________________
માટે મનને કેટલું ય મનાવવું પડે ! કેમકે મનને તો સ૨ળતાથી દુષ્કૃત કરવું હોય, સુકૃત નહિ. એટલે ત્યાં મનને મારવું પડે, દબાવવું પડે, અને સુકૃત કરવાનું થાય.
દા.ત. જાઓ કોઇએ કાંક આપણું પ્રતિકૂળ કર્યું ત્યાં મનને સ૨ળતાથી ગુસ્સો જ ઊપડી આવે છે, ક્ષમા નહિ. કેમ આમ ? કહો હજી ક્ષમા-સુકૃતની એવી શક્તિ નથી ઊભી થઇ, ક્ષમા સુકૃતનું એવું સંસ્કાર ધન નથી ઊભું કર્યું. પૂર્વ ભવોમાં જ્યાં ક્રોધના મોકો આવ્યો ત્યાં ક્રોધ જ કર્યે ગયા છીએ, ક્ષમા રૂપી સુકૃત નહિ. પછી એની મૂડીમાં ક્ષમાના સંસ્કાર એકત્રિત થયેલા નહિ, તેથી અહીં ઝટપટ સહેલાઇથી ક્ષમા શી રીતે સ્ફુરે ?
અનામિકા નિયાણું કરીને સ્વયંપ્રભાદેવી થઇ, તો ત્યાં સુકૃતબુદ્ધિ કેમ નષ્ટ ન થઇ ? નથી થઇ એ હકીકત છે, કેમકે પછીથી ઉત્તરોત્તર ઠેઠ શ્રેયાંસ થવા સુધી એના સારા ભવ થાય છે. અહીં સુકૃત બુદ્ધિ તદ્દન નષ્ટ હોત અને ત્રિપૃષ્ઠ, બ્રહ્મદત્ત આદિની જેમ એકલી ભોગબુદ્ધિ ને વિષયાંધતા હોત તો પછીથી સારા સદ્ગતિના ભવ ન મળત. તો નિયાણું છતાં સુકૃતબુદ્ધિ કેમ નષ્ટ નહિં ?
૧૨૦
આનો જવાબ આજ કે અનામિકાએ નિયાણું કર્યું પણ સુકૃતનો સંતાપ કરીને નહિ કે ‘હાય ! આ વ્રત-નિયમ-અનશન શા કામનાં જો લલિતાંગ સાથે દેવતાઇ ભોગસુખો ન મળે ' ભોગસુખો ખાતર વ્રત-નિયમ-અનશન સાથે હાયકારો જોયો ન્હોતો. તો પૂછો, -
,
પ્ર. પણ એણે સ્વયંપ્રભાદેવી થવાનું તો માંગેલું ને ?
ઉ. માંગેલું, પરંતુ તે ભોગસુખો ખાતર નહિ, કિન્તુ લલિતાંગ એક ઉત્તમ આત્મા છે, એનો સુંદર સહયોગ અનુભવ્યો છે, એ ફ૨ીથી મળે તો સારૂં એ માટે સ્વયંપ્રભા થવાનું માંગેલું. આવા પ્રકારની ઉત્તમ આત્માના સહયોગની આશંસામાં ગર્ભિત રીતે લલિતાંગદેવના સદ્ગુણ-સુકૃતની ચાહના પડેલી છે. આવી ચાહનાથી આશંસા કરી હોય ત્યાં સુકૃતના સંતાપ રહ્યો જ ક્યાં ? ઊલટું સુકૃત-સદ્ગુણની ચાહના રહી. પછી ભવાંતર માટે સુકૃતબુદ્ધિ
૧૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org