SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ બીજા કોઇને નહિ, ને માત્ર પ્રભુ અરિહંતને ઊંચું સ્થાન આપીએ, એમાં મુખ્યતા આપણી નહિ પણ પ્રભુની છે. કેમકે, ઊંચું સ્થાન આપનારા તો આપણે જ, પરંતુ જો પ્રભુના બદલે બીજાને ઊંચું સ્થાન આપીએ તો કાંઇ વળે નહિ. અરિહંતને જ ઊંચું સ્થાન આપીએ તો જ વળે. એથી પૂરવાર થાય છે કે અરિહંતની કરૂણામાં અરિહંતની એટલે કે અરિહંતના હાથની વાત થઇ ‘હાથની વાત’ એટલે ‘મુખ્ય કારણતા’. એટલા જ માટે ભક્ત આ જ માને કે ‘અરિહંતની કરૂણાથી કાર્યસિદ્ધિ થાય છે; અને તો જ એ અરિહંતનું સાચું શરણ સ્વીકારનારો ગણાય. =} જો એ મુખથી બોલે કે ‘તમારે શરણથી બધું કાર્ય સિદ્ધ થાય છે' પણ મનથી માને કે ‘મારા પુરુષાર્થથી બધું કાર્ય સિદ્ધ થયું. પ્રભુ તો વીતરાગ એટલે આપણું કશું કરે નિહ.' આવી માન્યતામાં કૃતજ્ઞતા ભંગ થાય છે, એથી ઇષ્ટસિદ્ધિ ન થાય માટે તો કહ્યું છે કે, “તુહપ્પભાવઓ ઇઠ્ઠફલસિદ્ધિ’' તમારા પ્રભાવથી ઇષ્ટફળસિદ્ધિ થાઓ. જીવનમાં સુકૃત એ સાચી મૂડી છે, તેમ કહેવાય છે પણ સુકૃત દા. ત. ૧૧૯ કોઇ જિનભક્તિ, કોઇ દાન, કોઇ તપ, એ કર્યું એટલે તો એ સુકૃત કર્યા પછી નષ્ટ થઇ ગયું એ થોડું જ ઊભું રહે છે ? તો એ મૂડી રૂપે શી રીતે ગણાય ? મૂડી તો ઊભી રહેનારી હોય. વાત સાચી, પરંતુ અહીં દિલથી કરેલ સુકૃતના શુભ સંસ્કાર ઊભા થાય છે, ને એ ઊભા રહે છે. એટલે કહો કે સુકૃત નષ્ટ થઇ સુસંસ્કારરૂપે ઊભા રહે છે. સુકૃતના સુસંસ્કારે પરભવે ધન જેમ વધતું ચાલે છે તેમ તેમ આત્મામાં વધેલી સુકૃત-શક્તિથી સુકૃત સુલભ થઇ જાય છે. આવી સુકૃત શક્તિ સારી ઊભી થઇ હોય એટલે જ્યાં સુકૃતનો પ્રસંગ ઊભો થયો ત્યાં ઝટ એ શક્તિ એ સંસ્કાર આત્માને સુકૃત સુલભ કરી દે છે. જીવ સહેલાઇથી સુકૃત આચરે છે જો આ સુકૃત શક્તિ ન હોય તો સુકૃત કરવા Jain Education International ૧૪૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004962
Book TitleTarkna Tankna Shraddhanu Shilpa
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy