________________
-
પ૦
ને ? એ ત્યાં કાયરતા સાથે વળી અણસમજની સ્થિતિમાં તો કેવાં ય ઘોર દુર્બાન કરશે? કદાચ આર્તથી રૌદ્રધ્યાનમાં નહીં ચડે એની શી ખાતરી? માટે મૃત્યુ આવે તો અહીંના આર્તધ્યાનથી બચાય એવી ગણતરી ખોટી છે. કદાચ તીવ્ર વેદનામાં અહીં આર્તધ્યાન થઇ જાય તો ય અંદર ઊંડે ઊંડે સમજ રાખી શકાય છે કે “આ કાયરતા ખોટી થઇ રહી છે. શું કામ રડવું? રડીને ય વેઠવાનું તો એનું એ જ નિશ્ચિત છે. વળી જડ શરીરના યોગે જ આ વેદના છે. તો મોટું દુ:ખ તો જડ શરીરના યોગનું છે. તો એ પાપ હંમેશનું કેમ ટળે એવો જ વિચાર અને પ્રયત્ન મુખ્ય ન રાખું? તત્કાલ દુ:ખથી છૂટવાના ફાંફાં મારવાને બદલે કાયમી દુ:ખ ટાળનારા ધર્મને કાં ન અપનાવું ?”
દુઃખીને, ભૂખ્યાને દયાથી ખાવાનું કે પૈસા આપવા જતાં એ પછી અગ્નિ-પાણી-વનસ્પતિકાય વગેરે જીવોના આરંભ-સમારંભ કરશે એમાં એનું શું હિત? એવી દયા હિતકારી કયાં રહી? અહીં જરા દુષ્ટિ પહોળી કરીને તપાસવાની જરૂર છે કે અગ્નિ પાણી આદિની હિંસામાં તો એ પડેલો જ છે પણ એનું હિત કયાં
છે ? ભૂખ્યો માણસ તીવ્ર ભૂખના લીધે ચિત્તની જે ભારે અસમાધિ ભોગવી રહ્યો છે, જે વિશેષ આર્તધ્યાનમાં સબડી રહ્યો છે, એમાં એ ઘેરાયેલી સ્થિતિ કરતાં વિશેષ મોહનીય કર્મ પણ બાંધી રહ્યો છે, કે જેના ઉદયે એ વિશેષ પાપી થાય, મૂઢ થાય. આ બધું એનું ભારે અહિત છે.
ત્યારે જો એને ભૂખનું દુ:ખ ટાળવામાં આવે તો -
(૧) ચિત્તને સ્વસ્થતા થાય, સમાધિ થાય, આર્તધ્યાન-દુર્બાન મોળું પડે, એ એનું હિત છે એટલું જ નહિ, કિન્તુ
(૨) એને દાતાર તરફ એની દયાને લીધે સદ્ભાવ જાગે, એ હિત છે.
(૩) સંભવ છે કે, એને દયાધર્મનું આકર્ષણ, પ્રશંસા થાય કે “અહો! કેવી સુંદર દયા, કે બીજાની આંતરડી ઠારે છે !” આ પણ એનું હિત છે.
(૪) આમ ધર્મ પ્રત્યે દયાધર્મ પ્રત્યે આકર્ષણ-પ્રશંસા થવાથી એના
༤
91 འབག་
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org