________________
નષ્ટ થવાની વાત શાની રહે ? વાત આ છે. અહીં સુકૃત-સદ્ગણના સંતાપ વિના ભવાંતર માટે સુકૃત-સદ્ગણની બુદ્ધિ નષ્ટ ન થાય. એવો સંતાપ કરો તો સમજી રાખવાનું કે એથી બુદ્ધિ નષ્ટ થઇ જવાની.
૧૨૧
વિર્યાચારમાં નવું પાળવાનું શું આવ્યું ? જ્ઞાનાચાર વગેરેના જે પ્રકારો છે તે જ વીર્યાચારના પ્રકાર તરીકે ગણેલા છે, કિન્તુ
જ્ઞાનાચાર આદિ દરેકમાં એના અવાંતર સ્વતંત્ર પ્રકારો છે, એવું વીર્વાચારમાં એના સ્વતંત્ર પ્રકારો નથી, તો પછી વીર્યાચારને કેમ સ્વતંત્ર પાંચમો આચાર કહ્યો?
જેવી રીતે જ્ઞાનાચાર આદિ દરેકના સ્વતંત્ર પ્રકાર બતાવી, આરાધકને માથે એને સ્વતંત્ર આરાધવાનો ભાર મૂક્યો છે, એવી
રીતે વર્યાચારને પણ સ્વતંત્ર આરાધવાનો ભાર મૂકવા માટે એને અલગ પાંચમા આચાર તરીકે ગણવામાં આવ્યો છે, અને એને આરાધવા માટે જ્ઞાનાચારાદિમાં જોમ ઉત્સાહ વગેરે વધારવાના છે, એ વીર્યાચાર તરીકે નવું સ્વતંત્ર પાળવાનું આવ્યું જ ને ?
જ્ઞાનાચારમાં વિર્યાચાર :
પ્ર. જ્ઞાનાચાર આદિ સ્વતંત્ર વિધાન કર્યું તે આચરવા માટે જ કર્યું છે, તો શું એમાં પુરુષાર્થ-વીર્ય-જોમ લગાવવાનું વિધાન ન આવી ગયું? જો પુરૂષાર્થનું વિધાન ન આવ્યું હોય તો પછી આચાર શું આચરવા માટે નહિ, પણ માત્ર જાણવા માટે જ કહ્યા છે ? અને જો આચરવા માટે પણ છે, તો એમાં પુરુષાર્થનું વિધાન તો હોય જ; એટલે કે જ્ઞાનાચાર આદિનાં વિધાનથી એમાં વીર્ય-પુરુષાર્થનું વિધાન આવી જ ગયું, પછી મફતિયો વીર્યાચાર અલગ બતાવવાનું શું કામ ?
ઉ. વાત ડહાપણ ભરી છે, પરંતુ અહીં વિવેક સમજવાનો છે કે જ્ઞાનાચારાદિના વિધાનમાં અલબત્ત એના પુરુષાર્થનું વિધાન આવી જાય છે, કિન્તુ તે તો ચાલુ પુરુષાર્થ રખાયા કરાય તો ય જ્ઞાનાચારાદિ પાળ્યા ગણાય. એટલે એમ પાળીને મન સમજશે કે જ્ઞાનાચારાદિ પાળવાનું કર્તવ્ય પૂરું થયું,
१४८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org