, તો એમાં ઉપકાર મહાવીર
Jain Education International
૬૭
For Private & Personal Use Only
www.jainelibrary.org